Midnight Coffee - 29 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 29 - ડેટ

નિશાંત રૂમમાં એકલા બેસી લેપટોપ પર કઈ કામ કરી રહ્યા હોય ત્યારે રાધિકા રૂમમાં આવી બેડ પર બેસે છે.
રાધિકા : હાય.
નિશાંત : હાય.
રાધિકા : ૫ મિનિટ એક વાત કરવી હતી.
નિશાંત : હા, બોલ ને.
રાધિકા : લેપટોપ....
નિશાંત : ઓકે.
તે લેપટોપ બાજુ પર મૂકી દે છે.
રાધિકા : હું જે કહેવા જઈ રહી છું એ કદાચ તમને નહી ગમે.
પણ આપણી આ વાત કરી લેવું જરૂરી છે.
નિશાંત : શું વાત છે એવી??
રાધિકા : નિશાંત....
તે નીચે જોવા લાગે છે.
રાધિકા : વાત કઈ રીતે કહું....
નિશાંત....
તે તેની સામે જોતા કહે છે.
રાધિકા : હું મારા માટે તમારી ફિકર, તમારો પ્રેમ ભાવ, તમારી લાગણીઓ બિલકુલ સમજી શકું છું.
પણ એની અસર તમારા અને પૂર્વી ના સુંદર સંબંધ પર નહી થવા દો.
નિશાંત : તને....
રાધિકા : મને પૂર્વી એ કઈ જ નથી કહ્યુ
ખરેખર.
તે એક શબ્દ પણ નથી બોલી તમારા બંને વચ્ચે જે બન્યું એના વિશે.
હું એનો ચહેરો જોઈ સમજી ગઈ હતી.
અને મારા વારંવાર પૂછવા પછી પણ એ તમારી વિરુદ્ધ એક શબ્દ પણ નથી બોલી નિશાંત.
તેને તમારા પર સૌથી વધારે ભરોસો છે.
તે તમને ખૂબ જ પ્રેમ કરે છે અને આટલા દિવસો માં કદાચ એના કરતા વધારે તો મે તમારા વિશે વાત કરી હશે.
તેનું દિલ સાવ પારદર્શક છે.
સાંભળી નિશાંત ખુશ થાય છે.
રાધિકા : આઈ વોન્ટ ટુ સેય....
ડોન્ટ બી પઝેસીવ ફોર મી.
નિશાંત : પઝેસીવ??
નિશાંત ને નવાઈ લાગે છે.
રાધિકા : આઈ રિસ્પેક્ટ યોર એવરી ફીલિંગ ફોર મી.
આઈ રિસ્પેક્ટ યુ.
આઈ લવ યુ.
તમે બંને મારા બેસ્ટ ફ્રેન્ડ છો.
અને એવું તો છે નહી ને કે એક મોટું દુઃખ આવીને ગયુ તો હવે જીવનમાં બીજા દુઃખ નહી આવશે??
જેવી ખુશી છે એવું જ દુઃખ છે.
બસ, બંને ની સાઇડ ઇફેક્ટ્સમાં માત્ર થોડો ફરક છે.
દુઃખ આવવાનું હશે ત્યારે આવશે જ.
એનાથી દૂર નહી જઈ શકાય.
અને આ સૌના જીવનનું સત્ય છે.
તમને નહી ગમ્યું હોય તો તેના માટે આઈ એમ સોરી.
પણ મને જીવનના દુઃખ - દર્દ થી પ્રોટેક્ટ કરવાનું હવે....
તમારી મદદથી હું ક્યારની ફરી સક્ષમ બની ગઈ છું.
નિશાંત : ઠીક છે.
તે હલકું મુસ્કાય છે.
રાધિકા : થેન્કયુ.
મારી આ વાત પણ સમજવા માટે.
તે પણ મુસ્કાય છે.

* * * *

પૂર્વી : ચાલ, તૈયાર થઈ જા.
નિશાંત : ફરી??
થોડી વાર પહેલા તો અજયજી ની દુકાને જઈને આવ્યા.
પૂર્વી : મારે બહાર જવું છે.
નિશાંત : ક્યાં??
પૂર્વી : તું તૈયાર થઈ જા ને.
નિશાંત : આ પહેરેલા કપડા નહી ચાલશે??
પૂર્વી : કંઈક સારું પહેર.
નિશાંત : આ પણ સારા જ છે.
પૂર્વી : વધારે સારું પહેર.
નિશાંત : ક્યાં જવું છે એ તો કહે??
પૂર્વી : હું તૈયાર છું.
ગાડીમાં તારી રાહ જોવું છું.
મમ્મી અને રાધિકા સાથે મે વાત કરી લીધી છે.
તું જલ્દી આવી જા.
કહી પૂર્વી રૂમનો દરવાજો બંધ કરતા રૂમની બહાર નીકળી જાય છે.
નિશાંત : શું થયું આને??

* * * *

ગાડીમાં

નિશાંત : તું ચલાવવાની છે??
પૂર્વી ને ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી જોતા નિશાંત ગાડીમાં બેસતા પહેલા પૂછે છે.
પૂર્વી : હા.
નિશાંત દરવાજો ખોલી બાજુની સીટ પર બેસી જાય છે.
પૂર્વી ગાડી સ્ટાર્ટ કરે છે.
સહેજ વાર સુધી બંને વચ્ચે ખામોશી રમતી રહે છે.
પછી નિશાંત વાત શરૂ કરે છે.
નિશાંત : કઈ થયું છે??
તે પૂર્વી તરફ જોતા પૂછે છે.
પૂર્વી : કેમ??
નિશાંત : તારી ચૂપ્પી ની એટલી આદત નથી એટલે.
નિશાંત હલકું મુસ્કાય છે.
પૂર્વી : મારે ઈન્ડિયા જવું છે.
પણ કહી ને શું કરું??
તે પણ હલકું હસતાં કહે છે.
નિશાંત : તું ખુશ છે??
પૂર્વી : અહીંયા??
નિશાંત : મારી સાથે??
પૂર્વી : તને શું લાગે છે??
નિશાંત : મને તું અત્યારે સુંદર લાગી રહી છે.
પૂર્વી નિશાંત સામે જોતા ફરી મુસ્કાય છે.
વિક્ટ્રી સ્વીટ એન્ડ પેસ્ટ્રી શોપ આવતા પૂર્વી ગાડી રોકે છે અને ગાડીમાંથી નીચે ઉતરે છે.
નિશાંત : હું આવું??
પૂર્વી : ચાલશે.
પૂર્વી શોપમાં જઈ ચોકલેટ ચીપ કુકીઝ વિથ સોલ્ટ એન્ડ મિલ્ક બંને માટે લઈને આવે છે.
અને ફરી ગાડી સ્ટાર્ટ કરે છે.
નિશાંત : પહેલા ખાઈ લે.
પૂર્વી : જ્યાં જવાનું છે ત્યાં સમયસર પહોંચવું જરૂરી છે.
તું ખાતો થા.
નિશાંત : બંને સાથે ખાઈશું.
હવે તો કહે,
ક્યાં જઈએ છીએ??
પૂર્વી : સરપ્રાઈઝ છે યાર.
નિશાંત : ઓકે.

બ્રૂક્લિન બોટનિક ગાર્ડન

પૂર્વી : વેલકમ ટુ સરપ્રાઈઝ.
પૂર્વી ખુશ થતા કહે છે.
નિશાંત : વાઉ.
તું આવી છે અહીંયા પહેલા??
પૂર્વી : હા.
અહીંયા બેસી આથમતો સૂરજ જોવા નો આનંદ જ કઈ ઓર છે.
નિશાંત : તો બેસીએ??
પૂર્વી : પહેલા થોડું ફરી લઈએ??
પછી અંધારું થઈ જશે.
નિશાંત : ચાલો, ચાલતા ચાલતા ખાતા જઈશું.
બંને ગાર્ડન માં એક બીજાનો હાથ પકડી ચાલવા લાગે છે.
પૂર્વી : આજે આપણી દોસ્તી ની ત્રીજી એનિવર્સરી છે.
નિશાંત : શું વાત કરે છે??
પૂર્વી : હા.
નિશાંત : તને યાદ હતી??
પૂર્વી : મહિના નો અંદાજ હતો મને.
પછી આપણી ચેટ્સ સ્ક્રોલ કરીને મે તારીખ જોઈ લીધી.
નિશાંત : લે તો એ વાત પર કુકીઝ ખા.
પૂર્વી : તું પણ.
બંને એક બીજાને ખવડાવે છે અને ભેટી પડે છે.
નિશાંત : હેપ્પી એનિવર્સરી.
પૂર્વી : હેપ્પી એનિવર્સરી હબી.
નિશાંત : ગયા વર્ષે તો આપણે બંને એક બીજાને વીશ કરવાનું જ ભૂલી ગયા હતા.
પૂર્વી : બંને ને યાદ જ નહોતુ.
નિશાંત : આવતા વર્ષે આ પણ હશે આપણી સાથે.
તે પૂર્વી ના પેટ પર હાથ ફેરવતા કહે છે.
પૂર્વી મુસ્કાય છે.
પૂર્વી : બસ, ૧ વસ્તુની કમી છે.
નિશાંત : કોફી??
પૂર્વી : હા.
તે હસતાં હસતાં કહે છે.
નિશાંત : કેટલી સુંદર જગ્યા છે આ.
પૂર્વી : બહુ જ.
હું જ્યારે મારા રૂટીન થી કંટાળી જતી તો અહીંયા આવતી અને આથમતો સૂરજ જોતી.
દિવસભર નું ભાગતું મન તરત શાંત થઈ જતું.
અને કેટલી વાર તો હું જોર જોરમાં ગીતો ગાતાં ગાતાં ડાન્સ પણ કરતી.
અહીંયા ના ફૂલો સાથે વાતો કરતી.
કોઈ તેમના બાળકોને લઈને આવ્યું હોય તો તેમની સાથે રમતી.
નિશાંત : ખવાઈ ગયું??
પૂર્વી : હા.
નિશાંત કચરો ડસ્ટબીન માં નાખી આવે છે.
નિશાંત : તું નીચે બેસી શકીશ??
પૂર્વી : હા.
બંને તેમના શૂઝ કાઢી નીચે ખુલ્લા ઘાસ ઉપર બેસે છે.
નીચે બેસતા જ નિશાંત ના ચહેરા પર મોટી મુસ્કાન આવી જાય છે.
પૂર્વી : નાવ આઈ ફીલ માય લાઇફ ઈઝ કંપ્લીટ.
નિશાંત : ના હોય.
પૂર્વી : કોઈ ખાસ કારણ??
નિશાંત : લાઇફ ઈઝ મેન્ટ ટુ બી ઈનકંપ્લીટ ટુ બી બ્યુટીફૂલ.
જો આપણ ને જે જોઈએ છે, આપણે જે ઈચ્છીએ છીએ એ બધુ જ મળી જાય તો લાઇફ " લાઇફ " જ નહી રહે.
કોઈ પ્રેરણા જ નહી રહે.
ઉત્સાહ નહી રહે.
પછી આપણે કરીએ શું??
આપણે કશે જઈએ નહી, કોઈ આપણી પાસે આવે નહી.
લાઇફ કોઈ દિવસ કંપ્લીટ નથી હોતી અને નથી થઈ શકતી.
જીંદગી અધૂરી છે તો જ આપણાં માં જીવન રસ ટકેલો છે.
અને તો જ તે આપણ ને આટલી સુંદર લાગે છે.
તો જ આનંદ આવે છે.
જીંદગી ના અધૂરાપણામાં, તેના ઈમ્પરફેક્શનમાં કુદરત નું પરફેક્શન છે.
તેમણે જીંદગી આવી બનાવી છે.
તેમણે તેમના મનુષ્યોમાં ઉત્સાહ, મનસા, પ્રેમ, જીદ મૂક્યા છે.
તેમણે આપણને પણ ઈમ્પરફેક્ટ બનાવ્યા છે.
પૂર્વી : હંમ.
પણ પાછી માય લાઇફ ઈઝ કંપ્લીટ ને બદલે શું કહેવું જોઈએ??
નિશાંત : માય લાઇફ ઈઝ....
તે વિચારવા લાગે છે.
પૂર્વી : હેપ્પી??
નિશાંત : માય લાઇફ ઈઝ હેપ્પી.
યા.
પૂર્વી : માય લાઇફ ઈઝ હેપ્પી.
બંને મુસ્કાય છે.
પૂર્વી : આઈ લવ યુ માય લાઇફ.
તે નિશાંત ના હાથમાં હાથ પોરવતા કહે છે.
નિશાંત : આઈ લવ યુ ટુ માય હેપ્પી લાઇફ.

* * * *


~ By Writer Shuchi


☺️

.