Dance books and stories free download online pdf in Gujarati

ડાન્સ

આજ

અને આ સાથે જ શ્રેષ્ઠ ડાન્સર નું ઇનામ જીતે છે અવિકા રાઠોડ..અને તાળીઓ ના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો.સ્ટેજ પર એક વિસ એકવીસ વર્ષ ની સામાન્ય દેખાવ વાળી યુવતી આવી,અવિકા... અવિકા સૌથી પહેલા એ ટ્રોફી લઈ પોતાના મમ્મી પપ્પા પાસે ગઈ અને તેના પપ્પા ની આંખ માં ભૂતકાળ ઉતરી આવ્યો..

ભૂતકાળ

અવિકા...અવિનાશ અને રાધિકા ની એકમાત્ર દીકરી. સામાન્ય પરિવાર નું મહત્વકાંક્ષી બાળક.જો કે અવિનાશ કે રાધિકા ને ડાન્સ માં એટલો રસ નહિ પણ કેમ જાણે અવિકા માટે તો ડાન્સ એટલે એનો શ્વાસ,એનું હસવું, બોલવું, ચાલવું,બેસવું,ખાવું પીવું બસ એનું સમગ્ર અસ્તિત્વ એટલે એનો ડાન્સ..

ખબર નહિ કદાચ એનો જન્મ પણ ડાન્સ કરતા કરતા જ થયો હશે!!પણ અવિનાશ ને એનું ડાન્સ કરવું જરાપણ પસંદ નહતું.ખબર નહિ શું કામ ?પણ અવિનાશ હમેશા તેના ડાન્સ થી ચિડાતો.એકવાર તો તેને ડાન્સ માટે મનાઈ કરી દીધી. આજ પછી તારો ડાન્સ બંધ ,

પણ શુ કામ પપ્પા ?અવિકા એ આજીજી ભર્યા સ્વર માં પૂછ્યું.

કેમ કે મેં ના કહી, આટલું કહી અવિનાશ જતો રહ્યો.તે પોતાના કામ થી બે ચાર દિવસ બહારગામ ગયો હતો.

રાધિકા પણ સમજી નહતી શક્તિ કે કેમ અવિનાશ આવું કરે છે.

અવિનાશ ના મનાઈ ફરમાવાથી અવિકા ની હાલત સાવ મુરઝાય ગયેલા ફૂલ જેવી થઈ ગઈ ના તો તેના માં કોઈ ઉત્સાહ કે ના તો કોઈ કામ પ્રત્યે સભાનતા જાને કે તેના માં જીવ જ ના રહ્યો.

તે પાછો આવ્યો ત્યારે જોયું કે અવિકા સાવ જીવ વગર ની પૂતળી થઈ જેવી થઈ ગઈ છે.તેને રાધિકા ને અવિકા ની આવી દશા નું કારણ પૂછતાં પોતાની ડાન્સ પ્રત્યે ની મનાઈ જાણી તે અંદરથી ધ્રુજી ગયો, તે દોડી ને પોતાની દીકરી પાસે ગયો અને તરત જ બોલ્યો,

બેટા આજ થી તું ડાન્સ કરવા માટે મુક્ત ,કેમ કે હું નથી ઇચ્છતો કે ઇતિહાસ નું ફરી પુનરાવર્તન થાય.

આ સાંભળી અવિકા તેની સામે પ્રશ્નાર્થવદને જોઈ રહી.ત્યારે અવિનાશે પોતાના ખિસ્સા માંથી એક ફોટો કાઢી ને અવિકા ને બતાવી ને કહ્યું,

તું મારી અને રાધિકા ની પુત્રી નથી,તું મારી પુત્રી છે એ વાત સાચી પણ તારી મા એટલે મારી પ્રેમિકા મારી પ્રથમ પત્ની કાવ્યા!! તેને પણ ડાન્સ નો ખુબ જ શોખ પણ તેનો એ શોખ અમારા મિલન વચ્ચે દુશ્મન બની ગયો.તારા માં પણ એ જ ગુણ આવ્યા છે.તું પણ તારી મમ્મી ની જેમ જ શ્રેષ્ઠ ડાન્સર છે.અને મને તારા પર ગર્વ પણ છે. પરંતુ...આમ કહી અવિનાશે આગળ વાત વધારી.

કાવ્યા ને પણ તારી જેમ જ ડાન્સ નું ઘેલું,જો કે એને પ્રથમ વખત મેં ડાન્સ કરતા જોઈ ત્યારે જ હું એના પ્રેમ માં પડી ગયો હતો.એકવાર તેંને ડાન્સ કરતા કરતા પગ માં વાગી ગયું હતું,પગ માં લોહી ના ગાઠા થઈ જાવને લીધે ઓપરેશન કરવું પડે તેમ હતું.ડોક્ટર ની લાખ મનાઈ છતાં એ ડાન્સ ની પ્રેક્ટિસ કરતી,જેને કારણે પગ માં ગેગરીન વધતું ગયું અને અંતે તેનો જીવ ગુમાવ્યો.બસ આજ કારણથી મને ડાન્સ પ્રત્યે ધૃણા થઈ ગઈ.ત્યારે તું ફક્ત બે જ મહિના ની હતી અને પછી રાધિકા મારા આપડા જીવન માં આવી,જેને તને સગી મા થી પણ વિશેષ પ્રેમ આપ્યો.

અવિકા આ સાંભળી ને રાધિકા ને ભેટી પડી અને તેના પપ્પા ને વચન આપ્યું કે ક્યારેય પણ પોતાની હેલ્થ ને અવગણશે નહિ.અને તેના મમ્મી પપ્પા નું નામ ઉજાળશે. ત્યારબાદ તે ટોચ ની ડાન્સર બની...

✍️ આરતી ગેરીયા...