Dashing Superstar - 46 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-46


( એલ્વિસને આયાન અને કિઆરા મળી ગયા.આયાને એલ્વિસને જણાવ્યું કે શું બન્યું હતું ચા વાળાના ત્યાંથી ભાગ્યા પછી.કિઆરાએ ઘણીબધી ધમાલ કરી અને અંતે બધાથી બચવા તે લોકો રેઇન ડાન્સ પાર્ટીમાં ઘુસ્યા.)

આયાને ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું.

"રેઇન ડાન્સ પાર્ટીનો માહોલ એકદમ માદક હતો.યંગ કપલ્સ દારૂના નશમાં ધૂત થઇને એકબીજાની બાહોંમાં રોમેન્ટિક ગીત પર ઝુમી રહ્યા હતાં.અફકોર્ષ આર્ટીફિશ્યલ રેઇન ચાલું હતો.કિઆરા આ બધું જોઇને ભાવુક થઇ ગઇ.

એલ્વિસ સર,તમને ખબર છે પછીથી મને ખબર પડી કે તમને મિસ કરતી હતી.તમારી જોડે આ નકલી વરસાદમાં ભીંજાવવા માંગતી હતી.અમુક છોકરીઓ તેની પાસે આવી.તેણે ઇન્ડિયન ડ્રેસ પહેર્યો હતો જે પાર્ટીના ડ્રેસ કોડ વિરુદ્ધ હતો.તે છોકરીઓ કિઆરાને પોતાની સાથે લઇ ગઇ અને તેના કપડાં બદલાવીને આવી.

હું કિઆરાને તે શોર્ટ સ્કર્ટ અને સ્લિવલેસ ટોપમાં જોઇને આશ્ચર્ય પામ્યો.તે ખૂબજ સુંદર લાગી રહી હતી.હું તેને જોઇને બધું જ ભુલી ગયો.મેસ્મરાઇઝ થઇ ગયો.તેમાં એક ખૂબજ રોમેન્ટિક ગીત વાગ્યુ.કદાચ તે ગીત સાંભળીને કિઆરાને તમારી યાદ આવી કે શું થયું ખબર નહીં તે મને ખેંચીને તે વરસાદની નીચે લઇ ગઇ.

તે બધું જ ભુલાવીને ખૂબજ સુંદર રીતે નાચી રહી હતી.વગર પીધે મને નશો થઇ ગયો.તેની પાસે જઇને ડાન્સ કરતા હું મારી જાતને રોકી ના શક્યો.ખબર હતી મને કે તે મારી નથી તમારી છે છતાં પણ હું પણ બધું ભુલાવીને તેની સાથે ડાન્સમાં ખોવાઇ ગયો.

ગીત ખતમ થતાં તે મારી ખૂબજ વધુ નજીક આવી ગઇ.મે વિચાર્યું કે વાત બગડે અને પછી તે મારા હાથમાં પણ ના રહે તે પહેલા હું તેને ઘરે મુકી જઉં પણ કિઆરા તે મને ખેંચીને એક ખૂણામાં લઇ ગઇ.માર ગાલ પર ગરદન પર તેણે કિસ કરી.હું સત્બ્ધ થઇ ગયો અને બાધો થઇ ગયો.બોલતી બંધ થઇ મારી.તેના હોઠ મારા હોઠ તરફ આગળ વધી જ રહ્યા હતા કે તે બોલી,"આઇ લવ યુ એલ્વિસ,હું તમારા વગર નહીં જીવી શકુ."

તમને ખબર છે એલ્વિસ સર,આ બે વાક્યોએ મને મારા સપનાના રંગીન આકાશ માથી કડવી વાસ્તવિકતાની જમીન પર પટકી દીધો.તે મને એલ્વિસ સમજતી હતી.મને તે પાર્ટીમાં વધુ સમય રહેવું યોગ્ય ના લાગતા બહાર આવ્યો પણ પેલા બધાં હજીપણ અમને શોધતા હતા તો હું કિઆરાને લઇને તેનીપ્રિય જગ્યાએ આવી ગયો.અંતે તે બબળાટ કરતા સુઇ ગઇ.
એલ્વિસ સર,તમે ખૂબજ નસીબદાર છો.ચિંતા ના કરો બીજું કશુંજ નથી થયું."આટલું બોલતા બોલતા આયાને પોતાની આંખમાં આવેલા આંસુ નામના વણબોલાવેલા મહેમાનને લુછીને ભગાવી દીધાં.

એલ્વિસના હાથ અને દાંત ગુસ્સામાં ભીસાઇ ગયા હતાં.તેણે આયાનનો કોલર ગુસ્સામાં પકડ્યો પણ દુર રહેલા દાદુ,મિ.અગ્રવાલ અને વિન્સેન્ટનું ધ્યાન પોતાની તરફ હતું તે દેખાતા.તેણે કોલર સરખો કર્યો અને શાંતિથી કહ્યું," થેંક યુ આયાન...થેંક યુ ફોર એવરીથીંગ.બટ યુ નો વોટ સ્ટે અવે ફ્રોમ માય કિઆરા એટલે મારી અને માત્ર મારી કિઆરાથી દુર રહે.તેમા જ તારી ભલાઇ છે.આને વિનંતી સમજે તો વિનંતી અને ધમકી સમજે તો ધમકી.આમપણ હવે તમારું રીડીંગ વેકેશન પડવાનું છે તો તારા માટે બહુ અઘરું નહીં થાય કિઆરાથી દુર રહેવું."

"યસ ડેફીનેટલી.મને તમારી કિઆરામાં કોઇ રસ નથી.હા તે મારી કિઆરા હોત તો તમને બતાવી દેત.હા,હું રહીશ તમારી કિઆરાથી દુર પણ જો મારી કિઅારા તમારી પાસે દુઃખી થઇ કે તે તકલીફમાં આવી તો હું તમારી વચ્ચે પાછો જરૂર આવીશ.અત્યારે તો હું જઉં છું પણ આ વાત ભુલતા નહીં."આયાન નકલી હાસ્ય લાવતા બોલ્યો.

તે લોકો શ્રીરામ શેખાવત અને બીજા બધાં પાસે પાછા ગયાં.કિઅારાને થોડું થોડું ભાન આવી રહ્યું હતું.તેણે ખૂબજ ઉલ્ટી કરી તેણે કઇંક અસ્પષ્ટ બબળાટ કર્યો અને પાછી સુઇ ગઇ.

"થેંક યુ આયાન,મિત્ર તું ખૂબજ થાકેલો હોઇશ.મિ.અગ્રવાલ,મને લાગે છે આયાનને આરામની જરૂર છે.હું સુનિશ્ચિત કરું છું કે કિઆરાના કારણે તે ફરીથી મુશ્કેલીમાં નહીં મુકાય.મિ.અગ્રવાલ,મારો એક સુઝાવ છે કે તમે આયાનને થોડા દિવસ ફ્રેશ થવા માટે ક્યાંક મોકલો આમપણ તેની એકઝામ આવી રહી છે.તેને શાંતિથી વાંચી શકે તેવી શાંત જગ્યાએ મોકલી દો." એલ્વિસની વાતોમાં રહેલો કટાક્ષ ત્યાં ઊભેલા બધાં જ સમજી ગયાં.

મિ.અગ્રવાલ અને આયાન ત્યાંથી જતા રહ્યા.આયાને જતા પહેલા કિઆરાની સામે એક નજર જોયું.તે ખૂબજ ભાવુક થઇ ગયો.મિ.અગ્રવાલને કશુંજ ખબર નહતી પણ એટલું સમજી ગયા હતા કે તેમનો દિકરો તકલીફમાં છે.

તેમના ગયા પછી દાદુએ એલ્વિસ સામે જોતા કહ્યું,"ચલ એલ્વિસ,તારા ઘરે જઇએ.કિઅારાને આવી હાલતમાં હું જાનકીદેવી સામે નહીં લઇ જઇ શકું.હું તેમને ફોન કરીને કહી દઇશ કે હું અને કિઆરા મારા મિત્રના ઘરે રોકાઈ ગયા છીએ."

એલ્વિસે પોતાની હુડી કાઢીને કિઅારાને પહેરાવી અને ભીડની ચિંતા કર્યા વગર તેને ઊંચકીને ગાડી તરફ લઇ ગયો.લોકોની ભીડ કઇ સમજે કે વીડિયો બનાવે તે પહેલા તેને લઇને ગાડીની પાછળની સીટ પર બેસી ગયો.વિન્સેન્ટ ડ્રાઇવિંગ સીટ પર અને દાદુ તેની બાજુમાં બેસ્યા.એલ્વિસે કિઆરાને પોતાના આલિંગનમાં જકડીને રાખી હતી.તેની આંખમાં આંસુ હતાં.તે દાદુ અને વિન્સેન્ટની હાજરી અવગણીને વારંવાર તેના કપાળને ચુમતો હતો.કિઆરાના ચહેરા પર બેભાન અવસ્થામાં પણ એલ્વિસના સ્પર્શથી સ્માઇલ આવી ગઇ.

અંતે તે લોકો ઘરે પહોંચ્યાં.
"વિન્સેન્ટ,તું અને દાદુ રેસ્ટ કરો.હું કિઆરાને મારા બેડરૂમમાં સુવાડી દઉં છે.લઇ જઉંને દાદુ?ચિંતા ના કરો મારો કહેવાનો અર્થ છે કે..."એલ્વિસ બોલ્યો.શ્રીરામ શેખાવતે તેના ખભે હાથ મુક્યો.

"મારી વૃદ્ધ આંખો ખૂબજ પારખી છે.મને તારા પર પૂરો વિશ્વાસ છે પણ તેના કપડાં ભીના છે."દાદુએ કહ્યું.

"વિન્સેન્ટ,મીનામાસીને બોલાવી લેને ફટાફટ.કિઆરા બિમાર પડી જશે."એલ્વિસે કહ્યું.વિન્સેન્ટે મીનામાસીને ફોન લગાવ્યો પણ રાત ઘણી થઇ જવાના કારણે તેમણે ફોન ના ઉપાડ્યો.

દાદુ એલ્વિસની સામે જોઇને મર્માળ હસ્યા અને બોલ્યા,
"વિન્સેન્ટ,મારે કયા રૂમમાં આરામ કરાવનો છે મને બતાવી દેને.હવે મારી ઊંમર થઇ ગઇ છે વધારે સમય ઊભો નહીં રહી શકું.આરામ કરવો પડશે."

વિન્સેન્ટ દાદુને પોતાની સાથે ગેસ્ટ રૂમમાં લઇ ગયો.એલ્વિસ કિઆરાને પોતાના બે હાથોમાં ઊંચકીને પોતાના બેડરૂમમાં લઇ ગયો અને વિચારમાં પડી ગયો.

થોડા કલાકો પછી.....

કિઆરા એલ્વિસના ટીશર્ટ અને ટ્રેક પહેરીને શાંતિથી તેના બેડ પર સુઇ રહી હતી.અચાનક તેની આંખો ખુલી તેનું ગળુ સુકાઇ રહ્યું હતું.તે ઊભી થઇ બાજુમાં રાખેલી પાણીની બોટલમાંથી પાણી પીધું.તેનું માથું સખત ભારે હતું.બહાર ખૂબજ અંધારું હતું.તેને આછી પીળી લાઇટની રોશનીમાં પોતે ક્યાં છે તે જોયું.
"એલ્વિસનો બેડરૂમ?હું અહીંયા શું કરું છું?મારા કપડાં?આ તો એલ્વિસના ટ્રેક અને ટીશર્ટ છે.ઓહ આ મારું માથું."આટલું બોલી કિઆરાએ જોયું સામે સોફા પર એલ્વિસ ઘસઘસાટ સુતો હતો.તે ઊભી થઇ જમીન પર તેના કપડાં તેને દેખાયા.
"મે તો ડ્રેસ પહેર્યો હતો.શું બન્યું હતું?"તે એલ્વિસના સોફા પાસે જઇને બેસી.ઊંઘમાં એકદમ માસુમ લાગતા એલ્વિસને તેણે ક્યાંય સુધી જોયા કર્યું.તેના હાથ અનાયાસે તેના વાળમાં ફર્યા અને એલ્વિસ જાગી ગયો.તે કિઆરાને જોઇને ખુશ થઇ ગયો અને તેના ગળે લાગી ગયો.

"એલ્વિસ,મારું માથું દુઃખે છે અને આ મારા કપડાં?આ સ્કર્ટ?મે તો ડ્રેસ પહેર્યો હતો."કિઆરાએ માથું પકડીને પુછ્યું.

એલ્વિસે તેને બેસાડી અને તેના માથામાં માલીશ કરતા આજના દિવસમાં બનેલી બધી જ વાત કહી.કિઆરા ઊભી થઇ ગઇ.

"વોટ!મે આયાનને કિસ કરી?હે ભગવાન,આ મે શું કર્યું?હું તે ઉડિપી રેસ્ટોરન્ટ વાળાને નહીં છોડું."કિઆરા રડવા લાગી.
"કિઆરા,ઇટ્સ ઓ.કે.આ બધું મારા કારણે થયું છે."એલ્વિસે કહ્યું.કિઆરા તેનો હાથ છોડાવીને દુર ખૂણામાં જઇને રડવા લાગી.એલ્વિસ તેની પાછળ ગયો પણ કિઆરા તેનાથી દુર ભાગતી હતી.એલ્વિસે તેને માંડમાંડ પકડી.

"છોડો મને.મને મારા પર ખૂબજ ગુસ્સો આવે છે."કિઆરા બોલી.તે ફરીથી ભાગવા જતી હતી પણ એલ્વિસે તેને પકડી રાખી.

"પહેલા તો તને ભાગતા અટકાવવી પડશે.અમ્મ,હા તેના માટે એક આઇડિયા છે."એલ્વિસે કહ્યું.તેણે કિઆરાને પોતાની નજીક ખેંચી અને તેનું માથું પોતાના જેકેટમાં નાખી પસાર કર્યું.કિઆરા એલ્વિસની બાંહોમાં જકડાઇ ગઇ હતી અને છુટવા તરફડીયા મારતી હતી.

"શ..શ..શ..ચુપ,હવે મારી વાત સાંભળ.તારો કોઇ વાંક નથી.આ બધી ભુલ કિસ્મતની છે.તે તો આયાનમાં પણ નશાની હાલતમાં મને જ જોયો હતો.જે પણ થયું આઇ થીંક સારું થયું નહીંતર આટલો સરસ સમય આપણને રાત્રીના આ સમયે થોડી પસાર કરવા મળત.જે થાય છે તે સારા માટે થાય છે.આમાથી પણ કઇંક સારું જ થશે."એલ્વિસે કિઆરાની ફરતે પોતાના હાથ વીટાળ્યાં.કિઆરાએ આંખો બંધ કરીને પોતાનું માથું એલ્વિસની છાતી પર મુકી દીધું.

"મારા કપડાં ભીના હતા તો કોણે બદલાવ્યાં?"કિઆરાએ પુછ્યું.

જવાબમાં એલ્વિસે તેની સામે શરારતી સ્મિત આપતા આંખ મારી.કિઆરાનું મોઢું ખુલ્લું રહી ગયું.તેણે એલ્વિસના જેકેટમાંથી પોતાનું માથું કાઢીને મોઢું બીજી તરફ ફેરવી લીધું.

"તમે બહુ જબરા છો.આપણા લગ્ન નથી થયા હજી સુધી...પેલા દિવસે તો કિસ કરવાની ના પાડી દીધી અને આજે.....તમને શરમ નથી આવતી?"કિઆરા નકલી ગુસ્સા સાથે બોલી.

"અહં,બિલકુલ ના આવી.આંખો પર આ કાળી પટ્ટી લગાવીને બદલ્યા હોય તો ના આવે."એલ્વિસે નીચે પડેલી કાળી પટ્ટી બતાવી.

"શું કરતો? કોઇ ઓપ્શન જ નહતું.તને બિમાર થવા તે ભીના કપડાંમાં પણ નહતો છોડી શકતોને.ચલ,આટલા દિવસો પછી આપણને આવો સુંદર સમય મળ્યો છે.બહુ બધી વાતો કરવી છે તારી સાથે."એલ્વિસે કહ્યું.કિઆરાની આંખોમાં પોતાના પ્રેમ માટે માન વધી ગયું.એલ્વિસ અને કિઆરા બાલ્કનીમાં જમીન પર બેસી એકબીજાના આલિંગનમાં ખૂબજ સુંદર સમય પસાર કર્યો.તેમની વાતોમાં સવાર ક્યાંય પડી ગઇ ખબર જ ના પડી.દરવાજા પર નોક થયું અને તે બંને અલગ થયાં.

વિન્સેન્ટ અને દાદુ અંદર આવ્યાં.દાદુએકિઆરાના કપડાં બદલાયેલા જોયા સાથે નીચે જમીન પર કાળી પટ્ટી પડેલી જોઇ દાદુ સમજી ગયાં.તેમના ચહેરા પર સ્માઇલ આવી અને હાથ અનાયાસે એલ્વિસના માથા પર ફર્યો.

એલ્વિસે દાદુના પગે લાગીને આશિર્વાદ લીધા અને કહ્યું,"દાદુ,મને આશિર્વાદ આપો.જાનકીવીલમાં સૌથી મોટા તમે છો.તમારા નિર્ણય સર્વમાન્ય હોય છે.આજે હું કઇંક ખૂબજ મોટું કરવા જઇ રહ્યો છું.તમારા આશિર્વાદ હશે તો તે કરવામાં સરળતા રહેશે.

કિઆરા,હું જે પણ કરું છું.તે આપણા બંનેના સારા માટે જ છે."એલ્વિસે મક્કમ અવાજે કહ્યું.
વિન્સેન્ટ,દાદુ અને કિઆરા તેને આશ્ચર્યથી જોઇ રહ્યા હતાં.

શું આયાન આટલી સરળતાથી એલ્વિસ અને કિઆરાની જિંદગીમાંથી જતો રહેશે?
કિઆરા અને એલ્વિસના જીવનમાં આવેલી પ્રેમની ક્ષણો હંમેશાં રહેશે કે નવું કોઇ તોફાન આવશે?
શું કરવા જઈ રહ્યો છે એલ્વિસ?
જાણવા વાંચતા રહો.