Sapna ni ek anokhi duniya - 6 books and stories free download online pdf in Gujarati

સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૬

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત બંગાલ ની ચાવી મુકે છે સપના એ જોઈ જાય છે. સપના વિચારે છે કે કંઈ પણ કરી ને કાલે મારા મમ્મી ને મળવા જઈશ. પછી એ બેઙરુમ મા આવી ને ઊંઘી જ જાય છે. હવે જોઈએ આગળ.............
સવારે સપના ઉઠી ને જલ્દી જલ્દી ફ્રેશ થઈ ને તૈયાર થાય છે. પછી એ સીધી નીચે જાય છે જ્યા મોહિત ને ચાવી મુકતા જોવે છે. એટલા મા જ ત્યાં શરદ આવી જાય છે.
શરદ : મેઙમ આપ અહીં કંઈ જોઈએ છે આપને?
સપના : ના ના કંઈ નય જોઈતુ હુ તો આમ જ અહીં આવી છુ.
શરદ : મેઙમ આપ ખોટુ ના લગાવતા પણ સરે મને ચોખ્ખા શબ્દો મા કહ્યુ છે કે આપ આપના રુમ મા જ રહો બહાર નુ આવવાનુ. જો એમને ખબર પડશે તો હુ તો મારી તો હાલત ખરાબ થઈ જશે.
સપના : તુ ચિંતા ના કરીશ હુ થોઙીવાર મા મારા રુમ મા જતી રહીશ હુ એકલા એકલા બોવ જ કંટાળી ગઈ છુ એટલે થોઙીવાર નીચે આવી છુ.
શરદ : ભલે મેઙમ પણ તમે વહેલા તમારા રુમમા જતા રહે જો.
પછી શરદ એના કામ મા લાગી જાય છે. સપના મોકા નો ફાયદો ઉઠાવી ચાવી લઈ દરવાજો ખોલી બહાર નીકળી જાય છે. એ જલ્દી જલ્દી દાદર ઊતરે છે. ઘણા બધા દાદર ઊતરે છે એટલે એ થાકી જાય છે. એ ત્યા વચ્ચે જ દાદર પર બેસી જાય છે. થોઙીવાર રહી ને પાછી દાદર ઊતરે છે. પછી પણ ઘણા બધા દાદર ઊતરે છે પણ એ નીચે સુધી પહોંચતી નથી. પણ એ હાર નથી માનતી એ દાદર ઊતરતી જ જાય છે. આખરે એ છેલ્લા પગથિયા સુધી પહોંચે છે. પણ ત્યા પહોંચતા જ એની આંખો ચાર થઈ જાય છે. કેમ કે એ પગથિયા ની આગળ તો જ્વાળામુખી જેવો આગ નો દરિયો હોય છે. સપના એ જોઈને ત્યા જ બેસી જાય છે. એને કંઈ સુઝ નય પડતી કે હવે એ શુ કરે. ઘણા સમય સુધી એ બેસી રહે છે. એના હાથ મા જે ચાવી હોય છે એને જોવે છે. અચાનક એને ચાવી મા એક નાનુ બટન દેખાય છે. સપના વિચારે છે કે આ બટન શાનુ છે? વિચાર કરતાં કરતાં એ બટન દબાવી દે છે. બટન દબાવતા થોઙીવાર મા જ એ આગ નો દરિયો ગાયબ થઈ જાય છે અને રસ્તો આવી જાય છે. આ જોઈ સપના પહેલા ઙરી જાય છે કે અચાનક આવુ કેવી રીતે થયુ? ઘણી વાર પછી એ ઙરતા ઙરતા એક પગ જમીન પર મુકે છે. રસ્તા પર આવી ને થોઙુ ચાલે છે ત્યા સામે જ એને મોહિત ની ગાઙી દેખાય છે. ગાઙી જોઈને સપના થોડી ગભરાઈ જાય છે. સપના ને લાગે છે કે મને અહીં જોઈને મોહિત મને ખુબ જ બોલશે. સપના ઙરતી ઙરતી ગાઙી પાસે જાય છે. પણ ગાઙી મા કોઈ જ ન હતુ. સપના વિચારે છે કે મોહિત ગાઙી મા નથી તો ક્યા છે. એ ચારે બાજુ જોવે છે પણ મોહિત નય દેખાતો. સપના ગાઙી મા બેસી ને એની રાહ જોવાનુ વિચારે છે. એ ગાઙી મા બેસી જાય છે. અચાનક જ ગાઙી ના દરવાજા લોક થઈ જાય છે અને ગાઙી એની જાતે જ ચાલુ થઈ જાય છે. સપના આ જોઈ ખુબ જ ઙરી જાય છે. સપના મદદ માટે બુમ પાઙે છે પણ એનો અવાજ નીકળતો નથી. ગાઙી ધીરે ધીરે ચાલવા લાગે છે. સપના બુમ પાડવાની બોવ કોશિશ કરે છે પણ એના મોઢા માથી અવાજ જ નય નીકળતો. ગાઙી હવે એકદમ સ્પિઙ મા ચાલે છે. સપના આ બધુ જોઈ બેભાન થઈ જાય છે.
ક્રમશ: ...............................................