Officer Sheldon - 9 books and stories free download online pdf in Gujarati

ઓફિસર શેલ્ડન - 9

( બધા પૂરાવા ધીમે ધીમે મિસ્ટર વિલ્સનની સામે આંગળી ચીંધી રહ્યા હતા.. શું એનો જ હાથ ડાર્વિનના મોતમાં હશે ?. હવે વધુ આગળ )

શેલ્ડન : જ્યાં સુધી પુરાવા ન મળે અને એ સાબિત ન થાય કે મિસ્ટર વિલ્સને જ ડાર્વિનની હત્યા કરી હતી ત્યાં સુધી આપણે તેણે પકડી શકીએ એમ નથી. હા એણે તપાસ અને પૂછતાછ માટે બોલાવો. હેનરી એણે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવવા જણાવી દે.

હેનરી : જી સર.

શેલ્ડન :માત્ર સામાન્ય પૂછતાછ માટે બોલાવી રહ્યા છે એજ પ્રમાણે રાખજે. એ સાવચેત ન થઈ જાય એનુ ઘ્યાન રાખજે.

હેનરી : જી સર

શેલ્ડન : માર્ટીન પેલા ઓઈલ વિશે શું જાણકરી મળી ? કોઈ એણે ખરીદવા કે એવુ ગયુ છે ? શું મળ્યુ તપાસમાં ?

માર્ટીન : સર એણે ખરીદવા માટે તો કોઈ ગયુ નથી. ડાર્વિનના ઘરના આસપાસની બધી દુકાનોમા મેં તપાસ કરી જોઇ. આસપાસના બધા ગેરેજ પણ ફંફોસી જોયા. એવી કોઈ ગાડી પણ ત્યાં રીપેર કામ માટે આવી નથી.હા નજીકમાં એક ગેરેજ છે. ત્યાં કામ કરતો એક મિકેનિક છેલ્લા ત્રણ દિવસથી ગેરેજ પર આવ્યો નથી. જોકે તેના સહકર્મચારીઓ સાથે વાત કરતા એમ જાણવા મળ્યું છે કે તે અવાર-નવાર આમ અચાનક કામ છોડીને પોતાની માંને મળવા માટે ગામડે ચાલ્યો જાય છે. અઠવાડિયા પછી પાછો પણ આવી જાય છે.બાકી એના સિવાય બીજી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.


શેલ્ડન : ઠીક છે. એના વિશે માહિતી લેતો રેહજે કે એ આવ્યો કે નહિ કામ પર.

( થોડા સમય બાદ ત્યાં મિસ્ટર વિલ્સન આવે છે. )

શેલ્ડન : મિસ્ટર વિલ્સન સ્ટોક્સ.

વિલ્સન : યસ સર . મને કેમ આમ અચાનક બોલાવવામાં આવ્યો છે અહીં ?શેલ્ડન : તો તમે જે દિવસે ડાર્વિનનુ મૃત્યુ થયુ એ દિવસે કયાં હતા ?

વિલ્સન : સર મેં કીધુ હતુ પહેલા એમ. એ દિવસે સવારે હું મારા ઘરે જ હતો. બાદમાં ભાઈને મળવા અહીં આવવા નીકળ્યો . અને અહીં આવીને ભાઈને મળી શકુ એ પહેલા તો એનુ મોત થઈ ગયુ.

શેલ્ડન : તમારા ભાઈનુ મોત થયુ એ જ દિવસે અચાનક તમને એણે મળવાની ઈચ્છા થઈ આવી !!!


વિલ્સન : સર હું એણે મળવા માટે દર અઠવાડિયે આવતો જ હતો.હવે અચાનક આવી કોઈ ઘટના થઈ જશે એવી કયાં ખબર હતી. ભાઈને મળવા આવવુ એ કયાં ગુનો છે !!!!શેલ્ડન : ના ના ભાઈને મળવા આવવુ જરાય ગુનો નથી. જોકે મિસ્ટર વિલ્સન સ્ટોક્સ ભાઇ સાથે સતત જમીન વેચવા માટે તકરાર થવી સ્વાભાવિક તો નથી !!


વિલ્સન : આવુ કોણે કહ્યુ આપણે ? જરુર પેલા નોકરે તમારા કાન ભર્યા હશે.. કામ કઈં કરતો નહોતો આસપાસ શું થાય છે એના ઉપર જ એની નજર રહેતી ..


શેલ્ડન : પણ વાત તો સાચી છે ને ..?


વિલ્સન : સર એવી કોઈ મોટી તકરાર નથી થઈ. હા હું માનુ છુ કે મારા ભાગની જે જમીન હતી એણે વેચીને હું જે પૈસા આવે તેને મારા ધંધા માટે વાપરવા ઇચ્છતો હતો. અને ક્યારેક એ બાબતે અમારા બંને ભાઈઓ વચ્ચે ચર્ચા થતી !!


શેલ્ડન : પરંતુ જમીન વેચાઈ જાત તો ફાયદો તો તમને થાત જ..


વિલ્સન : સર હું માનુ છુ કે ધંધામાં હમણા મારા હાથ થોડા તંગ છે અને તેથી હું ભાઈને જમીન મારા ભાગની વેચી દેવા માટે માંગ કરતો હતો.


શેલ્ડન : જેણે ડાર્વિન માનતો ન હતો..


વિલ્સન : એમ નથી સર. બસ એની ઈચ્છા હતી કે બાપદાદાની જમીન છે તો એને ન વેચીએ. તેથી ક્યારેક ચર્ચા થતી પણ એણે તકરાર ન કેહવાય.


શેલ્ડન : અને આ વીમા પોલિસીના પૈસા તમને મળશે ને હવે ?


વિલ્સન ચોંકી જાય છે ... : એટલે આપ એમ કહેવા માંગો છો કે જમીન અને પોલિસીની લાલચે મેં .....


શેલ્ડન : હું તો માત્ર પુછી રહ્યો છુ...


વિલ્સન : આપણા સવાલો ઉપરથી એમ જ લાગી રહયુ છે કે તમે મને જ ગુનેગાર માનો છો.


શેલ્ડન : પૂછપરછ અને તપાસ કરવુ અમારુ કામ છે. એ દરમ્યાન અમે સૌને શંકાની નજરે જ જોઈએ છે જયાં સુધી ગુનેગાર મળી ન જાય.


વિલ્સન : સર હું મારા ભાઈને અપાર પ્રેમ કરતો હતો.થોડા પૈસાની લાલચે હું સપનામાં પણ આમ ન વિચારુ. તમારી કોઈએ કાન ભંભેરની કરી છે.


શેલ્ડન : ઠીક છે. હાલમાં આપ જઇ શકો છો.જરૂર પડે ફરી બોલાવીશુ.


મિસ્ટર વિલ્સન સ્ટોક્સ ત્યાંથી બહાર નીકળે છે.


હેનરી : સર તમે આને જવા કેમ દીધો ?


શેલ્ડન એમની સિગારેટ સળગાવે છે અને તેના કસ લેતા લેતા કહે છે : જો હેનરી હજુ આપણી પાસે આની સામે કોઈ ઠોસ પૂરાવા નથી.હમણા એની ધરપકડ કરવી યોગ્ય નથી. એની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખજો. કેસ હજુ મજબૂત બનાવવો પડશે..

( મિસ્ટર વિલ્સન સામે કયા નવા પૂરાવા ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ શોધી શકશે ? હજી કોઈ નવી વિગતો આ કેસમાં બહાર આવશે ? વધુ આવતા અંકે ....)