Tha Kavya - 65 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૫


કાવ્યા વસ્ત્રાપુર શહેરમાં આવેલ મહેલ પાસે પહોંચી. મહેલ ઘણો મોટો અને ભવ્ય હતો. એટલે જોતા લાગે કે પરવાનગી વગર મહેલની અંદર પ્રવેશ કરી શકાય નહિ.

મહેલના મુખ્ય દરવાજા પાસે ઊભી રહીને કાવ્યા વિચારવા લાગી કે મહેલની અંદર કેવી રીતે દાખલ થવું. જો અદ્રશ્ય રૂપમાં દાખલ થઈશ અને વિરેન્દ્રસિંહ પાસે પહોંચીશ તો તે કઈક બીજું સમજ છે અને મને ત્યાંથી કાઢી પણ મૂકશે. અને જો સાદા રૂપમાં પરવાનગી લઈને જઈશ તો મારી વાત પર કોઈ ધ્યાન પણ નહિ આપે. અને ગરીબ સમજીને મહેલ બહાર કાઢી પણ મૂકે. શું કરવું તે કાવ્યાને સમજમાં આવી રહ્યું ન હતું.

ઘણા વિચાર કર્યા પછી કાવ્યાએ નિર્ણય કર્યો. કે હું પહેલા જેવી કાવ્યા હતી તે બનીને પરવાનગી લઈને મહેલમાં દાખલ થાવ ને વિરેન્દ્રસિંહને મળીને તેમની પાસે રીંગની માંગણી કરું. કદાચ મને રીંગ મેળવવામાં સફળતા નહિ મળે તો કોઇ બીજો રસ્તો કાઢીશ.

હજુ તો કાવ્યા મહેલના દરવાજા પાસે પહોંચે તે પહેલાં દરવાજો ખૂલે છે. કાવ્યા એકબાજુ ઉભી રહીને મહેલ માંથી કોણ બહાર આવે છે તે જોવા લાગી. દરવાજો પૂરો ખુલ્યો એટલે એક રોડ્સ રોયલ બ્લેક કલરની કાર બહાર આવી. કાર ધીરે ધીરે મહેલમાંથી બહાર આવી રહી હતી. જેવી કાર કાવ્યા પાસેથી પસાર થઈ તો તેમાં એક કુંવર હતા. કાવ્યા તે કુંવર વિરેન્દ્રસિંહ લાગ્યા. કેમકે જ્યારે કાવ્યાની નજર કુંવર પર પડી તો તેના ચહેરાની સાથે તેના હાથ પર પડી હતી અને હાથની એક આંગળી પર મહેક પરીએ જે રીંગની વાત કરી હતી તેવી જ રીંગ કાવ્યાને દેખાઈ હતી. કાવ્યા ત્યાંથી પસાર થયા પછી કાવ્યાને ખ્યાલ આવ્યો પણ ત્યાં તો સમય નીકળી ગયો હતો ને કાર ઘણી દૂર નિકળી ગઈ હતી.

કાવ્યા ફરી પરીનું રૂપ લઈને અદ્રશ્ય રૂમમાં તે કાર પાછળ પીછો કરવા લાગી. કાવ્યા એ વિચારથી કાર પાછળ જઈ રહી હતી કે જો યોગ્ય સમય મળે, ને કુંવર એકલા મળે તો તેમની પાસેથી રીંગની માંગણી કરું. અને પ્રેમથી સમજાવીશ એટલે રીંગ આપવામાં મના નહિ કરે. આ વિચારથી કાવ્યા તે કારનો પીછો કરવા લાગી.

કાર સમુદ્ર કિનારે આવીને ઊભી રહી. દૂરથી કાવ્યા કારને જોઈ રહી હતી. અને કુંવરના બહાર આવવાની રાહ જોવા લાગી. તે પહેલાં કાવ્યાએ આજુ બાજુ નજર કરી તો બીચની બાજુમાં એક મોટું ગાર્ડન હતું અને ત્યાં લાગેલું બોર્ડ વાંચીને કાવ્યા ને ખબર પડી કે આ બીચ નું નામ "વિહાર" બીચ હતું. અને ગાર્ડન નું નામ "મિલાપ" હતું. કાવ્યા પહેલી વાર આટલું સુંદર અને સ્વસ્છ બીચ અને ગાર્ડન જોઈ રહી હતી. ગાર્ડન અને બીચ કાવ્યાના મનમાં વસી ગયું. અને તેને અહી રહેવાનું મન થઇ ગયું.

કાવ્યા ની નજર કાર પર ટકી રહી હતી અને કુંવર ક્યારે બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. ત્યાં કારનો દરવાજો ખૂલ્યો અને કુંવર બહાર આવ્યા. સુંદર ચહેરો, ભરાવદાર શરીરનો બાંધો ને પૂરી ઉંચાઈ હતી કુંવરની. પહેલી વાર કાવ્યાએ કારમાં જોયા ત્યારે તેને કુંવર આટલા સુંદર લાગી રહ્યા ન હતા જેટલા કાર માંથી ઉતર્યા પછી. થોડી વાર તો કાવ્યા કુંવરને નિહાળતી રહી.

સ્તબ્ધ થઈ ગયેલી કાવ્યા ભાનમાં આવતા કુંવર પાસે જવા ચાલતી થઈ. કુંવર હજુ કાવ્યાથી ઘણા દૂર હતા. કાવ્યા ધીરે ધીરે કુંવર તરફ આગળ વધી. ત્યાં અચાનક એક નાની સફેદ કાર કુંવર થી થોડે દૂર આવીને ઊભી રહી ગઈ. કુંવર અને સફેદ કાર વચ્ચે બસ થોડુક અંતર રહ્યું હતું. સફેદ કાર ને જોઈને કાવ્યા ત્યાં થોભી ગઈ અને તે સફેદ કાર માંથી કોણ બહાર નીકળે છે તે રાહ જોવા લાગી.

કાર માંથી એક સુંદર કન્યા બહાર આવી, સુંદર ચહેરો, લાંબા કેશ, પાતળી કમર તે કન્યા ની હતી. જોતા જ પહેલી નજરમાં ગમી જાય તેવી અપ્સરા લાગી રહી હતી તે કન્યા.

બીચ પર એક રજવાડી ઝૂલા પર બેઠેલ કુંવર પાસે તે કન્યા થીમે પગલે આગળ બધી. કાવ્યા આ બધું શાંતિથી જોઈ રહી હતી. ને મનમાં એક મનોમંથન જાગ્યું હતું કે આ કુંવર ને મળવા આવેલી આ કન્યા કોણ હશે. કાવ્યાએ સમયને મહત્વ આપીને આગળ શું થાય છે તેની રાહ જોવી યોગ્ય લાગી.

કુંવર પાસે તે કન્યા આવી એટલે કુંવરે તે કન્યાને બાહોમાં ભરીને એક ચુંબન કર્યું. ને કુંવરે જે રીંગ પહેરી હતી તે રીંગ તેની આંગળી માંથી કાઢીને તે કન્યાને પહેરાવી દીધી.

તે કન્યા કોણ હતી. વિરેન્દ્રસિંહ સાથે તે કન્યા નો શું સંબંધ હતો.? હવે તે રીંગ માટે કાવ્યા શું કરશે તે જોઈશું આગળના ભાગમાં.

ક્રમશ..