Badlo - 31 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 31)

ઊંચા પહાડો ની ટોચ ઉપર ઠંડા ફરફરતા પવનમાં નીયા અને નિખિલ બંને પોતપોતાના સાથી ને ખોઈને સ્થિર નજરે ગોઠણ ઉપર હાથ રાખીને પહાડ ની કોર ઉપર બેઠા હતા....

નિખિલે અભી અને રુહી વચ્ચેના સબંધ વિશે બધુ જણાવી દીધું હતું...ત્યારે નીયા ને ભાન આવી કે નિખિલ ની અધૂરી વાત સાંભળીને એણે શું ગુમાવી દીધું હતું...

રુહી અને અભી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ અભી ના શરીર ને પ્રેમ કરતી શીલા એ રુહી ને દૂર કરવા માટે એને ઘણી ધમકી આપી અને અભી કોઈ પૈસાવાળી છોકરી ના ચક્કર માં છે એવું કહ્યું હતું જેની વાત રુહી અભી ને કરે એ પહેલા જ શીલા એ રુહી ને દુનિયા માંથી જ દૂર કરી દીધી...
રુહી ના ગમ માં ઘણા સમય સુધી એ શીલા પાસે ડ્રગ્સ નું સેવન કરતો રહ્યો...જેનાથી છુટકારો નિખિલે કરાવ્યો હતો...
નીયા ના આવ્યા પછી અભી સાવ બદલાઈ ગયો હતો...એ નીયા ને સાચા દિલથી પ્રેમ કરતો હતો....
અભી નો પહેલો પ્રેમ રુહી અને બીજો અને છેલ્લો પ્રેમ નીયા જ હતી...

શીલા એ ક્યારેય નિખિલ ને એનો પતિ માન્યો ન હતો પરંતુ નિખિલ શીલા ને દિલ થી એની પત્નિ માનતો હતો અને એને ખૂબ પ્રેમ કરતો હતો...શીલા ને બધી ખુશી મળે એની એ પૂરેપૂરી કોશિશ કરતો ...

આજે શીલા નિખિલ સાથે ન હતી પરંતુ એનું દુઃખ એને એટલું બધુ ન હતું જેટલું દુઃખ પોતાના ભાઈ ને ગુમાવી ને થઈ રહ્યું હતું...

"હમણાં અભી આવશે કંઇક કામથી એ નીચે ગયો છે..." એકનું એક વાક્ય બોલતી નીયા તો જાણે એની દુનિયા , એનો જીવતા રહેવાનો અધિકાર ,એનો પ્રેમ ...બધું જ ગુમાવી બેઠી હતી...

અભી સાથે ગાળેલી એક એક પળ એને અત્યારે યાદ આવી રહી હતી ...
હકીકત જાણ્યા વગર જ એ ' બદલો ' લેવા નીકળી પડી હતી ...

વાત ની પૂરેપૂરી તકેદારી રાખ્યા વગર ક્યારેય કંઈ કામ ન કરવું જોઈએ... જો નીયા એ આ વાત સીધા અભી સાથે જ કરી હોય તો અત્યારે અભી એની સાથે હોય શકે...એના બદલો લેવાના ચક્કર માં આજે ઘણી જિંદગીઓ સમેટાઈ ગઈ હતી...સ્નેહા , દાદી, સંગીતા , સુનિતા , સંજય , શીલા અને અભી આ બધા જીવનના પાત્રો પણ આજે નીયા ના એક ' બદલો ' લેવાની ભાવનાથી જ આ દુનિયા માં ન હતા રહ્યા...

અભી ને એના કર્યા મુજબનો સબક શીખવવા માટે આવેલી નીયા પોતે જ સબક શીખીને બેઠી હતી...એની પાસે અત્યારે સ્નેહા અને રુહી ની સાથે સાથે અભી ની યાદો સિવાય કઈ બચ્યું ન હતું ....

એ તો જાણે કોઈ પૂતળું હોય એ રીતે સુકાય ગયેલા આંસુ અને નહિવત જીવતી આંખો એના ઠંડા પડી ગયેલા ચહેરા ઉપર એકદમ સ્થિર ખુલ્લી હતી...

નીયા ના બોલ ઉપર ધ્યાન આપ્યા વગર નિખિલ એના સામે પડેલા પથ્થર ને જોઈ રહ્યો હતો... બંને જાણતા હતા અહીંથી નીચે પડ્યા બાદ એના મૃત શરીર સિવાય કઈ નહિ મળે એટલે નીચે જઈને એ જોવા માટે પણ આતુર ન હતા...

એનું એકધારું ધ્યાન પથ્થર ઉપર હતું જાણે એની ઉપર એણે જીવેલું વ્યર્થ જીવન બીજી વાર જોઈ રહ્યો હતો ...અચાનક એને ખ્યાલ આવ્યો કે એની સામે બેઠેલી નીયા ધીમે ધીમે એની ડાબી તરફ નમી રહી હતી...એની આંખો હજુ પણ ખુલ્લી હતી....એના પગ પણ ધીમે ધીમે એ તરફ નમવા લાગ્યા...

નિખિલ કંઇક કરે કે સમજે એ પહેલા નીયા ત્યાંથી પૂરેપૂરી રીતે નમીને નીચે પડી ગઈ...

એને જોઇને નિખિલ ભાનમાં આવ્યો એના ડોળા ફાટી ગયા અને શ્વાસ જાણે હમણાં જ ફૂંકાયા હોય એ રીતે એનું દિલ ધકધક કરવા લાગ્યું.....એ જોરથી બરાડી ઉઠ્યો ..." નીયા..........."

_____________________________________________

***
ઘટના ના બે વર્ષ બાદ નીયા જ્યારે સરખી રીતે ભાન માં આવી હતી અને સતત અમેરિકા માં હોસ્પિટલ ના ચક્કર માંથી એ બહાર નીકળી હતી ત્યારે એને ખ્યાલ આવ્યો કે છેલ્લા બે વર્ષ થી અમેરિકા ના કોઈ પ્રસિદ્ધ સિટી હોસ્પિટલ માં હતી ...અને એના પગમાં હવે જાન રહી ન હતી...

શીલા અને અભી ની સાથે સાથે એણે નિખિલ ની જાણકારી મેળવવાની કોશિશ કરી પરંતુ કંઈ જાણ થઈ ન હતી...

વર્તમાન....

બેડ ઉપર સુતેલી નીયા ની આંખો સામેથી એનું પોતાનું ભૂતકાળ સડસડાટ પસાર થઈ ગયું.... એની આંખો આંસુ થી ભરેલી હતી અને સતત એ આંસુ લસરપટ્ટી ની જેમ નીચે લસરી રહ્યા હતા....

પોતાની કરેલી ભૂલ અત્યાર સુધી એને યાદ હતી...અભી સાથે પોતાનો ચહેરો જોઈને એને પોતાના ઉપર જ ગુસ્સો આવતો હતો...એ પોતે અભી ના જીવનમાં ન ગઈ હોત તો આજે એવો સારો માણસ અભી આ દુનિયા માં હાજર હોત...

અભી ની યાદ માં એ આજ સુધી રડતી રહી...અને પોતાને ગુનેગાર સમજતી રહી હતી...

અભી અને નિખિલ વિશે સતત શોધખોળ કર્યા બાદ છેલ્લે એના પરિવાર ના કહ્યા મુજબ એણે એ શોધખોળ મૂકી દીધી હતી...
તે દિવસ થી લઈને અત્યાર સુધી નીયા હજુ પણ માની રહી ન હતી કે અભી આ દુનિયામાં નથી....

નીયા ના પપ્પા ,કાકા અને એના કાકા નો છોકરો બધા આવી ગયા હતા....
જે લગ્ન કરવા માટે બધા અમેરિકા થી અહી સુધી આવ્યા હતા એ દિવસ હવે આવી ગયો હતો...

મહેંદી , સંગીત જેવી બધી રસમો એક પછી એક પૂરી થતી ગઈ ...નીયા કંઇક ને કંઇક બહાને ઘરે રહેતી હતી...એ તો અમેરિકા થી પણ અહીં સુધી પરાણે આવી હતી...

કિરણબેન અને શોભાબેન બંનેને નીયા ની સતત ફિકર રહ્યા કરતી...વાતાવરણ બદલવા માટે એ નીયા ને અલગ અલગ જગ્યાએ લઈ જતા પરંતુ એટલા વર્ષો સુધી એ હજુ પણ એના ભૂતકાળમાં વહી જતી હતી...

સંગીત ના બીજા દિવસે જયસુખ ભાઈ ના છોકરા ના લગ્ન હતા...નીયાને ત્યાં ન જવા માટે વધારે કોઈ બહાનું મળ્યું નહિ જેથી એને ન છૂટકે ત્યાં જવું જ પડે એમ હતું...

કિરણબેન ને આજે પણ એ દિવસ યાદ હતો જ્યારે બેંગલોર થી કોઈ અજાણ્યા માણસ નો ફોન આવ્યો અને એણે જણાવ્યું હતું કે એની દીકરી નીયા હોસ્પિટલમાં એડમિટ છે....

બધુ કામધામ છોડીને નીયા નો પરિવાર તાત્કાલિક ત્યાં પહોંચ્યો હતો...નીયા ના મમ્મી તો જાણે તૂટી જ ગયા હતા...

ડોક્ટર ના કહ્યા મુજબ નીયા ની અંદર હજુ પણ શ્વાસ ચાલતા હતા...જેથી એને તાત્કાલિક કોઈ સારા મોટા સજ્જન ડોકટર પાસે જવાની તકેદારી કરી હતી...નીયા ના પપ્પા એ પોતાનું પ્રાઇવેટ પ્લેન બુક કરીને તાત્કાલિક એને અમેરિકા લઈ ગયા હતા અને ફ્લાઇટ દરમિયાન પણ નીયા નું ઓપરેશન થતું રહ્યું હતું....બધાના શ્વાસ અધ્ધર હતા...

અમેરિકા માં નીયા બે વર્ષ પછી સાવ સાજી નરવી થઈ હતી...પરંતુ એના પગે એનો સાથ છોડી દીધો હતો...એના પગ તો પહેલા જેવા જ હતા પરંતુ એમાં હવે જાન રહી ન હતી...

ત્યારબાદ નીયા એ અખિલ અને અભી વિશે બધુ જણાવ્યું હતું એ અભી ને શોધવા માટે ભારત આવવા માંગતી હતી પરંતુ ત્યાં હવે ન જવા દેવાનું જાણે કિરણબેન એ ઠાની લીધું હતું...એટલે એના પપ્પા ના પર્સનલ સેક્રેટરી ને મોકલ્યા હતા પરંતુ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી...

આજે પણ નીયા ને જોઇને એના પરિવાર ના સભ્યો ક્યારેક રડી પડતા હતા....

(ક્રમશઃ)