misunderstanding books and stories free download online pdf in Gujarati

ગેરસમજ

જો પ્યાર ના જ હોય તો ના કહી દે ને પણ..." મેં એની આંખોમાં આંખો નાંખી મેં કહ્યું.

"નહિ કરતી હું તને પ્યાર... કેમ કે તું તો..." એ અટકી ગઈ જાણે કે જાણી જ ના ગઈ હોય કે પોતે જેનું નામ લેશે એ વિશે મને ખબર છે!

"જો નિશા મારા માટે જે વિચારે એ પણ હું એને કઈ જ લવ નહિ કરતો..." મેં ભારપૂર્વક કહ્યું.

અમે બંને કોફી પીવા માટે આવ્યા હતા. અથવા તો એમ જ કહેવું જોઈએ કે હું ખુદ જબરદસ્તીથી પ્રિયાને કોફી પીવા લઈ આવ્યો હતો.

"તું કોને લવ કરું છું અને કોને નહિ એ તો મને બધું જ ખબર છે... હું તને ખુદથી વધારે જાણું છું... મેં તારી આંખોમાં નિશાનો પ્યાર જોયો છે!" પ્રિયા બોલી રહી હતી.

"અરે યાર... પાગલ છે કે શું તું?! અમારી વચ્ચે કઈ જ નહિ! કઈ પણ નહિ!" મેં એને સમજાવવા ચાહ્યું.

"જો મારાથી વધારે બીજું કોઈ નહી તને સમજી શકે!" એને મારા હાથને પકડતા કહ્યું.

"હા... જા... હું એને જ લવ કરું છું..." હું ટેબલ પર થી ઉભો થયો અને ઘરે આવી ગયો. હદ છે યાર! હું એને કેટલું સમજાવતો?! હું એને સફાઈ આપી આપી ને થાકી ગયો હતો.

બાકીના ત્રણ દિવસો આમને આમ જ વીતી ગયા. હા... મને એની યાદ પણ ખૂબ જ આવતી! હું એની માટે રડતો પણ... પણ... હવે અમે જુદા હતા.

એક વાત તો નિશ્ચિત જ હતી કે મારાથી દૂર જઈને એ પણ ખુશ તો નહિ જ હોય!

આજે ચોથો દિવસ હતો... સવારથી પ્રિયાની યાદ આવી રહી હતી. કાશ હું એને સમજાવી શક્યો હોત... અમુકવાર તો ખુદ પર પણ ખૂબ જ ગુસ્સો આવતો કે આખીર કેમ? કેમ હું એનાથી દૂર ગયો...

આખીર અમે બંને ખૂબ લાંબા સમયથી ખાસ ફ્રેન્ડસ હતા... અમે એકમેકની સાથે સૌથી સારો અને સૌથી ખરાબ બંને સમય વિતાવ્યો હતો પણ આજે એવું તે શું થઈ ગયું હતું કે અમારા બંન્ને માટે ખરાબ સમય આવી ગયો હતો!

પ્રિયાના પિકના વોલપેપર ને જ હું જોતો હતો કે એક કોલ આવ્યો. એક બીજા મારા દોસ્ત નો હતો... કહેતો હતો કે એની બર્થડે છે તો મારે જવું જ પડશે એમ! એને બધા ને ઇન્વાઇટ કર્યા હશે તો... તો તો પ્રિયા પણ આવશે... વિચારીને મેં એને ચોક્કસ આવીશ કહી જ દીધું. બસ હવે હું આ રાત ક્યારે જાય એ જ ઇન્તજાર માં લાગી ગયો.

🔵🔵🔵🔵🔵

હું તૈયાર થઈને બર્થડે પાર્ટીમાં આવી ગયો. જાણી જોઈને જ હું આજ પ્રિયાની પસંદના કપડાં પહેરીને આવ્યો હતો; પણ આ આઇડિયા બસ મારો જ નહોતો રહ્યો પણ ખુદ પ્રિયા પણ મારી પસંદ નાં જ કપડાં પહેરી ને આવી હતી.

બધાને મળતા મળતા અમે એકમેકને પણ મળ્યા! મેં એને જોઈ તો બસ જોતો જ રહી ગયો.

"સોરી!" ખબર નહિ પણ મારા મોં માંથી નીકળી જ ગયું! અમુકવાર શબ્દો શબ્દો ક્યાં રહે છે... આ સોરી એક શબ્દ જ નહોતો પણ મારા મૂડને મારી જિંદગીને ફરી તાજગી આપનાર એક દવા હતો!

"નો... જો તું સોરી ના કહેત તો પણ હું જ માફી માંગવાની હતી!" એને મારી આંખોમાં આંખો પરોવતા કહ્યું.

"કેમ?!" મેં આશ્ચર્યથી પૂછ્યું.

"કેમ કે ભૂલ મારી હતી... હું નિશાને તો નહિ જાણતી... પણ હું તને જાણું છું... હું તને બરાબર જાણું છું કે તું મારા સિવાય બીજી કોઈ ને જો પણ નહિ!" એને કહ્યું તો મેં એને બાહોમાં લઇ લીધી.