Mahel - 2 books and stories free download online pdf in Gujarati

મહેલ - 2 - Key of the hounted threasure (Part-2)

મહેલ-2 Key of the hounted threasure(Part-2)
કલ્પેશ પ્રજાપતિ

" સર અહીંથી આપણને શું જાણવાા મળશે?" મહેલની નજીક જઈ ગાડી ઉભી રાખી નીચે ઉતરતાં નાથુ એ ઘેલાણી નેે પૂછ્યુંં. નાથુ હજુ પણ મહેલ માં જતા ડરી રહ્યો હતો. એમ પણ નાથુ નેે નાનપણ થી જ ભૂત-પ્રેતથી ડર લાગતો હોય છે.
" નાથુ તારે અંદર ના આવવું હોય તો કંઈ વાંધો નહીં પણ મહેરબાની કરીને મારું માથું ના ખાઈશ તને મેં પેલી બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને કહ્યું હતું કે આ કામ કોઈ ભુત નું નથી છતાં તું ખોટો ડરે છે." નાથુ ની વાત સાંભળી ગુસ્સે થતાં ઘેલાણી બોલ્યાં. નાથુ ઘેલાણી નો ગુસ્સો જોઈ કોઇપણ જાતનો સવાલ કર્યા વગર તેની પાછળ પાછળ અંદર જાય છે.
" મને માફ કરી દો સર થોડો ડરી ગયો હતો." મહેલમાં પ્રવેશતાં નાથુ એ ઘેલાણી ની માંફી માંગતા કહ્યું.
" ઠીક છે હવે, એક કામ કર તું નીચે નાં માળે તપાસ કર હું ઉપરના માળે જઉં છું અને તને કોઈ પણ જાતનો સુરાગ મળે તો મને બોલાવજે." નાથુ ને આદેશ આપતાં ઘેલાણી બોલ્યો. ટોર્ચ ના અજવાળા ની મદદથી ઘેલાણી ઉપરનાં માળે ગયાં, આ બાજુ નાથુ નીચેની બાજુએ તપાસ કરવાં લાગ્યો તપાસ કરતાં કરતાં બપોરનો એક વાગી જાય છે.
" સર જમવા માટેની વ્યવસ્થા કરો ભૂખ લાગી છે, એક વાગી ગયો બપોર નો." ઉપરના માળે આવી ઘેલાણી તપાસ કરતાં હતા તે રૂમમાં પ્રવેશતાં નાથુ એ ઘેલાણી ને કહ્યું. નાથુ ની વાત સાંભળી ઘેલાણી તરત જ ઘળિયાળ માં જુએ છે તો એક વાગ્ય હોય છે.
" ઠીક છે નાથુ તું જમવાનું લઈને આવ, હું તપાસ ચાલુ રાખું છું." ઘળિયાળ માં જોઈ ઘેલાણી એ નાથુ ને કહ્યું. ઘેલાણી ની રજા મળતાં નાથુ જમવાનું લેવા માટે નીકળે છે અને ઘેલાણી તેમની તપાસ ચાલુ કરે છે. " આ મહેલ માં કોઈ ચોરી છુપે કંઈક નાં કંઈક વસ્તુ ની શોધ માં હતો અને તેની એ શોધ-ખોળ માં જ તે વ્યક્તિ એ તે બાળકની હત્યા કરી છે જેથી તેનું કામ આસાન બની જાય પણ તે વ્યક્તિ ને અહીંથી શું જોઈતું હતું?" ઘેલાણી રૂમોની તપાસ કરી તેની હાલત જોઈ મનમાં વિચારવા લાગ્યો એટલામાં નાથુ જમવાનું લઈને આવે છે પછી બન્ને એક સ્વચ્છ જગ્યા શોધી ત્યાં જમવા બેસે છે.
" સર કંઈ મળ્યું કે નહીં?" જમવાનું કાઢી પ્લેટ ઘેલાણી ને આપતાં નાથુ ઘેલાણી ને પૂછ્યું.
" નાથુ એક વાત તો મને સમજ માં આવી ગઈ કે અહીંયા કોઈ વ્યક્તિ હતો જે કંઈક ને કંઈક શોધી રહ્યો હતો, પણ શું એ નથી સમજાતું?" હાથ ધોઈ જમવા બેસતાં ઘેલાણી એ નાથુ ને જવાબ આપતાં કહ્યું.
" સર મને પણ એવું જ લાગે છે કેમકે નીચેનાં બધાં રૂમો પણ અસ્ત વ્યસ્ત પડ્યાં છે જાણે કોઈ એ ફેંદયા હોય." ઘેલાણી ની વાત સાથે સહમત થતાં નાથુ બોલ્યો પછી બંને જમવા નું જમી થોડી વાર આરામ કરે છે.

@@@#@@@

" શું થયું રિયા તું આટલી બધી ચિંતિત કેમ છે, કંઈ થયું કે શું?" જમીને બાલ્કની માં જઈ બેસતાં પુર્વી એ રિયા નાં ચહેરા તરફ નજર કરતાં રિયા ને પૂછ્યું.
" ખબર નથી પુર્વી પણ કેમ આજે મને કંઈક અજીબ લાગે છે." પુર્વી નો હાથ પકડી ને રિયા બોલી. રિયા નું મન બેચેન થઇ રહ્યું હતું.
" કદાચ એ તારાં મનનો વહેમ હશે રિયા." રિયા નાં હાથ પર પોતાનો હાથ ફેરવતાં પૂર્વીએ રિયા ને કહ્યું. પૂર્વી નહોતી ઈચ્છતિ કે ભુતકાળ માં બનેલી ઘટનાને લઇને રિયા તેનું જીવન ખરાબ કરે.
" ખ્યાલ નથી પૂર્વી પણ કેમ મારો જીવ ગભરાય છે, મને ડર લાગે છે." રિયા હજુ પણ ચિંતિત દેખાઈ રહી હતી.
" રિયા એક કામ કર તું જઈને સૂઈ જા, મને લાગે છે કે તું થાકી ગઈ છે." રિયા ની હાલત જોતાં પુર્વી એ રિયા ને ઉભી કરતાં કહ્યું પછી પુર્વી રિયા ને પલંગ પર સુવડાવી પાછી બાલ્કનીમાં જઈ ને બેસે છે. રિયા પલંગ પર આડી પડી આંખો બંધ કરી સુવા નો પ્રયાસ કરે છે લગભગ પાંચ મિનિટ માં તો તેને ઉંઘ આવી જાય છે.
" બચાવો...." પૂર્વી તેનાં મોબાઇલમાં ચેટિંગ કરતી હોય છે ત્યાં અચાનક તેને રિયા ની ચીસ સંભળાય છે તે તરત જ બાલ્કની માંથી ઊઠી ફટાફટ બેડરૂમમાં રિયા પાસે જાય છે.
" શું થયું રિયા?" રિયાની નજીક જઈ પૂર્વી એ રિયા ને પૂછ્યું. રિયા પૂર્વી ને ભેટી રડવા લાગે છે પૂર્વી રિયા ને પલંગ પર બેસાડી શાંત કરાવી પાણી પીવડાવે છે અને ફરીથી પૂછે છે.
" પૂર્વી....પૂર્વી મને ફરીથી પહેલા જેવું સ્વપ્ન....ડરામણું સ્વપ્ન આવ્યું ફરીથી એવી એક આકૃતિ મને સ્વપ્નમાં દેખાઈ." રિયા એ પૂર્વીને જવાબ આપતાં કહ્યું તેનો શ્વાચ્છોશ્વાસ હજુ પણ તિવ્ર હતો.
" પણ એ કેવી રીતે બને રિયા? એ મહેલમાં જે કંઈ હતું જે બધું જ નષ્ટ થઈ ગયું તો પછી તે શક્ય નથી, આ ચોક્કસ તારો વહેમ હશે." રિયા ની વાત સાંભળી તેને સમજાવતા પૂર્વી બોલી.
" તું મારી વાત કેમ નથી સમજતી પૂર્વી ! હું તને કેવી રીતે સમજાવું કે આ સાચું છે મને તેવું જ સપનું આવ્યું." રિયા એ રડતાં રડતાં પૂર્વી ને કહ્યું, પૂર્વી ને લાગે છે કે રિયા ને હવે વધુ સમજાવાય તેમ નથી તેથી તે રિયા ને વધુ કંઈ સમજાવતી નથી.
" ઠીક છે, અત્યારે તું સુઈ જા સવારે ઉઠીને પછી વિચારીએ શું કરવું આમ પણ રાત નો એક વાગ્યો છે, તો હવે સૂઈ જઈશું?" અંતે રિયાની વાત માની પૂર્વી બોલી.
" સારું." પૂર્વી ની વાત સાંભળી રિયા આડી પડી.પૂર્વી પણ રૂમની લાઇટ બંધ કરી સુઈ ગઈ, પણ રિયા ને ઊંઘ નહોતી આવતી આખી રાત રિયા પલંગમાં આમતેમ પડખાં ફેરવતી રહી સવારે પાંચ વાગ્યે રિયા ની આંખ લાગે છે.
" રિયા ઉઠ કોલેજ જવાનું મોડું થઈ જશે, આંઠ વાગી ગયા." પૂર્વીએ રિયા ને જગાડતાં કહ્યું ઘડિયાળ માં આંઠ વાગી રહ્યા હોય છે. પુર્વી એ વહેલાં ઊઠી ફટાફટ બધું કામ પતાવી દીધું હોય છે.
" શું વાત કરે છે પુર્વી?" પલંગ માંથી ઉભાં થઇ ઘળિયાળ માં નજર કરતાં રિયા બોલી પછી ફટાફટ બાથરૂમ માં નહાવા માટે જાય છે. ત્યાં સુધી પુર્વી ચા-નાસ્તો તૈયાર કરી દે છે એટલા માં રિયા ન્હાઈ ને આવે છે પછી બંને ચા-નાસ્તો કરવા બેસે છે.
" આજે કેમ મોડું થયું રિયા?" ચા-નાસ્તો કરતાં પુર્વી એ રિયા ને પૂછ્યું.
" અરે યાર રાત્રે ઊંઘ જ નહોતી આવતી, પણ આંખ ક્યારે લાગી ગઇ તેની ખબર જ ના પડી." રિયાએ પૂર્વીને જવાબ આપતાં કહ્યું‌. ચા નાસ્તો કરી પછી બંને કોલેજ જવા માટે નીકળે છે.
" જેતપુર માં કંઈક ગરબડ હોય તેવું મને લાગે છે." કોલેજ તરફ જતાં રસ્તા માં રિયા એ પૂર્વી ને કહ્યું.
" જો રિયા એવું હોત તો પ્રિયા એ તને કાલે જ જણાવી દીધું હોત જ્યારે તેનો કોલ આવ્યો હતો ત્યારે." રિયા ની વાત સાંભળી પૂર્વી એ તેને સમજાવતાં કહ્યું.
" પૂર્વી તું ગમે તે કહે પણ મારું મન નથી માનતું." નાના બાળકની જેમ પોતાની વાત ને પકડી રાખતાં રિયા બોલી, પૂર્વીને સમજાતાં કે રિયા તેની વાત એમ નહિ માને એટલે તે રિયાને કોલેજમાં જઈ પ્રિયા ને કોલ કરવાનું કહે છે. કોલેજ પહોંચી તરત જ રિયા પ્રિયા ને કૉલ લગાવે છે.
" હેલ્લો પ્રિયા !" સામે છેડે ફોન રિસિવ થતાં જ રિયા બોલી.
" અરે હું પ્રિયા નો ભાઈ બોલું છું રિયા." રિયા નો અવાજ સાંભળી પ્રિયા નો ભાઈ બોલ્યો.
" પ્રિયા ક્યાં ગઈ શુભમ?" રિયા એ શુભમ ને પૂછ્યું.
" ખ્યાલ નથી એ ક્યાં ગઈ છે, તે તેનો ફોન ઘરે ભૂલી ગઈ છે તારે એનું કામ હોય તો કે હું તેને કહીં દઈશ." રિયા ને જવાબ આપતાં શુભમ બોલ્યો. રિયા શુભમ ને ગામ વિશે પુછે છે તો શુભમ રિયા ને ગામ માં બનેલી ઘટના વિશે જણાવે છે જે સાંભળીને રિયા ડરી જાય છે, વાત ચીત પતાવી રિયા ફોન મુકે છે.
" જોયું પુર્વી મેં તને કહ્યું હતું ને કે મને કાલે ડરામણું સ્વપ્ન આવ્યું હતું, તું મારી વાત નહોતી માનતી હવે તો તે તારા કાને સાંભળ્યું ન." ફોન મૂકી રિયા એ પુર્વી ને કહ્યું, પુર્વી ને પણ આશ્ચર્ય થાય છે.
" તો શું રિયા? આપણું છેલ્લું વર્ષ છે કોલેજનું અને એક જ મહિનો બાકી છે." પુર્વી એ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. તે નહોતી ઈચ્છતિ કે આ બધી બાબતો ને કારણે તેમનાં ભણવા પર કંઈક અસર થાય.
" પૂર્વી તારી વાત સાચી છે મારે પણ મારું ભણવાનું નથી બગાડવું, પણ શું કરું?" પૂર્વી ની વાત સાંભળી રિયા રડતાં રડતાં બોલી. પુર્વી રિયા ને શાંત કરાવે છે અને પછી બંને ક્લાસમાં જાય છે. રિયા ને અત્યારે તેનાં ઘર અને મિત્રો ની ચિંતા સતાવી રહી હોય છે, તેને બને તેટલું જલ્દી ઘરે જવાની ઉતાવળ હોય છે કેમકે તેને આવેલું સ્વપ્ન તેને અંદરથી ડરાવી મૂકે છે.



To be continued..................