Midnight Coffee - 27 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 27 - અપરાધ અને આનંદ

૧૨ દિવસ બાદ

પૂર્વી : નાવ વી આર ફ્રી.
રાધિકા : હજી કોન્વોકેશન બાકી છે.
પૂર્વી : એ બધુ તો ચાલ્યા કરશે.
બટ નાવ આઈ એમ ફ્રી બર્ડ.
રાધિકા પૂર્વી ને પોતાની ખુશી માં મગ્ન નાચતી જોઈ ખુશ થાય છે.
રાધિકા : ક્યાં જઈશું બોલો??
તે ગાડી પાસે આવતા પૂછે છે.
પૂર્વી : હું ડ્રાઈવ કરી શકું??
રાધિકા : સોરી.
પૂર્વી : યાર....પ્લીઝ??
રાધિકા : નહી.
પૂર્વી : પ્રેગનેન્ટ વુમન કેન ડ્રાઈવ.
રાધિકા : આઈ નો.
તે પૂર્વી માટે ગાડી નો દરવાજો ખોલે છે.
પૂર્વી મોઢું લટકાવી અંદર બેસી જાય છે.
રાધિકા હલકું હસતાં હસતાં ડ્રાઈવિંગ સીટ પર આવીને બેસે છે અને ગાડી સ્ટાર્ટ કરે છે.
રાધિકા : ક્યાં જવું છે??
તે પાર્કિંગ માંથી ગાડી કાઢતા પૂછે છે.
પૂર્વી કોઈ જવાબ નથી આપતી.
રાધિકા ને ફરી હસવું આવી જાય છે.
રાધિકા : મમ્મી નારાજ થઈ ગઈ??
પૂર્વી : માસી કેમ આવું કરે છે??
રાધિકા : કારણ કે માસી તમને પ્રેમ કરે છે અને માસી ને ખબર છે કે તમને અત્યારે ભૂખ લાગી છે.
પૂર્વી : હા.
રાધિકા : તો ફર્માઈશ કહો....
પૂર્વી : સ્વિસ રોલ્સ ખાવા છે અમારે.
રાધિકા : ઓકે. ચાલો.
પૂર્વી હસે છે.

* * * *

ઈન્ડિયા

દિપક : શું સુપર્બ બિરયાની બનાવી છે.
દિપક ખુશ થતા કહે છે.
જેની : થેન્ક્સ.
તે મુસ્કાય છે.
દિપક : મજા આવી ગઈ જેની.
જેની : આઈ એમ સોરી.
દિપક : ઈટ્સ ઓકે.
જેની : ખબર નહી, મને શું થઈ જાય છે.
દિપક : તને ખબર છે.
બસ, તારે એને જોવું નથી.
કહી દિપક ખાલી પ્લેટ મૂકવા રસોડામાં જાય છે.
અને જેની વિચારતી રહી જાય છે.
તેનો ચહેરો જોતા જ દિપક તેની મનઃસ્થિતિ સમજી જાય છે.
જેની : મને મારા ગીલ્ટ માંથી બહાર નીકળવું છે.
મને મારા ગીલ્ટ ને કારણે આખી આખી રાત ઉંઘ નથી આવતી.
મને રડવાનું જ મન થયા કરે છે.
પોતાના પર ગુસ્સો આવ્યા કરે છે કે મે આવું કરી નાખ્યું??
દિપક : હું બધુ જાણું છું જેની.
તે જેની ના ખભા પર હાથ મૂકતા કહે છે.
જેની : આઈ એમ રિયલી સોરી દિપક.
જેની ની આંખોમાં પાણી આવી જાય છે.
બંને ડાઇનિંગ ટેબલ ની ખુરશી પર બેસે છે.
જેની : મારે રાધિકા ને મળવું છે.
એને મળી ને જ મને લાગે છે હું મારા અપરાધ ભાવ માંથી બહાર આવી શકીશ.
દિપક : તે તને નહી મળે જેની.
જેની : તું તેની સાથે વાત કરવાની કોશિશ તો....
દિપક : આ ઠીક નથી જેની હવે.
જેની : પ્લીઝ....??
દિપક : નહી જેની.
જેની : એક વાર??
દિપક : આપણે બીજી કોઈ વાત કરીએ.
જેની : તું એને મારા વિશે કહે તો ખરો.
દિપક : તમારૂ મળવું શકય નથી એટલે નથી બસ.
જેની : હું એને તારા વ્હોટસ્એપ ઓડિયો મેસેજ તો મોકલી શકું ને તારા નંબર પર થી??
દિપક નીચું જોવા લાગે છે.
જેની : પ્લીઝ દિપક??
દિપક : જીવન માં આપણે જે કરવું હોય એ બધુ જ શક્ય નહી બને.
અને જે આપણા માટે નહી હોય તે ગમે તેટલું માંગવાથી કે જીદ કરવાથી પણ નહી મળે.
હવે તારે આ સમજી જવું જોઈએ જેની.
દિપક ના શબ્દો જેની ના મન ને ફરી વિચારમાં મૂકી દે છે.

* * * *

પૂર્વી : હમણાં ફોટા નહી પાડ.
રાધિકા પૂર્વી નો કેમેરા લઈ આ ૧૨ દિવસમાં પૂર્વી પાસે જ શીખેલી ફોટોગ્રાફી થી પૂર્વી ની કેન્ડીડ ફોટોગ્રાફી કરી રહી હોય છે.
રાધિકા : બહુ સરસ આવ્યા છે તારા ફોટા.
રાધિકા કેમેરો બંધ કરે છે.
પૂર્વી ઉભી થાય છે.
રાધિકા : શું જોઈએ છે??
પૂર્વી : પાણી પીવું છે.
રાધિકા : બેસ, હું આપું છું.
પૂર્વી બેસી જાય છે.
રાધિકા પાણી લઈ આવે છે.
રાધિકા : મૂડ કેમ નથી??
પૂર્વી : આપણે પાછા આવ્યા ત્યારથી હું પપ્પાને કોલ કરવાની કોશિશ કરું છું.
પણ લાગી જ નથી રહ્યો.
તે ખાલી ગ્લાસ ટેબલ પર મૂકતા કહે છે.
રાધિકા : રિલેક્સ.
પૂર્વી : મારે તેમની સાથે વાત કરવી છે.
રાધિકા : તે તારા મીસકોલ્સ જોશે એટલે કરશે તને ફોન.
પૂર્વી : ક્યારે??
રાધિકા : જલ્દી જ.
પૂર્વી ઉદાસ થઈ બાજુમાં બેઠી રાધિકા ના ખભા પર માથું મૂકી દે છે.

* * * *

પૂર્વી : અત્યારે કોણ આવ્યું??
ઘર નો ડોર બેલ વાગતા પૂર્વી ઉંઘમાંથી જાગી જાય છે અને રાધિકા તરફ જુએ છે.
તે ઘોર નિંદ્રામાં મગ્ન હોય છે.
પૂર્વી ધીમે થી લિવિંગ રૂમમાં આવી પહેલા ત્યાની લાઇટ ચાલુ કરે છે પછી દરવાજો ખોલે છે.
પૂર્વી : નિશાંત!!!!
તે ખુશ થઈ જોરમાં બોલી ઉઠે છે.
સામે નિશાંત અને તેના મમ્મી ઉભા હોય છે.
નિશાંત : ધીરે બોલ.
પૂર્વી : સોરી.
તે હસી પડે છે અને મમ્મી ને પગે લાગે છે.
મમ્મી : અરે....બસ....બસ.
મમ્મી તેને ભેટી પડે છે.
નિશાંત બધો સામાન લઈ અંદર આવે છે.
પૂર્વી : બેસો ને.
તે મમ્મી ને કહે છે.
નિશાંત : બર્થ ડે ગર્લ રૂમમાં છે??
પૂર્વી : બર્થ ડે ગર્લ??
નિશાંત : આજે રાધિકા ની બર્થ ડે છે.
પૂર્વી : આજે??
નિશાંત : હા.
૨ સપ્ટેમ્બર.
પૂર્વી : ઓહ!!
યાર, હું ભૂલી ગઈ.
તેને ૧૨ વાગ્યે પણ વીશ ના કર્યું મે.
નિશાંત : પાપ થઈ ગયો ને??
પૂર્વી નિશાંત ને લૂક આપે છે.
મમ્મી : તમે બંને વાતો જ કરશો કે રાધિકા ને ઉઠાડશો??
પૂર્વી : હા.
મારા કરતા વધારે તો રાધિકા એ તમને મીસ કર્યા છે.
નિશાંત : અચ્છા.
પૂર્વી : મમ્મી, તમારી કોફ્તા વાળી કઢી ને તો એ રોજ યાદ કરે છે.
મને કહે પણ ખરી, કે આપણે જો અત્યારે ઈન્ડિયા હોતે ને તો મમ્મીજી તને કેટલું બધુ બનાવી ને ખવડાવતે.
મમ્મી : તમારા માટે જ તો આવી છું.
અને ઘરે થી નાસ્તો ને બધુ પણ બનાવીને લાવી છું.
આ મોટી ૨ બેગમાં બધુ ખાવાનું જ છે.
મમ્મી ખુશ થતા કહે છે.
નિશાંત : તું પહેલા ઉઠાય ને એને.
પૂર્વી : તું જા ઉઠાડવા.
ખુશ થઈ જશે.
નિશાંત : સારું.
તું બેસ.
પૂર્વી : હા.
તે સોફા પર મમ્મી ની બાજુમાં બેસે છે.
નિશાંત ઉપર રૂમમાં જાય છે.
રાધિકા આરામથી ડાબુ પડખે સૂઈ રહી હોય છે.
નિશાંત ને તેને આરામથી સૂતી જોઈ મસ્તી સુજે છે.
તે રાધિકા ને એકદમ ધીરે થી પોતાની બાહો માં ઊંચકી લે છે.
ત્યા રાધિકા ની આંખો ખુલે છે અને નિશાંત એ જેમ ધાર્યું હતુ એમ જ થાય છે.
રાધિકા સરખું જોયા - જાણ્યા વિના પહેલા ચીસ પાડી ઉઠે છે.
નિશાંત ખડખડાટ હસવા લાગે છે.
રાધિકા : નિશાંત તમે!!!!
નિશાંત : બીજું કોણ અહીંયા આવી તને ઊંચકવાનું??
રાધિકા : પણ આ રીતે આમ અચાનક હું....
નિશાંત : હેપ્પી બર્થ ડે!!
તે જોરમાં કહે છે.
રાધિકા : ઓહ!!
થેન્કયુ.
નિશાંત : નીચે જઈએ??
રાધિકા : પહેલા મને....
નિશાંત : નહી.
રાધિકા : અરે....!!
નિશાંત : હું તને નીચે લઈ જઈશ.
રાધિકા : નિશાંત....
નિશાંત : મને બહુ યાદ કર્યો છે ને તે.
રાધિકા : પૂર્વી એ બધુ કહી દીધું??
નિશાંત દાદર ઉતારવા લાગે છે.
નિશાંત : શું બધુ??
રાધિકા : કઈ નહી.
નિશાંત : એણે હમણાં ખાલી એટલું કહ્યુ કે તું મને એના કરતા પણ વધારે મીસ કરે છે.
નિશાંત મુસ્કાય છે.

મમ્મી : ભાવ્યા ગાંઠીયા??
પૂર્વી : બહુ સરસ છે.
એકદમ ચટપટા.
રાધિકા : મમ્મીજી પણ આવ્યા છે.
મને નીચે મૂક.
નિશાંત : નહી.
રાધિકા : પ્લીઝ.
તેમની વાતો સંભળાતા મમ્મી અને પૂર્વી તેમની તરફ જોઈ છે.
રાધિકા નું ધ્યાન વોલ ક્લોક પર જાય છે.
રાધિકા : સવારના ૪:૩૦!!
નિશાંત : રોજ વાગે.
રાધિકા : તમે લોકો એટલે....
નિશાંત : ફિકર કરવાનું છોડ ને.
રાધિકા : એ તો....
મમ્મી : બેસાડી દે એને પહેલા.
નિશાંત : કોના ખોળામાં બેસાડું??
રાધિકા : ખુરશી ના.
નિશાંત : ઓકે.
તે રાધિકા ને સોફા ની બાજુમાં રાખેલી ખુરશી પર બેસાડે છે.
મમ્મી : હેપ્પી બર્થ ડે બેટા.
થેન્કયુ મમ્મીજી કહેતા રાધિકા તેમને પગે લાગવા જાય છે તો મમ્મી તેને પણ વળગી પડે છે.
રાધિકા ખૂબ ખુશ થઈ જાય છે.
પૂર્વી : હેપ્પી બર્થ ડે ડાર્લિંગ.
પૂર્વી ઉભી થઈ રાધિકા પાસે આવે છે.
રાધિકા : થેન્કયુ.
બંને ગળે મળે છે.
પૂર્વી : મારે તો ૩ વખત કહેવું પડશે.
પૂર્વી હસે છે.
રાધિકા : હંમ.
પૂર્વી : હેપ્પી બર્થ ડે માસી.
હેપ્પી બર્થ ડે માસી.
રાધિકા : થેન્કયુ થેન્કયુ.
બધા હસી પડે છે.

* * * *


~ By Writer Shuchi.