Leo Tolstoy translated story - 3 books and stories free download online pdf in Gujarati

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 3

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - ૧ પ્રેમમાં ભગવાન ભાગ-૩

આગળ જોયું એમ એક સ્ત્રી તેના નાના બાળક ને લઈને ઠંડીથી બચવા પ્રયત્ન કરતી હતી. માર્ટીન એને જોઈ અંદર આવવા ઈશારો કરે છે.. હવે આગળ....

એક વૃદ્ધ વ્યક્તિ નાક ઉપર ચશ્માં પહેનેલ તેને બોલાવી રહ્યો છે એ જોઈ એ સ્ત્રીને અચરજ થયું...

પરતું એ ઘરમાં આવી ગઈ. એ અંદર આવી માર્ટીને એને હાથથી ઇસારો કર્યો અને ખાટ્લા ઉપર બેસવા કહ્યું. અને જણાવ્યું કે ત્યાં આગ ચાલુ છે તો બાળક ને ઠંડીથી રાહત થશે. બાળકને દુઘ પણ પીવડાવી દે. પરતું સ્ત્રી એ જણાવ્યું કે એને સવારથી કઈ ખાધુ નથી. તો બાળક ને દૂધ નહિ પીવડાવી શકું. માર્ટીને એની સામે જોયું પછી એક રોટલી કાઢી અને પોતે બાંવેલું શાક અને થોડીક અન્ય વસ્તુઓ જમવા માટે આપી.

લ્યો! અહિયાં બેશો અને જમવાનું શરુ કરો. બાળક ને મને આપી દે. હું એને સાચવીને ખાટલા ઉપર સુવડાવી માર્ટીન તેની પાસી બેસી ગયો. તે બાળક સાથે રમવા લાગ્યો. બાળકન સામે અલગ અલગ અવાજો કાઢવા લાગ્યો. પરતું બાળક વધારે રડવા લાગ્યું. ત્યારે માર્ટીને પોતાની આંગળી તેના મોઢા પાસે લઇ ગયો બાળકે તે મોઢામાં લેવાઈ કોશીસ કરી પરતું માર્ટીને આપી નહિ. કારણ કે જૂતા બનવતા બનાવતા એ કાળી પડી ગઈ હતી. શું ખબર એની ઉપર શું પણ લાગ્યું હશે.ત્યાર બાદ માર્ટીને તેને ગદગદી કરવા લાગ્યો. બાળક હવે હસવા લાગ્યો અને માર્ટીન સાથે રમવા લાગ્યો. આ જોઈ માર્ટીન પણ હસવા લાગ્યો.

સ્ત્રી જમતી હતી અને સાથે સાથે એ પણ બતાવતી હતી કે એ કોણ છે અને આવી હાલત કેવી રીતે થઇ છે. તેને બતાવ્યું કે મારો ઘણી સિપાહી હતો. અને રાજાને ત્યાં નોકરી કરતો હતો. છેલ્લા આઠ મહિના થઇ ગયા છે. ખબર નહિ એમને ક્યા મોકલવામાં આવ્યા છે. એમની કોઈ ખબર નથી મળી. પછી મેં રોટલી બનાવવાની નોકરી કરી પરતું જ્યારે પ્રસુતિ સમય આવ્યો તો મને કામ ઉપર નાં આવવા કહ્યું. ત્રણ મહિનાથી હું ભટકુંછું કે કઇક નોકરી મળી જાય મારી પાસે જે હતું તે બધું વેંચી દીધું હવે મારી પાસે કઈ નથી. કોઈ મને કામ ઉપર રાખવા તૈયાર નથી. અમારા ગામ માં એક નોકરાણી છે તે મને તેના સેઠ નાં ત્યાં કામ ઉપર લઇ જવા તૈયાર છે પરતું એ ખુબ જ દુર છે. ત્યાં આવવા જવામાં આખો દિવસ જાય આખો દિવસ બાળક સાથે એ કામ ન થઇ શકે. આ તો મારા મકાન માલિક સારા છે. નહિ તો હું ક્યા જતી માર્ટીન ને દુખ થયું. એને પૂછ્યું કોઈ ગરમ કાપડ છે, તારી પાસે ગરમ કાપડ હું ક્યાંથી લાવ? કાલે જ છ આના માં એક ઓછાડ ગીએવે મુક્યો છે. આટલું કહી સ્ત્રી ઉભી થઇ અને બાળક ને તેડી લીધું. માર્ટીન ઉભો થયો. અને ખાટ્લા નીચે એક જૂની પેટી હતી એને ખોલી એમાં કઈક શોધવા લાગ્યો. તેના હાથ માં એક ગરમ કાપડ આવ્યું. આ લે! તને બરાબર આવી જશે. પેલી સ્ત્રીએ કાપડ લીધો પછી વૃદ્ધ માર્ટીન સામે જોયું અને રડી પડી. માર્ટીન ફરી નીચે બેસી ખાટલા નીચે રાહેલ પેટી માં ફરીથી કઈક શોધવા લાગ્યો. પેલી સ્ત્રીએ માર્ટીનનો આભાર માન્યો અને કહ્યું કે સાચે જ ઈશ્વરે મને અહિયાં મોકલી છે. જો અહં અહિયાં નહિ આવતી તો મારું શું થતું. મારો બાળક પણ ઠંડી થી મારી જતો. હું જ્યારે ઘરમાં થી બહાર નીકળી ત્યારે આટલી બધી ઠંડી ન હતી પરતું અત્યારે તો ખુબ જ ઠંડી છે આ ઈશ્વરની મરજી હતી જેથી તમે બહાર જોયું અને મારા પર તમને દયા આવી. માર્ટીને હસી ને કહ્યું હા આ ઈશ્વરની જ મરજી હતી કે હું બારી બહાર જોવું. આ કોઈ સંજોગ ન હતો. અને માર્ટીને રાતની વાત કરી અને કહ્યું કે ઈશ્વરે મને કહ્યું હતું કે રાહ જો જે હું આવીશ. સ્ત્રી એ કહ્યું શું ખબર? ઈશ્વર તો કઈ પણ કરી શકે. સ્ત્રીએ પોતાના બાળક ને ચારે બાજુ ઓઢાવીને ફરી માર્ટીનનો આભાર માની જવા લાગી. ત્યારે માર્ટીને કહ્યું કે આ છ આના રાખ અને તારી ચાદર જે ગીરવે મૂકી છે એ છોડાવી લે જે. સ્ત્રીને માર્ટીન માં પ્રભુ નાં દર્શન થયા. તે ત્યાંથી નીકળી. સ્ત્રીના ગયા પછી માર્ટીન જમવા બેઠયો અને પછી વાસણો સાફ કરી થોડુક આમ તેમ કામ કર્યું અને પાછુ બારી પાસે આવીને પોતાના કામ માં લાગી ગયો. પરતું આ બધામાં પણ તે બારી બહાર જોવાનું બંધ ન કર્યું. બારી બહાર કોઈ પડછાયો પણ આવતો તો એ ત્યાં જોઈ લેતો.

થોડીવાર પછી ફરી એક ફ્રુટ વેચવા વાળી સ્ત્રી આવી. તેની ટોકરી માં થોડાક સફરજન હતા. ટોકરી જોઈને લાગતું હતું કે મોટા ભાગના સફરજન વેચી ને આવી છે. તેના હાથમાં બીજી એક થેલી હતી. તેમાં થોડુક સામાન હતો. તેનાં વજનથી હાથ તે દુખાઈ રહ્યો હોય એવું લાગ્યું અને એ હાથ બદલવા માટે તેની ટોકરીને નીચે એક થાંભલા પાસે મૂકી અને થેલીને બીજા હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. એ જ સમયે એક ફાટેલી ટોપી પહેનેલો નાનો છોકરો ભાગીને આવ્યો અને પેલી સ્ત્રી નાં ટોકરી માંથી એક સફરજન લઇ ભાગવા લાગ્યો પરતું પેલી સ્ત્રીએ સ્ફૂર્તિ થી છોકરાને પકડી લીધો. છોકરાએ ખુબ જ પ્રયત્ન કર્યો છૂટવા માટે પણ સ્ત્રી ને પકડ મજ્બુત હતી. એ છૂટી શક્યો નહિ. સ્ત્રીએ છોકરા ની ટોપી પણ ફેંકી દીધી એટલે છોકરો રડવા લાગ્યો. આ જોઈ સ્ત્રીને વધારે ગુસ્સો આવ્યો.

આ બધું માર્ટીન બારી માંથી જોઈ રહેલ હતો. તે ઝડપથી બહાર આવ્યો. ઉતાવકળમાં તે એક બે પગથીયા પણ ભૂલી ગયો. ઉતાવળ માં તે જૂતા સાંધવા માટેની સોઈ અને દોરો પણ સાથે સી આવ્યો. તે દાદર ઉતારી નીચે આવ્યો. સ્ત્રીને અને બાળકો ને અલગ કર્યો. સ્ત્રી હજુ પણ પેલા છોકરાને મારતી હતી. અને પોલીસને આપવાની વાત કરતી હતી. છોકરાને બાજુમાં કરી માર્ટીને કહ્યું જવા દે હવે એને! નાનો બાળક છે. એને માફ કર ભગવાન માટે. આજ પછી એ આવું નહિ કરે. સ્ત્રીએ છોકરાને છોડી દીધો પરતું એને બબડવાનું ચાલુ રાખ્યું, આ બદમાસ ને હું છોડીસ નહિ. એને પોલીસનાં હાથમાં આપીશ. માર્ટીન સ્ત્રી સામે જોઈ રહ્યો. માર્ટીને ફરી કહ્યું ભગવાન માટે એને માફ કર. અરે ભાઈ! માર્ટીને કહ્યું જવા દે આ રીત સારી નથી. માર્ટીને છોકરાને સફરજન આપ્યું અને કહ્યું કે આના રૂપિયા હું આપીશ. સ્ત્રીએ કહ્યું આ રીતે આ છોકરો બગડી જશે. એને માર પડવી જ જોઈએ જેથી એ સીધો થાય. માર્ટીને કહ્યું જવા દે જવા દે! આ રીત સાચી નથી. લોકો આવું કરે પણ ઈશ્વર એને માફ કરે છે. આપને પણ માફ કરતા શીખવું જોઈએ જેથી ઈશ્વર આપણને માફ કરે એક સફરજન ની ચોરી માટે આને માર પડે તો વિચાર કે આપને કેટલા બધા પાપ કરીએ છીએ તો આપણને કેટલી બધી માર પડશે. સ્ત્રી ચુપ થઇ ગઈ. માર્ટીને પાછુ કહ્યું પ્રભુ તો આપણની ઉપર કૃપા જ કરે છે પરતું આપને ભક્તો થઇને બીજા ઉપર કૃપા કરી શકતા નથી. સ્ત્રી હવે કઈ ન બોલી છોકરો પણ ઉભો ઉભો સાંભળતો હતો. “ પ્રભુ એ કહ્યું છે કે માફ કરો” જે માફ નહિ કરે એને ઈશ્વર પણ માફ નહિ કરે. દરેક ને માફી આપો નાના બાળકને તો માફી મળવી જ જોઈએ. એ તો સાચું છે પરતું બાળકો બગડતા જાય એનું શું? સ્ત્રીએ કહ્યું. માર્ટીને કહ્યું એ તો આપના હાથ માં છે કે તેમને કેવી રીતે સુધારવા.. to be cont…