History of Sachin State (Surat District) in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | સચિન સ્ટેટ (સુરત જિલ્લો ) નો ઇતિહાસ

Featured Books
Categories
Share

સચિન સ્ટેટ (સુરત જિલ્લો ) નો ઇતિહાસ

#સચિન

🌹🌹🌹🌹

"સચિન"નું નામ પડે એટલે આપણા મહાન ક્રિકેટર યાદ આવી જાય.અહીં સચિન ક્રિકેટરની વાત નથી.સુરત જિલ્લાના સુરત નવસારી રોડ ઉપર સુરત રેલવે સ્ટેશનથી 18 km સચિન ગામ આવેલું છે.સચિન રેલવે સ્ટેશન પણ છે.હાલ તે જુના સમયનું મહત્વનું રજવાડું હતું.કાળક્રમે લોકશાહી પછી તે GIDC અને હીરા ઉદ્યોગ માટે આખા વિશ્વમાં જાણીતું બની ગયું.હાલ તે સુડા હેઠળ હોવાથી સચિનને "નગર"તરીકે દરજ્જો મળ્યો છે.ભારતીય રેલવે દ્વારા જોડાયેલું આ નગર હાલ વિવિધ ઔધોગિક એકમ તરીકે વિકસતું શહેર છે.લાખો લોકો માટે રોજગારીનું કેન્દ્ર બિંદુ છે.અહીં ખેતીમાં શેરડી, કપાસ,તુવર,શાકભાજી,ઘઉં,ડાંગર જેવા પાક થતા હતા પરંતુ હાલ જમીન ખેતી માટે બિલકુલ નથી.(મેં 10 વરસ આ ગામના હેડક્વાટર સાથે સંકળાયેલા ગામોમાં વિસ્તરણ અધિકારી-ખેતી તરીકે સન.1991-2000 દરમ્યાન નોકરી કરી હતી.)અહીં ખેડૂતોની ખેતીની જમીન વિવિધ ઉધોગ હેઠળ સંપાદન થતાં સ્થાનિક નાના ખેડૂતને ખેતીની મહત્વની જમીન ગુમાવવી પડી છે.મોટા ભાગના ખેડૂતોએ પોતાની જમીન શહેરીકરણના કારણે વેચી દેવી પડી છે.
#સચીન રજવાડું બ્રિટિશ રાજના યુગ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની સુરત એજન્સી અને ભૂતપૂર્વ ખાનદેશ એજન્સી સાથે સંકળાયલું રજવાડું હતું.તેની રાજધાની ગુજરાત રાજ્યના હાલના સુરત જિલ્લાના દક્ષિણમાં આવેલ શહેર સચીન હતું.સચીન રાજ્યની સ્થાપના ૬ જૂન ૧૭૯૧ના રોજ થઈ હતી.એસી ટકાથી વધુ પ્રજા હિંદુ હોવા છતાં,રાજ્યમાં દંડ-રાજપુરી અને જંજીરા રાજ્યના સીદી વંશના સુન્ની મુસ્લિમો શાસન કરતા હતા.સિદ્દી રાજવંશ એબિસિનિયન (હબસી) મૂળના હતા.સચીન રજવાડું મરાઠા પેશ્વાના સંરક્ષણ હેઠળ હતું,જ્યાં સુધી તે બ્રિટીશ આશ્રિત ન બન્યું.તેની પોતાની ઘોડેસવારી,ચલણ અને સ્ટેમ્પ પેપર,તેમજ રાજ્યનું સંગીતવૃંદ હતું જેમાં આફ્રિકન લોકોનો સમાવેશ થતો હતો.
ભારતીય સિનેમાના પ્રારંભિક સુપર સ્ટાર્સમાંની ભારતની પ્રથમ મહિલા ફિલ્મ નિર્દેશક ફાતિમા બેગમ (૧૮૯૨-૧૯૮૩)એ સચીન રાજ્યના નવાબ સીદી ઇબ્રાહિમ મુહમ્મદ યાકુત ખાન ત્રીજા સાથે કથિત રીતે લગ્ન કર્યાં હતાં.પરંતુ સચીન રાજવી પરિવારના સૂત્રોએ આ અંગે પડકાર ફેંક્યો હતો અને લગ્નને કે તેમનાં સંતાનોનો દાવો સાબિત કરવા માટે રેકર્ડ શોધવા માટે કહ્યું હતું.ફાતિમા બેગમની પુત્રી સુલ્તાના,શરૂઆતની ભારતીય ફિલ્મોમાં અગ્રણી વ્યક્તિ બની હતી.ભારતના પ્રથમ બોલતા ચલચિત્ર આલમ આરા (૧૯૩૧)ની અગ્રણી અભિનેત્રી ઝુબેદા તેની નાની બહેન હતી.સચીન રાજ્યના છેલ્લા શાસક નવાબ સીદી ઇબ્રાહિમ મુહમ્મદ યાકુત ખાન ત્રીજાએ ૮ માર્ચ ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં જોડાવા માટે જોડાણપત્ર પર હસ્તાક્ષર કર્યા.તે પછી રાજ્ય બોમ્બે પ્રાંતમાં સુરત જિલ્લાનો ભાગ બન્યો.ભારતના ભાગલા પછી ઝુબૈદા ભારતમાં રહી હતી,જ્યારે તેની બહેન સુલતાના પાકિસ્તાન ગઈ હતી જ્યાં તેણે લગ્ન કર્યા હતા અને એક પુત્રી જમિલા રઝાક હતી,જે ૧૯૫૦ ના દાયકાના મધ્ય અને ૧૯૬૦ના દાયકાના મધ્યભાગમાં એક જાણીતી પાકિસ્તાની અભિનેત્રી બની હતી.નવાબ ઇબ્રાહિમ મોહમ્મદ યાકુત ખાન સચીનનો બીજો શાશક હતો.(૧૮૩૩–૧૮૭૩)સચીન રાજ્યના શાસકોએ 'નવાબ'નું બિરુદ મેળવ્યું અને બ્રિટિશ અધિકારીઓએ તેને ૯ બંદૂકની સલામ આપવાનો અધિકાર આપ્યો.૬ જૂન ૧૭૯૧ - ૯ જુલાઈ ૧૮૦૨ અબ્દુલ કરીમ મોહમ્મદ યાકુત ખાન પહેલા,૯ જુલાઈ ૧૮૦૨ - ૨૫ માર્ચ ૧૮૫૩ ઇબ્રાહિમ મોહમ્મદ યાકુત ખાન પહેલા,૨૫ માર્ચ ૧૮૫૩ - ૧ ડિસેમ્બર ૧૮૬૮ અબ્દુલ કરીમ મોહમ્મદ યાકુત ખાન બીજા,૧ ડિસેમ્બર ૧૮૬૮ - ૪ માર્ચ ૧૮૭૩ ઇબ્રાહિમ મોહમ્મદ યાકુત ખાન બીજા,૪ માર્ચ ૧૮૭૩ - ૭ જાન્યુઆરી ૧૮૮૭ અબ્દુલ કાદિર ખાન,૪ માર્ચ ૧૮૭૩ - જુલાઈ ૧૮૮૬ વાલીપણાં હેઠળ (ઉત્તરાધિકારી નાનો હોવાથી),૭ ફેબ્રુઆરી ૧૮૮૭ - ૧૯ નવેમ્બર ૧૯૩૦ ઇબ્રાહિમ મોહમ્મદ યાકુત ખાન ત્રીજા
૭ ફેબ્રુઆરી ૧૮૮૭ - ૪ મે ૧૯૦૭. વાલીપણાં હેઠળ,૧૯ નવેમ્બર ૧૯૩૦ - ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ હૈદર મોહમ્મદ યાકુત ખાન.અને ફાતમા બેગમ (૧૮૯૨-૧૯૮૩) એક ભારતીય અભિનેત્રી, દિગ્દર્શિકા અને પટકથા લેખિકા હતા.તેમને ભારતીય સિનેમાની પ્રથમ મહિલા ફિલ્મ નિર્દેશિકા ગણવામાં આવે છે.ચાર વર્ષના સમય ગાળામાં, તેમણે ઘણી ફિલ્મો લખી,નિર્માણ કરી અને નિર્દેશન કર્યું.તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ ફાતમા ફિલ્મ્સ શરૂ કર્યું,જે પાછળથી વિક્ટોરિયા-ફાતમા ફિલ્મ્સ બની અને ૧૯૨૬માં તેમણે તેમની પ્રથમ ફિલ્મ બુલબુલ-એ-પરિસ્તાનનું નિર્દેશન કર્યું.તેઓ ૧૮૯૨-૧૯૮૩ સુધી જીવ્યા અને તેમને ત્રણ બાળકો હતા.ફાતમા બેગમ જન્મ ૧૮૯૨,વ્યવસાય અભિનેત્રી,દિગ્દર્શક,પટકથા લેખિકા,નિર્માત્રી.જીવનસાથી નવાબ સીદી ઇબ્રાહિમ મહોમ્મદ યાકુત ખાન (ત્રીજા) કહેવાતા.
જયારે 1991માં મારી બદલી ઓલપાડથી સચિન બદલી થતાં આ રાજ્યના છેલ્લા શાશક સાથે મારી મિત્રતા હતી કેમકે તે મારા મોટા અને સંપર્ક ખેડૂત હતા.સચિન નવસારી હાઇવે સ્થિત સચિન સ્ટેટનો કિલ્લો છે(જે હાલ જર્જરિત છે) જેમાં તેમનો રાજમહેલ છે.તે જોતાં આ શાશકોની જાહોજલાલીના અતીતની ઝાંખી થાય છે.મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાનો રૂટ આ ગામની નજીક "વાંઝ" ગામ ખાતે હતો.આ ગામે એક દિવસીય રાત્રિ પડાવ હતો.
સચિન જાઓતો આ ભવ્ય સ્મારક અને ભૂતકાળની આ મહત્વની ઇમારતના દર્શન કરવા જેવાં છે.હાલ તે માટે મૂળ માલીકની મંજૂરી લઇ આ વિશાળ કિલ્લાના દર્શન કરવા જેવાં ખરાં.
(ઉપર મુજબની માહિતી ગુગલ આધારિત છે. કોઈ ક્ષતિ હોય તો મને કોમેન્ટ બોક્સ માં જણાવવા વિનતી) આભાર
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )