Chakravyuh - 18 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 18

ચક્રવ્યુહ... - 18

પ્રકરણ-૧૮

“ઓહ માય ગોડ.” મુંબઇ બ્રાન્ચ અને ગોડાઉનની હાલત જોઇ કાશ્મીરા અંદરથી હચમચી ગઇ હતી, બહુમૂલ્ય કાપડના ત્રણ ગોડાઉન આગમાં બળીને ભડથુ થઇ ગયા હતા અને બ્રાન્ચમાંથી પણ અમૂક કિંમતી ફાઇલ્સ ગાયબ હતી અને બ્રાંચમાં પણ બહુ ભારે નુકશાન થયુ હતુ.   “સુબ્રતો અંકલ, આ બધી મેટરની પાપાને જાણ કઇ રીતે કરવી? તે તૂટી પડશે. કરોડોનું નુકશાન એ બરદાસ્ત નહી કરી શકે.”   “મેડમ, આગ રાત્રે લાગી પણ કઇ રીતે આગ લાગી તેની તપાસમાં કાલથી તંત્ર દોડતુ થયુ છે પણ હજુ તેની પાછળના સ્પષ્ટ કારણો તે શોધવામાં નિષ્ફળ રહી છે, પહેલા મે સરને કોલ કર્યો હતો પછી તમને પણ કોલ કર્યો પણ સાયદ તમે લોકો પાર્ટીમાં બીઝી હશો એટલે ત્યાર બાદ મે સુબ્રતોને ફોન કર્યો.” ચોતરાણીએ કહ્યુ.   “મિસ્ટર ચોતરાણી, આગ લાગી નથી, લગાડવામાં આવી છે, ગોડાઉનમાં આગ લાગી એ સમજાયુ પણ ઓફિસમાંથી પણ અમૂક ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ ગાયબ છે અને નુકશાન બહુ થયુ છે. આગ ઓફિસમાં લગાડવાનુ કારણ જ સી.સી.ટી.વી. ને ડેમેજ કરવાનુ હતુ કારણ કે સી.સી.ટી.વી. ફુટેજમાં કાંઇ રેકોર્ડીંગ જ નથી આ બાબતનું.”

“પણ મેડમ અહી આપણુ કોણ નવુ દુશમન ઊભુ થયુ છે. આપણે જે ગજ્જી સિલ્ક અને બીજા મૂલ્યવાન કાપડ બનાવીએ છીએ તેમાં ઇન્ડિયા લેવલે આપણુ કોઇ હરીફ નથી તો પછી આગ લગાડવાનુ કારણ શું?” સુબ્રતોએ મંથન કરતા કહ્યુ.   “સુબ્રતો અંકલ, અહી આપણુ કોઇ હરીફ નથી પણ ખન્ના ગૃપ ઓફ કંપની માત્ર કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી નથી એ તમને સારી રીતે ખબર છે. મને એમ લાગે છે કે આપણુ ધ્યાન ડાઇવર્ટ કરવા માટે આ બધુ થયુ છે.”   “મેડમ માલસામાનની ચિંતા શા માટે આપણે કરવી? ઇન્સ્યોરન્સ કંપનીને હું કાલે જ મળવાનો છું, ફોન પર તો મે વાત કરી લીધી છે આપણો ૯૦% ઇન્સ્યોરન્સ પાસ જરૂર થઇ જશે, રહી વાત ઓફિસના નુકશાનની તો એ એટલુ બધુ નુકશાન નથી. એમ આઇ રાઇટ મેડમ?” ચોતરાણીએ કહ્યુ.   “રાઇટ મિસ્ટર ચોતરાણી, ઇન્સ્યોરન્સ કંપનીનુ તો મને યાદ જ ન આવ્યુ. ગુડ, વેરી ગુડ મિસ્ટર ચોતરાણી. કોઇપણ ભોગે ઇન્સ્યોરન્સ કંપની સાથે આજે જ મીટીંગ ફાઇનલ કરો. આઇ વોન્ટ ટુ મીટ ધેમ.” કાશ્મીરાની આંખમાં કાંઇક હકારાત્મક ચમક દેખાઇ.

“ઓ.કે. મેડમ, આઇ વીલ ડુ ઇટ ફાસ્ટ એઝ સુન એઝ પોશીબલ.”   “ઓ.કે. મિસ્ટર ચોતરાણી તમે મીટીંગ ગોઠવો અને હું પોલીસ સ્ટેશને જઇ આવું છું, સુબ્રતો અંકલ તમે પ્લીઝ બને તેટલુ જલ્દી ઓફિસ વ્યવસ્થિત કરાવો, જેટલા કારીગરો રોકવા પડે પણ બે જ દિવસમાં ઓફિસ પહેલાની જેમ વેલ-ફર્નીશ્ડ થઇ જાય તેવુ આયોજન તમે હાથ ધરો.” બધાને સુચના આપતી કાશ્મીરા પોલીસ સ્ટેશને જવા નીકળતી જ હતી ત્યાં પોતાના ફોનની રીંગ વાગી.   “બોલો મિસ્ટર રોહન, અત્યારે મારુ શું કામ પડી આવ્યુ? તમને ખબર જ હશે કે હું બહુ વ્યસ્ત છું.” ફોન રીસીવ કરવાની ઇચ્છા તો ન હતી પરંતુ મનની વરાળ બહાર કાઢવા તેણે ફોન ઊંચક્યો અને બધો ગુસ્સો તેણે રોહન પર ઉતારવા લાગી.   “સોરી મેડમ અત્યારે આપને કોલ કર્યો પણ ખન્ના સર તમારી સાથે વાત કરવા ઇચ્છે છે તો મે તમને કોલ કર્યો. સોરી ઇફ આઇ ડિસ્ટર્બ યુ.” કહેતા જ રોહને ખન્ના સાહેબને ફોન ધરી દીધો.   “બેટા ઇઝ એવરીથીંગ ઓલરાઇટ ના? તારો કોઇ કોલ નથી, કાંઇ અપડેટ્સ નથી, શું થયુ?” સુરેશ ખન્નાએ ફોન પર ચિંતીત સ્વરે પુછ્યુ.   “પાપા એવરીથીંગ ઇઝ ઓલરાઇટ. યુ ડોન્ટ ટેઇક ટેન્શન પ્લીઝ. માલસામાન બધો બળી ગયો છે, બે ચાર કારીગરો પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં એડમીટ છે, ઓફિસ પણ તહેશનહેશ કરી દીધી છે, પણ તમે ચિંતા ન કરો આપણે ઇન્સ્યોરન્સ લીધેલો છે, ૯૫% ક્લેઇમ તો આરામથી પાસ થશે જ. મે ચોતરાણીને કહીને આજની જ મીટીંગનું નક્કી કરી લીધુ છે. યુ જસ્ટ ચીલ એન્ડ ટેઇક રેસ્ટ.”

“કાશ્મીરા હું રોહનને મુંબઇ કંપનીની ફાઇલ્સ અને તમામ ડોક્યુમેન્ટસ સાથે મોકલુ છું. તને ત્યાં મીટીંગમાં જરૂર પડશે.”   “પાપા રોહન???? રોહન સિવાય કોઇ નથી જે તમે રોહનને મોકલો છો? એક તો સગાઇની વાતથી મને ચેન નથી અને બીજી તરફ આગનુ ટેન્શન, હું એક પળ માટે પણ તેનો ચહેરો જોવા રેડ્ડી નથી સો પ્લીઝ રોહન નહી. એક કામ કરો તમે ઇ-મેઇલ કરી દ્યો.”   “બેટા, આઇ એમ સોરી તને સગાઇની વાતનુ દુઃખ થયુ હોય તો પરંતુ હવે એ વાત પર માટી નાખ અને જે સત્ય છે તેનો સ્વિકાર કર, રોહન ઇઝ બેસ્ટ ફોર યુ.”   “પાપા અત્યારે આ ટાઇમ નથી કે તમે મને બેસ્ટ શું છે અને શું નથી એ સમજાવવા બેઠા છો. પ્લીઝ યુ ટેઇક કેર ઓફ યોરસેલ્ફ.” ગુસ્સાથી લાલઘુમ થતી કાશ્મીરાએ ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો.

“પાપા પણ શું ની શું વાત લઇને બેઠા છે, અત્યારે આ કોઇ સમય છે જે પારિવારીક વાતો લઇને બેઠા છે. ડ્રાઇવર લેટ્સ ગો.”

**********  

“મેડમ મિસ્ટર દેશમુખ સાથે મીટીંગ ફાઇનલ થઇ ગઇ છે, તેમની સાથે ચાર વાગ્યાની મીટીંગ ફીક્ષ થઇ છે. આપણે લંચ બાદ મળીએ.”

“ઓ.કે. ફાઇન મિસ્ટર ચોતરાણી. હું અને સુબ્રતો અંકલ આવી જઇશું. આપણી મુંબઇ બ્રાન્ચના મેઇલ આઇ.ડી. પર પાપાએ અમૂક ડોક્યુમેન્ટ્સ સેન્ડ કર્યા છે તે તમે પ્રીન્ટઆઉટ તમે મેળવી સાથે લેતા આવજો.”

“ઓ.કે. મેડમ.”

*********  

“કેવીક દોડધામ ચાલે છે ખન્ના હાઉસમાં?”   “એવરીથીંગ ઇઝ ગોઇંગ એઝ પર પ્રી-પ્લાન્ડ. સુરેશ ખન્ના પથારીએ પડ્યો છે અને કાશ્મીરા મુબઇ છે. સગાઇ પણ થતા થતા રહી ગઇ છે. એક સાથે ડબલ ટેન્શનના ડોઝ અપાઇ ગયા છે સુરેશ ખન્નાને.”

“હમ્મ્મમ્મ...... ગુડ, હજુ તો આ શરૂઆત છે, આગળ તો ધડાકો થવાનો બાકી છે, કાશ્મીરાના પગ નીચેથી જમીન ખસકી ન જાય તો મને કહેજે.” ભયાવહ અટ્ટહાસ્ય એક અંધારા રૂમમાં ગુંજવા લાગ્યુ. 

TO BE CONTINUED………………

Rate & Review

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

bhavna

bhavna 4 weeks ago

Vaishali

Vaishali 1 month ago

Kailas

Kailas 1 month ago

Mmm

Mmm 1 month ago