Officer Sheldon - 10 books and stories free download online pdf in Gujarati

ઓફિસર શેલ્ડન - 10

( મિસ્ટર વિલ્સનની સામે ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ હજુ વધુ પૂરાવા શોધી રહી છે. વધુ શું નવુ મળે છે તે હવે આગળ જોઈએ... )

શેલ્ડન: ગુડ મોર્નિંગ ડોક્ટર શું નવા સમાચાર છે કંઈ નવુ મળ્યુ તને ?

ફ્રાન્સિસ : પધારો સાહેબ. અમે પીએમસીટી ( PMCT ) એટલે કે પોસ્ટમોર્ટમ સીટીસ્કેન કર્યો છે. આ સૌથી અત્યાધુનિક પદ્ધતિ છે જેમાં જેમ કે આ કેસ છે જેમાં સંપૂર્ણપણે આગ લાગી જવાને કારણે આપણે પોસ્ટમોર્ટમ કરીને વિગત મેળવી શક્યા નથી તેથી હવે પોસ્ટમોર્ટમ સીટી સ્કેન કરેલ છે

શેલ્ડન : અરે વાહ આના દ્વારા આનો ચહેરો બની શકશે ?

ફ્રાન્સિસ : ચહેરો તો બની શકે તેમ નથી પરંતુ આ સીટીસ્કેન ઉપરથી એક વાત તો નક્કી છે આ વ્યક્તિની હત્યા થયેલ છે.

શેલ્ડન : અને તુ એ વાત આટલી ચોકસાઈથી કઈ રીતે કહી શકે ?

ફ્રાન્સિસ : જો આ સીટી સ્કેન પ્રમાણે કોઈ ધારદાર વસ્તુથી એના ગળાના ભાગમાં હુમલો થયેલો છે જે સ્પષ્ટપણે જોઇ શકાય છે.

શેલ્ડન : હત્યાનુ સાધન શું હોઈ શકે ?

ફ્રાન્સિસ : ચોક્કસપણે તો કહી ન શકાય પરંતુ જે પ્રમાણે ઘા છે એ જોઇને તો એમ લાગે છે કે ધારદાર ચપ્પુ વડે તેની હત્યા થઈ છે.

શેલ્ડન : ટુંકમાં હત્યા થઈ છે એ બાબતે હવે કોઈ શંકા નથી.

ફ્રાન્સિસ : જરા પણ નહીં. સાથે જ બીજી વાત કે એના શરીરની અંદર કે બહાર એવુ બીજુ કોઈ જ ડિવાઇસ મળ્યુ નથી કે જેના દ્વારા તેની ઓળખાણ થઈ શકે.

શેલ્ડન : એટલે હવે તેની ઓળખાણ માટે ડી.એન.એ ટેસ્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી એમ ને ?

ફ્રાન્સિસ : બિલકુલ બરાબર. તેના કરોડરજ્જુના ભાગમાંથી અમે સેમ્પલ લઈ લીધેલ છે અને રિપોર્ટ માટે તેને મોકલી આપ્યું છે થોડા દિવસમાં રિપોર્ટ પણ આવી જશે.

શેલ્ડન : ચલો સરસ.

ફ્રાન્સિસ : બાકી તમારી તપાસ શું કહે છે ?

શેલ્ડન : કોઈ હત્યા કેમ કરી શકે ડાર્વિનની એ હજી સ્પષ્ટ થઈ શક્યુ નથી.હાલ તેના ભાઈ ઉપર શંકાની સોઇ છે પરંતુ તેને સાબિત કરવા માટે હજુ પૂરતા પુરાવા મળ્યા નથી.


ફ્રાન્સિસ : હત્યા તો થઈ છે શેલ્ડન. અને જેમ તે કીધું અગ્નિશામક તંત્રના રિપોર્ટ પણ કહી રહ્યા છે કે આ શોર્ટસર્કિટના લીધે લાગેલ આગ નથી. જોકે સ્થળ ઉપરથી આપણને કોઈપણ પ્રકારના ફિંગરપ્રિન્ટ મળ્યા નથી તેથી કોઈની ઓળખ છતી થઇ શકે તેમ નથી. છતા હું તને કહીશ કે એના નોકર ઉપર પણ ધ્યાન આપજે કારણ કે સૌથી પહેલા ક્રાઇમ સીન એને જોયો છે.


શેલ્ડન : હા એના ઉપર તો મારુ ધ્યાન છે.જોઈએ હવે નવી શું વિગતો આવે છે !! હાલના પુરાવા તો એના ભાઈ તરફ આંગળી ચીંધી રહ્યા છે પણ ખબર નહિ કેમ હજુ મારુ મન માનતુ નથી.

( ઓફીસર શેલ્ડન આટલુ બોલી જ રહે છે ત્યાં માર્ટીનનો ફોન આવે છે. )


માર્ટીન : સર ગજબ થઇ ગયો છે.તમે તાત્કાલિક પોલીસસ્ટેશન આવી જાવ.

શેલ્ડન : શું થયું પણ ? મને શાંતિથી કહે.

માર્ટીન : સર બધી વિગતો હું તમને બાદમા જણાવીશ. તમે એકવાર પોલસસ્ટેશન આવી જાવ. ડાર્વિનના ભાઈ વિલ્સને એમના નોકરનુ ખૂન કરી દીધેલ છે......

શેલ્ડન : હેં ??? શું કીધુ તે ? હું આવુ છુ.....


ફ્રાન્સિસ : શું થયુ એકદમ ?

શેલ્ડન : આ મિસ્ટર વિલ્સન સ્ટોક્સે પેલા નોકરનુ ખૂન કરી દીધેલ છે.....

ફ્રાન્સિસ : શું વાત કરે છે !!!!

શેલ્ડન : હું જાઉ છુ ડોકટર હમણા... પછી વાત કરુ તને..

( ઓફીસર શેલ્ડન ફટાફટ પોલીસ સ્ટેશન પહોંચ્યા. માર્ટીન અને હેનરી બહાર જ ઊભા હતા. )

હેનરી : સર મેં તમને કીધુ હતું કે આ મિસ્ટર વિલ્સન સ્ટોક્સને જવા ન દેશો. જો એને જઈને તરત જ નોકરનુ પણ ખૂન કરી દીધું.

શેલ્ડન : કોણે માહિતી આપી ?

માર્ટીન : સર એડવોકેટ જ્યોર્જનો ફોન આવ્યો હતો. એણે જ અમને માહિતી આપી.

શેલ્ડન : ચાલો ફટાફટ ગાડીમાં બેસી જાવ. આપણે ડાર્વિનના ઘરે જવું પડશે.

(ત્રણેય ઓફિસર ગાડીમાં બેસી ફટાફટ ગાડીને ડાર્વિનના ઘર તરફ હાંકી મૂકે છે )

( અચાનક આમ મિસ્ટર વિલ્સને નોકરનુ કેમ ખૂન કર્યુ હશે ? શું પોતાના ગુનાને ઢાંકવા તેણે આમ કર્યુ હશે ? શું નોકર પોલ કંઇ વિગત જાણતો હતો ? વધુ આવતા અંકે ....)