Midnight Coffee - 21 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 21 - ભરોસો

રાધિકા નિશાંત પાસે ટેરેસ પર આવી તેની બાજુમાં લાંબી થઈ જાય છે.
રાધિકા : શું વિચારી રહ્યા છો??
નિશાંત : ડર લાગી રહ્યો છે.
હું પણ ક્યાં તૈયાર છું આના માટે??
તે રાધિકા સામે જુએ છે.
નિશાંત : મારા દાદી ની યાદ આવી રહી છે.
તે ફરી ખુલ્લા આકાશ તરફ જોવા લાગે છે.
નિશાંત : મને જ આટલો ડર લાગી રહ્યો છે તો....પૂર્વી....
તે તો યાર....
રાધિકા : હિંમતવાળી છે.
નિશાંત : મને હજી સુધી આમ વિશ્વાસ નથી આવતો.
રાધિકા : થાય થાય.
નિશાંત મુસ્કાય છે.
નિશાંત : આખરે તારા ચંદ્ર માટે આપણી જુદી વાર્તા પણ બધા જેવી જ થઈ ગઈ.
એક તરફી પ્રેમ ની કહાણી.
જેમાં છોકરો, છોકરી માટે બધુ....
રાધિકા : તમારી આંખોમાં પ્રેમ દેખાય રહ્યો છે.
નિશાંત : તો મને પણ દેખાવો જોઈએ ને.
રાધિકા : એના માટે....
નિશાંત : હું પૂર્વી ની અપેક્ષાઓ પર ખરો ના ઉતરી શક્યો તો....??
રાધિકા : એને તમારી પાસે ખાસ કોઈ અપેક્ષા જ નથી.
એને તમારા પર પૂરો ભરોસો છે કે તમે જે કરશો, જે નિર્ણય લેશો એ યોગ્ય જ હશે.
નિશાંત : આ એણે તને કહ્યુ??
રાધિકા : જે તમારી આંખોમાં દેખાય રહ્યુ છે એ એની પણ આંખોમાં દેખાય રહ્યુ છે.
નિશાંત : મને કઈ જ સમજ નથી પડી રહી.
તે બેઠો થાય છે.
રાધિકા : કોફી મંગાવું??
તે પણ બેઠી થાય છે.
નિશાંત હલકું હસે છે.
નિશાંત : હું શું કામ આટલું બધુ વિચારી રહ્યો છું??
રાધિકા : આવતીકાલે સાંજે આપણને બધાને મારા પપ્પાએ ઘરે જમવા બોલાવ્યા છે.
નિશાંત : તું મને હમણાં કહી રહી છે??
રાધિકા : સવારે જ કહેવાની હતી પણ તમે ગુસ્સે થઈ ગયા અને પછી....
નિશાંત : હંમ.
હું અમારા બાળક પર ગુસ્સો કરી બેસુ તો??
રાધિકા : મમ્મી પપ્પા ક્યારેક ગુસ્સો કરે પણ ખરા.
પણ તમે....
તે બોલતા બોલતા અટકી જાય છે અને નીચું જોવા લાગે છે.
નિશાંત : બોલ....
રાધિકા : પણ તમે મારા મમ્મી પપ્પાની જેમ એની સાથે....
તમે જેમ મને અને પૂર્વી ને સમજો છો તેમ એને પણ સમજજો.
એ કોમળ, નાદાન, સુંદર, માસુમ ફૂલ ને એની જાતે, એની રીતે એને જેમ ખીલવું હોય ખીલવા દેજો.
બોલતા બોલતા રાધિકા ની આંખોમાં પાણી આવી જાય છે.
જરા નજીક આવી નિશાંત તેને પોતાની બાથ માં લઈ લે છે.
રાધિકા નિશાંત ના ખભા પર માથું મૂકી દે છે.
બંને ના હોઠ રાધિકા ના ચંદ્ર સામે જોતા મલકાય રહ્યા હોય છે.

* * * *

૮ દિવસ પછી

પૂર્વી : સારું થયું તું આવી ગઈ.
કેમ આટલું હસવું આવે છે તને??
રાધિકા : નિશાંત આજે બહુ ખુશ છે.
પૂર્વી : તેમાં આટલું બધુ હસવાનું??
રાધિકા : આજે પહેલી વાર મે તેમને આખા રસ્તે વ્હીસલીંગ કરતા સાંભળ્યા.
પૂર્વી : પણ તેમાં....
રાધિકા : અરે, સમજ ને....
હી ઈઝ હેપ્પી બીકોઝ ઓફ યુ.
રાધિકા ખુશ થતા કહે છે.
પૂર્વી મુસ્કાય છે.
પૂર્વી : આપણે બેસીએ....
રાધિકા : હા.
બંને સોફા પર બેસે છે.
પૂર્વી : મને ડર લાગે છે.
રાધિકા : એ નોર્મલ છે.
પૂર્વી : એ ડર નહી.
આજે મારે નિશાંત ના મમ્મી પપ્પાને મળવાનું છે.
એ વાત નો ડર લાગે છે.
રાધિકા : તેઓ બંને....
પૂર્વી : બહુ સારા છે પણ તેનાથી ડરને કઈ રીતે દૂર કરું??
રાધિકા : ચીલ.
પૂર્વી : એક વાત પૂછું??
રાધિકા : અરે તું બે પૂછ....
પૂર્વી : સારું.
તો બે પૂછું પણ પહેલા પહેલી વાત....
નિશાંત ને પણ ડર લાગી જ રહ્યો હશે ને....
મારી જેમ નહી પણ....
મે કહ્યુ અને....
રાધિકા : વિચારો ની બુલેટ ટ્રેન ને જરા થોભાવો.
પૂર્વી : હું આજે સાંજે શું પહેરીશ??
રાધિકા : તારે જે પહેરવું હોય તે.
પૂર્વી : તેના મમ્મી પપ્પાને....
રાધિકા : મમ્મી પપ્પાને તું ગમશે.
તારા કપડા નહી.
હવે મારા બે સવાલ પૂછું??
પૂર્વી : પૂછ....
રાધિકા : નિશાંત મને તારા ઘર સુધી મૂકી ગયા તો પણ તને એમ ના થયું કે....
પૂર્વી : અચાનક આ સવાલ....!!
રાધિકા : હું તમારા બંને ની વચ્ચે તો....
પૂર્વી : હોય હવે.
શું કઈ પણ બોલે છે યાર??
રાધિકા હસી પડે છે.
પૂર્વી : બીજી વખત બોલતી નહી આવું.
રાધિકા : નહી બોલું.
પૂર્વી : નિશાંત ને ઓફિસ જવાની ઉતાવળ હશે યાર એટલે નહી મળવા આવ્યા હોય.
રાધિકા : હંમ.
પૂર્વી : હવે મને પહેલા સાંજે પહેરવાના કપડા પસંદ કરી આપ.
પછી જે કરવું હોય તે કરીએ.
રાધિકા : હું ૩ વાગ્યા સુધીમાં પાછી જતી રહીશ એટલે ઘરે કઈ મદદ કરવાની હોય મમ્મીજી ને તો થાય.
પૂર્વી : ઓકે.
પણ હજી ૩ વાગવા ને ઘણી વાર છે.
રાધિકા : હા.
* * * *

સાંજે ૫ વાગ્યે નિશાંત ઘરે આવી જાય છે.
નિશાંત : રાધિકા ક્યાં છે??
મમ્મી : હમણાં જ ઉપર ગઈ.
નિશાંત : ડાઇવોર્સ ના પેપર્ઝ આવી ગયા.
નિશાંત ખુશ થઈ મમ્મી ને પેપર્ઝ બતાવતા કહે છે.
મમ્મી : ચાલો, સરસ.
નિશાંત : હું અને રાધિકા હમણાં સાઇન કરી દઈએ છીએ અને ડ્રાઇવર સાથે પેપર્ઝ પાછા મોકલી આપું છું.
મમ્મી : હા.
જા....જા....ઉપર.
નિશાંત : પપ્પા હજી ઘરે નથી આવ્યા??
મમ્મી : આવશે.
નિશાંત : તે નારાજ છે??
મમ્મી : છે.
પણ માની પણ જશે.
નિશાંત : થેન્કયૂ મમ્મી.
મમ્મી : મને શેનું??
નિશાંત : મારા ડાઇવોર્સ અને બીજા લગ્ન ના બંને નિર્ણય ને સપોર્ટ કરવા બદલ.
મમ્મી : અમને તારા પર ગર્વ છે.
મમ્મી નિશાંત નું માથું ચૂમી લે છે.

નિશાંત ઉપર રૂમમાં આવે છે.
નિશાંત : ડાઇવોર્સ પેપર્ઝ આવી ગયા.
સાંભળી રાધિકા ના ચહેરા પર પણ ખુશી છવાય જાય છે.
નિશાંત : આ લો પેન અને કરી દો સાઇન.
તે રાધિકા ને પેન આપતા કહે છે.
રાધિકા : તમે કરી??
નિશાંત : લેડીઝ ફર્સ્ટ.
રાધિકા મુસ્કાય છે અને સાઇન કરી પેન નિશાંત ને આપે છે.
નિશાંત પણ તરત સાઇન કરી દે છે.
પછી બંને એક બીજાને ભેટે છે.
રાધિકા : આઈ એમ સો હેપ્પી.
નિશાંત : પૂર્વી અને તેના પપ્પા કેટલા વાગ્યે આવવાના છે??
રાધિકા : ૭ વાગ્યે.
ખાલી પૂર્વી જ આવવાની છે.
તેના પપ્પાએ આઉટ ઓફ સિટી જવું પડયું છે.
નિશાંત : ઓહ.
તે ખુશ છે ને??
રાધિકા : તેને ડર વધુ લાગી રહ્યો છે.
નિશાંત હલકું હસે છે અને જગમાંથી ગ્લાસ માં પાણી લઈ પીએ છે.
નિશાંત : મારે લગ્ન નથી કરવા.
હું તો મારા પપ્પા સાથે જ રહીશ.
સાંભળી રાધિકા પણ હલકું હસે છે.
નિશાંત : હું ફ્રેશ થઈ આવું.
રાધિકા : હંમ.

* * * *


~ By Writer Shuchi




.