Mohru - 5 books and stories free download online pdf in Gujarati

મહોરું - 5

( પ્રકરણ : પ )

કલગી ડઘાઈ ગઈ હતી. તેની સાથે આ બધું શું બની રહ્યું હતું ?! તે આ ભેદી અને ખૂની ચક્કરમાંથી બહાર નીકળવાને બદલે વધુ ને વધુ ફસાઈ રહી હતી ! તેને શું કરવું એની જ કંઈ સમજ પડતી નહોતી.

‘તે પોતે કલગી છે !’ એ હકીકત હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતો ઈન્ડિયન એમ્બસીનો એ ઑફિસર જાણતો હતો. પણ એ ઑફિસર મરી ગયો હતો, એને ડૉકટર બુશરાનો અવાજ પડયો. તે વિચારોમાંથી બહાર આવી.

તેણે જોયું તો ડૉકટર બુશરા તેની સામે તાકી રહેતાં કહી રહી હતી : ‘ચાલ, વાતને આગળ વધાર. તું ગેલોપ ફાઇનેન્શિયલ- ના પેલા સુપર કૉમ્પ્યુટર પર બેઠી એ પછી આગળ શું બન્યું ? !’

કલગીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહેવા માંડયું : ‘હું સુપર કૉમ્પ્યુટર પર મારા કામમાં પરોવાઈ હતી. પણ હજુ થોડીક નહિ ?!’ કલગીએ આદિલ તરફ વળીને જોતાં સહેજ હસીને કહ્યું : ‘હું કલગી છું !’

‘ના, તું કલગી નથી ! મેં હમણાં ‘સોહા ઈન્ટરનેશનલ’ના માલિક હામિદ સાથે વાત કરી.’ આદિલે કહ્યું : ‘મેં એને કહ્યું કે, ‘‘હું તારા આવવાથી ખૂબ જ ખુશ છું.’’ તો એણે કહ્યું કે, ‘‘તું દગાબાજ છે.’’

‘આ તમે શું કહી રહ્યા છો ?’ મારી નાંખવામાં આવ્યો હતો! એને એ શયતાનોએ જ મારી નાંખ્યો હતો જેમણે તેને આવી પરિસ્થિતીમાં મૂકી હતી તેને જેલભેગી કરી હતી ! આખરે કોણ હતા એ શયતાનો ?! શું બગાડયું હતું તેણે એ લોકોનું ?!!

‘તોરલ !’ કલગીના કાને લેડી મિનીટો જ વીતી હતી ત્યાં જ..’ અને કલગી સામે એ વખતનું દૃશ્ય તરવરી ઊઠયું.

સુપર કૉમ્પ્યુટર રૂમનો દરવાજો ખોલીને આદિલ અબ્બાસી અંદર ધસી આવ્યો : ‘....કોણ છે તું ?!’ આદિલ અબ્બાસીએ સીધું જ તેને પુછયું.

‘...એટલે હું કંઈ સમજી

‘તમારી પાસે કોઈ સાબિતી છે, તમારા કલગી હોવાની..?!’ આદિલે પુછયું : ‘..જેમ કે પાસપોર્ટ...?!’

‘...છે ને !’ કહેતાં કલગીએ તેનું પર્સ હાથમાં લીધું પણ ત્યાં જ તેને યાદ આવ્યું કે, એમાં રહેલા પાસપોર્ટમાં તો તેના નામની જગ્યાએ ‘તોરલ’ નામ લખાયેલું એ ઑફિસરને એ શયતાનોએ જ મારી નાંખ્યો હતો જેમણે તેને જેલભેગી કરી હતી ! આખરે કોણ હતા એ શયતાનો?!

છે. ‘સર !’ તેણે આદિલને કહ્યું

‘મારો પાસપોર્ટ મારી હોટલમાં પડયો છે.’ અને કલગીએ પર્સમાંથી મોબાઈલ ફોન કાઢયો

‘હું મિસ્ટર હામિદ સાથે વાત કરાવી આપું છું, એટલે ગેરસમજ દૂર થઈ જશે.’ અને તેણે સામેવાળાની વાતચીત આદિલ પણ સાંભળી શકે એ માટેનું બટન દબાવીને પછી ‘સોહા ઈન્ટરનેશનલ’નો ફોન નંબર લગાવ્યો.

કલગીના મોબાઈલમાંથી ‘સોહા ઈન્ટરનેશનલ, ફરમાવો, પ્લીઝ.’ ઓપરેટરનો અવાજ ગૂંજ્યો એટલે કલગીએ મોબાઈલમાં કહ્યું : ‘જી, હું કલગી બોલી રહી છું. તમે. ’

‘એક મિનીટ, ચાલુ રાખો !’ ઓપરેટરનો અવાજ સંભળાયો, ‘હું કલગીને લાઈન આપું છું.’

‘મારે કલગીનું કામ નથી. હું પોતે જ કલગી બોલું છું.’ કલગીએ કહ્યું પણ સામેથી ઓપરેટરનો જવાબ સંભળાયો નહિ અને સાતમી પળે સામેથી અવાજ સંભળાયો : ‘હેલ્લો ! હું કલગી બોલું છું, બોલો !’

કલગી ચોંકી : ‘..કોણ બોલો છો તમે ?!’

‘હું કલગી બોલું છું.’ સામેથી અવાજ આવ્યો : ‘બોલો શું હતું?!’

કલગીને શું બોલવું એ જ સમજાયું નહિ. તેણે આદિલ સામે જોયું.

‘આને બહાર કાઢ.’ આદિલે કહ્યું એ સાથે જ સિકયુરિટી ગાર્ડે તેને બાવડેથી પકડીને ઊભી કરી. ‘જુઓ ! કોઈ ગેરસમજ થાય છે. હકીકતમાં હું જ કલગી છું અને હામિદ સરે જ મને અહીં મોકલી છે.’ પણ કલગી પોતાની વાત પુરી કરે એટલી વારમાં તો એ સિકયુરિટી ગાર્ડે તેને સુપર કૉમ્પ્યુટર રૂમ પછીના નાનકડા રૂમમાંથી બહાર કાઢીને લૉબીમાં લાવી દીધી હતી. તેની પાછળ આદિલ પણ હતો : ‘...આને બહાર કાઢો !’ ત્યાંથી પસાર થઈ રહેલા બીજા બે માણસોને આદિલે કહ્યું એટલે એ બન્ને માણસોએે પણ કલગીને કોઈ ચોર-લુંટારાની જેમ પકડીને બહાર ધકેલવા માંડી.

‘તમે મારી સાથે આ રીતના ન વર્તો, પ્લીઝ ! હું કલગી જ છું.’ કલગીએ કહ્યું, એટલી વારમાં તો સિકયુરિટી ગાર્ડે તેમ જ એ બન્ને માણસોએ તેને મેઈન ડૉરની બહાર લાવી દીધી.

‘હટો, છોડી દો, મેડમને.’ કલગીને ઘેરીને ઊભેલા સિક્યુરીટી ગાર્ડ અને એ બન્ને માણસોને ખસેડતા ટૅકસીવાળા ઓમરે કહ્યું : ‘હું આ મેડમને ઓળખું છું અને તમારા મોટા સાહેબ મને ઓળખે છે.’

એ બધાંએ કલગીને છોડી. ‘ચાલો હટો, અમને જવા દો !’ કહેતાં કલગીને બાવડા પાસેથી પકડીને ઓમર ટૅકસી તરફ આગળ વધ્યો. કલગી તેની સાથે ચાલતાં પાછળ જોવા ગઈ એટલે વધુ ઉતાવળે ચાલતા ઓમર બોલ્યો : ‘..પાછળ ન જુઓ. જલ્દી અહીંથી ચાલો !’

‘શું તું આમના સાહેબને ઓળખે છે ?’ કલગીએ પુછયું. ‘ના !’ ઓમરે કહ્યું : ‘હું નથી ઓળખતો. પણ એ બધાંની ચુંગલમાંથી તમને બહાર કાઢવા માટે મારે ખોટું બોલવું પડયું.’

‘હા, એ તેં સારું કર્યું.’ કલગીએ કહ્યું, ત્યાં સુધીમાં તે ઓમર સાથે ઓમરની ટૅકસી નજીક પહોંચી ચુકી હતી.

કલગીને ટૅકસીની પાછલી સીટ પર બેસાડીને ઓમરે ટૅકસી આગળ વધારતાં પુછયું : ‘અંદર શું થયું હતું, મેડમ ?!’

‘મને કંઈ સમજાતું નથી. કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. કોઈએ મારી જગ્યા લઈ લીધી છે, એટલે કે..,’ કલગીએ કહ્યું : ‘..એટલે કે કોઈએ મારો પાસપોર્ટ, લાઇસન્સ, ક્રેડિટ કાર્ડ, મારું નામ, મારી.. મારી ઓળખ લઈ લીધી છે.’

‘મને ખબર હતી, ‘ગેલોપ’-માં જરૂર કંઈક ગરબડ છે.’

‘ગરબડ તો મારી કંપની ‘સોહા ઈન્ટરનેશનલ’માં છે.’ કલગી બોલી : ‘ત્યાં કોઈએ મારી જગ્યા લઈ લીધી છે. પણ ગેલોપ ફાઇનેન્શિયલમાં તો મને ગરબડ જેવું કંઈ લાગ્યું નહિ !’

‘તમને ખ્યાલ નહિ આવે પણ અસલમાં ‘ગેલોપ’નો ખરો માલિક આદિલ અબ્બાસી નહિ, પરંતુ એન્ટોનિયો છે !’ ‘એન્ટોનિયો ?!’ કલગીએ પુછયું : ‘એન્ટોનિયો તે વળી કોણ છે ? !’

‘હથિયારોનો વહેપારી !’ ઓમર બોલ્યો : ‘એ ખૂબ જ ખરાબ માણસ છે. ઈન્સાન નહિ જલ્લાદ છે એ ! એ જ હકીકતમાં આ  ગેલોપ  ફાઇનેન્શિયલનો માલિક છે. તમે સંભાળજો.’ ‘હં !’ કલગી બોલી.

‘હવે તમને કયાં લઈ ચાલુ, મેડમ !’ ઓમરે પુછયું.

‘સોહા ઈન્ટરનેશનલ લઈ લે.’ કલગીએ કહ્યું.

થોડીક મિનિટોમાં ઓમરે સોહા ઈન્ટરનેશનલના મેઈન ડોર પાસે ટૅકસી ઊભી રાખી.

‘હું જઈને આવું છું. તું અહીં રોકાઈશ ને, ઓમર ?!’ ‘હા, બેશક !’

‘થૅન્કયૂ, ઓમર !’ કલગીનો અવાજ ગળગળો થઈ ગયો : ‘જો તું ન હોત તો શી ખબર મારું શું થાત ?!’

‘બધાંનો અલ્લાહ છે!’ ઓમર બોલ્યો : ‘તમે ગભરાશો નહિ, હું પાર્કિંગમાં જ ટૅકસીમાં તમારી વાટ જોતો બેઠો હોઈશ.’ ‘ઓ. કે. ઓમર !’ કહેતાં કલગી ટૅકસીમાંથી નીકળીને સોહા ઈન્ટરનેશનલના મેઈન ડોર તરફ આગળ વધી ગઈ.

તે અંદર દાખલ થઈ. તેણે જોયું તો રિસેપ્શનીસ્ટ બે યુવાનો સાથે વાતચીતમાં રોકાયેલી હતી. કલગીએ આસપાસમાં નજર ફેરવી. તેની નજર જમણી બાજુ આવેલા રૂમની બહાર ઝૂલી રહેલી નેમ પ્લેટો પર પડી. એમાં બીજા રૂમની બહાર જ તેના નામની, કલગીના નામની પ્લેટ ઝુલી રહી હતી. કલગી ઝડપી પગલે પોતાના નામવાળા રૂમના દરવાજા પાસે પહોંચી ને રૂમની અંદર દાખલ થઈ ગઈ.

અંદર એક યુવતી ખૂણામાં આવેલા ડ્રોઅરમાંથી કોઈ ફાઈલ કાઢી રહી હતી.

‘મિસ કલગી !’ કલગીએ કહ્યું, એટલે ‘યસ !’ કહેતા એ યુવતી કલગી તરફ ફરી અને એ યુવતીનો ચહેરો જોતાં જ કલગી ચોંકી ઊઠી. આ તો... આ તો એ જ યુવતી અનામિકા હતી જે તેને ગઈકાલે ખૈબર હોટલમાં ઈલેકટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થઈ અને બધાંને બહાર કાઢવામાં આવ્યા ત્યારે મળી હતી અને તેની સાથે કૉફી પીધી હતી !

‘અનામિકા તું ?!’ કલગીના મોઢેથી આશ્ચર્ય ને આંચકાભર્યો અવાજ સરી પડયો.

‘મારું નામ અનામિકા નહિ પણ કલગી છે !’ અનામિકાએ કલગીને કહીને પુછયું : ‘..અને તું કોણ છે ?’

‘હું કલગી છું, અને તને એની બરાબર ખબર છે, અને..’ કલગી અનામિકા તરફ ધસી : ‘....અને તેં...તેં આ મારા જ કપડાં પહેર્યાં છે ?!’

‘હું...,’

‘તું આવું શા માટે કરી રહી છે, અનામિકા ?!’ કલગીએ પૂછીને કહ્યું : ‘અને મેં હોટલમાં તારા વિશે પુછયું, ત્યારે મને જાણવા મળ્યું કે, તું એ હોટલમાં કદી રોકાઈ જ નહોતી.’

‘ઠીક છે ! પણ હું કલગી છું એટલે તું કલગી ન હોઈ શકે !’ અનામિકાએ કલગીને કહ્યું, ત્યાંજ સૂટ-બૂટ પહેરેલો એક પંચાવન વરસનો માણસ અંદર આવ્યો : ‘શું થયું ?! આ શાની બૂમાબૂમ ચાલી રહી છે ? !’

‘હામિદ સર ! સારું થયું તમે આવી ગયા !’ અનામિકા હામિદ પાસે પહોંચી ગઈ : ‘શી ખબર આ પાગલ યુવતી કયાંથી અંદર ઘુસી આવી છે અને...’

‘ઓહ !’ કલગીએ રાહતનો શ્વાસ લેતાં કહ્યું : ‘સારું થયું તમે આવી ગયા, હામિદ સર !’

‘તું કોણ છે ?!’ હામિદે કલગીને પુછયું.

‘હું કલગી છું. મને તમે ઈન્ડિયાથી બોલાવી છે ને !’ કલગીએ કહ્યું.

હામિદના ચહેરા પર આશ્ચર્ય આવ્યું. તેણે અનામિકા તરફ જોતાં પુછયું : ‘કલગી ! આ કોણ છે ?’

‘આનું નામ અનામિકા છે અને હું કલગી છું, સર !’ કલગી ચિલ્લાઈ ઊઠી : ‘આ અનામિકા દગાબાજ છે, સર ! આણે મારું બધું જ છીનવી લીધું છે. મારું નામ, મારું ક્રેડિટ કાર્ડ, મારા કપડાં..’ કલગીનો અવાજ કાંપવા માંડયો, ‘યાદ છે તમને, આજે સવારે મેં તમારી સાથે ફોન પર વાત કરી હતી અને..’

‘આણે નહિ મેં તમારી સાથે વાત કરી હતી, સર !’ અનામિકા કલગીની વાત કાપી નાખતા બોલી : ‘સર ! મેં કહેલું કે હું મારો પાસપોર્ટ લેવા માટે ઈન્ડિયન એમ્બસી થઈને પછી ગેલોપ ફાઈનેન્શિયલ જઈશ, પણ પછી હું તમને મળવા માટે સીધી જ અહીં આવી અને તમે મને મારી આ ઑફિસમાંથી ફાઈલ...’

‘હે ભગવાન !’ કલગી બોલી ઊઠી : ‘આનો મતલબ એ કે આ બદમાશ આપણાં ફોન પણ ટેપ કરાવી રહી છે !’

‘સર ! આ મને નાહકની જુઠ્ઠી પાડી રહી છે !’ અનામિકા બોલી : ‘સર ! તમને યાદ છે,

તમે મને નોકરી આપી ત્યારે મેં તમને ઢગલાબંધ ગુલાબના ફૂલ મોકલ્યાં હતાં !’

‘હા, મને યાદ છે !’ હામિદ બોલ્યો.

‘સર !’ કલગી બોલી : ‘આ વાત તો મેં જ આને કહી હતી.’ ‘જુઓ..’ અને અનામિકાએ પર્સમાંથી પાસપોર્ટ કાઢીને હામિદને બતાવ્યો : ‘..આજ સવારે જ હું મારો આ પાસપોર્ટ રિન્યુ કરાવીને આવી છું.’

હામિદે પાસપોર્ટમાં નજર નાંખી. એમાં અનામિકાનો ફોટો હતો અને કલગી નામ લખાયેલું હતું. ‘આમાં આના નામની જગ્યાએ કલગી જ લખાયેલું છે.’ હામિદે કલગીને કહ્યું : ‘લાવ, તારો પાસપોર્ટ બતાવ.’

‘મારો પાસપોર્ટ...!’ અને કલગી આગળ બોલતાં અટકી. તેના પાસપોર્ટમાં તો તેના કલગીના નામની જગ્યાએ તોરલ લખાયેલું હતું. તે એ પાસપોર્ટ હામિદને બતાવી શકે એમ નહોતી. તેણે અનામિકા સામે જોયું. એ ભેદી મલકી રહી હતી. ‘સર !’ કલગીએ હામિદ સામે જોયું : ‘હું તમને કેવી રીતના સમજાવું સર, પણ તમે મને કહેલું એટલે હું ગેલોપ ફાઇનેન્શિયલ ગઈ હતી અને ત્યાં હું આદિલ અબ્બાસીના કૉમ્પ્યુટર પર બેઠી હતી અને મેં એમના સિકયુરિટી કોડ એકસેસ કર્યા હતા.’

‘શું....’ હામિદ બોલ્યો :

‘....શું તમે એમ કહ્યું કે, તમે ‘ગેલોપ’ની કૉમ્પ્યુટર સિસ્ટમના સિકયુરિટી કોડ એકસેસ કર્યા હતા !’

‘હા !’ કલગી બોલી.

‘હમણાં  થોડીક મીનીટો પહેલાં જ ‘ગેલોપ’માંથી ફોન આવ્યો હતો કે, એમની કૉમ્પ્યુટર સિસ્ટમમાંથી દસ મિલીયન ડૉલર ગૂમ છે.’ હામિદ બોલ્યો.

કલગીને સાપ સૂંઘી ગયો.

આમાં તો તે ફસાઈ જશે ! અને તેને લાગ્યું કે અત્યારે તો અહીંથી ભાગી છુટવામાં જ તેની ભલાઈ છે. અને તે દરવાજાની બહાર દોડી ગઈ એટલે હામિદે બૂમો પાડવા માંડી : ‘પકડો એને. એ છટકવી ન જોઈએ !’ પણ એટલી વારમાં તો કલગી મેઈન ડૉર સુધી પહોંચી ગઈ હતી.

કલગી મેઈન ડોરની બહાર નીકળીને પાર્કિંગ તરફ દોડી.

તે ઓમરની ટૅકસી પાસે પહોંચી. ટેકસીની ડ્રાઈવિંગ સીટ પર ઓમર બેઠેલો દેખાયો. ‘જલ્દી ટૅકસી દોડાવ, ઓમર !’ બોલતાં કલગી ઓમરની બાજુની સીટ પર બેસી ગઈ : ‘જલ્દી... જલ્દી ટૅકસી દોડાવ, ઓમર !’ અને તે ઓમર તરફ જોવા ગઈ, ત્યાં જ ઓમર તેના ખોળામાં ઢળી પડયો. કલગીએ ચોક્તાં ખોળામાં પડેલા ઓમર તરફ જોયું અને ચીસ પાડવા માટે તેનું મોઢું ફાટયું, પણ આઘાતને કારણે તેના મોઢામાંથી ચીસ પણ નીકળી શકી નહિ.

તેના ખોળામાં આવી પડેલા ઓમરના લમણે ગોળી વાગેલી હતી અને ગોળીના ‘ઘા’માંથી નીકળી રહેલું લોહી ઓમરના ગાલને લાલઘૂમ બનાવી રહ્યું હતું. ઓમરની આંખો ફાટેલી હતી ને એ ફાટેલી આંખોમાંની નિર્જીવ કીકીઓ કલગી તરફ તાકી રહી હતી !

( વધુ આવતા અંકે )