Ansh - 14 books and stories free download online pdf in Gujarati

અંશ - 14

(રૂપા ની આત્મા ને તો દુર્ગાદેવી એ સમજાવી દીધી,અને તેની મા ને આજીવન સાચવવાનું વચન પણ આપ્યું.પણ હજી પંડિત જી ને લાગે છે કે કંઈક તો છે આ ઘર મા.અને ત્યાં જ ઘર માં લાઈટ ચાલી જાય છે.અનંત ની બીક કરતા નોકરો ને બીજી આત્મા ની બીક વધુ લાગે છે એટલે દુર્ગાદેવી અનંત ને જ લાઈટ વિશે જોવાનું કહે છે.હવે આગળ...)
ભેરૂમલ ઓ ભેરૂમલ ક્યાં ગયો,આ લાઈટ જો તો કેમ બંધ થઈ ગઈ.પણ કોઈએ જવાબ ના આપ્યો.કેમ કે એક તો આવું વાતાવરણ અને બીજી પંડિતજી એ કહેલી વાત કે હજી ઘર માં કોઈ ની આત્મા છે.બધા વધુ ડરી ગયા હતા.દુર્ગાદેવી એ અનંત ને કહ્યું.

અનંત તું જા તું જ જોઈ આવ,કેમ કે બીકના માર્યા કોઈ જશે નહિ.અનંત પણ માસી ના આ હુકમ થી બી ગયો તે ઉભો તો થયો પણ પગ થી માથા સુધી ધ્રૂજતો હતો.એટલે દુર્ગાદેવી એ બૂમ પાડી...
અનંત....કેમ તું આટલો બીવે છે?હજી કેટલા ગુના બાકી છે તારા?તને કોની બીક છે?બોલ...એક તો દુર્ગામાસી નું એવું રૂપ અને ઉપરથી તેમની રાડ સાંભળી ને અનંત વધુ થથરવા લાગ્યો.અંબાદેવી તેને જાવા માટે ઈશારો કરી રહ્યા હતા.

અંબા તમે હવે દીકરા ના ઢાંકપીછોડા બંધ કરો તો સારું છે!આ તમારી જ ભૂલ છે,કે આ ઘર માં સ્ત્રીઓ ના માન સન્માન ના ચીંથરેહાલ છે.તમે પોતે એક સ્ત્રી થઈ ને આ વાત ના સમજી શક્યા.આટલો પુત્રમોહ?કે પછી પતિ ના નામ નો મોહ!ધિક્કાર છે તમને.તમે સ્ત્રી,મા પત્ની કે બહેન
એક પણ સંબંધ બરાબર ના નિભાવી શક્યા.જિંદગી ના જે પડાવ માંથી તમે પસાર થયા,એ જ પડાવ વહુ એ પસાર કરવા આવી નીતિ ક્યારે બદલશે!!

બોલ.....બોલ...અનંત તારે કાઈ કહેવું છે?હજી સમય છે .તારા પાપ નું પ્રાયશ્ચિત કરી લે.તારી ભૂલો તો સુધરવાની નથી.આટલું બોલતા જ દુર્ગાદેવી ની આંખ ગુસ્સા અને પસ્તાવા થી ભીની થઇ ગઇ.અને ફરી એક રાડ પાડી.

કામિની વહુ....કામિની વહુ બધા એક બીજા ની સામે જોઈ રહ્યા.દુર્ગાદેવી એ બ્રાહ્મણો ને મંત્રોચ્ચાર ચાલુ જ રાખવાનું કહ્યું.આંગણા માં દુર્ગાદેવી એ એક મોટું પાણી નું ચક્કર પણ બનાવ્યું હતું.અને ફરી કામિની ના નામ ની બૂમ પાડી. કામિની તો સસલી ની જેમ થરથરતી હતી.ને ફરી માસી ની બૂમ સંભળાઈ એટલે ત્યાં હાજર થઈ.એની આંખ ફક્ત અને ફક્ત એના અંશ ને જોતી હતી,માનું હૃદય ફાટ ફાટ થતું હતું.એને અંશ ને પોતાના વહાલથી ભીંજવવો હતો. ઘણા સમય થી તેને દૂધ પાયા વગર ની છાતી એ વળગાડી એ મમતા ની શેર નો સ્વાદ આપવો હતો.તે તો ફક્ત અંશ ને જ નિહારતી હતી.અને આ બધા થી અજાણ એ બાળક તેની અર્ધી ઊંઘથી બીડાયેલી આંખે બીતો બીતો બધું જોતો હતો.

હવે આ અનંત નો મને કાઈ ભરોસો નથી,તમે મને સાચું કહો,કે જે દિવસે તમે અને અનંત તમારી લગ્ન ની વર્ષગાંઠ ઉજવવા બહાર ગયા હતા,ત્યારે શું થયું હતું?

અમૃતરાય અને અંબાદેવી એકબીજા સામે જોઈ ને નજર નીચી કરી ગયા.અને અનંત મા તો એ શક્તિ જ નહતી કે એ ઉપર જોઈ શકે.

માસી એ દિવસે ખૂબ વીજળી થતી હતી,પવન ની ગતિ પણ આકરી હતી.જાણે કોઈ વાવાઝોડું આવવાનો સંકેત હોઈ.હું અને અનંત અમારી વર્ષગાંઠ ઉજવવા બહાર જવાના હતા,સાથે એમના કેટલાક મિત્રો પણ હતા.બા એ અંશ ને તો પોતાની પાસે રાખી જ લીધો હતો!હું અંશ ને દૂધ પીવડાવી ને જતી હતી,પણ અંશ ખૂબ જ રડતો હતો,મેં જવાની ના કહી પણ અનંત માન્યા નહિ.કોઈ દિવસ ના બગડનારી અમારી ગાડી પણ તે દિવસે બંધ પડી ગઈ.આવામાં કેમ જવું.કામિની ઊંડો નિસાસો નાખી અટકી.

અનંત અને બાની જીદ ના આગળ હું લાચાર થઈ ગઈ, અને મારા અંશ ને રડતો મૂકી હું ચાલી નીકળી.અમારું સ્કૂટર એ તોફાન માં થોડી વારે ડગી જતું,પણ જેમ તેમ અમે પહોંચી ગયા.ત્યાં જઈ ને જોયું તો અનંત ના ફક્ત પુરુષ મિત્રો જ ત્યાં હતા,તેમાંથી કોઈ ની પત્ની નહતી આવી.મને જરા અજુગતું લાગ્યું એટલે મેં ઘરે જવાની વાત કહી.મારી વાત સાંભળી એ બધા ની વચ્ચે અનંતે મને એક થપ્પડ મારી.કામિની ની આંખ માં એક અજીબ લાગણી ડોકાઈ.

હું અપમાનજનક સ્થિતિ માં મુકાઈ ગઈ,મને ત્યાં ઉભા રહેવામાં પણ ક્ષોભ થતો હતો,એટલે હું એ હોટેલ ની બહાર જઈ ને ઉભી રહી.ત્યાં જ અનંત નો એક મિત્ર આવ્યો,અને મને દિલસોજી દેવા લાગ્યો....

(શું હસે એ રાત ની સચ્ચાઈ?અને અનંત કેમ કામિની ને પોતાના પુરુષમિત્રો વચ્ચે લઈ ગયો?હવે કામિની શું કરશે?જોઈશું આવતા અંક માં...)


✍️ આરતી ગેરીયા...