Second inning in Gujarati Motivational Stories by Arti Geriya books and stories PDF | સેકન્ડ ઇનિંગ

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

સેકન્ડ ઇનિંગ

સાંજ પડી ને વીનું ભાઈ ઘરે આવ્યા, ઘર ની લાઈટો બંધ હતી...

"સુધા ઓ સુધા આ....આ કોઈ પ્રત્યુત્તર ના આવ્યો અરે રે હવે એ ક્યાં છે,કે મને જવાબ દેશે,આ ઘર ની રોશની,આ ઘરનું સંગીત,આ ઘર ની હસી ખુશી બધું જ એની સાથે ચાલ્યું ગયું,વીનું ભાઈ થી એક નિસાસો નખાય ગયો"

ઘર માં જઈ એમને લાઈટ ચાલુ કરી,આ..હ બધું જ છે આ ઘર માં આખા વર્ષ નું અનાજ ,અને દરેક જાત નું રાચરચીલું,પણ એ બધું સાંભળનાર સુધાબેન ક્યાંય નથી,બે મહિના પહેલા સુધાબેન અનંત ની યાત્રા એ નીકળી ગયા,ને વિનુભાઈ એકલા પડ્યા,સંતાન માં બે દીકરી અને એક દીકરો અને બધા પરદેશ કોઈ ને અહીં આવવું નથી,અને વિનુભાઈ ને ત્યાં જવું નથી,હજી પણ સુધાબેન ની યાદ માં આખો દિવસ એમની આંખો ભીની રહે છે,ખરેખર જીવનસાથી ની ખરી જરૂરત આ ઉંમરે જ હોઈ છે,અને એ જ ઉમર માં એકલા રહેવું!એ ખૂબ જ દુઃખ દાયક નીવડે છે...

વીનું ભાઈ અને સુધાબેન નો પાંચ દાયકા નો સાથ અને આ પાંચ દાયકા માં સુધાબેન પાંચ દિવસ પણ એમને એકલા મૂકી ને ક્યાંય પણ ગયા હોય એવો એકપણ દાખલો નહિ,અને આજે કાયમ એકલા પડેલા વિનુભાઈ ને કોઈ નો સહારો નહિ,રોજ સુધાબેન ની છબી પાસે ફરિયાદ કરે,

" સુધા તે મને છેતર્યો,મારી સાથે દગો કર્યો આમ મને એકલો મૂકી ને જતી રહી"

દીકરો પૈસા મોકલતો,અને વિનુભાઈ ને પણ પેન્શન આવતું,એટલે પૈસા ની કોઈ કમી નહતી,ઘર માં એક બાઈ રાખી હતી જે આખા દિવસ નું કામ અને રસોઈ કરી જતી વિનુભાઈ સવારે વહેલા ઉઠી પોતાના રોજિંદા કામો પરવારી
મંદિરે જતા,બપોરે જમી ને સૂઈ જતા,સાંજે પાછા ગામ માં એક આંટો મારી આવતા,ત્યાં સુધી માં બાઈ રાંધી ને જતી રહેતી,સુધાબેન હતા ત્યાં સુધી તો બંને રોજ કાંઈ ને કાંઈ ખરીદી કરવા કે કોઈ દિવસ કોઈ સગા ને ત્યાં જતા,હવે એમનું શેમાય મન ન લાગતું...

એક દિવસ બપોરે જમી ને વિનુભાઈ સુતા હતા, અચાનક કંઈક અવાજ સંભળાયો!

"આ તારા પપ્પા આપડા શિવ ને બગાડે છે,કાંઈક રસ્તો કરો ને"

" હું શું કરું! મમ્મી ના ગુજરી ગયા પછી શિવ જ એમના માટે સર્વસ્વ છે"

આ અવાજ બાજુ વાળા ઘર માં રહેતા હાર્દિક અને હરિતા નો હતો,થોડા સમય પેલા એના મમ્મી ગુજરી ગયા ને સમીરભાઈ એકલા થયા,ત્યાર થી તે શિવ સાથે જ વધુ સમય વિતાવતા,આખો દિવસ તેની સાથે રમે,હરેફરે,એમાં શિવ નું ભણતર બગડે અને હરિતા બુમાબુમ કરે..

વીનુંભાઈ ને વિચાર આવ્યો,કે શું પતિ પત્ની માંથી કોઈ એક ના રહે તો બીજો નકામો થઈ જાય!? શુ એના કોઈ સ્વપ્ન કોઈ ઈચ્છા ના હોઈ,એમને વિચાર આવ્યો કે સમીરભાઈ ને શિવ નો તો સથવારો છે,પોતે તો સાવ એકલા!.બસ એ જ ક્ષણે એમને કાંઈક નિર્ણય કર્યો અને તેઓ ત્યારે સુઈ ગયા...

બીજે દિવસે સવારે સમીરભાઈ ને તેઓ પોતાના ઘરે બોલાવી લાવ્યા,ત્યાં પેલે થી તેમના જેવા ઘણા બુઝુર્ગ હતા,વિનુભાઈ એ પોતાના ઓળખીતા ,પોતાના જેવા અને જેવડા ઘણા ફ્રેન્ડ ને ભેગા કર્યા ,અને ત્યારબાદ તેમને સાથે મળી દરરોજ એક નવું નવું કાર્ય કરવાનું વિચાર્યું,તેમને સાથે મળી એક કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર કરી અને બીજા દિવસ થી એને અમલ માં મુકવાનું નક્કી કર્યું...

બીજા દિવસે સવારે વિનુભાઈ ની ઘરે લગભગ પંદર બુઝુર્ગ હજાર થયા ,તેમાંથી અમુક સોસાયટી માં રહેતા બધા બાળકો ને બોલાવી લાવ્યા,બીજા થોડા એ બધા બાળકો ને બેસવાની વ્યવસ્થા કરી અને બાકી ના એ બાળકો ને નવી રમત અને ગીતા ના શ્લોક શીખવાનું ચાલુ કર્યું,લગભગ કલાક પછી બધા બાળકો ને બહાર ગાર્ડન માં અલગ અલગ રમતો શીખવી ને બે કલાક ને અંતે બધા ને પોતપોતાની ઘરે મોકલી દીધા..

આખી સોસાયટી આ જોતી રહી,અને પછી એ બધા સાથે જમી ને છુટ્ટા પડ્યા,અને સાંજે ફરી એ બધા બુઝુર્ગ ભેગા થયા,અને ગાર્ડન માં બધા એ ખૂબ જ આનંદ થી એક કલાક વોક અને જોક કર્યા,તયારે કોઈ પણ બાળક ત્યાં આવે તો તેમને સમજાવી ને ઘરે સ્કૂલ નું અને ઘર નું કોઈ કામ હોય તે પૂરું કરવાનું કહ્યું,અને કાલે સવારે પાછા ભેગા રમવાનું પ્રોમિસ આપ્યું...

શરૂઆત માં થોડા જ બાળકો આવતા ધીમે ધીમે બાળકો ની અને બુઝુર્ગો ની સંખ્યા પણ વધતી ગઈ,હવે તો
બધા બુઝુર્ગો દરેક શનિ- રવિ બહાર અલગ અલગ જગ્યા એ જતા,ક્યારેક યાત્રા કરવા પણ જતા,અને ક્યારેક સોસાયટી ના બધા માં-બાપ ને ફરવા જવું હોય તો તેમના બાળકો ને પણ સાચવી દેતા,કયારેક મંદિરે ભજન કરવા જતાં,અને કયારેક ડિસ્કો માં પણ જતા, ધીમે ધીમે આ બુઝુર્ગો નું આખું ગ્રૂપ બધા નું માનીતું થઈ ગયું તેમાં ઘણી મહિલા પણ હતી,અને તે પણ પોતાના ઘર માં કામ પતાવી ને આમની સાથે નવા નવા કર્યો કરતી,અને એક દિવસ સમીરભાઈ એ વિનુભાઈ ને પૂછ્યું;

"વીનું,સુધા ના ગયા પછી તું એકલો થઈ ગયો પણ તે તો અમારી બધાની જિંદગી બદલી નાખી અમને બધા ને ઘણી ખુશહાલ જિંદગી આપી આ તો તે શુ જાદુ કર્યું"!

ત્યારે વિનુભાઈ એ કહ્યું સમીર મેં તો ફક્ત મારી જિંદગી ની સેકન્ડ ઈંનિંગ રમી છે,જે ભગવાને તમારા માંથી જ પ્રેરણા આપી,અને મેં એને નવું રૂપ આપ્યું...અને કદાચ એ જ સુધા ને સાચી શ્રદ્ધાંજલિ છે....

આરતી ગેરીયા....