Dashing Superstar - 47 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-47


(રેઇન ડાન્સ પાર્ટીમાં કિઆરા આયાનને એલ્વિસ સમજીને તેને કિસ કરવાની કોશિશ કરી હતી પણ આયાન તેને પોતાનાથી દુર કરી દીધી.એલ્વિસે આયાનને કિઅારાથી દુર રહેવાની ધમકી આપી.એલ કિઆરાને પોતાના ઘરે લઇ ગયો.તેણે કઇંક નિર્ણય લીધો,શું છે તે ?)

"એલ્વિસ,મારો આશિર્વાદ તારી અને કિઆરાની સાથે જ છે પણ તું શું કરવા માંગે છે?"શ્રીરામ શેખાવતે પુછ્યું.કિઆરા અને વિન્સેન્ટના ચહેરા પર પણ આ જ સવાલ હતો.

"દાદુ,હું અને કિઆરા એકબીજાને પ્રેમ કરીએ છીએ."એલ્વિસે દાદુને તે વાત જણાવી જે તેમને તેમના કહ્યા વગર જ ખબર હતી.કિઆરા થોડીક શરમાઇ ગઇ.દાદુએ કિઆરાનો હાથ એલ્વિસના હાથમાં મુક્યો અને કહ્યું,"મને ખબર છે."

"દાદુ,જે ગઇકાલે થયું તે સ્વાભાવિક હતું કેમ કે કિઆરાને કોઇ જ ઓળખતું નથી.લોકોને નથી ખબર કે કિઆરા મારું જીવન છે અને જીવન જીવવાનું કારણ છે.તો મે નિર્ણય લીધો છે કે હું મારા આ સંબંધને જગ જાહેર કરીશ એટલે કે મારા રિલેશનશીપ સ્ટેટ્સને સિંગલમાંથી કમીટેડ કરીશ.હું સોશિયલ મીડિયા પર લાઇવ થઇને મારા રીલેશનશીપને જાહેર કરીશ."એલ્વિસે કહ્યું.કિઆરા આશ્ચર્ય પામી જ્યારે દાદુના ચહેરા પર ચિંતાના વાદળો હતાં.

વિન્સેન્ટ આઘાત પામ્યો.તેના ચહેરા પર ચિંતા અને ગુસ્સો સાફ દેખાતો હતો."એલ,તને ખબર છે કે તું શું બોલી રહ્યો છે?તે વિચાર્યું છે કે કિઆરાનું જીવન કેટલું મુશ્કેલ બની જશે?તારી આ જાહેરાત પછી તે એક સેલિબ્રીટી બની જશે.પાપારાઝી,મીડિયા અને તારા ફેન્સ તેની પાછળ પડી જશે.તેની પર્સનલ લાઇફ પર્સનલ નહીં રહે પછી.આટલો મોટો નિર્ણય તું તેને પુછ્યા વગર કઇ રીતે લઇ શકે?"વિન્સેન્ટના અવાજમાં ગુસ્સો સાફ દેખાતો હતો.

"એલ,હું તમને પ્રેમ કરું છું.તમારા સ્ટેટ્સ કે તમારા શોહરતને નહીં.મને કોઇ સેલિબ્રીટી નથી બનવું.બસ તમારા હ્રદયની રાણી બનવું છે.તમારી સાથે રહેવું છે,તમારી સાથે સુંદર સમય પસાર કરવો છે.પ્રેમના જે અહેસાસથી હું ભાગી રહી હતી તેને મનભરીને માણવો છે."કિઆરાએ એલ્વિસનો હાથ પકડીને કહ્યું.

"મારી પાસે એક ઉપાય છે જેનાથી એલ્વિસની ઇચ્છા પણ પૂરી થશે અને વિન્સેન્ટ -કિઆરાની વાત પણ રહી જશે.તે પહેલા તારે કોઇ ખાસ વ્યક્તિ પાસેથી પરવાનગી લેવી પડશે." શ્રીરામ શેખાવતે કહ્યું.

"તે કોણ?" બધાંએ એકસાથે પુછ્યું.

જવાબમાં એક સ્મિત ફરકાવીને શ્રીરામ શેખાવતે પોતાનો મોબાઇલ કાઢ્યો અને કોઇને વીડિયો કોલ લગાવ્યો.

"મોમ!"કિઆરા ખુશીથી ઉછળતા બોલી.

"એલ,મારી ત્રણ પુત્રવધુઓ છે સૌથી નાની કિનારા ધ દબંગ એ.સી.પી,પછી શિવાની તે જર્નાલિસ્ટ છે અને સૌથી મોટી અને સૌથી વધુ ડાહી અને સમજદાર શિના એટલે કે તારી ફ્યુચર સાસુમા.તમારા આ મેડમે આ વાત મારા સિવાય ઘરમાં કોઇને નથી જણાવી.તો આ શુભ વાત તું જ તેને જણાવી દે અને તેની પરવાનગી પણ લઇ લે."શ્રીરામ શેખાવતે કહ્યું.

સાસુમાનું નામ પડતા જ ઉત્સાહિત એલ્વિસ નર્વસ થઇ ગયો.
"મારે પણ વાત કરવી છે મોમ સાથે."કિઆરા ઉછળતા બોલી.

"ના,એલ અને શિનાની વાતમાં વચ્ચે કોઇ નહીં આવે.આમપણ આ ઘરમાં તેની થવાવાળી માલકિન અને તેના દાદાના સ્વાગતમાં મહારાજે શું ખાસ નાસ્તો બનાવ્યો છે.તે જોઇએ તો ખરા.ચલ વિન્સેન્ટ."દાદુ આટલું કહીને કિઆરા અને વિન્સેન્ટને નીચે લઇ ગયાં.

એલ્વિસ ખૂબજ નર્વસ હતો.થોડીક રીંગ વાગ્યા પછી ફોન ઉપડ્યો.એક ખૂબજ સુંદર મહિલા સામેની તરફ હતી.શિનાએ ગ્રીન કલરની બંધેજ સિલ્કની સાડી પહેરી હતી.તેના વાળ ખુલ્લા હતાં.એલ્વિસ તેમને જોઇને જ કિઆરાની સુંદરતાનું રહસ્ય સમજી ગયો.

"નમસ્તે પપ્પાજી."શિના બોલતા તો બોલી ગઇ પણ સામે અજાણ્યા યુવાનને જોઇને ચુપ થઇ ગઇ.

"નમસ્તે,હું એલ્વિસ બેન્જામિન.દાદુ અને કિઆરા અહીં જ છે.દાદુએ મને તમારી સાથે વાત કરવા કહ્યું."એલ્વિસે કહ્યું.

"એલ્વિસ બેન્જામિન,ન‍ામ ક્યાંક સાંભળેલું લાગે છે પણ પપ્પાજીએ તમને મારી સાથે વાત કરવા કેમ કહ્યું?"શિનાએ પુછ્યું.

"મમ્મીજી,હું બોલીવુડ કોરીયોગ્રાફર છું.બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકડેમીનો ઓનર,કાયના મારી સાથે કામ કરે છે."એલ્વિસે કહ્યું.

"ડેશિંગ સુપરસ્ટાર!?"શિના આશ્ચર્યસહ બોલી.
"યસ."એલ્વિસ હસી પડ્યો.
અચાનક એલ્વિસે પોતાને કહેલું સંબોધન યાદ આવ્યું અને તે ગંભીર થઇ ગઇ.
"એક્સક્યુઝ મી,તમે મને મમ્મીજી કેમ કહ્યું?"શિનાએ પુછ્યું.

"અમ્મ,હું અને કિઆરા....અમ્મ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ.અમે એકબીજા વગર નહીં જીવી શકીએ.કિઆરા તમને નહીં જણાવ્યું હોય કેમ કે અમે મળ્યા ત્યારથી ઘટનાઓ જ એવી બની.પ્લીઝ,તમે તેનાથી નારાજ ના થતાં."એલ્વિસની વાત સાંભળી શિના આઘાત પામી.
"વોટ!?માય બેબી ઇઝ ઇન લવ?"શિના બોલી.તેની આંખમાં આંસુ હતાં.એલ્વિસે તેમની પહેલી મુલાકાતથી લઇને અત્યાર સુધીની બધી જ વાત જણાવી,ગઇકાલ રાતની વાત સાથે.
શિનાની આંખમાં ખુશીના આંસુ હતાં.
"વાઉ!તમારી પ્રેમકહાની તો બિલકુલ ફિલ્મી લવસ્ટોરી જેવી છે.એકશન,ડ્રામા,કોમેડી,ઇમોશન્સ સાથે.આઇ એમ સો હેપી ફોર માય બેબી.
એક વાત તો માનવી પડશે.કિઆરાની ચોઇસ એકદમ એ વન છે.લવ શેખાવત,મારા પતિ અને કિઆરાના ડેડ ખૂબજ હેન્ડસમ છે.તમને ખબર છે તે નાની હતીને ત્યારે હંમેશાં કહેતી કે મમ્મી મારો હસબંડ તારા હસબંડ કરતા વધુ હેન્ડસમ હશે.તેણે કરીને બતાવ્યું.
એલ્વિસજી,તેની નાની આંખોએ તે વખતે ખૂબજ સુંદર અને લાગણીસભર સપનું જોયું હતું.જે ખૂબજ ખરાબ રીતે તુટ્યું તેની માના તુટેલા અને વિખરાયેલા લગ્નજીવનને જોઇને જેમજેમ તે મોટી થઇ.પ્રેમ,વિશ્વાસ અને લગ્ન નામના સંબંધને ધિક્કારવા લાગી.મને આજે કેટલી ખુશી થાય છે તે હું તમને જણાવી નહીં શકું.થેંક યુ.તે નાનપણ વાળી કિઆરાને પાછી લાવવા.

એલ્વિસજી,તમે બેશક તમારા અને કિઆરાના સંબંધને જાહેર કરી શકો છો.મારા તરફથી મારી દિકરીની ખુશીમાં જ મારી ખુશી છે અને પપ્પાજીએ જો તમને ગ્રીન સિગ્નલ આપ્યું હોય તો મારે કઇ જોવા જેવું જ ના હોય.એલ્વિસજી,તેને સંભાળી લેજો.તે બહારથી ભલે એકદમ ઠીક દેખાતી હોય પણ તે ઠીક નથી.મે અહીંના ભારે વાતાવરણથી દુર રાખવા તેને મુંબઇ મોકલી અને સારું જ થયું કે તેને મુંબઇ મોકલી હવે તમે તેની સાથે છો.બસ તેનું ધ્યાન રાખજો."શિનાએ ભીની આંખો સાથે કહ્યું.
"થેંક યુ મમ્મી.તમે ચિંતા ના કરો.કિઆરા મારી જાન છે."એલ્વિસે કહ્યું.

તેટલાંમાં કિઆરા,દાદુ અને વિન્સેન્ટ ત્યાં આવ્યાં.

"મોમ."કિઆરા બોલી.

"કિઆરા,હું તારાથી ખૂબજ નારાજ છું અને તું ચેલેન્જ જીતી ગઇ."શિના બોલી.

"મોમ,શું થયું?"

"તે મને કશુંજ કહ્યું નહીં તારા એલ્વિસ વિશે તેના માટે નારાજ છું.તારા વાળો મારા વાળા કરતા વધુ હેન્ડસમ છે.યાદ છે તું નાની હતી ત્યારે શું કહેતી હતી?"શિનાએ કિઆરાને હેરાન કરતા કહ્યું.

"મોમ,હું પછી વાત કરીશ તારી સાથે.બાય."કિઆરાએ શરમાઈને ફોન કાપી નાખ્યો.

દાદુએ એલ્વિસને કઇંક કહ્યું.એલ્વિસ સોશિયલ મીડિયામાં લાઇવ આવ્યો.તેણે કિઆરાનો હાથ પકડીને રાખ્યો હતો પણ તેનો ચહેરો ના દેખાડ્યો.થોડીક જ વારમાં તેને ફોલો કરતા મીલીયન્સ ફોલોઅર્સ જોડાઇ ગયા તે લાઇવમાં.

"હેલો ફ્રેન્ડ્સ અને ફેન્સ.

હાઉ આર યુ? વેરી ગુડ મોર્નિંગ...આજની આ મોર્નિંગ ખરેખર એક ગુડ ન્યુઝ સાથે આવી છે.યોર ડેશિંગ સુપરસ્ટાર ઇઝ નો મોર સિંગલ.યસ આઇ એમ ઇન લવ.મેડલી ડિપલી એન્ડ ટ્રુલી ઇન લવ.શી ઇઝ ધ લવ ઓફ માય લાઇફ."
આટલું કહીને એલ્વિસે કેમેરા સામે માત્ર કિઆરાનો હાથ બતાવ્યો.તેણે કેમેરા સામે કિઆરાનો હાથ ચુમ્યો.કિઆરા ખૂબજ ભાવુક થઇ ગઇ.

"હું મારા તમામ ફેન્સ,પાપારાઝી અને મીડિયાને રીકવેસ્ટ કરીશ કે મારી અને મારી જાનની પ્રાઇવસીને માન આપશો.અમને અમારા જીવનનો આ અમુલ્ય સમયગાળો એકાંતમાં ગાળવા દેશો.થેંક યુ."આટલું કહીને એલ્વિસે તે લાઇવ સેશન બંધ કર્યું.થોડીક જ વારમાં આ સમાચાર આગની જેમ ઇન્ટરનેટમાં ફેલાઇ ગયાં.તમામ સોશિયલ મીડિયા માધ્યમમાં આ જ સમાચાર હતાં.ટીવી પર ન્યુઝ ચેનલમાં પણ આ સમાચાર બ્રેકિંગ ન્યુઝ તરીકે આવી ગયાં.

"તો અમે જઇએ?"દાદુએ કહ્યું.

"દાદુ,ડ્રાઇવર તમને મુકી જશે.કિઆરા,મારી સાથે જ રહેશે."એલ્વિસે કહ્યું.

"એલ્વિસ,સાંજે તેને સમયસર ઘરે મુકી જજે કેમ કે હજી જાનકીદેવીને આ વાત માટે,આ સંબંધ માટે મનાવવાના છે.તેમણે ગઇકાલથી તેમની લાડલીને નથી જોઇ.તે બેચેન થઇ જશે."દાદુ આટલું કહીને જતા રહ્યા.

"કિઆરા,તું આજે મારી સાથે જ સેટ પર આવી રહી છો.હું મારા મિત્રો અને કલિગ્સ સામે તને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું.નમિતા ગરેવાલ આવતા જ હશે,તે તને તૈયાર કરશે."એલ્વિસે કહ્યું.

"નમિતા ગરેવાલ,પેલા પ્રખ્યાત ફેશન ડિઝાઇનર?"કિઆરાએ આશ્ચર્યસહ પુછ્યું.

"યસ માય સ્વિટહાર્ટ.ફેશન ઇન્ડસ્ટ્રીના નંબર વન નમિતાજી.હિયર શી ઈઝ."એલ્વિસે કહ્યું.નમિતા ગરેવાલ આવ્યાં.

"કોન્ગ્રેચ્યુલેશન્સ એલ ડાર્લિંગ,કોણ છે તે લકી વન?"નમિતા ગરેવાલે પુછ્યું.

"હિયર શી ઇઝ.કિઆરા,માય લવ .....માય લાઇફ.આજે તેને હું મારા ઇન્ડસ્ટ્રીના મિત્રોને મળાવવા માંગુ છું.નમિતા,તે ખૂબજ સુંદર છે બસ હું ઇચ્છું છું કે તું તેને તેવી રીતે તૈયાર કરે કે તેની સુંદરતા વધુ ખીલી ઉઠે."એલ્વિસે કહ્યું.

નમિતા ગરેવાલે કિઅારા સાથે હાથ મિલાવ્યો.તેને પોતાની આસિસ્ટન્ટ સાથે જવા કહ્યું.
"એલ,તે બહુ જ નાની છે.મને લાગે છે કે તે તારા કરતા દસ બાર વર્ષ નાની હશે.આર યુ શ્યોર?"તેણે પુછ્યું.જેબહાર જતી કિઆરા સાંભળી ગઇ.તે દુઃખી થઇ ગઇ.જે એલ્વિસને દેખાઇ ગયું.

"ના ઉમ્ર કી સીમા હો...ના જન્મો કા હો બંધન
જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન..
કરેક્ટ નમિતા?શી ઇઝ ધ વન.આઇ એમ લકી કે તે મારા જીવનમાં આવી છે.નાઉ પ્લીઝ અમને મોડું થાય છે."એલ્વિસે કહ્યું.એલ્વિસની વાત સાંભળીને કિઆરાના ચહેરા પર સ્મિત આવી ગયું.
નમિતા અને તેની આસિસ્ટન્ટ કિઆરાને લઇને જતી રહી.

તેના ગયા પછી વિન્સેન્ટ એલ્વિસ પાસે આવ્યો અને તેને તૈયાર થવામાં મદદ કરવા લાગ્યો.
"એલ,તે તારા પ્રેમને તારી પાસે રાખવા એક પગલું તો ઉઠાવી લીધું પણ તે હંમેશાં અને સતત તારી પાસે રહે તેવો એક ઉપાય મારી પાસે છે."વિન્સેન્ટે કહ્યું.

"તે શું છે?"એલ્વિસે પુછ્યું.

"તું અને કિઆરા લગ્ન કરી લો.મેરી હર."વિન્સેન્ટે કહ્યું.એલ્વિસ તેની વાત સાંભળીને આશ્ચર્ય પામ્યો.

શું જાનકીદેવી કિઆરા અને એલ્વિસના સંબંધ માટે માનશે?
શિનાનો સાથ અને આશિર્વાદ મળી ગયા છે એલને પણ શું થશે જ્યારે આ વાત લવ શેખાવત જાણશે?
કેવું થશે સેટ પર કિઆરાનું સ્વાગત?શું થશે સેટ પર?
જાણવા વાંચતા રહો.