Palitana Jain Temples... books and stories free download online pdf in Gujarati

પાલીતાણા ના જૈન મંદિર નો સમૂહ.....1 અને 2

વૈષવિક વિરાસત કહી શકાય તેવા

પાલીતાણાના જેન મંદિરો ભવ્ય અને સુંદર છે.

ઇતિહાસમાં અજોડ કહી શકાય તેવા પણ છે.

૧૯૭૭ ફૂટ ઊંચા શેત્રુજ્ય પર્વત પર આ ૮૬૬ સંગેમરમરના મંદિરોનો સમૂહ આવેલો છે.

આવા આટલી ઊંચાઈ પર ભવ્ય ને સુંદર મંદિરો ભાગ્યેજ બીજે ક્યાંયે હશે.

૫૦૦ થી ૬૦૦ વર્ષ પૂર્વે કઈ રીતે મંદિરોનું બાંધકામ કરાયું હશે તે પણ વિચાર માંગી લે છે.

એને વૈશ્વિક વિરાસત તરીકે ઓળખવામાં આવે ભવિષ્યમાં તો નવાઈ નહીં...

કેટલાક મત પ્રમાણે આ સ્થાન ગિરનાર કે અlબુ જેટલું પ્રાચીન તો નથી. સોલંકી કાળથી વધુ

પુરાણો મહિમા આ સ્થાનનો જણાતો નથી. એમ જણાય છે કે મોટાભાગના મંદિરો ૧૫ માં કે

૧૬ માં સૈકા માં અને એ પછી બંધાયા છે. જયારે એક બે મંદિરો કુમારપાળના સમયમાં બધાયl હશે.

હાલ આ વિષય પર શંશોધન ચાલી રહ્યું છે.

કારણ જૈન મદિરો શેત્રુજય પર ક્યારથી બધાયા તેનો કોઈ નક્કર પુરાવો પ્રાપ્ત થયો નથી.

આમ છતાં જૈન સાહિત્ય માં મળતા ઉલ્લેખો દર્શાવે છે કે મોર્ય રાજ સમ્પ્રતિ ,આંધરપતિ ,

સાતવાહન વગેરે રાજવીઓ શ્રેષ્ઠિઓ આ તીર્થના ઉદ્ધારકો હતા. અlગમયુગ પછી મૈત્રક યુગમાં

પૂર્વાધમાં શેત્રુજ્ય પર્વત બૌધ્ધોના હાથમાં ચાલ્યો ગયો હોવાના પણ ઉલ્લેખો છે.

જોકે વલભિપતિ મૈત્રકરાજ શીલાદિત્ય પાચમના સમયે આઠમી સદીમાં તે પુન; જેનોના હાથમાંઆવ્યું હોવાનું મનાય છે.

આઠમી નવમી સદીના જૈન સાહિત્યમાં શત્રુજયની સિદ્ધિ નો ઉલ્લેખ આવે છે.

આ અરસામાં અનેક નામાંકિત લોકોના શત્રુજય યાત્રાના ઉલ્લેખો પણ મળી આવે છે. ગણધર પુંડરિકની પર્વત પરની પ્રતિમા પરના લેખ પરથી ભગવાન આદીશ્વરનું મંદિર વિસ. ૧૦૬૪,ઇસ ૧૦૦૮ માં હતું એવું પુરવાર થઇ શકે છે.

તેરથી ૧૫ મી સદી સુધીના ઉલ્લેખો પ્રમાણે સિદ્ધરાજે આ ગામને, શેત્રુજયને ૧૨ ગામનું શાશન કરી આપ્યાના ઉલ્લેખો પણ મળે છે. ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળ અને ચક્રવર્તી રાજવી જયસિંહ સિદ્ધરાજે તેની યાત્રા કરી હોવાના પણ ઉંલેખ છે.


આ તીર્થનો મુસ્લિમ આક્રમણખોરો દ્વારા ભંગ પણ થયેલો છે. જૈન કવિ ધનપાલે અને અન્યોએ

પાલીતાણાનો ભંગ મહમદ ગઝનીના સમયમાં ,,તે પછી વિ .સ.૧૩૬૯, ઇસ. ૧૩૧૩, માં અલાઉદીન

ખીલજીના સમયમાં, મોગલબાદશાહ ઔરંગઝેબના સમયમાં ,વગેરે કાળે તેનો ભંગ થયાનું જણાવે છે.


અનેક પ્રાચીન પ્રતિમા અને જિનાલયોનો નાશ થયેલો કે ખંડીયેર બનાવાયેલા હતા.

પ્રવેશદ્વાર આગળના લેખોમાંથી જણાય છે કે ઇસ ૧૫૮૯થી ૧૫૯૩ દરમ્યlન મોટાભાગના મંદિરોં જીર્ણોધ્lર થયેલો અને નવી પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. ઘણાખરા મંદિરો ૧૨ થી ૧૬મી સદી દરમ્યાન બન્ધાયેલા .

પણ અનેક્વારના જીર્ણોદ્ધારના કારણે તેના મૂળ સ્વરૂપો આજે ભાગ્યે જ જળવાયેલા છે. જ્યારે હાlલ છેલ્લા

૩૦૦-૪૦૦ વરસો માં થયેલું કામ પુરેપુરૂ જળવાયેલું છે. જે કઈ મંદિરો છે તે જેન કલા ને સ્થાપત્યના અનમોલ વlરસા સમાન છે.


શત્રુજય પરના મદિરો નું નિર્માણ પશ્ચિમ ભારતની સોલંકી ને અનુસોલકી કાલીન મારુ ગુર્જર શેલીમાં થયેલું છે .


વિશેષમll જેન શ્રેષ્ઠિઓ એ વારંવાર પૈસાની વરર્સા કરીને આ સ્થાન પર કૈક ને કૈક જુદા જુદા કાળ દરમ્યાન ઉભું કરયાl જ કર્યું છે, જે ઉલ્લેખનીય છે. સોલંકીયુગમાં ઉદ્યયનના પુત્ર અમાત્ય વાગ્ભટ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ કચ્છના જગડુશાહ ,અને અન્ય શ્રેષ્ઠિઓએ દેવાલયોના નિર્માણ શેત્રુજ્ય પર કર્યા છે. મુસ્લિમયુગમાં ખભાત ,અમદાવાદ ,જોધપુર ,જામનગર, ના શ્રેષ્ઠિ ઓ, ખરતરગછ ના આચાર્યો વગેરે એ નવા જિનાલયોનો ઉમેરો કર્યો છે.

તો અંગ્રેજ યુગમાં અમદાવાદ ,મુંબઈ ,સૂરત ,રાધનપુર આદિના જૈન મહાજનોએ અઢળક નાના ખર્ચીને શત્રુજયના છેલા તબક્કાના મંદિર સમૂહો ,ઉભા કર્યા છે. નીચેનું ભવ્ય સમોવસરણ મન્દિર ...દેરાસર આઝાદી પછીનું ભવ્ય અને સુંદર નમૂનો છે.


શેત્રુજયની તળેટીમાં આવેલ પાલીતાણા શહેર પણ પ્રાચીન છે. અને તેનું નામકરણ ઈસ્વીસનના આરંભકાળની સદીઓ આસપાસ થઇ ગયેલા જેનાચાર્ય પાદલિપ્તસૂરી ના નામ પરથી પડ્યું હોય તેમ જણાય છે. ૧૨મી સદીમાં કુમારપાળના મંત્રી વાગ્ભટે તળેટીની પાસે કુમારપુર નામનું ગામ વસાવી તેમાં કુમારપાળના પિતા ત્રિભુવનપાલના નામ પરથી ત્રિભુવન વિહાર નામનું જિનાલાય બનાવી પlર્શ્વનાથજીની પૃતિષઠા કરાવી હતી. આજે પાલીતાણા શહેરમા તળેટીમાં પણ ઘણા જૈન મંદિરો છે. જેમl આયના મંદિર મુખ્ય છે.

તળેટી જય તળેટી તરીકે ઓળખlય છે. ત્યાં પણ જિનમંદિરો છે...તેની પણ પૂજા કરાય છે. જે ઉપર ન જવા માંગતા હોય તે અહીં પણ પૂજા કરતાl હોય છે. ગામથી પર્વતની તળેટી સુધી જવા માટે સીધો વિશાળ રસ્તો છે. ત્યાંથી ઉપર જવા માટે પગથીયા છે. પગથીયા ચઢતા શરૂઆતમાં માર્ગમાં પરબ પછી વી સ. ૧૭૪૧ માં સ્થપાયેલ ભરતચકરી પગલા ,તે પછી કુમાર કુંડ ,હિગડાજ નો હડો, કલીકુંડ પારસ નાથ ના પગલા , છાલાકુંડ ,શ્રી પુજ્યની દેરી , પદમાવતીની દેરી, ગુરુપlદુકાની દેરીઓ, હીરા બાઈનો કુંડ, વગેર અન્ય દેરીઓ કુંડો જેવા નાના નાના તીર્થો આવે છે. અને ત્યારબાદ હનુમાન દ્વાર આવે છે. અહીંથી શેતૃજ્યના મંદિરો નું દેવનગરી જેવું ભવ્ય અને સુંદર દ્રશ્ય દેખાય છે.


શેત્રુજી શિખર ઉતર દક્ષિણ બે પટ્ટીઓ માં વહેચાયેલું છે .બને પટ્ટી વચ્ચેની ખીણમાં જુદી જુદી કિલેબંધી કરીને અંદર મદિરો બાંધેલા છે. આ બે શિખરો વચ્ચેની ખીણમાં આજે તો પત્થરોથી અડધી પૂરીને રસ્તો બનાવેલો છે. જેથી સરળતા રહે. ઉપરાંત પટ્ટી ઓની ઉપર પણ ટુકો પlડેલી છે. શેતુરજી પર આવી નાની મોટી દસ ટુકો આવેલી છે. જેની આસપાસ રક્ષણ માટે કિલ્લો બાંધેલો છે. કિલાના દરવાજા સાંજે બંધ કરી દેવામાં આવે છે.

કિલ્લાની અંદર માત્ર મદીરો જ છે. એક સાથે શિખરો અને ઘુમટો વાળા સેકડો મંદિરો અદ્ભુત અને મનોરમ્ય દ્રશ્ય ઉભું કરે છે જે અવર્ણનીય છે. શેતૃજીના ઘણાખરા મંદિરો ગોપનાથ આગળથી ખોદેલા ચુનાના પત્થરના તેમજ આરસ પહlણના પણ છે. આસપાસની શાંતિ , અદ્ભુત સેત્રુજી પર્વતનું વાતાવરણ અને પાછળ વહેતી શેત્રુજી નદી
વગેરેના કારણે આ વિશાળ મંદિરો નો સમૂહ પર્વત પર આકર્ષક અને સુંદર પવિત્ર વાતાવરણ અને દ્રશ્ય ઉભું કરે છે. અને જોવા માત્ર જૈનો જ નહી દેશ વિદેશના પ્રવાસીઓ પણ આવે છે . તે નવાઈ પમાડે તેવી બાબત છે.

શેત્રુજી ના મદીરો એવા આ પાલીતાણાના જૈન મંદિરો માત્ર જૈનોનું જ નહી પ્રવાસીઓ માટે અને વિદેશી પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે. એક સમય હતો જયારે વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં સાસણના સિહ અને પાલીતાણાના મંદિરો જોવા જ આવતા હતા. જોકે આજે તો અમદાવાદ ,કચ્છ સહિત સરદાર ના statue of unity ને જોવા આવનારાઓની સંખ્યા વિશેશ છે.

..2

તમામ મંદિરો માં મુખ્ય અને પવિત્ર તેમજ મહત્વનું ગણાતું મદિર ભગવન અlદીશ્વરનું કે પહેલા તીર્થંકર ત્રુશભદેવનું છે.

એમ પણ કહેવાય છે કે આ મંદિર પ્રાચીનતમ છે. એક માન્યતા પ્રમાણે આ પર્વત પરનું પહેલું મદિર ભરતરાજા એ બાંધેલ. અને જlવડ્શાહે વી.સ. ૧૦૧૮મl ૧૩ મી વાર તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. જો કે તેનો કોઈ નક્કર પુરાવો નથી મળતો.

પરતુ કુમારપાળના અમાત્ય ઉદ્યયનના પુત્ર વાગમટે પિતાની ઈચ્છાને અનુસરીને સ ૧૨૧૩ ,ઈસ ૧૧૫૭ માં આ પર્વત પરના મૂળ લાકડાના આદિશ્વર ભગવાનના મદિરના સ્થાને પત્થરનું મદિર ચણાવ્યું હોવાનો સંભવ છે. કહેવાય છે કે વlહ્ડે આ સ્થાને શેત્રુજી પર બે કરોડ ને સતાણુ લાખ ખર્ચ્યા હતા. અને એ કામ માટે તળેટીમાં મજૂરો વગેરે માટે વહાડપુર નામનું શહેર વસેલું હતું. એ પછી વસ્તુપાળે સં ૧૨૯૬ મl શેત્રુજી ના પગથીયા બંધાવ્યા નો ઉલ્લેખ છે. જેનો પણ પાછળથી જીર્ણોદ્ધાર કરાવેલો છે.

આજે તો અનેકવાર જીર્ણોદ્ધાર કરાયેલું હાલનું આ મંદિર ઈસ ૧૬૧૮ માં સવા સોમજી એ બંધાવેલ છે તેમ એક લેખ પરથી જણાય છે. ચોમુખ ઘાટનું અને પર્વત પરના તમામ મોટા મદીરો માનું એક , પવિત્ર અને મહત્વનું તેમજ બધી રીતે સર્વાંગ સુંદર કળા કોતરણી વાળું છે તેમ જણાય છે. મૂળ મદિર અને ગુઢ મંડપ સોલંકીયુગની મારું ગુર્જર શેલીના વlસ્તુ નિયમો અનુસારના ઘlટ અને અલંકાર ધરાવે છે .બે ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર સ્થિત આ મંદિર ૫૭ ફૂટ પહોળું અને ૬૭ ફૂટ લાંબુ છે.


આ ભવ્ય મંદિરની બાંધણી લગભગ બીજા મંદિરો જેવી જ છે. ફરક એ છે કે આ મંદિરને બે માળનો મંડપ છે. આમ તો બધા જ મંદિરો સુંદર છે ને તેમની રચના અlબુના મંદિરો જેવી જ છે .આ મંદિરમાં સુદર કોતરણી છે, અંદર અને બહl ર .

મંદિરની અંદર ગોખમાં પણ અનેક નાની મોટી મૂર્તિઓ છે. બધાની જ પૂજા ભાવીકો કરતા હોય છે.


આદિશ્વર ટુકની આસપાસ અન્ય પણ ઘણા મંદિરો કાળના પ્રવાહમાં થયેલા છે. તેમજ જીર્ણોદ્ધાર પામેલા છે. તેમાં નવા આદીશ્વરનું સુંદર કારીગરીનું મંદિર ,સીમંધર સ્વામીનું મંદિર વગેરે અકબરના સમયમાં બંધાયેલા છે .


તો ૧૮ મી અને ૧૯મી સદીમાં બઁધાયેલા સહસ્ત્રકૂટ,સમેતશિખર, મેરુશિખર, અષ્ટપદ વગેરેના મંદિરો આજ સમૂહમાં આવેલા છે. હનુમાન દવાર આગળનો બીજો રસ્તો નવટુંક પ્રતિ વળે છે . આ બધે સ્થાને આવતા દરવાજાઓ ખંડીયેર થઇ જતા સુંદર કલાકોતરણી સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે.

નવટૂંકોમાં મોતીશાહની ટૂંક, ચોમુખજીની ટૂંક, ખરતરવશીની ટૂંક, ઉજમફઈની ટૂંક ,પરમવસી ટૂંક, વાઘણ પોળ કે વિમલવંશીની ટૂંક વગેરે ટુકો આવેલી છે. આ પ્રત્યેક ટુકોની અંદર અનેક નાના મોટા મંદિરો દ્રષ્ટિગોચર થાય છે. આ બધા મંદિરોનું વિવરણ કરતા આખું પુસ્તક ભરાય .

આંણદજી કલ્યાણજી પેઢી જે આ શેત્રુજી પર્વતનો અને તીર્થનો વહીવટ સભlળે છે. હાલમાં તો તેના દ્વારા જીર્ણોદ્ધાર અવારનવાર થયા કરે છે. પણ શરૂઆતથી ,આજ સુધી અનેક શ્રેષ્ઠિઓ એ આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવેલો હોવાના ઉલ્લેખો છે.

વlઘણપોળ કે વિમલવશિ ની ટૂંક તરીકે ઓળખાતો વિસ્તાર મંદિરોનો વિશાળ સમૂહ ધરાવે છે .મંદિરોના સામસામા મોટા બે સમૂહો છે જેને છૂટો પlડતો વચ્ચેનો રસ્તો આદેશ્વર મંદિર ની આદેશ્વર ટૂંક તરફ જાય છે . તેમાં ડાબી તરફથી શાન્તિનાથનાં દેરlસર પછી વિમલવસહી કે ભુલવણીનું મંદિર કહેવાય છે તે બોતેર જિનાલયની રચના દ્રષ્ટિગોચર થાય છે

અંદર મહારાજ ભીમદેવ પહેલાના દંડનાયક મંત્રીશ્વર વિમલે બઁધાવ્યાની ૧૮ મી સદીથી પ્રચલિત છે. જો કે તેનો કોઈ અન્ય પુરાવો નથી .વિમલશાહનું આ મંદિર અંદર સુંદર કોતરણી વાળા સ્થભો અને છતો ની રચના છે. એનl પરથી સમગ્ર ટુકનું નામ પણ આજ પડી ગયું છે. શેત્રુજયનું સૌથી સુંદર કહી શકાય તેવું આ મંદિર છે. અંદર ત્રણ સુંદર મંદિરો અને ફરતી નાની મોટી ૭૨ જેટલી દેરીઓ છે. કોઈ કુશળ સ્થપતિ જ કરી શકે તેવી આ મંદિરની કળા અને રચના છે. ગુજરાત ના જ નહીં ભારતના સુંદર કહી શકાય તેવા મંદિરોમા એની ગણના થાય છે.

આ શેત્રુજીનો, પાલીતાણાનો આ સમગ્ર મંદિર સમૂહ અજોડ અને અવર્ણનીય સૌંદર્ય અને સ્થાપત્યકળl કારીગરી ધરાવે છે.

આજ ટૂંકમાં બીજા ઘણા સુંદર મંદિરો પણ છે જે અજિતનાથ,પાર્શ્વનાથ, ધમનાથ,ચંદ્રપ્રભુસ્વામી, વગેરેના છે.


૮૬૩ જેટલી મોટી સંખ્યામાં સંગેમરમરના આ સુંદર અને ભવ્ય મન્દિરોનો સમૂહ જૈન ભાવિકો સિવાય વિશ્વ ના કલારસિકો અને પ્રવાસીઓ માટે પણ આકર્ષણ રૂપ છે.

કળા અને સ્થlપત્યનો ઉત્કૃષ્ટ સંગમ એટલે પાલીતાણાના મંદિરોની નગરી....

વિશ્વમાં બીજે ક્યાંય એટલા બધા મન્દીરોની આવી સુંદર નગરી અને તે પણ એટલા ઊંચા પહાડ ઉપર જોવા મળતી નથી.

આ શેત્રુજી પર્વત પર ચઢવાના પગથિયાં છે , પર્વત પર ચઢતા દોઢ થી બે કલાકનો સમય લાગે છે .

જયારે ઉતરવું સરળ હોઈ દોઢ કલાક થી ઓછા સમયમાં નીચે આવી જવાય છે .

પર્વત પર સામાન્ય રીતે સવારે ચઢીને ને બપોરે કે સાંજ સુધી પરત આવી શકાય છે.

ઉપર ખાણીપીણીની કોઈ વ્યવસ્થા નથી. માત્ર દહીં મળે છે. અને પાણી .્ .ચુસ્ત જેનો અlને પણ વાપરતા નથી. ઉપર ચઢવા ડોળી ની વ્યવસ્થા છે. પર્વત પર રાત્રી રોકાણનો નિષેધ છે.

ગામમાં સંખ્યાબંધ ધર્મશાળાઓ છે જે યાત્રિકોને આધુનિક રહેવા ને ભોજનની વ્યવસ્થા નજીવા ખર્ચે આપે છે.

પર્વત ની દેખરેખ આણદજી કલ્યાણજી પેઢી રાખે છે. મંદિરોની વ્યવસ્થા પણ તેમના દ્વારા જ રખાય છે.

પાલીતાણા ગામમાં પણ બીજા ઘણા જેન મંદિરો છે. તળેટીમાં પણ છે.

સ્થાનિક પ્રશાશન ની વ્યવસ્થા તો અન્ય સ્થળોની જેમ જ હોય છે.