Tha Kavya - 64 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૪

કાવ્યા પૃથ્વી પર જવા નીકળે છે તે પહેલાં ગુરુમાં ની પરવાનગી લઈને જવું તેને યોગ્ય લાગી રહ્યું હતું. એટલે કાવ્યા મહેલની અંદર ગુરુમાં ધ્યાનમાં બેઠા હતા ત્યાં પહોંચી અને જોયું તો ગુરુમાં હજુ ધ્યાનમાં બેઠા હતા. કાવ્યા ધ્યાનમાં બેઠેલા ગુરુમાં ને જગાડવા માંગતી ન હતી એટલે હાથ જોડીને ગુરુમાં સામે બોલી.
પ્રણામ ગુરુમાં.
એક અગત્યનું કામ આવી ગયું છે એટલે હું પૃથ્વી લોકમાં જાવ છું. મારી કોઈ ભૂલ થાય તો ક્ષમા કરશો. આટલુ કહીને કાવ્યા ત્યાંથી નીકળી ગઈ.

ઉડતી ઉડતી કાવ્યા પૃથ્વી લોકમાં પહોંચી. પહેલા વિચાર એ આવ્યો કે ઘણા સમયથી હું મારા મમ્મી પપ્પા ને મળી નથી. મને તેમની યાદ તો આવે છે તે પણ મને યાદ કરતા હશે એટલે પહેલા ઘરે જઈને મમ્મી પપ્પાને મળી લવ પછી વસ્ત્રાપુર જવા નીકળું.

કાવ્યા તેમના શહેરમાં આવી આકાશમાં ઉડતી વખતે તે પોતાનું આખું શહેર નિહાળી રહી હતી. તેની નજર સામે તેની સ્કૂલ, કોલેજ અને ગાર્ડન નજરે આવી રહ્યા હતા ને પોતાનું બાળપણ અને યુવાની ની યાદ અપાવી રહી હતી.

ધીરે ધીરે કાવ્યા તેના ઘરે પહોંચી.
વિકાસભાઈ અને રમીલાબેન ઘરની અંદર કાવ્યાની વાતો કરી રહ્યા હતા.
આપણી દીકરી કાવ્યા તો પરીઓના દેશમાં રહેતી હશે. પણ શું તેમને આપણી યાદ આવતી નહિ હોય. હજુ તો બંને વાતો કરી રહ્યા હતા ત્યાં દરવાજેથી કાવ્યાને આવતી જોઈ.

સફેદ વસ્ત્રો, માથા પર હીરા જડિત મુગટ, હાથમાં છડી અને કાવ્યાના શરીર પર દિવ્ય પ્રકાશ જોઈને વિકાસભાઈ અને રમીલાબેન કાવ્યા ને જોઈને સ્તબ્ધ થઈ ગયા.

કાવ્યા ધીરે ધીરે તેમની પાસે આવી અને બેધ્યાન થયેલા તેમના માતા પિતાને જગાડી ને કાવ્યા તેમના ગળે વળગી ગઈ.

ઘણા સમય પછી કાવ્યાને જોઈ હતી એટલે વિકાસભાઈ અને રમીલાબેનની આંખમાં આશુ આવી ગયા. એકબાજુ હરખના હતા અને બીજી બાજુ વિરહનાં. પણ ચહેરા પર ખુશી તો દેખાઈ રહી હતી. અંદરથી ગર્વ અનુભવી રહ્યા હતા. કે મારી દીકરી પરી બની ગઈ છે.

કાવ્યાને પાસે બેસાડીને વિકાસભાઈ અને રમીલાબેન વ્હાલ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા. હવે તું એમને છોડીને પરીઓના દેશમાં જઈશ નહી.

કાવ્યા આશ્વાસન આપતી કહે છે. પપ્પા, મમ્મી હું ભલે પરીઓના દેશમાં રહું પણ મારો વાસ તો તમારા દિલમાં છે. તમે જ્યારે યાદ કરશો ત્યારે હું તમારી સામે હાજર થઈ જઈશ.

ભલે બેટા તુ જ્યાં રહે ત્યાં, અમે તો તને ખુશ જોવા માંગીએ છીએ.
કાવ્યાના માથા હાથ ફેરવતા વિકાસભાઈ બોલ્યા બેટા. એમને એ તો કહે કે પરીઓનો દેશ કેવો હોય છે.

હસતા ચહેરે કાવ્યા પરીઓના દેશમાં વિશે તેમના માતા પિતા ને કહે છે. કાવ્યાના મોઢે થી પરીઓના દેશ વિશે જાણી ને બહુ ખુશ થયા. બેટા આ પરીઓ નો દેશ નહિ પણ સ્વર્ગ કહેવાય. મને ખુશી થઈ કે તું એક સ્વર્ગમાં રહે છે. ફરી કાવ્યાના ગળે વળગીને વિકાસભાઈ બોલ્યા.

હા પપ્પા હું સ્વર્ગમાં જ રહું છું. પણ આ પૃથ્વી પણ સ્વર્ગ સમાન છે પપ્પા. આમ ત્રણેય મોડે સુધી વાતો કરી અને મોડી રાત થઈ એટલે પોત પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. કાવ્યા ઘણા દિવસો પછી તેના રૂમમાં આવી હતી એટલે તેને જૂની યાદો તાજા થઈ. અને આ યાદમાં ખોવાઈ જઈને તે પણ સૂઈ ગઈ.

સવાર થતાં કાવ્યા તેમના માતા પિતાની રજા લઈને વસ્ત્રાપુર જવા નીકળે છે. પણ વિકાસભાઈ અને રમીલાબેન કાવ્યાને ઘરેથી જવા માટે પરવાનગી આપતા નથી. તે કાવ્યા ને વિનંતી કરે છે કે તું હજુ કાલે આવી છો થોડા દિવસ અમારી સાથે રહે.

કાવ્યા મમ્મી, પપ્પા ને આશ્વાસન આપે છે અને કહે છે. પપ્પા, મમ્મી એક અગત્યનું કામ મારે કરવું પડે તેમ છે એટલે મારે અત્યારે જવું પડે તેમ છે. થોડા દિવસ પછી હું ફરી તમને મળવા આવીશ. આટલું કહીને કાવ્યા મમ્મી પપ્પાને ભેટીને રજા લઈને વસ્ત્રાપુર જવા નીકળે છે. ભીની આંખોએ કાવ્યાને વિકાસભાઈ અને રમીલાબેન જોતા રહી જાય છે.

કાવ્યા ઉડીને વસ્ત્રાપુર આવે છે. ઉડતી વખતે તે કાવ્યા વસ્ત્રાપુરને નિહાળતી નિહાળતી મહેલને શોધી રહી છે. આ શહેરમાં મોટા મોટા ગાર્ડન અને તળાવો આવેલા હતા. આખું શહેર જોઈ વળી પછી તેની નજર એક મહેલ પર પડી. કાવ્યા સમજી ગઈ કે આજ એ મહેલ છે જ્યાં જીતશિહ અને વિરેન્દ્રસિંહ રહે છે.

કાવ્યા મહેલમાં કેવી રીતે દાખલ થાશે.? અને રીંગ મેળવવા માટે કાવ્યા શું કરશે તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..