Leo Tolstoy translated story - 1 - God in love - 1 books and stories free download online pdf in Gujarati

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 1

લીયો ટોલ્સટોય દ્વારા લખવામાં આવેલ વાર્તાઓનું અનુવાદ કરવાની કોશીસ કરું છું. અનુવાદ કરવાનું ખાસ કારણ એ છે કે વિદેશ નો ખુબ જ સરસ સાહિત્ય વાંચી શકાય.

પ્રેમમાં ભગવાન - ભાગ-૧

એક શહેરમાં માર્ટીન નામનો એક મોચી રહેતો હતો. તેનું ઘર નીચે ભોયતળીયે હત ત્યાં ઘરમાં એક બારી સડક ઉપર પડતી હતી. જ્યાંથી આવતા જતા લોકોના મુખતો નહિ પરતું પગ દેખાતા હતા. માર્ટીન લોકોના જૂતા ઉપર થી જ તેઓને ઓળખવા લાગ્યો. કેમ કે મોટા ભાગના જૂતા તેના બનાવે લ જ હતા. આજુબાજુ કદાચ જ કોઈ હશે જે એના જૂતા પહેનાતો ન હોય . તે બારી માંથી પોતાનું કામ જોયા કરતો હતો. કેટલીક જોડી તેને ખુદ બનાવી હતી જ્યારે કેટલીક જોડી તેને રીપેર કરી હતી. તેને કામની કોઈ કમી ન હતી. કારણકે તે મહેનતુ હતો તથા માલ સામાન પણ સારો વાપરતો હતો. અને રૂપિયા પણ વ્યાજબી લેતો હોવાથી તેની પાસે ખુબ જ કામ આવતો હતો. તે કોઈને ખોટા વચનો આપતો ન હતો. કે ખોટા બહાન બનાવતો ન હતો. તે નેક હતો અને નીતિ ઉપર ચાલનાર હતો.

તેને જ્યારે કામ કરવાની શરૂઆત કરી ત્યારેજ તેની પત્નીનો દેહાંત થઇ ગયો. તેની પત્ની જ્યારે મૃત્યુ પામી ત્યારે ત્રણ વર્ષના છોકરાને છોડી ને ગઈ હતી. એવું ન હતું કે એક જ પુત્ર હતો. અગાઉ ઘણા બાળકો થયા પરતું બધા બાળ અવસ્થામાંજ મૃત્યુ પામ્યા. બસ આજ બાળક જીવિત રહ્યો હતો. પરતું કદાચ બાળકોનો વધારે સુખ માર્ટીન નાં નસીબમાં ન હતો. અને તેથી જ ૧૨ વર્ષની ઉમરે તેના પુત્રને તાવ આવ્યો અને આઠ દિવસ બીમાર રહી તે પણ મૃત્યુ પામ્યું. માર્ટીન ખુબ જ ઉદાસ રહેવા લાગ્યો. તે પોતાની જાતને કોસવા લાગ્યો અને ઈશ્વરને કહેવા લાગ્યો કે મારા બાળકની જગ્યાએ મને ઉઠાવી લીધો હોય તો ? આમ ને આમ તે ખુબ જ નિરાશામાં જવા લાગ્યો. તેને તના જીવનનો કોઈ અર્થ દેખાયો નહિ.

એક દિવસ તે જ ગામમાં એક વૃધ્દ જે ઘર છોડીને છેલ્લા આઠ વર્ષથી તીર્થયાત્રા ઉપર ગયો હતો. તે માર્ટીન પાસે આવ્યો માર્ટીને પોતાની વીતી તેને જણાવી. અને કહ્યું કે હવે તેના માટે જીવવાની કોઈ આશા બાકી રહી નથી. ભગવાન ઈચ્છે અને હું પણ અહિયાંથી જતો રહું. વૃદ્ધએ એને સમજાવતા કહ્યું “ આવી વાત નથી કહેતા માર્ટીન ! ઈશ્વરની લીલા આપણને ખબ ન હોય આપને ઈચ્છીએ એવું થોડું હોતું હોય? ઈશ્વરની મરજી હતી બાળક મારી જાય અને તું જીવે એટલે આવું થયું. અને આમાં જ કઇક ભલાઈ હશે. માર્ટીને પૂછ્યું તો મારે કોનાં માટે જીવવાનું ? વૃધ્ધે એને સમજાવતા કહ્યું ઈશ્વર માટે. તેને જીવન આપ્યું છે. તો તેના માટેજ આપણે જીવવું જોઈએ. તેના થઇને રહેતા આવડી જશેતો પછી બધું સારું થઇ જશે.

આ સાંભળીને માર્ટીન ચુપ થઈ ગયો. અને પચ્યું કે ઈશ્વર માટે કેવી રીતે જીવવાનું? વૃદ્ધે ઉતર આપ્યો શાંત લોકોનો ચરિત્રથી ખબર પડે કે ઈશ્વર માટે જીવવાનાં ભાવ શ્હું છે. તું ઈજીલ ની પોથી વાંચવાનું રાખ. એમાં બધું લખ્યું છે. અને તેમાં ખબર પસ્ધે કે ઈશ્વરની મરજી અનુસાર રહેવું કેવું હશે. આ વાત માર્ટીન નાં મનમાં વસી ગઈ. તે બજાર ગયો અને ઈજીલ ની પોથી લઇ આવ્યો અને વાંચવાનું શરુ કર્યું. પહેલા તેને વિચાર્યું કે રજા નાં દિવસે વાંચી પણ એક વાર વાંચવાની શરૂઆત કરી, તો તેનો મન હલકો થવા લાગ્યો, કેટલીક વાર તો લાલતેન ની વાત ધીમે ધીકે ઓલવાઈ ને બંધ થતી જાય ત્યારે હાથમાંથી પોથી રાખતો. મોદી રાત સુધી વાંચ્યા કરતો અને જેમ તેમ વાંચતો તેમ તેમ તેનો જીવ સરળ થતો હતો. હવે માર્ટીન ની જીંદગી બદલી ગઈ તે પહેલા દારુ પીતો અને તોફાન કરતો ક્યારે વધારે પીને ઊંધું સીધું બકવા લાગતો. પણ હવે એ ટેવ જતી રહી તેના જીવનમાં શાંતિ આવી ગઈ. અને તે આનદમાં રહેવા લાગ્યો. સવારે તેના કામમાં બેથી જતો અને આખો દિવસ કામ કરતો અને રાત્રે પોથી લઇ વાંચવા બેસી જતો. જેટલો વાંચતો ગયો. તેટલો તેના દિમાગ તેજ થવા લાગ્યો. એક વખત એવું થયું કે માર્ટીન રાત્રે મોડા સુધી વાર્તા વાંચતો હતો જેના છઠ્ઠા અધ્યય તેને વાંચ્યું

“ જો કોઈ તારા કોટ ઉતારવા માંગે તો તું કુર્તા આગળ ઘરી દેજે જે તારી પાસે માંગે તે બધું તું આપી દેજે. ભગવાન ઇશા કહે છે કે તું પ્રભુ પ્રભુ તો કર્યા કરે છે પણ પ્રભુનું કહેવું માનતું નથી. જે મારી પાસે આવે છે મારું સાભળે છે તે એવા આદમી સમાન છે જે ને જમીન ની અંદર મકાન બનાવ્યું હોય અને પુર આવ્યું હોય તો પણ તેના ઘરને કોઈ નુકશાન ન થયું હોય. અને જે સાભળે છે પણ કઈ કરતો નથી એ એવા વ્યક્તિ સમાન છે જેને ધરતી ઉપર ઘર બન્વાયું પણ એના પાયા બનાવ્યા નહિ અને તેથી તેનો ધાર ડૂબી ગયો, કઈ બાકી ન રહ્યું.

માર્ટીને વાંચ્યું તો એ અંદરો અંદરજ લાગણી સભર થઇ ગયો. પોથીને સાઈડ માં મૂકી આ કથન ઉપર વિચારવા લાગ્યો. આ કથનો ઉપર વિચારવા લાગ્યો ખુદને જ પૂછવા લાગ્યો કે મારો ઘર ચટ્ટાન ઉપર છે કે રેત ઉપર . ચટ્ટાન ઉપર બધું ઈશ્વરની મરજી પ્રમાણે ચાલી રહ્યું છે. ગમે તે થાય જીવન છોરવું નહિ. જીવનમાં જ આનંદ છે. અને જીવનનો માલિક ભગવાન જ છે. આ બધું વિચારીને એ રડવા લાગ્યો. પણ તેને વાંચવાનું ચાલુ રાખ્યું. તે આગળ વાંચતો ગયો. ત્યાં આગળ લખેલું કે “ ઇસુ મસીહ એક સો વર્ષ ના વૃદ્ધનાં ત્યાં જાય છે તે તેમને ભોજન આપે છે. પછી ત્યાં એક અપરાધી સ્ત્રી પોતાના આંસુઓથી ભગવાનનાં ચરણ ધુએ છે. અને પોતાન કેસુઓ થી ચરણને લૂછે છે. આ પોથી નો ચાલીસમો અધ્યાય હોય છે ઇસુ મસીહ પેલા વ્યક્તિ સામે જોઈ સ્ત્રી વિષે વાત કરે છે. હું તમારા ત્યાં અતિથી થઇ ને આવ્યો છું પણ તમે મને પાણીનો પણ પૂછ્યું નથી જ્યારે તે સ્ત્રી પોતાના આંસુઓથી મારા ચરણ ધુએ છે. અને પોતાના કેશુથી લૂછે છે. તે મારા માથામાં તેલ પણ લગાવ્યો નથી. .. આ વાંચતા વાંચતા માર્ટીન વિચારે છે કે આ વ્યક્તિ મારા જેવી જ હશે. માત્ર પોતાના માટે જ જીવવું , અન્ય કોઈ ની ચિંતા નહિ પોતાનો જ વિચાર કરવો . મહેમાન ની પણ ચિંતા નહિ? અને મહેમાન પણ કોણ ? સ્વયં ભગવાન !આવું વિચારતા વિચારતા માર્ટીનને ઊંઘ આવી ગઈ. આટલામાં એના કાન પાસે ખુબ જ ધીમા આવજે કોઈએ માર્ટીન કહ્યું,. માર્ટીન ઊંઘ માંથી જાગ્યો. અને આજુ બાજુ જોવા લાગ્યો. ને પૂછ્યું કોણ? પણ કોઈએ જવાબ નાં આપ્યો એટલે તે ઉભો થઇ બારણા સુધી જઈ આવ્યો. પણ તેને કોઈ દેખાયું નહિ. એટલે ફરી પૂછ્યું કોણ? તો તેને સાફ અવાજ આવ્યું. કોઈ કહી રહ્યું હતું કે કાલે બારી ઉપર ધ્યાન રાખજે હું આવીશ. માર્ટીનને લાગ્યું કે તેને કોઈ સપનું જોયું પછી તેને દીવો ઓલવી દીધું અન્વે સુઈ ગયો.

બીજા દિવસે એ તડકો થાય એ પહેલા જાગી ગયો. ભજન કીર્તન અને પર્થાના કરી જમવાનું બાનાવી એ એના કામની જગ્યાએ આવ્યો અને કામ કરવા લાગ્યો. કામ કરતા કરતા એને રાત નાં વિચારોજ આવતા રહ્યા પછી તેને લાગ્યું કે આ સપનું હશે પછી વિચાર આવ્યું કે કદાચ સાચું પણ હોય.... to be cont…