meal given by God in Gujarati Motivational Stories by Tru... books and stories PDF | ઇશ્વરે આપેલું જમણ...

The Author
Featured Books
Categories
Share

ઇશ્વરે આપેલું જમણ...

આપણે ક્યાંક જમવા જઈએ અને એકદમ સ્વાદિષ્ટ ભોજન હોય તો કેવા જલસા પડી જાય.પણ ભોજન સ્વાદ વગર નું હોય તો આપણું મન બગડી જાય........બેસ્વાદ જમણ તો કોઈ ને પણ નથી ભાવતું સાહેબ ,"તો ,આતો અમૂલ્ય જીવન છે.તો આ અમૂલ્ય જીવન ને આપણો ઇશ્વર આપણને સ્વાદ વગર નું કેવી રીતે પીરસી શકે? અને કોઈપણ સ્વાદ નો ખ્યાલ તો આપણે બધાં સ્વાદ ઓછાં વત્તા પ્રમાણમાં ક્યારેક ચાખ્યાં હોય તો જ સારી રીતે માણી શકીએ ને.કોઈ સ્વાદ કોઈ દિવસ ચાખેલો જ ના હોય તો..?અથવા કોઈ એક સ્વાદ જ આપણે ચાખ્યો હોય તો...?
કોઈ ને એકલું ગળ્યું,એકલું તીખું,એકલું ખાટું,એકલું મોળું કે ખારું આપીએ તો કેવું લાગે? અથવા તો કોઈ ને સતત કોઈ એક ને એક જ સ્વાદ નું ભોજન આપીએ તો એ વ્યક્તિ ક્યાં સુધી એને માણી શકે?...ક્યારેક તો એને કંટાળો આવે ગુસ્સો આવે.ક્યારેક તો કોઈ એક જ સ્વાદથી અણગમો આવી જાય.અરે, આપણને તો એક જ વાનગી ને અલગ અલગ રીતે બનાવી અલગ અલગ સ્વાદ માણવા ગમે છે.
બસ ઇશ્વરે આપણને અલગ અલગ પરિસ્થિતિઓ,અલગ અલગ લાગણીઓ,અલગ અલગ સંબંધો,અલગ અલગ માણસો બધું જ આપણાં જીવનને સ્વાદિષ્ટ બનાવવા જ પીરસેલું છે.અને બધું જ જીવન માં ખૂબ જ મહત્વનું, એકબીજા ને પૂરક અને એકબીજા ની કિંમત કરાવવા માટે જ છે.જેમ ભોજનમાં કડવું સ્વાસ્થ્ય માટે સારું હોઇ છે.અને ઘણીવાર ભલે આપણને ના ભાવતું હોય તો પણ ખાવું પડે છે અને વધુ પડતું ગળ્યું કયારેક સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.બહુ ભાવતું હોવા છતાં એ છોડવું પડે છે.જીવનમાં પણ ના ગમતી કોઈ પરિસ્થિતિ કોઈ અવસ્થા કે કોઈ વ્યક્તિ આપણા માટે સારી સાબિત થાય છે.અને કે આપણી ખૂબ નજીક કે ગમતી બાબત જ નુકશાનકારક નીવડે છે. ઇશ્વર આપણા જીવન ને વધુ બહેતર અને ઉન્નત કરવા માટે જ આપણાં જીવન માં સુખ,દુઃખ કે વિકટ પરિસ્થતિનું આગમન થવા દે છે.આપણે બહુ તીખું ખવાય ગયું હોય પછી આપણે મીઠાઈ કે કઈ ગળી વસ્તુ ખાઈએ તો એનો સ્વાદ જ અનેરો હોય છે.કડવી દવા પછી મીઠું મધ ખાઈએ તો કડવાશ જતી રહી ને મીઠાશ જીભ પર રહે છે.પણ મીઠાશ નો અનેરો સ્વાદ માણવા કે કડવાશ ભૂલવા પહેલા તીખાશ કે કડવાશ નો સ્વાદ તો ચાખ્યો હોવો જોઈએ ને બસ," આમજ જીવન માં ખરાબ અનુભવો જ સારા અનુભવો ને વધારે સારા બનાવે છે."
કોઈ માણસ ફક્ત સુખમાં જ જીવ્યો હોય તો તેને સુખ સામાન્ય લાગે છે અને ઘણીવાર દુઃખ આવતા એ ખૂબ માનસિક તાણ અનુભવે છે,ભાંગી પડે છે.અને કોઈ માણસ ફક્ત દુઃખ માં જીવ્યો હોય તો તે પોતાના જીવન ને વ્યર્થ જ સમજે છે અને સુખ આવે તો તે જીરવી શકતો નથી.પણ સુખ દુઃખ બંને નો અનુભવ કરી જીવતો માણસ જીવન ને ખરા અર્થમાં સમજી અને તેને માણી શકે છે.બધું ચાખીયે તો સ્વાદની તુલના કરી શકાય,વધુ સારા સ્વાદ માટે પ્રયત્નો કરી શકાય,ખરાબ સ્વાદ હોય તો ચાખી ને પાછું મુકી શકાય,અથવા એકવાર ખરાબ લાગતા તેં સ્વાદ ને છોડી શકાય,પણ અલગ અલગ સ્વાદ ચાખ્યા હોઇ તો...અને બધા સ્વાદ કઈ એકસાથે પણ માં ચાખી શકાય એને વારાફરતી વાનગીઓ ખાઈએ તો જ માણી શકાય.
જીવન માં પણ અલગ અલગ સમયે અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થયા હોય તો જ સાચા અર્થમાં જીવન ને સમજી શકાય,માણી શકાય,મૂલવી શકાય અને જીવી શકાય.
અને આપણે કોઈ વાનગી ચાખી હોઇ તોજ બીજા ને તેના વિશે અભિપ્રાય પણ આપી શકાય.આપણે કોઈ પરિસ્થિતી માંથી પસાર થયા હોય તો બીજા ને તેના વિશે માર્ગદર્શન આપી શકાય.અને ભૂતકાળમાં કોઈ પરિસ્થિતિ અનુભવી હોઇ ભલે એ સારી હોય કે ખરાબ હોય તેને વર્તમાનમાં યાદ કરી શકાય અને ભવિષ્યમાં ફરી વાર એમ થતાં ટાળી શકાય.
બસ તો ઇશ્વર આપણને આપણા કર્મો પ્રમાણે, આપણાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે, આપણા સફરને યાદગાર બનાવવા માટે,ક્યારેક કંઇક શીખવવા માટે,તો ક્યારેક કંઇક ભૂલવા માટે ખૂબ જ સુંદર મજા ની થાળી પીરસી છે.આપણે તો બસ આપણી યોગ્યતા પ્રમાણે એનો સ્વીકાર કરી એની મિજબાની માણવાની છે.ઉતાવળ નથી કરવાની આનંદ માણવાનો છે.સારા લાગતા કર્મોનો સ્વાદ વારંવાર ચાખવાનો છે. ઇશ્વર નો આભાર માનવાનો છે "ઘણા બધા સ્વાદ આપ્યા છે તે પ્રભુ જીવન ના ખરા અર્થમાં સ્વાદથી માણવા માટે ... '

-તૃપ્તિ(Tru...)