CANIS the dog - 74 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 74

હાઇબ્રાઈડ ની ખુશી નો પાર ન હતો પરંતુ બીજી બાજુ તેના ઝેહન ની અંદર એક એવી વાત પણ હતી કે જે તેને નિદ્રા થી વૈમનસ્ય અપાવી શકે તેમ હતી.અને તે વાત હતી ઈલ્લીગલી પુમા ના કોન્કેવ કોડિંગ.

ડોક્ટર વીધુ અને almost હાઇબ્રાઇડ ના બધા જ સાઇન્ટીસ્ટ તે વાતને જાણતા હતા કે હાઇબ્રાઇડે ખોટું કર્યું છે.અને આ રીતે કેમ્બ્રિજ અને લેટિન ની તૈયાર કરેલી બેલન્સ્ક્્ડ્્્્ રેસીપી ને ઈમબેલેન્સ કરવાનો તેને કોઈ જ હક્ક ન હતો. પરંતુ છતાં પણ એલેક્ઝાન્ડ્રિયા ની આગળ બધા જ વીવશ હતા.

એક ફોરેસ્ટ ઓફિસર માર્ક તેનું કામ પતાવીને ચેકપોસ્ટ બાજુ રવાના થઇ રહ્યો છે.અને તેની જીપમાં મંદગતિ નું સોન્ગ પણ વાગી રહ્યું છે.


તે ઓફિસરે તેની સિગાર સળગાવી અને ફરીથી સોંગ માં મસ્ત થવા લાગ્યો.

અચાનક જ તેની જીપ ખાબકે છે અને તે પોતે પણ ઉંધા માથે જમીન પર પટકાય છે.

જંગલ ની ટ્વિલાઈટ પીસ ભંગ થાય છે અને બે જગુઆર સફાળે એકાગ્ર થાય છે.

માર્ક સમજતો હતો કે તે ચેકપોસ્ટ થી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે. એકવાર ત્યાં પહોંચી જવાય તો ચિંતા નથી.


તેણે ખાડામાંથી જીપને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો.પરંતુ તેને સફળતા ના મળી.

તેના એરિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ને પણ તેણે ચકાસી જોયું,જે પણ ડેમેજ થઈ ગયું હતું.

માર્ક થોડું ચિડાયો અને જીપ ને લાત મારીને બોલ્યો,ડેેમીટ!!!!

તેણે ઈગ્નેશન ઓફ કર્યો અને કી બહાર કાઢીને ચાલવા લાગ્યો. તેની બેગ માંથી થોડોક સામાન નીચે પડવાનો અવાજ આવે છે અને માર્કે એની બેગ પણ ફેંકી દીધી.અને થોડીક ઉતાવળ ચાલે ચાલવા લાગ્યો.માર્ક જાણતો હતો તે થોડી જ વારમાં નિશિથ કાળ શરૂ થઈ જશે અને પછી રાતવાસા સિવાય બીજો કોઇ વિકલ્પ નહીં બચે.તેને જેમ બને તેમ જલ્દી ચેકપોસ્ટ ઉપર પહોંચી જવું અનિવાર્ય છે.

માર્કે સ્ફૂર્તિ દેખાડી અને દોડવાનું શરૂ કર્યું.
બંને જેગુઆર સમજી ગયા અને માત્ર બે જ મિનિટમાં ૩૦૦ મીટર થી દોડીને માર્ક ની આસપાસ ગોઠવાઇ ગયા.
માનવ ગંધ થી મદહોશ બંને જેગવાર તેમની સભ્યતા અનુસાર માર્ક ને પ્રેમ કરવા લાગે છે.અને માર્ક ને કમસેેે કમ પીડાદાયક મૃત્યુ આપીને તેની મિજબાની કરવા આતુર છે.
માર્ક સમજી શકતો હતો તે બંને જેગવાર મને સ્પર્શ પણ કરવા નથી માગતા પરંતુ તેે એ પણ જાણતો જ હતો કે પશુઓની સનક કોને કહેવાય છે .

જગુઆરસની psycho હંંગર ને સમજી ચુકેલો માર્ક ફરીથી રન કરવાનું શરૂ કરે છે.અને જાડિયો તથા નીચે પડી ગયેલા ઝાડના થડો ને કૂદીને આગળ વધવા લાગે છે.

માર્ક ના ડર અને સાવધાની નો રેશિયો 30 જેમ 70 નો હતો જે કદાચ હવે 70 30 થવા પામ્યો છે અને માર્ક જોરજોરથી ચિલ્લાવા નું શરુ કરે છે,હેલ્પ હેલ્પ........
એક ઝાડની વડવાઈ કે જે મૂળીયા બનીને જમીન પર પ્રસરી ગઇ હતી. માર્ક નો પગ તેની સાથે જોરથી અથડાઇ છે.અને માર્ક દસ-બાર ગુંલાટ ખાતો ખાતો આગળ જઈને જમીન પર પટકાય છે.
માર્ક થી ૫૦ મીટરના અંતરે બંને જેગુઆર ઉભા છે અને માર્કે બંને જેગુઆર ની સામે જોયું તો તેને બંને જગુઆર બ્રેક્ડ લાગ્યા.
માર્કે આશ્ચર્ય ને પ્રાપ્ત કર્યો અને તરત જ બીજી જ સેકન્ડે તેને તેની પાછળ થી શેફર્ડ ના બર્કીંગ સંભળાયા.

માર્કે તરત જ પાછળ વળીને જોયું તો તેની બિલકુલ પીઠની પાછળ જે ૩ શેફર્ડ ઉભા હતા અને જેગુઆર તેમને જ જોઈને અટકી ગયા હતા.

માર્કેટ તરત જ સમય સુચકતા વાપરી અને ત્રણે શેફર્ડ ને કહી દીધું ગો ..... જસ્ટ run.અને ત્રણે શેફર્ડ જગુઆર ઉપર તૂટી પડ્યા,અને જોતજોતામાં જ બંને જગુઆર ત્યાંથી નાસી છૂટે છે.