Childhood .... books and stories free download online pdf in Gujarati

બાળપણ....


આ એક બાળક ની નહિ પણ અત્યારના યુગમાં ઘણા બાળકોના બાળપણને તમારી આંખો સમક્ષ લાવતી વાર્તા છે.આશા છે તમને અમાં રહેલા વિચારો ગમશે.ભૂલચૂક માફ કરશો ...

બંટી......બંટી.....ઊભો રહે. સ્વેટર પહેર્યા વગર બહાર નથી જવાનું,બહાર કેટલી ઠંડી છે તું માંદો પડી જઈશ,પછી દવખાને ડૉકટરકાકા પાસે જવું પડશે અને ઈન્જેશન પણ લેવું પડશે.
બંટી ઊભો તો રહ્યો પણ પોતાની નારાજગી જાહેર કરતા કહ્યું,મમ્મી એક થર્મલ,ઉપર એક ટીશર્ટ,ઉપર એક શર્ટ અને હવે સ્વેટર પહેરીશ તો બફાઈ જઈશ અને અત્યારે તો બપોર છે એટલે બવ ઠંડી ના લાગે.તું બેસ છાનોમાનો સ્વેટર પહેર્યા વગર ઘર ની બહાર પગ મૂક્યો છે તો ઘર માં નહિ આવા દવ.અને પેલો ચવનપ્રાસ ખાધો કે નહિ અને ઓરેન્જ જ્યુસ એ તો ફિનિશ કરવાનું જ છે પછી ફ્રૂટ પણ.....હવે બંટી અકળાતો સ્વેટર પહેરી ઝડપ થી ઘર ની બહાર જતો રહ્યો....
બાજુમાં રહેતા સરલાબેનને આ દ્રશ્ય રોજ નું હતું.રોજ ઇલાનું બંટી માટે નું એક્સ્ટ્રા કેર અને પજેસિવ જેવું વર્તન થોડુંક સરલાબેનને અચૂક ખૂચતું.એ ઘણીવાર ઇલાને સમજાવતા પણ કે બાળકો ની સંભાળ રાખવી જ જોઈએ પણ એમાં આપડે બાળકની સ્વતંત્રતા કે આંતરિક વિકાસમાં બાધક નથી બનતા એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બાળકો એક કુમળા છોડ જેવા હોઇ છે એને સમજદારી નું ખાતર અપાય,પ્રેમ નું પાણી સિંચાઇ અને જરૂર લાગે તો વાડ પણ બંધાય પણ એની આજુબાજુ દીવાલ ચણી આવતા સૂર્ય પ્રકાશને રોકી એનો વિકાસ ના અટકી જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ.ઇલા સરલાબેન ની વાત ને જરા પણ ધ્યાનમાં ના લેતી અને ઉલટાનું એમનેજ સંભળાવતી છોકરાઓ નું ધ્યાન રાખવું જ પડે.આપડે એની બધી જીદ પૂરી કરીએ તો એને પણ આપણી બધી વાત માનવી જ જોઈએ અને હું તો બંટી ને ક્યારેય એકલો મૂકીશ જ નહિ.સરલાબેન બંટીની જીદ,એકલા રહેવાની ટેવ, આખો દિવસ મોબાઈલ ટીવીમાં મશગુલ જોઈ ને અંદર અંદર બળતા પણ આગળ કઈ કહી ના શકતા.બંટી હજુ તો નાનો હતો પણ જેમ જેમ મોટો થશે એમ ખૂબ સ્વછંદી બનવા તરફ આગળ વધશે અથવા એ અંતર્મુખી બની પોતાનો આંતરિક વિકાસ અટકાવી દેશે એ વાત ની થોડી ચિંતા રહેતી.સરલાબેન એક શિક્ષિકા હતા અને બાળકોની મનોસ્થિતિ અંગે ઘણા પુસ્તકો પણ વાંચેલાં.એટલે એ ઇલા ને સમજાવવા ના ઘણીવાર પ્રયત્ન કરતા.થોડો વખત વીતતાં એમની સોસાયટીમાં એક યુગલ એમના નાના દીકરા સાથે રહેવા આવ્યા.એનું નામ હતું સોમ્ય.એમના દીકરાની ઉંમર લગભગ બંટી જેટલીજ હતી,તોફાની પણ ખરો,જીદ પણ કરે,મોબાઈલ ટીવી પણ જોવે પણ મર્યાદામાં, સ્વછંદી નહિ. મોટાનું માન રાખે,બધા જોડે જલ્દી થી ભળી જાય,પોતાની વાત રાખતા આવડે ને બીજા ને મીઠી ભાષામાં સમજાવતા પણ આવડે. એકદમ નીડર ફુલ મોજ થી એનું બાળપણ જીવતો હોય.સરલાબેન એને જોઈ ને ખુશ થઈ જતાં એટલું ખુલીને એ એનું બાળપણ માણતો હતો એ વખતે એમણે બંટી થોડો બિચારો લાગતો. તેમણે બંટી, સોમ્ય અને એમની મમ્મીઓને મળવવાનું નક્કી કર્યું.
બે દિવસ પછી બધા સરલાબેન ઘરે ભેગા થયા.અલક મલકની વાતો કરી.સોમ્ય
ખૂબ મળતાવડો હતો એ ઝડપથી બંટી જોડે ભળી ગયો.પણ બંટી થોડો ખચકાતો નાની નાની વાતે એની મમ્મી સામે જોતો અને થોડી થોડીવારે ઇલા પણ એને સૂચનો આપ્યા જ કરતી.આમ ના બેસ,એમ ના જો,એમ ના રમાય,બેડ બોય કહેવાય,જો સોમ્ય કેવું બોલે છે,એ કેવું રમે છે,એ કેટલો હોશિયાર છે .... અઢળક સૂચનો...સોમ્યની મમ્મી એ કહ્યું એ લોકો રમે છે એમને કારણ વગર વાત વાતમાં બીજા ની સામે ના ટોકાય એમને પણ એમનું સેલ્ફ રિસ્પેક્ટ હોય છે.ત્યારબાદ ઇલા કઈ જ ના બોલી.ત્યારબાદ બધા સાથે ગાર્ડનમાં પણ નીચે ગયા.બંટી અને સોમ્યને પણ ખૂબ મજા આવી.પણ ઇલા ના મનમાં ગડમથલ ચાલું રહી ગઈ હતી.એ બંટી અને સોમ્યની સરખામણી કરવા લાગી હતી.સરલાબેન એની મનોવ્યથા સમજી ગયા.ઉપર ગયા પછી સરલાબેન ઇલા ને સમજાવવા લાગ્યા,' જો ઇલા મે પહેલા પણ કહ્યું હતું બાળકો નું બાળપણ એ એમના ભવિષ્ય માટે નો પાયા નો અણમોલ અને યાદગાર પડાવ છે એને જાળવવાનો હોય કેળવવાનો હોય દબાવવાનો નહિ.બાળકો ને પણ પોતાની અભિવ્યક્તિ,પોતાના વિચારો અને પોતાનું સ્વમાન હોઇ છે અને એ જાહેર કરવા માટે તત્પર પણ હોય છે આપણે એમને રસ્તો બનાવી દેવાનો હોય, સમજાવટ થી આગળ વધવા દેવાના હોય,આપણા વિચારો કે આપણી લાગણીઓ વચ્ચે દબાવી દેવાના ના હોય,એને એનો મતલબ એવો પણ નથી કે આપણે એમને કોઈ વાતે રોકવા ટોકવા નહિ,હું બસ એટલું કહેવા માંગુ છું...
ઉડવા દો ગગનમાં મસ્ત બની...
પાંખો ફેલાવી નાચવા દો...
નિયમો શીખવાડો પણ બાંધો નહિ...
એને તડકામાં થોડા નિખારવા દો...
સમજ આપો અને એને પણ સમજો...
પોતાની જાતે થોડો મથવા દો...
બાળપણ તો હમણાં જતું રહેશે ક્ષણ બની...
એને પળેપળ માણવા દો....
ઇલાની આંખમાં આંસુઓની ધારા હતી.પોતાના બાળક ને શ્રેષ્ઠ બનાવવા કે બધું જ આપવા કે સાચવવામાં જે ભૂલ ઘણા માતાપિતા કરતા હોઇ છે એમાંની એ એક હતી.એને એની વિચારસરણી પર પસ્તાવો હતો.અને હવે લાડપ્યારમાં પોતાના બાળક ને માયકાંગલો બનાવી એના બાળપણના વિકાસ ને નહિ અવરોધે એવો દ્રઢ નિર્ધાર પણ...

દરેક માતાપિતાને પોતાના બાળકો જીવ કરતા પણ વધારે વ્હાલા હોય છે. અને કોઈ માતાપિતા પોતાના બાળકોનું આહિત સ્વપ્નમાં પણ ના વિચારી શકે.....એમને પ્રયત્નો હંમેશા બાળકને શ્રેષ્ઠ સગવડો અને શ્રેષ્ઠ જીવન જ આપવાના જ હોય.