Midnight Coffee - 31 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 31 - પપ્પા....

નિશાંત : અરે....
તારો ચહેરો તો બતાવ.
રાધિકા : કોઈ તો રોક લો.
હા....ઈ....
પૂર્વી : રાધિકા....!!
રાધિકા અને નિશાંત ને હસવું આવી જાય છે.
પૂર્વી : તમે બંને યાર.
તે કેમેરા માં નિશાંત સામે જોતા કહે છે.
નિશાંત : આજે આટલી સારી વાત થઈ ને તું....
નિશાંત ફરી હસે છે.
પૂર્વી નજર ફેરવી લે છે.
નિશાંત : પૂર્વી આમ જો.
પૂર્વી : ના.
તે નીચે જોવા લાગે છે.
નિશાંત : જો તો ખરી.
પૂર્વી ની બાજુમાં બેઠી રાધિકા ને ફરી ખડખડાટ હસવું આવી જાય છે.
નિશાંત : રાધિકા, જરા....
રાધિકા : નો પ્રોબ્લેમ.
ડોક નીચી છે તો આપણે મોબાઈલ ને પણ નીચે લઈ જઈએ.
પૂર્વી : રાધિકા....
તે ડોક ઊંચી કરી રાધિકા સામે જુએ છે.
રાધિકા મોબાઈલ પોતાના ચહેરા પાસે લઈ આવે છે અને નિશાંત પૂર્વી નો ક્યારથી શરમાતો અને મલકાતો ચહેરો જોઈ લે છે.
પૂર્વી : અરે નિશાંત!!
તે ફરી બંને હાથ વડે પોતાનો ચહેરો ઢાંકી દે છે.
નિશાંત : મે જોઈ લીધો.
તે પોતાની બ્લેક કોફી નો ઘૂંટ ભરતા કહે છે.
હવે પૂર્વી થી પણ હાસાય જાય છે.
રાધિકા : જો હસી તો ફસી.
નિશાંત : Congratulations.
પૂર્વી : ટુ યુ ટુ.
નિશાંત : તારા પપ્પાને કહ્યુ કે નહી??
પૂર્વી : કહ્યુ.
રાધિકા : ચાલો, કેક ખાવા આવી જાઓ ડેડી.
નિશાંત : તમે કેક પણ બનાવી લીધી??
રાધિકા : હા, તો.
પૂર્વી : કયારના તને કોલ કરવાની કોશિશ કરતા હતા.
નિશાંત : મે જોયું.
૧૨ મીસકોલ્સ છે.
પણ આજ નો દિવસ બહુ હેકટીક ગયો યાર.
પૂર્વી : આઈ વીશ, તું સાથે હોત.
તો આ રાધિકા ના ગીતો મારે એકલી એ ના સાંભળવા પડ્યા હોત.
કહેતા પૂર્વી હસે છે.
નિશાંત : આવું છું જલ્દી મળવા.
તમારું મોડલિંગ ને બધુ પતી ગયુ??
રાધિકા : કાલે જ પત્યુ.
અને આજે આ બીજી ગુડ ન્યુઝ મળી કે હવે મમ્મી ની જેમ અંદર બેબી પણ નાચવા લાગ્યું છે.
રાધિકા પૂર્વી ના પેટ પર હાથ મૂકતા કહે છે.
નિશાંત : બેબી કે પછી બેબીઝ??
રાધિકા : ઓહ યસ.
પૂર્વી : વી આર ઈગર્લી વેટીંગ ફોર યુ બેબીઝ.
નિશાંત : યસ.
તે ખુશ થાય છે.
રાધિકા : ચાલો, હું આપણાં ૩ ની ૧ સેલ્ફી લઉં છું.
સ્માઇલ.

* * * *

૨ મહિના બાદ

પૂર્વી : પપ્પા....!!!!
તે ચોંકી જાય છે.
પૂર્વી : તમે આવી ગયા!!
તે દોડી ને તેમને ભેટી પડે છે.
પપ્પા : આરામથી.
પપ્પા મીઠો ઠપકો આપતા કહે છે.
પૂર્વી હસી પડે છે.
પપ્પા વ્હાલથી પૂર્વી ના માથે હાથ ફેરવે છે.
રાધિકા પપ્પા નો સમાન અંદર લઈ લે છે.
પપ્પા : મને બેસવા તો દે છોકરી.
પૂર્વી : નહી.
પપ્પા હસી પડે છે.
મમ્મી પાણી લઈ આવે છે.
પપ્પા : પાણી પી શકું??
પૂર્વી : પી લો.
પપ્પા થી અલગ થતા પૂર્વી કહે છે.
મમ્મી : બેસો.
પપ્પા અને પૂર્વી સોફા પર બેસે છે.
પૂર્વી : મુસાફરી કેવી રહી??
પપ્પા : સારી રહી.
સાચું કહું તો, મે તો મસ્ત ઉંઘ કરી લીધી પ્લેનમાં.
પૂર્વી : હવે જાઓ તો કહી દેજો હું નાઈટ ડયુટી નહી કરીશ.
૪ મહિનાથી નાઈટ ડયુટી કરો છો.
અને પાછું દિવસે પણ....
પપ્પા : ૧ મહિનાની રજા લઈને આવ્યો છું ને.
તારી સાથે સાથે હું પણ આરામ કરી લઈશ.
પપ્પા મુસ્કાય છે.
પૂર્વી : તમને તમારો રૂમ બતાવી દઉં.
પૂર્વી ઉભી થાય છે.
પપ્પા : ચાલો.
તે પણ ઉભા થાય છે.
* * * *

રાધિકા : આઈ એમ મીસીંગ અવર કોફી ડેટ્સ.
નિશાંત : પપ્પા પહોંચી ગયા બરાબર??
રાધિકા : હા.
પૂર્વી ને તો ઝાટકો જ લાગ્યો.
૧૫ દિવસ પહેલા તો એવી રડતી હતી.
પપ્પા નથી આવવાના.
આમ તેમ....
નિશાંત હલકું હસે છે.
નિશાંત : હું ૨ - ૩ માં આવી જઈશ પણ કહેતી નહી.
રાધિકા : તેને ખબર જ હશે.
નિશાંત : હા.
કારણ કે તે " પૂર્વી " છે.
રાધિકા : તમારી પૂર્વી છે.
રાધિકા મુસ્કાય છે.
નિશાંત : પૂર્વી કહેતી હતી તમારું વીશ લિસ્ટ આગળ વધ્યું છે.
રાધિકા : એણે કહી દીધું!!
નિશાંત : હાસ્તો.
રાધિકા : મમ્મી પપ્પા સાથે વાત થઈ હતી અને તેઓ ખુશ હતા.
મારાથી કોઈ નારાજગી નહી.
આજ તો મારી ખાસ વીશ હતી કે મમ્મી પપ્પા ના ચહેરા પર ખુશી જોવી છે.
સાચી ખુશી.
જે કેટલા વખતથી....
નિશાંત : સમજી ગયો.
રાધિકા : મને પણ હવે ઈન્ડિયા બહુ યાદ આવે છે.
જલ્દી પાછા આવવું છે.
નિશાંત : આવી જશો.
રાધિકા : નર્વસ છો કે નહી??
નિશાંત : ખબર નહી.
એ તો ત્યાં આવું પછી ખબર પડે.
રાધિકા : મીસીંગ યોર ગ્રીન ટ્રીપ્સ??
નિશાંત : ગ્રીન ટ્રીપ્સ??
રાધિકા : જ્યાં આપણે સાથે ગયા હતા??
નિશાંત : હવે જીવન બદલાય રહ્યુ છે અને મને આ બદલાવ ગમી રહ્યો છે.
નિશાંત મુસ્કાય છે.
રાધિકા ને બગાસું આવે છે.
નિશાંત : સૂઈ જા.
પછી મળીયે.
રાધિકા : લેવા આવું એરપોર્ટ પર??
નિશાંત : આવી જઈશ.
રાધિકા : ઓકે. બાય.
નિશાંત : બાય.

* * * *


~ By Writer Shuchi



.