permission of love books and stories free download online pdf in Gujarati

પ્યારની પરવાનગી



"જો તે મારી સાથે મેરેજ ના કર્યા ને તો..." રેશ્માએ આગળનું વાક્ય અધૂરું જ છોડી દીધું!

"તો શું?!" નિરવ એ ધિરજતા થી પૂછ્યું.

"તો હું મરી જઈશ!" રેશ્માએ એક પળ પણ ગવાયા વિના કહી જ દીધું!

આપને બધા એક સમાજમાં રહીએ છીએ અને આપણે સમાજનાં નીતિનિયમો પ્રમાણે જ રહેવું પડે છે! પણ આ બધા જ નિયમોને દિલ ક્યાં માને છે?! એણે તો બસ એક જ ભાષા સમજાય છે, જે છે પ્યારની ભાષા!

"ઓય એકસ્ક્યુઝ મી!" નિરવ એ કહ્યું.

"હા... એ તો પણ તું જોઈ લેજે ને હવે! હું મરી જાઉને તો બીજે મસ્ત જગ્યાએ લગ્ન કરી દેજે!" રેશ્માએ ભારોભાર કટાક્ષમાં કહ્યું.

"એક ઝાપટ મારીશ ને!" કહેતા ની સાથે નિરવ એ એણે એની બાહોમાં લઇ લીધી. બગીચાના એ બાંકડા પર એણે એના માથે એક હળવી કિસ કરી.

"અરે યાર, સમજ ને તું પ્લીઝ!" નિરવ એણે સમજાવવા માંગતો હતો!

"તું સમજને યાર, હું તારી જગ્યા કોઈને પણ નહિ આપી શકું! એનાથી તો આસાન મારી માટે મરી જવું રહેશે!" રેશ્માથી રડી જ જવાયું!

"એક લાસ્ટ વાર હું મારા પપ્પા સાથે વાત કરું છું... એમને બધી જ મુસીબતોમાં મારો સાથ નિભાવ્યો છે, મને લાગે છે કે એ ચોક્કસ મારી હેલ્પ કરશે!" એક નિશ્વાસ સાથે નિરવ એ કહ્યું.

🔵🔵🔵🔵🔵

"પપ્પા પ્લીઝ... ગીતા માસી તો તમારી ખાસ દોસ્ત છે ને... પ્લીઝ તમે એમને સમજવાનો પ્લીઝ!" પ્રીતમ ના પગોમાં પડેલ નિરવ ને એ બસ જોઈ જ રહ્યો તો એની આંખો સામે વર્ષો પહેલાનો ભૂતકાળ તાજો થઈ ગયો!

પ્રીતમ યાદ કરી રહ્યો હતો કે બચપન થી જ સાથે રહેતા ગીતા અને એની દોસ્તી બહુ જ ગહેરી હતી! કોઈ પણ બીજી છોકરી સાથે પ્રીતમ વાત કરે એ જરાય ગીતાને પસંદ જ નહોતું! બંને સાથે બહુ જ સમય ગાળતા અને મસ્તી કરતા.

એકવાર જ્યારે યુવાનીના ઉંબરે પહોંચતા અમસ્તાં જ ગીતાની મમ્મી એ એણે કહી દીધેલું કે હવે તો તારા લગ્ન કરાવી દઈશું તો એ પ્રીતમ પાસે આવીને ખુબ જ રડી હતી! ત્યારે ખરેખર તો પ્રીતમ પણ રડી ગયો હતો! બંનેને સમજાય રહ્યું હતું કે બંને એકમેક માટે કેટલા ખાસ હતા!

"જો હું તારી સિવાય બીજા કોઈ પણ ને મારી નજીક નહિ આવવા દઉં!" રડતી આંખે કહેલા એ શબ્દો પ્રિતમને હજી પણ બરાબર યાદ હતા!

એ પછી તો સમાજના એ જ નિયમો પ્રમાણે બંનેને જુદા કરી દેવાયા! બંનેના પ્રેમને હંમેશા હંમેશા માટે જુદા કરી દેવાયો!

એટલો સમય બંને ખુબ જ રડતા, એકમેકની દુરી એમને ક્યારેય નહોતી અનુભવી!

આખીર બીમાર માની છેલ્લી ઇરછા પૂરી કરવા માટે નાછૂટકે પ્રીતમ એ લગ્ન કરવા જ પડ્યા, પણ એમના આ સંબંધમાં એક પ્રકારની કુત્રીમતા હતી!

આખીર પ્રીતમ એ ગીતાને કોલ કરવા હા પાડી.

"સમાજ બદલાયો છે, અત્યારે ઇન્ટરકાસ્ટ મેરેજ સામાન્ય છે, જો તું ચાહે તો હું રેશ્માને મારા ઘરની વહુ બનાવવા માંગીશ!" પ્રીતમ એ કહ્યું.

"અરે, તમારા જેવા ખાનદાની કુટુંબની વહુ મારી છોકરી બને તો મને તો બહુ જ આનંદ થશે!" ગીતા એ કહ્યું તો ઘરમાં રહેલ બધા જ ખૂબ જ ખુશ થઈ ગયા!

"થેન્ક યુ સો મચ! ડેડ! મને ખબર હતી તમે જરૂર હેલ્પ કરશો જ!" નીરવનાં અવાજમાં જે ખુશી હતી એ ખુશી અત્યારે ખુદ પ્રીતમ પણ મહેસૂસ કરી રહ્યો હતો! જે કામ ખુદ ની ખુશી માટે ના થઈ શક્યું એ એના છોકરાની ખુશી માટે કરી એ બહુ જ ખુશ હતો!