Mahel - 2 - Key of the hounted threasure (Part-1) books and stories free download online pdf in Gujarati

મહેલ - 2 - Key of the hounted threasure (Part-1)

મહેલ-2 Key of the hounted threasure (Part-1)
કલ્પેશ પ્રજાપતિ

" નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં.
" સર મને ખબર જ હતી કે તમે આવશો એટલે પહેલાથી જ ચા માટે કહી દીધું છે ચા વાળો હમણાં આવતો જ હશે." ઘેલાણી ની વાત સાંભળી પોતાના ટેબલ પરથી ઊભાં થઈ ઘેલાણી ની પાછળ પાછળ તેમની કેબિનમાં પ્રવેશતાં નાથુ એ જવાબ આપતાં કહ્યું.
" અરે નાથુ પેલી છોકરીની પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યો એની ફાઈલ લાવતો." ઘેલાણી એ તેમની ખુરશી પર સ્થાન ગ્રહણ કરતાં નાથુ ને કહ્યું. ઘેલાણી ની વાત સાંભળી નાથુ એ બહાર જઈ તેનાં ટેબલ પર પડેલી ફાઈલ લાવી ઘેલાણી ને આપી એટલામાં ચાવાળો ચા લઈને આવે છે.
" મને હતું જ કે આ બાળકની હત્યા કોઈ ભુતે નથી કરી, આમાં કોઈ જીવતાં ભુત નો હાથ છે." ઘેલાણી એ ફાઇલ ચેક કરતાં નાથુ ને કહ્યું ઘેલાણી ની વાત નાથુ ને ન સમજાતાં માથું ખંજવાળવા લાગે છે.
" સર તમે શું કહેવા માંગો છો મને નથી સમજાતું? કંઈક સમજણ પડે એવું બોલો." અંતે પોતાનાં દિમાગને કસરત નાં કરાવતાં નાથુ એ ઘેલાણી ને પૂછી જ લીધું.
" અરે નાથુ એ જ કે આ બાળકની કોઈએ જાણીજોઈને હત્યા કરી છે, આમાં કોઈ ભુતનો હાથ નથી." નાથુ ની હાલત જોઈ ઘેલાણી એ સમજાવતાં કહ્યું અને ચાનો કપ મોઢે માંડી એક જ ચુસ્કી માં ચા ગટગટાવી ગયા.
" તો સર આ ની હત્યા કોણે કરી? અને શા માટે કરી?" ઘેલાણી ની વાત સાંભળી નાથુ એ ઘેલાણી ને સવાલ કર્યો.
" શું વાત છે નાથુ આટલો જોરદાર સવાલ!" નાથુ નો સવાલ સાંભળી ઘેલાણીએ નાથુ ની પ્રશંસા કરતાં કહ્યું. " હા હવે બહું ફુલી નાં જઈશ, મારા મનમાં પણ એ જ સવાલ ઉદ્દભવી રહ્યાં છે અને એનો જ જવાબ શોધું છું." ઘેલાણી ના મોં એ પોતાના વખાણ સાંભળી તાન માં આવી શર્ટ ના કોલર સરખો કરવા લાગ્યો તેની આ હરકત જોઈ ઘેલાણી એ તેને કહ્યું ઘેલાણી ને અત્યારે નાથુ ઉપર હસવું આવી રહ્યું હતું.
" હવે સર ઉડાવો તમે અમારી મજાક એમ પણ અમે તમને જોકર જ લાગીએ છીએ." ઘેલાણી ને હસતો જોઈ નાથુ બોલ્યો.
" એવું નથી નાથુ હું તો બસ એમ જ તારી ખેંચતો હતો, માફ કરી દે બસ." ઘેલાણી એ નાથુ ની માંફી માંગતા કહ્યું.
" તો સર હવે શું કરીશું?"
" કરવાનું શું હોય નાથુ? તપાસ, હવે આપણે આની તપાસ કરવી પડશે અને એ પણ ઉંડાણથી કે આની પાછળ કોનો હાથ છે અને તેણે આવું શા માટે કર્યું?" નાથુનો સવાલ સાંભળી ઘેલાણીએ નાથુ ને પોતાનો પ્લાન સમજાવતાં કહ્યું.
" પણ સર આપણે તપાસ ચાલુ ક્યાંથી કરીશું?" ઘેલાણી ની વાત સાંભળી નાથુ એ માથામાં ખંજવાળતા પૂછ્યું અને તેની બાકી રહેલી ચા પૂરી કરી દીધી.
" ક્યાંથી કરવાની હોય નાથુ? મહેલથી !" ઘેલાણીએ નાથુ ની સામે જોઈ હાસ્ય વેરતાં જવાબ આપ્યો. ઘેલાણી ની વાત સાંભળી નાથુ બે ઘડી તો ડરી ગયો તેને ભુત ના નામથી ખૂબ જ ડર લાગતો હતો.
" પણ સર મહેલમાં તો હજુ પણ તે આત્મા છે." ડરી ગયેલાં નાથુ નાં મોઢેથી બોલાઈ ગયું.
" સાલા નાલાયક તને પોલીસમાં ભરતી કોણે કર્યો, હરામી પોલીસ થઈ ને તું ભુત-પ્રેત થી ડરે છે." નાથુ ની વાત થી ગુસ્સે ભરાયેલાં ઘેલાણી એ નાથુ ને કહ્યું અને પછી ઊભાં થઇને પોતાની કેબીન ની બહાર નીકળી જાય છે. "હવે રાહ કોની જુએ છે?" બહાર નીકળી નાથુ ને પાછળ ન આવતો જોઈએ ઘેલાણી એ પાછાં કેબિનમાં આવી નાથુ ને કહ્યું, ઘેલાણી ની વાત સાંભળી નાથુ ઉભો થઈને બહાર નીકળે છે અને જીપ લઈને બંને મહેલ તરફ જવા માટે રવાના થાય છે.

@@@#@@@

" સરજી નકશો તો મળી ગયો, પણ તે નકશો અડધો જ છે." એક વ્યક્તિ જેના હાથમાં નકશો હતો તેનું વર્ણન તે ફોન પર કોઈની સાથે કરી રહ્યો હતો જેને તે સરજી કહીને ઉદ્દેશી રહ્યો હતો.
" તો અડધો નકશો ક્યાં છે?" ફોન માં તે વ્યક્તિ પર ગુસ્સે થતાં સરજી એ તેને પૂછ્યું.
" અંહિયા મહેલ માંથી તો મને ફક્ત અડધો નકશો જ મળ્યો છે બાકી નો ક્યાં છે મને નથી ખબર." તે વ્યક્તિ એ ફોન પર જવાબ આપતાં કહ્યું.
" અડધો નકશો શોધ, જો તારે પૈસાદાર અને તાકાતવર બનવું હોય તો તે નકશાનો અડધો ભાગ તારે શોધવો જ પડશે એના માટે તારે મારી જે મદદ જોઈશે તે હું કરીશ પણ મારે પુરો નકશો જોઈએ." સરજીએ તે વ્યક્તિને પૈસાની લાલચ આપી થોડી ઘણી ચર્ચા કરી ફોન કટ કરી દીધો.
" સાલુ અડધો નકશો શોધવો ક્યાં? હવે આ નકશો શોધવામાં જ મને ફાંફાં પડી ગયા." સરજી સાથે વાતચીત સમાપ્ત કરી ફોન ખિસ્સામાં સેરવી તે વ્યક્તિ મનોમન વિચાર કરવાં લાગ્યો.

@@@#@@@

આ તરફ રિયા અને પૂર્વી ને લન્ડન આવે મહિનો થઇ ગયો હતો. પૂર્વી હવે ધીરે-ધીરે સ્વસ્થ થઈ જાય છે પણ રિયા હજુ પણ ક્રૃણાલ ને લઈને ઘણીવાર દુઃખી થઈ જાય છે, તેમનું ભણવાનું પૂરું થવા આવ્યું હોય છે તેમને હવે બે મહિના જ બાકી હોય છે. તો બીજી તરફ ગામમાં મૃત્યુ પામેલી તે બાળકીને લઈને તમામ ગામનાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોય છે જેના કારણે કોઈ મહેલ તરફ જતું નથી.
" રિયા તું હવે ક્યાં સુધી કૃણાલ ને યાદ કરી ને તારી લાઈફ બરબાદ કરીશ, જે જતો રહ્યો છે તે કદી પાછો નથી આવવાનો સો પ્લીઝ તું કૃણાલ ને લીધે તારું ભણવાનું અને તારી લાઈફ ના બગાડીશ, તને તેની જગ્યાએ બીજું કોઈ મળી જશે, ભગવાન આપણી પાસેથી કોઈને છીનવી લે છે તો બદલામાં બીજા કોઈને મોકલે જ છે કોઈનાં વગર કોઈ જીવી નથી શકતું એવું જીવન માં ક્યારેય નથી બનતું." ઉદાસ બેઠેલી રિયા ની નજીક જઈ જીવનની મહત્વની વાત સમજાવતાં પૂર્વીએ રિયા ને કહ્યું.
" તારી વાત સાચી છે પૂર્વી પણ હું શું કરું? તેને ભૂલી જ નથી શકતી હું તેને જેટલો ભૂલવાની કોશિશ કરું છું તેટલો તે વધારે યાદ આવે છે." પૂર્વી ની વાત સાંભળી તેને ભેટી ને રડતા રડતાં રિયાએ પૂર્વી ને કહ્યું.
" પણ શા માટે? તું શું કામ એને ભૂલવા ની કોશિશ કરે છે? તારે એને ભુલવાની જરૂર નથી, બસ તું તારી લાઇફમાં આગળ વધ એની યાદો આપોઆપ ઓછી થઈ જશે, જો તું તેને તારી રીતે ભૂલવાની કોશિશ કરીશ તો ઊલટાની તેની યાદ તને વધુ ને વધુ આવશે માટે તું તારી આગળ ની લાઈફને જીવવાનો પ્રયત્ન કર નાં કે કૃણાલ ને ભૂલવાનો." પૂર્વી એ રિયા ને શાંત કરાવી તેને સમજાવતાં કહ્યું અને પછી બંને નાસ્તો કરી કોલેજ જવા માટે નીકળે છે.
" રિયા આ શેનો નકશો છે?" લાઇબ્રેરીમાં બેસીને રિયા ની પૂર્વી રિયાની બુક વાંચી રહી હતી જેમાંથી તેને એક જુનું કાગળ મળે છે જેનાં પર ચિત્રણ કરેલું હોય છે તેને હાથમાં લેતાં પૂર્વી એ રિયા ને પૂછ્યું.
" અરે પૂર્વી આ તો મને મારા દાદા ની ચોપડી માંથી મળ્યો હતો, મને ખ્યાલ નથી આ શેનો નકશો છે?" પૂર્વી ની વાત સાંભળી નકશા તરફ નજર કરતાં રિયા બોલી. પછી પૂર્વી ના હાથમાંથી તે નકશો લઈ તેની બુક માં મૂકી તે બુક બેગમાં મૂકી દે છે.
" કંઈ કામ નો નથી તો શું કરવાં આમ સાચવી રાખ્યો છે?" રિયા ની વાત સાંભળી પૂર્વીએ રિયા ને પૂછ્યું.
" મને પણ કેટલી વાર વિચાર આવ્યો કે હું અને ફેંકી દઉં કે પછી ફાડી નાખું પણ ખબર નથી કેમ પણ પછી મારું મન નથી માનતુ." પૂર્વી ની વાત નો જવાબ આપતાં રિયા બોલી.
" ઠીક છે રહેવા દે ત્યારે કદાચ કોઈ ખજાનાનો નકશો હશે એટલે જ તે મને ક્યારેય નથી બતાવ્યો." રિયાની મજાક કરતા પૂર્વી એ રિયા ને કહ્યું પછી બંને કેન્ટીનમાં નાસ્તો કરવાં માટે જાય છે.
" અરે પ્રિયા નો કોલ છે!" બન્ને કેન્ટીન માં બેસી નાસ્તો કરતાં હોય છે એટલામાં રિયા ના ફોનની રીંગ વાગે છે, રિયા જુએ છે તો કોલ પ્રિયા નો હોય છે જે જોઈ તે પૂર્વીને કહે છે.
" તો રિસીવ કર ને રાહ કોની જુએ છે? વાત કરે ઘણાં દિવસ થઇ ગયાં તેમની સાથે." રિયા ની વાત સાંભળી પ્રિયા સાથે વાત કરવા ઉત્સુક થતાં પૂર્વી બોલી. પૂર્વી ની વાત સાંભળી સમય બગાડ્યા વગર રિયા તરત જ ફોન રિસિવ કરે છે.
" બોલ પ્રિયા કેમ છે? બસ હું મજામાં ત્યાં બધા કેમ છે?" રિયા એ પછી પ્રિયા અને તેના મિત્રો ના ખબર-અંતર પૂછતાં કહ્યું.
" બસ બધાં મજામાં છે શું કરે છે પૂર્વી?"
" આ બેઠી બાજુમાં લે આપું તેને."
" બોલ પ્રિયા કેવી છે તબિયત?" પૂર્વીએ પ્રિયા ને ખબર અંતર પૂછ્યા.
" બસ સારી તારી તબિયત કેવી છે?"
" એકદમ ફિટ, પણ આ રિયા કંઈક વધારે જ ટેન્સન લે છે હમણાંથી ઘણું બધું છુપાવે છે." પૂર્વી એ મજાક કરતાં પ્રિયા ને કહ્યું.
" કેમ છુપાવે છે એટલે?" પૂર્વી મજાક કરે છે તે ન સમજાતાં પ્રિયાએ પૂર્વી ને પૂછ્યું. પછી પૂર્વી પ્રિયાને સમજાવે છે કે તે તેની સાથે મજાક કરી રહી હતી રિયા પાસે કોઈ નકશો છે જે તેને તેનાં દાદા ની ચોપડી માંથી મળ્યો હતો તે પણ પૂર્વી પ્રિયાને જણાવે છે પછી થોડી અહીં તહીં ની વાતો કર્યા પછી ફોન કટ કરી તેમના લેક્ચર નો ટાઈમ થયો હોવાથી તેઓ ક્લાસમાં જાય છે. પૂર્વી અને રિયા સાથે વાત કરી પછી પ્રિયા ઉપર બાલ્કનીમાં જવાય છે જ્યાં તેનો ભાઈ બેસ્યો હોય છે પ્રિયા હજુ તો બેસી જ હશે તેટલાં માં બધા મિત્રો ત્યાં આવી પહોંચે છે પછી પ્રિયા રિયા અને પૂર્વી સાથે થયેલ વાતચીત વિશે બધાને જણાવે છે અને એ પણ જણાવ્યુ કે રિયા પાસે કોઈ નકશો છે.



To be continued....................