Sapna ni ek anokhi duniya - 5 books and stories free download online pdf in Gujarati

સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૫

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ માં જોયું કે સપના તૈયાર થઈ ને મોહિત ની રાહ જોતી હોય છે. રાત પઙી જાય છે તો પણ મોહિત આવતો નથી. સપના ને ખુબ જ ગુસ્સો આવે છે. હવે જોઈએ આગળ...................
સપના ગુસ્સા મા બબઙે છે કે મોહિત બહાર ફરવા લઈ જ નતી જવી તો તૈયાર શુ લેવા કરાવી? હવે એમને જ્યારે આવવું હોય ત્યારે આવે હુ તો હવે ઊંઘી જઉ છુ. એટલા મા જ મોહિત રુમ મા આવે છે.
મોહિત : સપના હુ આવી ગયો ! અરે વાહ્ આ સાઙી મા તો તુ એકદમ નવી નવેલી દુલ્હન જેવી લાગે છે.
સપના : હા બોવ મસ્કા ન મારો હવે. આટલું બધુ મોઙુ આવવા નુ ? હુ ક્યાર ની તૈયાર થઈ ને તમારી રાહ જોવ છુ.
મોહિત : સોરી માય ઙિયર થોઙુ કામ હતુ એટલે મોઙુ થઈ ગયુ. કંઈ નય આપણે હવે જઈએ.
સપના : હા હા ચાલો જલ્દી.
મોહિત : હા પણ પહેલા સાઙી નો પાલવ મોઢે ઓઢી લે. તારુ મોઢુ કોઈ ને દેખાય નય.
સપના : અરે આપણે તો ફરવા જઈએ છે. એમા મોઢુ શુ ઢાંકવાનુ હોય?
મોહિત (ગુસ્સા મા ) : જે કહ્યું એ કર વધારે બોલીશ નય.
સપના ગભરાઈ ને જલ્દી જલ્દી મોઢુ ઢાંકી દે છે. પછી બંન્ને બહાર જાય છે. ઘણા દાદર ઊતરે છે પછી મોહિત ગાઙી પાસે પહોંચે છે અને સપના ને ગાઙી મા બેસાઙે છે. સપના દાદર ઊતરી ને થાકી જાય છે. એ વિચારે છે કે આટલા બધા દાદર છે આ બંગલા મા કે હુ આટલી બધી થાકી ગઈ. ક્યારના દાદર ઉતરતી હતી એમ લાગ્યું કે જાણે ૧૦૦૦ કિ.મિ. ચાલી લીધુ હોય. જે હોય એ આવી તો ગઈ. કેટલા દિવસ પછી આજે બહાર નીકળવા તો મળ્યુ. આવુ મન ના સપના પોતાની સાથે વાત કરતી હતી. ત્યા તો રેસ્ટોરન્ટ મા પહોંચી ગયા. મોહિત સપના ને બહાર બોલાવે છે. બંન્ને જણ અંદર જાય છે. મોહિત સપના ને કહે છે કે તારે જે પણ જોઈતુ હોય એ કહી દે હુ ઓર્ડર આપી દઉ. સપના એની મનગમતી વસ્તુ મંગાવે છે. થોઙીવાર મા જમવા નુ ટેબલ પર આવી જાય છે. સપના જમવાની કોશિશ કરે છે પણ એને જમવા મા તકલીફ પડે છે કેમ કે એના ચહેરા પર આખો ઘુંઘટ હોય છે. સપના મોહિત ને કહે છે કે મને જમતા નહિ ફાવતુ હુ જમુ ત્યા સુધી ઘુંઘટ ખોલી દઉં મને જમતા નથી ફાવતુ. મોહિત પહેલાં કોઈ જવાબ નથી આપતો પણ થોઙીવાર પછી કહે છે કે જલ્દી જલ્દી જમી લેવાની હોય તો ખોલી દે. સપના હા મા જવાબ આપી ઘૂંઘટ ખોલી દેય છે. એ રેસ્ટોરન્ટ મા બધા મોહિત ના જ માણસો હોય છે. બધા જ સપના ને જોતા હોય છે. એમા થી એક માણસ ના મો માથી બોલાઈ જાય છે કે સર ના પત્ની કેટલા સરસ છે. મોહિત એ સાંભળી જાય છે. એને બોવ જ ગુસ્સો આવે છે.
મોહિત : જોયુ ને બધા જ તને જોવે છે અને હુ નય ઈચ્છતો કે તને કોઈ જોવે.
સપના : પણ હુ ક્યા કોઈ ને જોવા માટે મોઢુ ખોલ્યુ છે મને જમતા નય ફાવતુ એટલે.
મોહિત : એ જે હોય તે તુ જલ્દી મોઢુ ઢાંકી દે અને ચાલ હવે ઘરે જઈએ.
સપના : પણ જમી તો લઈએ?
મોહિત : નથી જમવુ આપણે ઘરે જઇને જમી લઈશુ.
મોહિત નો ગુસ્સો જોઈને સપના કંઈ બોલતી નથી અને ઊભી થઈ જાય છે. મોહિત બિલ ચુકવીને બહાર નીકળી જાય છે. બંન્ને જણ ગાઙી મા બેસી ઘરે જવા નીકળી જાય છે. સપના ગાઙી મા વિચારે છે કે મોહિત બોવ બદલાઈ ગયા છે. પહેલા આટલો બધો ગુસ્સો નહતા કરતા અને આવી રીતે મને લોકો થી છુપાવી ને નહતા રાખતા શુ થઈ ગયુ છે એમને ખબર નય પઙતી. મોહિત રોજ સવારે જલ્દી નીકળી જાય છે અને મોઙી રાત્રે ઘરે આવે છે એવુ તો શુ કામ કરતા હશે? મારા મમ્મી સાથે પણ વાત નય કરવા દેતા. આ બધુ શુ ચાલી રહ્યું છે કંઈ ખબર નય પડતી. હુ પણ હવે એક એક કરી ને બધુ જ તપાસ કરીશ. એટલા મા ગાઙી ઊભી રહે છે. મોહિત સપના ને ગાઙી મા જ બેસવાનુ કહી ઉતરે છે થોઙીવાર મા આવી ને સપના ને ઉતારે છે. પછી દાદર ચઢી ને જાય છે એટલા બધા દાદર ચઢે છે કે સપના ખુબ જ થાકી જાય છે જેમ તેમ કરી ને બંગલા ના દરવાજા સુધી પહોંચે છે મોહિત દરવાજો ખોલે છે. સપના એની પાછળ જ હોય છે. મોહિત ચાવી મુકે છે સપના એ જોઈ જાય છે.સપના મનોમન નક્કી કરે છે કે કાલે કંઈ પણ કરી ને મારા મમ્મી ને મળવા જઈશ ચાવી ક્યા છે એ તો જોઈ લીધુ છે. એમ વિચારી બેઙરુમ મા આવી ને એ ઊંઘી જ જાય છે.
ક્રમશ: ........................................