Sidhpur and Rudramahalaya books and stories free download online pdf in Gujarati

સીધપુર અને ભવ્ય રૂદ્રમહાલય.....

સિદ્ધપુર ને તેના ઐતિહાસિક સ્થાપત્ય.....રુદ્રમહાલય .......


મહેસાણા જિલ્લામાં આવેલ સિદ્ધપુર અમદાવાદ થી લગભગ ૧૧૦ કિમીના અંતરે છે.

આ સ્થાન ભારતનું માતૃશ્રાધ્ધમાટેનું પવિત્ર તીર્થ ગણાય છે.

અહીંનું બીદુસરોવર ભારતના ચાર મોટા ને પવિત્ર સરોવરમાંનું એક છે.

સરસ્વતી નદી કાંઠે આવેલું હોઈ પવિત્ર અને ધાર્મિક શહેર છે.

જો કે આ સ્થાન ઇતિહાસમાં તેના ભવ્ય અને સ્થાપત્યકળાના બેનમૂન નમૂના સમા

રુદ્રમહાલય માટે પ્રસિદ્ધ છે. શિલ્પ અને સ્થાપત્યના પ્રતીક સમા રુદ્રમહાલય વિષે જાણતા

પહેલા આ સ્થાનની ધાર્મિક અને ઐતિહાસિક મહત્વની ભૂમિકા જાણવી અગત્યની છે.


આ સ્થાનનું પ્રાચીન નામ સિદ્ધક્ષેત્ર કે, શ્રીસ્થલ , જણાય છે. સ્કંધપુરાણમાં શ્રીસ્થળનો ઉલ્લેખ મળે છે.

જયારે પહેલો ઇતિહાસિક ઉલ્લેખ અલ્બરુનીની ડાયરીમાં મળે છે. કહેવાય છે કે ૧૨ મી સદીમાં

આ નામમાં પરિવર્તન આવ્યું .અને રાજવી જયસિંહ સિદ્ધરાજે અહીં ભવ્ય રુદ્રમહાલય બનાવ્યો.

તેથી તેના માનમાં તેનું નામ સિદ્ધપૂર પડ્યું, તેમજ પ્રચલિત પણ થયું.

ધાર્મિક દ્રષ્ટિએ માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ ગણાતું આ સ્થાન સરસ્વતી કિનારે છે

જે પૂર્વ તરફ ઉગતા સૂર્ય તરફ વળાંક લેતી હોઈ વિશેષ પવિત્ર ગણાય છે.


ગયા જેમ પિતૃશ્રાદ્ધ માટે છે તેવી જ રીતે સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે દેશમાં પ્રસિદ્ધ છે.

પુરાણોક્ત કપિલાશ્રમ સિદ્ધપુર પાસે જ હતો. તે સંબધી તેમજ આવી અનેક દંતકથાઓ

આ સ્થાન સાથે સંકળાયેલી છે.


ઇતિહાસમાં રુદ્રમહાલયનાં કારણે સિદ્ધપુર ને પ્રસિદ્ધિ મળી.

રુદ્રમહાલય મૂળે તો મહારાજ મૂળરાજ જે શેવ ભક્ત પણ હતા તેમને ઈસ્ ૯૯૪માં એટલે કે વિસ. ૧૦૫૦ માં

બંધાવેલ. પરંતુ તેઓ અવસ્થા ના કારણે એને પૂરું ન કરી શક્યl અને તેનું બાંધકામ અધૂરું રહી ગયેલ.

તેના પુરા થાય તે પૂર્વે જ તેમણે દેહત્યાગ કર્યો. ગુજરાતમાં શિલ્પ સ્થાપત્ય અને ભવ્ય મદિરો બનાવવાની

પરંપરા મૂળરાજે શરુ કરી ,તેમજ તેની પ્રેરણા પણ તેમની હતી...

આબુમાં ભવ્ય મંદિરો પણ તેમના જ સમયમl બંધાયા હતા.

મૂળરાજે અન્ય અનેક મંદિરો કે શિવમંદિરો બન્ધાવેલ છે કે તેની પ્રેરણા આપી છે. તેમ કહેવાય છે.

પાછલી અવસ્થામાં આ ભવ્ય મહાલય બંધાવ્યો પણ તેનું કામ પૂરું થાય તે પૂર્વેજ તેમનું અવસાન થયું હતું.

જો કે એક લેખ પ્રમાણે વિસ. ૧૦૪૩માં દેવને પૂજીને મૂળરાજે રુદ્રમહાલય નું દાન કર્યું હતું.

એટલે કે મૂળ મૂર્તિ ની પ્રતિષ્ઠા થયેલી હોય પણ મહાલયને પૂર્ણ ન કરી શક્ય હોય.

આ પછી લગભગ ૨૦૦ વર્ષ બાદ સિદ્ધરાજ જયસિંહે રુદ્રમહાલયનો ભવ્ય જીર્ણધાર કર્યો હતો.

મોટાભાગે આ મહાલય તેમણે નવેસરથી જ બનાવ્યું હોય. જોકે તેમનl મૃત્યુ સમયે વિસ. ૧૧૯૯ માં


પણ એનું કામ પૂરું નહોતું થયું. કોઈ એક ઉલ્લેખ પ્રમાણ કામ લગભગ પૂરું થયેલ હતું.

આજ તો આ વિશાળ અને ભવ્ય રુદ્ર મહાલય ની કલ્પનl જ કરવી રહી કે પુસ્તકોમા લખેલી વાતો

જ વાંચવી રહી.

હાલ તો આ સ્થાને મસ્જીદ બઁધાઈ છે અને માત્ર બે ચાર થાંભલા જ ભવ્ય મહાલયની હાજરીની સાક્ષી

આપતા ઉભા છે . આજે આ સ્થાન રક્ષિત સ્મારક છે. ભારત સરકાર ને રાજ્ય સરકારની સુરક્ષા

હેઠળ ને સઁચાલન હેઠળ આવે છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગે અહીં મોટા પાયે ખોદકામ

આસપાસ હાથ ધરેલ અને તે લાંબો સમય ચાલયુ હતું.

આ દરમ્યાન કલાત્મક થાંભલા ઓ કમાનો અને આખો હોલ કહી શકાય તેવા અવશેષો હાથ લાગ્યા \

હતા. આ બધl સિદ્ધપુરની ને રુદ્રમહાલયની ભવ્યતા નો ખ્યાલ આપે છે .


જો કે પછીથી કોરટ કેસ કરી ,કોમી તગદિલી ફેલાવી કામ એક જૂથે અટકાવી દીધું.

પરિણામે લાંબો રાત્રી કર્ફ્યુ સિદ્ધપુરમાં લગાડવામાં આવ્યો.

ત્યારબાદ સ્થlનીક વ્યાપારીઓ અને ધધાર્થીઓએ અlના કારણે નુક્શાન થતl

સમાધાન કરી પરિસ્થિતિ સામાન્ય બનાવી હતી.


મંદિરને ખન્ડીયેર બનાવી બાદશાહે મસ્જીદ આ કોતરણી અને શિલ્પો માથી બનાવી હતી,.

આજે સમગ્ર વિસ્તાર પુરાત્તતત્વ વિભાગ પોતા હસ્તક લઇ ખુલલો કર્યો છે .

અને મુલાકાતીઓ માટે પ્રતિબંધિત કરી મુક્યો છે

૩૦૦ મીટર આસપાસ કોઈને બાંધકામ કરવl દેવામાં આવતું નથી .

જો કે ખોદકામ અટકી ગયું છે ....


અભ્યાસો અને પુસ્તકોના અહેવાલોમાં વર્ણન ધ્યાનમાં લઈએ તો આ મહાલયની ભવ્યતા નો ખ્યાલ

આવી શકે . સમગ્ર મંદિર ૧૬00 સ્તંભો ઉપર ઊભુ હતું.

તે ઉપરથી ૩00 ફૂટ લાંબાને ૨૩૦ ફૂટ પહોળા મંદિરના આંગણાની વચ્ચે બે કે ત્રણ માળનું મદિર હતું.

જેની સlમે ૫૦ ફૂટ ચોરસ સભામંડપ હતો. આ સભામંડપને ચાર દિશા એ ચાર દ્વાર હતા

મુખ્ય મદિરની આસપાસ અગિયાર નાના મંદિરો હતા. ચોકમl ફરતી નાની નાની ઓરડી ઓ હશે અને

પૂરવ દિશામાં મુખ્ય દ્વારર્થી સરસ્વતી નદી ના પlણી સુઘી બાંધેલો ઘાટ પગથિયl સાથે હતો.


આ ભવ્ય મદિર નો નાશ ઈસ ૧૨૯૭-૯૮ માં દિલ્હીના બાદશાહના ફરમાનથી તેના સરદારોએ

ક્રુરતાથી કર્યો હતો પહેલી વાર.ત્યારબાદ ૧૪૧૫માં અહમદશાહે ફરી તેનો નાશ કર્યો બીજીવાર..

આમાં ધર્માન્ધતા ની ક્રૂર ઘેલછામાં કળા અને સંસ્કૃતિ નો ભવ્ય પ્રસાદ નાશ થઇ ગયો.

જેનો ફરી જીર્ણોદ્ધાર કરવાનો પ્રયાસ પણ હિંદુઓ દ્વારા આજ સુધી થયો નથી.

હવે જુજ અવશેષો બચ્યા છે. જેમાંથી મસ્જીદ કરવાનો પ્રયાસ થયો હતો.

ઈતિહાસ પ્રમાણે જે લગભગ દરેક હિદુ મદીરો ને નાશ કરીને થયો છે.


રાજસ્થાનની કીર્તિને ચિરંજીવ કરનાર કર્નલ તોડ કહે છે કે તેમણે આ મદિર વિષે બે લેખ મળ્યા હતા.

તે પ્રમાણે એકમાં વી.સ. ૯૯૮ માં મુળરlજે આ મદિર નો આરંભ કરાવ્યાનો ઉલેખ મળે છે.

અને બીજા લેખ પ્રમાણે સીધરાજે વીસ. ૧૨૦૨ની માઘ માસની કૃષ્ણ પક્ષની ચોથે મદિર પૂરું કર્યાની નોધ છે.

જો કે તે પછી કોઈ સંશોધન આમાં થયેલ નથી.


ફોર્બ્સ રુદ્ર્મ્હાલાયનું વર્ણન રlસ માળા માં કરે છે. તે મુજબ રુદ્ર્મ્હાલાય ત્રણ માળ ઉંચો ભવ્ય પ્રસાદ હતો.

મંડપની ત્રણ તરફની કેન્દ્રમાં બે માળના રૂપ ઓરી તરીકે ઓળખાતા પ્રવેશ દ્વારો છે.

ચોથી તરફ ગર્ભગૃહ સૌથી સુદર ભાગ છે . જે મધ્યમાં સમગ્ર ઈમારતની ટોચે જાય છે .

જેના ઉપર સુંદર અને ભવ્ય શિખર મઢેલું છે. બને તરફ કીર્તી સ્તમ્ભો છે.

જેમાં સુંદર શિલ્પ ને કોતરણી વાળા તોરણો અને કમાનો છે.

વિશાળ મદિર વિશાળ મેદાનના કેન્દ્રમાં છે જેમાં ત્રણ મુખ્ય પ્રવેશ દ્વારો છે અને તેની ફરતે દીવાલો છે

તે નાના નાના મદીરો થી ઘેરાયેલી છે. એમના ઘણા મસ્જીદમાં ફેરવી નખાયેલા જણાય છે.

આજે આ પ્રસાદ ખંડિયેરમાં ફેરવી નાખવામાં આવેલ છે અને તેના જુજ અવશેષો બચ્યા છે.

હાલે કેટલાક કલાત્મક સ્તભો, કીર્તિ તોરણ, કેટલાક ગર્ભગૃહ, અને અન્ય અવશેષો મુખ્યત્વે

નજરે ચડે છે. અlખો જ વિસ્તાર ખુલો કરી દેવાયો છે. ખોદકામ મોટા પાયે લંlબો સમય હાથ

ધરાયેલ ત્યારે ભવ્ય મદિરના ઘણા અવશેષો, મોટી શીલાઓ, ઓરડાઓ વગેરે અનેક વસ્તુઓ મળી હતી.

જે પાછળથી બંધ કરવામાં આવેલ. અને સમગ્ર સંકુલ પ્ર્તીબધીત વિસ્તાર ત્યાર પછી બની ગયો છે.

જેને તાત્કાલીક ખોલવાની જરૂર છે. તેમજ આ સમગ્ર વિસ્તારને લેન્ડસ્કેપીંગ દ્વારા પણ

સુદર કરવાની જરૂર છે.


પાટણની રાણકીવાવ ,લોથલ, ધોળાવીરા ચાંપાનેર વગેરે સ્થાપત્યો ખોદકામ બાદ જ વિશ્વ

વિખ્યાત બની ગયા છે. તે જ રીતે સીધ્પુરના આ ભવ્ય રૂદ્રમહાલય ના ખોદકામ કરીને અન્ય

શિલ્પો ને અવશેષો મળી શકે છે.

એવી પણ માન્યતા છે કે રૂદ્રમહાલય જેવો જ બીજો એક ભવ્ય જેન સ્થાપત્યનો નમુનો પણ અહી હતો.

આચાર્ય હેમ્ ચંદ્રચાર્યજી ના માર્ગદર્શન અને સુચન હેઠળ રાજવી સીધરાજે અહી જૈન ભવ્ય મદિર

બંધાવેલ જે રાજવિહાર તરીકે ઓળખlતું હતું. અlખા ગુજરાતમાં સોથી મોટું આને સોથી સુંદર આ મદિર હતું.

જો કે આજે અનો નામોનિશાન મળતો નથી. કોઈ ચોક્કસ સ્થાન પણ મળતું નથી.

મlત્ર ઉલેખો જ છે.


અહી નું બીદુસરોવર તો પુરાણો માં પ્રસિદ્ધ છે, પ્રાચીન ભૂમિ પણ છે. માતૃગયા તરીકે પુરાણોમાં પ્રસિદ્ધ આ સ્થાન સીધ્પુરનું છે.

માતાના શ્રાદ્ધ માટે આ સ્થlન પ્રાચીન સમયથી પવિત્ર મનાય છે, અને તેની મહતા છે.

આ વિસ્તારનો પણ વિકાસ કરાયો છે. હજુ વધુ વિકાસ સાથે સુંદરી કરણ જરૂરી છે. યાત્રિકો ની અહી સારી એવી અવરજવર રહે છે.

એક સમયે બ્રાહ્મણોની મોટી વસ્તી ધરાવતા સીધ્પુરમાં હાલ તો મુસ્લિમો અને વ્હોરાઓની મોટી વસ્તી છે.

કહેવાય છે કે બાદશાહના સેન્યે મોટી કતલ મદિર તોડ્યું ત્યારે અહી કરી હતી/.

તેમજ હજારોની સંખ્યામાં ધર્માંતર કરાવેલ જેમાં બ્રાહ્મણોને જનોઈ ઉતરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.

આ વ્હોરાઓ આજે પણ અહી મોટી સંખ્યામાં વસે છે. તેઓ કટર મુસ્લિમ નહી તેવા મનાય છે.

ઘણા આજે પણ કેટલાક હિદુ રીતરીવાજો ખાનગીમાં કરે છે.

આ વ્હોરાઓની ૧૦૦ થી ૨૦૦ વરસ પુરlણી હવેલીઓ જે લાકડાની બનેલી છે તે મોટી સંખ્યામાં રહેલી છે..

જેમાં મોટાભાગની બંધ હાલતમાં છે. વ્હોરાઓ વિદેશ કે દેશના જ બીજા ભાગોમાં વસે છે અને વરસમાં બે

ત્રણ વાર આવે છે ત્યારે રહે છે. સરકારે તેમને હેરીટેજ પ્રોપર્ટી ડિક્લેર કર્યા છે. આ પ્રાચીન સુંદર લાકડાની

વિશાળ હવેલીઓ આજે તો સિદ્ધપુરની ઓળખ બની ચુકી છે. આ બધા કારણોસર પણ સીધપુર

વર્લ્ડ હેરીટેજ સીટી તરીકે સ્થાન લઈ શકે તેવી તમામ શક્યતાઓ છે....

જરૂર છે કે વહેલી તકે પ્રવાસીઓ માટે રુદ્ર્મ્હાલાયને ખોલવામાં આવે અને તેનું ખોદકામ કરીને અlખો મહાલય

ને અવશેષો બહાર કાઢી ઈતિહાસ દુનિયા સમક્ષ જાહેર કરવામાં આવે.