MY POEMS PART 44 books and stories free download online pdf in Gujarati

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 44

કાવ્ય 01

ભાવ.. અભાવ..

હોવા ના હોવા ના ભાવ વચ્ચે
ભટક્યા કરે મન દુઃખી થઈ

મારી જોડે છે મારી જોડે નથી
ગણ્યા કરે મન કારણ વગર

ભૂલી જઈ એ પામ્યા નો આનંદ
ના પામ્યા નો ઉચાટ રહે કાયમ

જીવન મા ઈચ્છાઓ છે અનંત
જીવતા જીવ આવે નહી એનો અંત

સુખી ને નિજાનંદ મા રહેવા
ઈચ્છાઓ ને રાખીએ કાબુ મા

ઓછા મા માણીએ આનંદ ઘણો
તો ના થઈએ દુઃખી કારણ વગર

ભાવ રાખીએ અંતર ના એવા
વર્તાય નહી અભાવ કોઇ વાત ના


કાવ્ય 02

સાધુ ફકીર...જીવન

માથે નભ ને ફકીરી જીવન
અમે તો ફરતા રામ
મળે પ્રેમ ત્યાં જામે અડ્ડો
બાકી ભલું કરે સીતારામ

પરસેવો લુવા ખંભે ખેસ
ખિસ્સા વગર નો ઝભ્ભો
સફેદ કે પીતામ્બરી ધોતી
આ છે અમારો પહેરવેશ

ખોબા મા સમાય એટલું ખાઈએ
વહેતા ઝરણાં માંથી પીએ પાણી
ગામે ગામ ના મંદિર અમારું ઘર
બહુ સાદું છે અમારું જીવન

નથી કાલ નો કોઇ ગમ
નથી કાલ ની કોઇ ફિકર
વિશ્વાસ છે ઉપર વાળા ઉપર
એટલે નથી કોઇ આજ ની ફિકર

ચિંતા મા જીવતા જોઈ લોકોને
બળે અમારો સાધુ જીવડો
ખાલી હાથે જવાનુ છે ધામ
તો શું કામ કરીએ ફિકર

રાખો જરૂરિયાત જરૂરિયાત પૂરતી
તો નહી રે અમારી જેમ કોઇ ફિકર
જીવશો તમે પણ આનંદિત જીવન

કાવ્ય 03

મૌશમ....અને..માસુકા...

ભર શિયાળે તે બાંધી સાવન હારે પ્રીત
સમજાણી નહી મૌસમ તારી આ રીત

મૌસમ તું પણ થતી જાય છે માસુકા જેવી
વક્ત બેવક્ત રિસાઈ છે માસુકા ની જેમ...

ક્યારેક વરસી પડે, તો ક્યારેક રડી પડે
ક્યારેક રિસાઈ પણ જાય છે કારણ વગર...

ગ્લોબલ વાર્મિંગ ને કારણે બદલાઈ મૌસમ
ખબર નહી માસુકા બદલાઈ છે સાની કારણ વગર

મૌસમ તો માની જાય ઘડી બે ઘડી મા
અઘરું છે રિસાયેલી માસુકા ને મનાવવું

સમજણ મા આવે નહી બે માંથી કોઇ ની રીત
સમજયા વગર..બન્ને ને ચાહવા ની સાચી છે રીત

કાવ્ય 04

પાપા તમારી યાદ આવી જાય છે...

કોઈ પિતા ને હેત કરતા જોઉં છું ને
પાપા તમારી યાદ આવી જાય છે...

બાળક ને હાથ પકડી ચાલતા પિતા ને જોઉં છું ને
પાપા તમારી યાદ આવી જાય છે...

આજે બાળકો ને જો મોડું થાઈ ઘરે આવતા
તમારા શબ્દો આવે યાદ બાપ થઈશ એટલે
પડશે ખબર ચિંતા શાને માવતર ને થાય??

મુશ્કેલી નો સામનો કરવો હસતા મુખે
વાત શીખવી તમે અમને કામ લાગી ખુબ

મુકત મને કોઈને ગીતો ગાતા જોઉં ને
પાપા તમારી યાદ આવી જાય છે...

મધુર વાંસળી નો અવાજ સાંભળું ને
પાપા તમારી યાદ આવી જાય છે...

બાળકો ને ચોકલેટ આપતાં દાદા ને જોઉં ને
પાપા તમારી યાદ આવી જાય છે...

કોઈ પિતા ને હેત કરતા જોઉં છું ને
પાપા તમારી યાદ આવી જાય છે...

કાવ્ય 05

કારણ વગર...

કારણ વગર કોઇ કરે હેત
લાગે પ્યારું પ્યારું

કારણ વગર કોઇ આપે સ્મિત
લાગે ખુબ વ્હાલું વ્હાલું

કારણ વગર પૂછે કોઇ ખબર અંતર
લાગે છે કોઈ ને છે ફિકર

કારણ વગર આવે કોઇ ઘરે
લાગે હજુ કોઇ છે આપણું

કારણ વગર મળે કોઇ ભેટ સોગાદ
લાગે હજુ કદર કરે છે કોઇ

હવૅ કારણ વગર નથી આવતું કોઇ ઘેર
કારણ વગર નથી થતું જૂનું બધું

સ્વ મા છે સૌ કોઇ આજકાલ મશગુલ
કારણ વગર મળતું નથી કોઇ

કારણ વગર ના આવી ગયા કઈ દુનિયા મા
કારણ વગર સ્વાર્થી થઇ ને ફરે અહીં સૌ કોઇ...

કાવ્ય 06

જીવન સાથી

મળ્યા છો તમે કંઇક એ રીતે,
જાણે પુરી થઈ છે માંગેલી મન્નત ,

જ્યારથી આવ્યા છો મારી જિંદગીમાં ,
જીંદગી લાગી છે મને જન્નત જન્નત,

હાથ મા હોય જયારે તમારો હાથ
લાગે ખ઼ુદા ની રહેમત છે મારા ઉપર

તારી જોડે મીઠો લાગે છે સંસાર
જાણે ભાણા મા હોય દરરોજ કંસાર

ડગલે ને પગલે મળ્યો છે તારો સંગાથ
એટલે તો લાગ્યો નથી આજ સુધી કોઇ ભાર

સાત સાત જન્મ નો લોકો માંગે સાથ
હું ચાહું જન્મોજન્મ તારો ને તારો જ સાથ...

હસતા હસતા પુરા થયાં વર્ષો ઘણા સાથે આપણા
આપતા રહીશું આમ જ એકબીજા ને સાથ

હિરેન વોરા
તા. 01/12/2021