Sapna ni ek anokhi duniya - 10 books and stories free download online pdf in Gujarati

સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૧૦

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ નાં ભાગ માં જોયું કે સપના ને એના મમ્મી ની વાત સાચી લાગે છે, એને પણ લાગે છે કે એ આ દુનિયામાં નથી પણ બીજી દુનિયામાં હતી. હવે જોઈએ આગળ.................
સપના ને વિચારતી જોઈ એના મમ્મી એ પુછ્યું કે શુ વિચાર કરે છે. સપના કંઈ પણ બોલ્યા વગર ઘર ની બહાર ભાગે છે. બહાર આવી ને જ્યા મોહિતે એને છોડી હતી ત્યા ઊભી રહે છે. એ ચારે બાજુ નજર કરે છે. એની આંખો મોહિત ને શોધતી હોય છે. પણ મોહિત એને ક્યાંય દેખાતો નથી. એ જોર થી રઙતી રઙતી મોહિત ને બૂમો પાઙે છે ઘણી વાર સુધી બૂમો પાઙવાથી મોહિત એને દેખાય છે. એ દોઙી ને મોહિત પાસે જાય છે.
સપના : મોહિત મને માફ કરી દો હુ તમને અને તમારા પ્રેમ ને ના સમજી શકી. હુ એ પણ ના સમજી શકી કે હુ માણસો ની દુનિયામાં નય પણ બીજી દુનિયામાં છુ. મારી ભુલ થઈ ગઈ મને તમારી સાથે લઈ જાવ તમારી દુનિયામાં હુ ફરી ક્યારેય આ દુનિયા ની વાત નય કરુ. મને લઈ જાવ.
મોહિત : હવે ઘણુ મોઙુ થઈ ગયુ છે. મને ફક્ત એક જ મોકો મળ્યો હતો તને મારી સાથે રાખવાનો પણ તારી જીદ ના કારણે મારે તને આ દુનિયા મા મોકલવી પઙી.
સપના : મતલબ શુ છે કે તમને એક જ મોકો મળ્યો. હવે તમે મને નય લઈ જાવ.
મોહિત : આપણા એ ગોઝારા અકસ્માત પછી મારી આત્મા એ મારો સાથ છોઙી દીધો. મારી આત્મા ને ત્યાં લઈ જવામા આવી જ્યા મૃત્યુ પછી દરેક માણસ ના સારા ખોટા કર્મો નો હિસાબ થાય છે. મારા પાપ નહિવત હતા પુણ્યો બહુ જ હતા એટલે દેવો એ મને સ્વર્ગ મા રહેવાની આજ્ઞા આપી. સ્વર્ગ મળ્યા પછી પણ મને ખુશી ના થઈ આ જોઈ દેવો એ મને મારી ઉદાસી નુ કારણ પુછ્યુ તો મે કહ્યુ કે મને તારો સાથ જોઈએ છે સ્વર્ગ નય. દેવો એ કહ્યુ કે એ સંભવ નથી કેમ કે સપના નો ધરતી પર નો સમય હજુ પુરો નથી થયો એટલે સમય પહેલા એને ઉપર ના બોલાવી શકાય. આ સાંભળી હુ ફરી ઉદાસ થઈ ગયો. મે દેવો ને કહ્યુ કે સપના ને મોત આપી મારી પાસે લાવવા નુ નહિ કહેતો પણ એ એના સમયકાળ સુધી જીવંત જ રહે અને મારી સાથે રહે એવુ ના બની શકે? ત્યારે દેવો એ મને કહ્યું કે બની શકે પણ તારે પછી પ્રેત બની રહેવું પડશે કારણ કે તુ મૃત્યુ પામ્યો છે એટલે તને ફરી તારુ શરીર આપી ના શકાય. હુ પ્રેતયોનિ મા રહેવા માટે તૈયાર થઈ ગયો. દેવો એ મને કહ્યુ કે મારે એ વાત નુ ધ્યાન રાખવું પઙશે કે તને ખબર ના પડે કે હુ એક પ્રેત છુ. અને તારી મરજી હશે ત્યા સુધી જ હુ તને મારી સાથે રાખી શકીશ જો તુ તારા ઘરે જવાની જીદ કરીશ તો મારે તને જવા દેવી પડશે. જો હુ દેવો ની વાત ના માનતો તો તુ મારી દુનિયામાં મારી સાથે ના હોત, એટલે મે દેવો ની બધી જ વાત માની અને પછી તને હુ મારી દુનિયામાં લઈ આવ્યો. મે બોવ કોશિશ કરી તને સમજાવી ને મારી સાથે રાખવાની પણ તારી તારા મમ્મી પાસે જવાની જીદ ના કારણે તને મોકલવી પઙી. જો હુ તને ના મોકલતો તો તુ સમય પહેલા મૃત્યુ પામતી અને તને ક્યારેય મોક્ષ ના મળતો. તુ કાયમ માટે ભટક્યા કરતી અને હુ એવુ ન હતો ઈચ્છતો એટલે મારે હાર માનવી પઙી. હવે મને એક જ વાર મોકો મળ્યો હતો તને લઈ જવાનો હવે હુ તને નય લઈ જઈ શકુ.
મોહિત ની વાત સાંભળીને સપના ને ખુબ જ પસ્તાવો થયો કે એણે શા માટે મમ્મી પાસે જવાની જીદ કરી. એ ખુબ રઙી. મોહિત એને મુકી એની આંખો સામે થી ધીરે ધીરે અદ્રશ્ય થઈ ગયો. સપના મોહિત ને બૂમો પાડતી પાડતી નીચે ઢળી પઙી અને બેભાન થઈ ગઈ.સપના જ્યારે ભાન મા આવી ત્યારે એણે જોયુ કે એ દવાખાના મા હતી.એની સામે એના મમ્મી હતા. એના મમ્મી ને જોઈ સપના ને નવાઈ લાગી. કેમ કે એના મમ્મી એટલા બધા ઘરઙા ન હતા. એના પપ્પા પણ હતા, અને નવ સામે થી મોહિત ને આવતા જોઈ સપના ને સમજણ જ ના પઙી કે આ બધુ શુ થઈ રહ્યુ છે. મોહિત સપના ની નજીક આવ્યો.
મોહિત : ભગવાન ની મહેરબાની છે કે ૩ વર્ષ પછી આજે તુ કોમા માથી ભાન મા આવી. અમે બધા ખુબ જ ખુશ છે. હવે તુ જલ્દી થી ઠીક થઈ જા પછી આપણે બધા આપણા ઘરે જઈશુ.
સપના ને હવે સમજાય છે કે એ આટલા વર્ષ થી કોમા મા હતી અને કોમા મા એણે બીજી જ દુનિયા જોઈ લીધી.
તો મિત્રો આવી હતી સપના ની એક અનોખી દુનિયા. આ ધારાવાહિક અહીં સમાપ્ત થાય છે. તમને બધા ને આ ધારાવાહિક કેવી લાગી એનો અભિપ્રાય જરુર આપજો. તો હવે ફરી મળીશુ એક નવી ધારાવાહિક સાથે ત્યા સુધી રજા આપશો આવજો.............