Feel the love with my music books and stories free download online pdf in Gujarati

કરો લવ ને ફીલ દિલ નું સંગીત

 

"યુહી નહિ તુઝ પે દિલ યે ફિદા હૈ... સબસે તું અલાયદા સબ સે જુદા હૈ!" એક મધુર અવાજમાં રાગિણી એ ગાવા માંડ્યું.

"અરે વાહ..." રાજેશ એ કહ્યું.

"ના મુમકિન તુઝ સા કોઈ ચહેરા મિલ પા ના! દિલ મેરા ચાહે જબ ભી તું આયે તુઝસે મેં કહે દુ વાપસ ના જાના!" રાગિણી એ ગાવાનું ચાલુ જ રાખ્યું.

"વાઉ! બહુ જ સરસ હો!" રાજેશ એ કહી જ દીધું!

"થેક યુ! સો મચ..." રાગિણી એ પાસે જ હીંચકે ઝૂલી રહેલ રાજેશને કહ્યું.

એવું બિલકુલ નહોતું કે તેઓ એકલા જ એ હીંચકે ઝૂલી રહ્યા હતા! ત્યાં બીજા પણ બધા દોસ્તો પણ હતા... પણ તેઓ તો એકબીજા પાસે જ મશહૂર હતા! હા બાકીના બંને માટે આ બંને અહીં આવ્યા હતા! ઘર રાગિણી નું જ હતું... રીના એની ફ્રેન્ડ હતી તો ઋત્વિક એણે મળવા રાજેશ સાથે આવ્યો હતો!

રીના અને ઋત્વિક તો એકમેકને ગળે મળીને નજાને કઈ કઈ વાતો કરી રહ્યા હતા! તો આ બાજુ આ બંને બોર થઈને ગીતો ગાવા લાગ્યા હતા!

"તમારો અવાજ બહુ જ મસ્ત છે..." રાજેશ એ કહી જ દીધું...

"ના... એ તો ખાલી ગાવામાં મજા આવે!" એણે થોડું શરમાતા અને હસતા કહ્યું.

"પેલું ગુજરાતી સોંગ ગાઓને વ્હાલમ આવો ને... આવો ને!" એણે થોડું ગાઈને કહ્યું.

"ઓહ વાઉ! એ તો મારું ફેવરાઈટ સોંગ છે!" એણે એકસાઇટેડ થઈને કહી તો દીધું પણ હવે એ ગાવું પડશે એ જાણીને એણે વાત બદલી, "પણ મને ગાતા તો નહિ જ ફાવતું!" પણ એનાથી હસી જવાયું!

"પ્લીઝ!" રાજેશ એ એટલા પ્રેમથી અને પ્લીઝ ને લાંબો કરીને કહ્યું તો એણે ગાવું જ પાડ્યું!

"હું મને શોધ્યા કરું, પણ હું તને પામ્યા કરું તું લઈ ને આવે લાગણી નો મેળો રે! સાથ તું લાંબી મજલ નો સાર તું મારી ગઝલ નો તું અધૂરી વાર્તા નો છેડો! મીઠડી આ સઝા છે... દર્દો ની મજા છે! તારો વિરહ પણ લાગે વ્હાલો રે... વ્હાલમ આવો ને આવો ને વ્હાલમ આવો ને આવો ને માંડી છે લવની ભવાઈ તા થૈયા થૈયા તા થૈયા થઈ! કેવી આ દિલની સગાઈ કેવી આ લવની ભવાઈ! તા થૈયા થૈયા તા થૈયા થઈ!" એણે ગાતા ગાતાં જ ઘણું બધું યાદ આવી રહ્યું હતું. શબ્દે શબ્દે એ ખુદને ફીલ કરી રહી હતી. પુરાણી બધી વાતો યાદ આવી જતા એની આંખો અશ્રુથી ભરાઈ ગઈ!

"ઓય પાગલ... ગાતા ગાતા આમ અચાનક શું થઈ ગયું તને?!" રાજેશે પૂછ્યું.

"મને યાદ આવી ગયું, બધું... કેવી રીતે હું એક વ્યક્તિને લવ કરતી હતી અને એણે મને છોડી દીધી!" રાગિણી એ સ્પષ્ટતા કરી.

"તારાં જેવી ને કોણ છોડી શકે?!" રાજેશે આશ્ચય હતો કે એ રાગિણી થી ઇમ્પ્રેસ થઈ ગયો હતો, એ ખુદ રાગિણી જ ના સમજી શકી!

"સારું... સારું... સારું... તું, તારી વાતો અને તારો લવ! મારાથી કંઈ પણ ના કહી શકાય ને?!" એણે ખુદને નીચો ગણાવી કહ્યું.

રાગિણી બસ એણે એકધારી નજરે જોઈ જ રહી, જાણે કે એણે એના ચહેરામાં કોઈ ભાવ જોવો હોય!

"ચાલ હું એક સોંગ ગાઉં..." કહીને એણે પણ ગાવા માંડ્યું - "કાશ તું મેરે હક મેં હોતા... બન કે યકીન શક મેં હોતાં... પર એસા હુઆ નહિ... તું હૈ મિલો દૂર કહી... તેરે સંગ પલ દો પલ કો હસના જો ચાહા તો... રૂલા કે ગયા ઇશ્ક તેરા... કે માને નહિ દિલ યે મેરા... કૈસે ચૂપ મેં કરાવું વેં.." ગાતા ની સાથે એની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગ્યા.

"રાજેશ... પ્લીઝ ડોન્ટ ક્રાઇ!" એણે એવી જ રીતે પ્લીઝ કહેલું જેમ રાજેશે એણે કહેલું તો એણે આંસુ રોકવા જ પડ્યા.

હવેનું સોંગ જે રાગિણી ગાવાની હતી એના શબ્દો સાંભળીને રાજેશ ખુશ થઈ જવાનો હતો... રાગિણી એ ગાવાનું શુરૂ કર્યું - "શાયદ જો મે કહે શકું ના તુમકો કહે બીના સમજ લો તુમ શાયદ... જો તુમ ના હો... રહેંગે હમ નહિ... ના ચાહીયે કુછ તુમસે જ્યાદા... તુમસે કમ નહિ!"

રાજેશ એની મૂંઝવણ દૂર કરવા કઈ પૂછે એ પહેલા તો રાગિણી એ પહેલા જ કહી દીધુ... "મારો કોઈ એક્સ નથી... એ તો હું મસ્તી કરતી હતી! આઈ એમ સોરી!"

"હશે પણ...  મારે શું?! આઈ ડોન્ટ કેર!" રાજેશે રોષ વ્યક્ત કર્યો.

"સોરી... સોરી... સોરી... બચ્ચે કી લોગે જાન ક્યાં?! સોરી... સોરી... સોરી... પકડે દૌનો કાન ક્યાં!" એણે ગાયું અને એના હાથને કાન પર લગાવ્યા તો રાજેશે માનવું જ પડ્યું!

"એક તું હી યાર મેરા... મુઝકો ક્યાં દુનિયા સે લેના..." એણે ગાવા માંડ્યું તો રાગિણી નો રાગ અને અવાજ પણ એમાં સામેલ થઈ ગયા.

આમ એ હીંચકા પર સાવ નવું જ એક બીજું પ્રેમી યુગલ (કપલ) પણ બની ગયું...