Amrut Mahotsav books and stories free download online pdf in Gujarati

અમૃત મહોત્સવ

૨૦૪૭ માં ભારત :- એક દ્રષ્ટિકોણ
( આઝાદી કા અમૃત્મહોત્સવ )

====================
🏃🏃🏃🏃🏃🏃🏃🏃


પ્રયત્નો કરું છું કદાચ સફળતા ન પણ મળે ,
પરંતુ જાણું છું સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે ..! - વાણી

'મેરે સપનો કા ભારત' વિઝન 2020 અભિગમ આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે .અબ્દુલ કલામે આપણને આપ્યો હતો. તેમના આ સ્વપ્નને આપણે કેટલાક અંશે પૂર્ણ કર્યું છે .આપણા દેશમાં કેટલી સુવિધા ઉપલબ્ધ થઈ ચૂકી છે. આજનો મનુષ્ય આંગળીના ટેરવા ઉપર કેટલાય કામો કરી શકે છે. તેનો વિકાસ એ જ તેની પ્રગતિ બતાવે છે .પરંતુ શું આપણે સંપૂર્ણપણે પ્રગતિશીલ દેશની હરણફાળમાં ટક્કર લઈને ઊભા રહી શકીએ છીએ ??? અથવા તો ભવિષ્યમાં તેની સાથે ઊભા રહેવા માટે આપણે શું કરવું જોઈએ???

આપણા હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એક સુંદર કાર્યક્રમ આપણને આપ્યો છે. આજે આપણે જ્યારે 'આઝાદી કા અમૃત મહોત્સવ ' ના ૭૫ વર્ષ ઉજવી રહ્યા છીએ. ત્યારે ૨૦૪૭માં આઝાદીના સો વર્ષ પૂર્ણ થશે. આપણું ભારત એક સ્વર્ણિમ ભારત બની જશે. તો પછી આપણે ભારતના નાગરિક બની ન વિચારી શકીએ કે 2047 માં ભારત કેવું હશે...?? હા, મારા સપનાનું ભારત કેવું હોવું જોઈએ તે માટેના કેટલાક વિચારો આવે છે.અહીં મારો દ્રષ્ટિકોણ અમુક અંશમાં તમારી સમક્ષ રજુ કરું છું..!
🌤️ મિત્રો , હાલનો સમય એવો છે ને કે આપણી પાસે પાણી છે.. ઓક્સિજન છે... વૃક્ષો પણ છે.. તો ક્યાંક વરસાદ પણ છે. ૨૦૪૭ સુધીમાં આ બધાની ખોટ સાલવાની જ છે .તો કેમ નહીં વધારે હરિયાળો દેશ બનાવીએ.. અને વૃક્ષોની વાવણી તો એટલી કરીએ કે ...જેથી કરીને ભવિષ્યમાં આપણને ઓક્સિજનની જરૂર ન પડે.

સાથે સાથે એક નવો વિચાર કે જેવી રીતે દરેક શહેરોમાં અને દરેક ગામડાઓમાં સૌચલાયની સગવડ કરેલી છે. તેવી રીતે દરેક જગ્યાએ ઓક્સિજન મળી રહે તેવી એક સગવડ તો હોવી જરૂરી છે . જેમ ફાયર સેફટી આપણે દરેક જગ્યાએ નાની બોટલો મળી રહે છે. તેમ ઓક્સિજન ની બોટલો પણ સત્વરે મળી રહે તે 2047 સુધી પોસિબલ છે . કોરોના એ આપણને ઓક્સિજન નું મહત્વ સમજાવી દીધું છે .તો વૃક્ષો વાવીને અને ઠેર-ઠેર ઓક્સિજનની ફેસીલીટી મૂકીને આપણે કેટલા એનો જીવ બચાવી શકીશું.

🌤️ ભારત ખેતીપ્રધાન દેશ છે. કેટકેટલી ધાનની ખેતી આપણે કરીએ છીએ. ઘઉં થી માંડીને ડાંગર સુધી ચોખા થી માંડીને મરી-મસાલા સુધી ખેતી આપણે કરીએ છે. ફળ છે... ફૂલ છે ...દરેક વસ્તુની ખેતી થાય છે. પરંતુ આ ખેતી આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી લઈ રહ્યા છે. દરેક વસ્તુના શોર્ટ કટ પસંદ કરીએ છે અને શોર્ટ કટ ના કારણે જે બિયારણો વાપરીને અને જે રાસાયણિક ખાતરો વાપરીને ખેતપેદાશ કરે છે. તેના જ કારણે એવો આહાર લેવાથી આપણે નહીં તો આપણા ભાઈબંધો ...આપણા નાગરિકો... આપણા જ ભારતીઓ બીમારીનો ભોગ બને છે. પછી તે બીમારી ડાયાબિટીસ હોય તે કેન્સર હોય કોઈ પથરીનો રોગ હોય કે પછી હાઈ બી.પી .હોય .આ દરેક બીમારીને ક્યાંક જડમાં તો આપણો ખોરાક જ છે .૨૦૪૭ સુધીમાં આપણે આપણા દેશમાં ખેતપેદાશ થતી હોય તે આપણે સંપૂર્ણ જે જૂની પદ્ધતિ હતી જે ખેતપેદાશ માટે જે કુદરતી ખાતર નો ઉપયોગ કરીને કુદરતી રીતે કુદરતી ખેતપેદાશ કરશું અને કુદરતી ખાતર નો ઉપયોગ કરીને કરશો તો... આપણું અને લોકોનું સ્વાસ્થ્ય સાથે સાથે જમીનનો કસ પણ જળવાઈ રહેશે.અને ભવિષ્યમાં આવી વસ્તુઓની ડિમાન્ડ તો વિદેશોમાં પણ થશે


જેટલી જેની જરૂરિયાત એટલા યાદ કરે છે ,
લાગણી થી અહીં ક્યાં કોઈ ફરિયાદ કરે છે ,
ક્યાંક તો નડે છે સૌ કોઇને ખુદનો અહમ્....
ચૂપ રહે મૌન ને ભીતરનું તોફાન સંવાદ કરે છે..!!
- વાણી🌤️આપણા ભારતનો ઇતિહાસ ઘણો મહાન છે .તેની વાંચવો અને તેને વાંચીને આપણે ભારતીય છે તેઓ ગર્વ મહેસૂસ કરવો એ તો ઘણી મહાનતાની વાત છે .ઘણા ગર્વ વાત છે પરંતુ શું આપણા દેશના જે મહાન નેતાઓ થઈ ગયા કે દરેક મહાન નેતા ના પાઠ્ય પુસ્તકમાં ઉલ્લેખ થાય છે ખરો..? નહીં આપણો ઇતિહાસ કેટલાય નેતાઓ ને ભૂલી ચૂક્યો છે અને ક્યાંક ઇતિહાસના પાનાઓ વાંચતા આપણે એ નેતાઓને ભૂલી ગયા છે .તો ચાલો એવા નેતાઓને થોડી માહિતી મેળવીએ....ચોક્કસથી દેશ માટે પોતાનું બલિદાન આપનાર ક્રાંતિકારીઓને યાદ કરવા જોઈયે. પરંતુ અહીં ખોટું એ છે કે આપણા ઇતિહાસમાં થોડાક જ ક્રાંતિકારીઓને યાદ રાખવામાં આવે છે. જ્યારે ભારતને સ્વાતંત્રતા અપાવવા માટે એવા ઘણા ક્રાંતિકારીઓ છે જેમણે પોતાનો અભુતપૂર્વ ફાળો આપ્યો છે. એમાંનું જ એક નામ છે…

👍મેજર બોબ ખાતિંગ: તે એક એવી વ્યક્તિ છે જેના ઇતિહાસ ભુલી ગયો છે. આ એ માણસ છે જેણે અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો બનાવ્યો હતો પણ નેહરૂજી ને એ ગમ્યું નહિ. આપણા ઇતિહાસમાં એમનો ઉલ્લેખ બહુ ઓછો જોવા મળે છે.

👍સરદારસિંહ રાણા: બીજી એવી મહાન વ્યક્તિ કે જેમને આપણો ઈતિહાસ ભૂલી ગયો છે એ છે સરદારસિંહ રાણા. તેઓ મૂળ લીમડી ના હતા અને લન્ડન માં રહીને આપણા ક્રાંતિકારીઓને મદદ કરતા હતા. આઝાદી પછી આપણા ઇતિહાસમાં ક્રાંતિકારીઓના બહુ ઓછા નામો લખવામાં આવ્યા એમાં આ નામ ભૂલાય ગયું.

👍લચિત બરફૂકાન: જુના ઇતિહાસમાં જોવા જઈએ તો લચિત બરફૂકાન કરીને આસામના સેનાપતિ હતા એમણે ઔરંગઝેબની સેનાને હરાવી હતી અને પૂર્વોત્તર રાજ્યોમાં મુગલોની કૂચ રોકી હતી. એમના વિશે પણ બહુ ઓછા લોકોને ખબર હોય છે. આ મહાન લડવૈયાની યાદીમાં ઇન્ડિયન મિલિટરિ એકેડમી ના બેસ્ટ કેડેટને લચિત બરફૂકાન ટ્રોફી આપવામાં આવે છે.

આ ઉપરાંત, બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો વતી લડેલા આપણા ભારતીય સૈનિકોને આપણો ઈતિહાસ ભૂલી ગયો છે. દિલ્હીમાં જે ઇન્ડિયા ગેટ જુઓ છો એ પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા અને વીરગતિ પામેલા ભારતીય સૈનિકોની યાદમાં અંગ્રેજોએ બનાવ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં જે ત્રિમૂર્તિ સર્કલ છે એ પણ ભારતીય સૈનિકોએ હાઇફા પર હુમલો કરીને તેને આઝાદ કરાવ્યું એને યાદ કરવા માટે બનાવેલ છે. ત્યાં ત્રણ સૈનિકોની મૂર્તિઓ છે આથી તેને ત્રિમૂર્તિ સર્કલ કહેવામાં આવે છે.આ બધી મહાન વ્યક્તિઓને ક્યાંકને ક્યાંક આપણો ઈતિહાસ એટલે ભૂલી ગયો છે કારણ કે એ ભારત ની ખુમારી દર્શાવે છે અને આઝાદી પછી જ ઇતિહાસ લખાયો એ ઇતિહાસ એવો લખાયો છે કે, આપણે હંમેશાથી નબળાં હતા એટલે બીજા લોકો ભારત પર રાજ કરી ગયા. જો કે સત્ય કંઈક અલગ જ છે.
આ યાદી મા વિક્રમ સારાભાઈ, બટુકેશ્વર ઉપરાંત બીજા પણ કેટલાય સ્વતંત્ર સેનાની છે જેઓને ઈતિહાસ ક્યાંકને ક્યાંક ભૂલી ગયું હોય તેમ લાગે છે.

લાગણીઓનું સરઘસ જાણે અટવાયેલી કથા કહે ,
અહીં ધૂતારા મિજબાની કરે ને લાગણીઓ રોજ મરે..!


🌤️ આજે જ્યારે આપણે 'આઝાદીકા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યા છે .ત્યારે કઈ બધું સરખું છે એવું નથી લાગતું . ભારતના રાજકારણીઓ, અમલદારો ,ઉદ્યોગપતિઓ અને અમલદારો ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર ફેલાવે છે અને કેટકેટલાય કૌભાંડો કરે છે આની પાછળ જવાબદાર કોણ છે ...??ક્યાંક તો દરેક માટે કંઈક સજા એક જ એવી હોવી જોઈએ કે જેથી કરીને... એક વખત કરેલી ભૂલ માફ કરી શકાય પરંતુ બીજી વખત થયેલી ભૂલને તેને સજા સરખી હોય .…!

(ક્રમશ : ફરી મળીશું.....!)
- વનિતા મનુંદ્રા ( વાણી )
બનાસકાંઠા