Chakravyuh - 20 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 20

પ્રકરણ-૨૦

“મિસ્ટર રોહન, ઇમીડ્યેટ્લી કમ ઇન માય ચેમ્બર.” કાશ્મીરાએ આવતાવેંત જ ઇન્ટરકોમથી રોહનને બોલાવ્યો.   “યસ મેડમ, કમીંગ.”   “મે આઇ કમ ઇન મેડમ?”   “યસ કમ ઇન એન્ડ ગીવ મી ક્લેરીફીકેશન અબાઉટ ડ્યુ પેમેન્ટ.”   “જી મેડમ, આ રહી ફાઇલ. આ ફાઇલ્સમાં તમામ રિસીપ્ટ સામેલ કરી છે.” રોહને ફાઇલ આપતા કહ્યુ.   “આ ફાઇલ્સની મારે આરતી ઉતારવાની?” ફાઇલને હવામાં ફંગોળતા કાશ્મીરા ખુરશી પરથી ઊભી થઇ ગઇ.   “સોરી મેડમ, લાસ્ટ ડ્યુ પેમેન્ટ હળબળીમાં ભરવાનુ ચુકાઇ ગયુ. મે આજે જ નિરવને મોકલ્યો છે બ્રાન્ચ પર આ બાબતે ઇંક્વાયરી માટે, બસ એ હમણા આવતો જ હશે.”   “નિરવ આવે એ પહેલા જ તમને હું જવાબ કહી દઉ છું મિસ્ટર રોહન, લાસ્ટ પ્રિમીયમ ડ્યુ છે માટે આપણે આગથી થયેલ નુકશાન ક્લેઇમ કરવાને પાત્ર નથી, યુ ક્નો? આપણે ક્લેઇમ મળવાપાત્ર નથી.”   “સોરી મેડમ.”   “મિસ્ટર રોહન, યુ આર ધ હેડ ઓફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. તમારા હાથ નીચે આશરે ૨૦૦ થી વધુ કર્મચારી કામ કરે  છે તે બધાને ક્યુ કામ અગત્યનું છે અને ક્યુ કામ પહેલા થવુ જોઇએ એ સમજાવવાની અને દેખરેખ રાખવાની જવાબદારી એક હેડ તરીકે આપની છે અને ડોન્ટ માઇન્ડ બટ તમે તમારી જવાબદારી ચૂકી ગયા છો.”   “સોરી મેડમ પણ....”

“તમારા એક શબ્દથી કરોડોનો માલ પાછો આવી જવાનો નથી, પર્શનલ કામમાંથી ધ્યાન ડાઇવર્ટ કરીને ઓફિસ મેટર પર ધ્યાન આપો તો જ બધા કામ સમયસર થાય બાકી પૂર આવે ત્યારે પાળ બાંધવી એ નરી મુર્ખતા છે.”

“મેડમ તમે મારી વાત એક વખત સાંભળી લો પછી આપની કોઇપણ સજા મને મંજુર રહેશે.”   “હજુ કાંઇ સાંભળવાનુ બાકી છે તે તમે મને તમારી સફાઇ આપવાનું કહો છો?”   “હા મેડમ, દરેક પ્રિમીયમ તેની ડ્યુ ડેઇટ પહેલા પેઇડ થઇ જાય છે પણ આ પ્રિમીયમની ડ્યુ ડેઇટ એપ્રિલમાં છે અને આ વખતે આખો એપ્રિલ માસ ઓડિટ કરવાની દોડધામમાં ગયો ઉપરથી બેંકમાં ફ્રોડ થયુ એ બધી બબાલમાં પ્રિમીયમ ભરવાનુ ચૂકી ગયો. ઇફ પોશીબલ પ્લીઝ ફરગીવ મી મેડમ.”   “તારી મેડમ તને માંફ કરે કે ન કરે મે તને માંફ કરી દીધો છે બેટા.” પાછળથી સુરેશ ખન્ના બોલ્યા ત્યાં કાશ્મીરાને વળી ગુસ્સો ચડવા લાગ્યો જે સુરેશ ખન્નાની નજર બહાર રહ્યુ નહી.   “કાશ્મીરા રોહન પર ગુસ્સો કરવાની કોઇ જરૂર નથી, એ ત્રણ વ્યક્તિનું કામ એકલો કરે છે આપણી કંપનીમા એ વાતની જાણ તને અને મને બન્નેને છે અને એટલે જ આપણે તેને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરવા માટે આપ્યુ છે. આ પ્રિમીયમ નથી ભરાયુ તેમા ૧૦૦% રોહનનો દોષ છે પણ તેને ખબર હતી કે મુંબઇ બ્રાન્ચ અને ગોડાઉનમાં આગ લાગવાની છે? એ સંજોગ કે આ વર્ષે જ પ્રિમીયમ ભરવામાં લેઇટ થયુ અને ત્યારે જ આ બનાવ બન્યો. પ્લીઝ આ મેટર અહી જ ક્લોઝ કરી દે તો સારૂ.”   “મિસ્ટર રોહન, વીલ યુ પ્લીઝ ગો આઉટ? આઇ વોન્ટ ટુ ટોલ્ક વીથ માય ફાધર.”   “જી મેડમ.” કહેતો રોહન બહાર નીકળી ગયો.   “પાપા ઓફિશીયલ મેટરમાં પ્લીઝ તમે અંગત સબંધો વચ્ચે ન લાવો. માન્યુ કે રોહન બહુ પ્રામાણિક વ્યક્તિ છે પણ ભૂલ થાય ત્યારે તેને ન ટૉકીએ તો એ ભૂલ ભવિષ્યમાં બહુ ઘાતક નીવડે છે અને જે આપણા બીઝનેશ માટે સારૂ નથી, આ સિધ્ધાંત તમે જ મને શીખવ્યો છે.”   “હા બેટા, સુબ્રતો મારો સૌથી ખાસ માણસ છે પણ મે તેને ભૂતકાળમાં તેની ભૂલ માટે બહુ ટોક્યો છે અને તેથી જ હાલ તે આપણી ગેરહાજરીમાં બધુ સંભાળી શકે છે. હું એમ નથી કહેતો કે રોહન ને કાંઇ કહેવુ જ નહી પણ તેની પણ એક મર્યાદા છે, અત્યારે હરિફાઇના યુગમાં રોહન જેવા ઇમાનદાર એમ્પ્લોઇ શોધવા બહુ મુશ્કેલ છે અને જો તેને જાળવીએ નહી તો તેમા પણ આપણી જ નુકશાની છે.”   “પણ પાપા, મુંબઇ બ્રાન્ચના નુકશાનનું શું? લાસ્ટ પ્રિમીયમની સ્લીપ વિના આપણો ક્લેઇમ પાસ નહી થાય તે દેશમુખે મને સાફ શબ્દોમાં કહી દીધુ છે.”   “એ દેશમુખને હું સંભાળી લઇશ, બસ તુ તારો મગજ શાંત કર. રહી વાત રોહનની, તો હું એને સમજાવી દઇશ પણ આ બાબતે રોહન પર તારો ગુસ્સો ન કાઢજે પ્લીઝ.”   “ઓ.કે. પાપા.” કાશ્મીરાએ કમને હા કહેવી પડી.   “ગુડ ગર્લ.” કાશ્મીરાને શાબાષી આપતા સુરેશ ખન્ના તેની કેબીન તરફ નીકળી ગયા.

**********

“મિસ્ટર દેશમુખ, સુરેશ ખન્ના વાત કરી રહ્યો છું, તમારી સાથે બે ઘડીની મુલાકાત કરવી છે.” સુરેશ ખન્નાએ બીજા જ દિવસે મુંબઇ પહોંચી મિસ્ટર દેશમુખને ફોન જોડ્યો.   “હા સર આવી જાઓ ઓફિસે, હું અહી જ છું.”

“ઠીક છે, થોડી જ વારમાં આવું છું.” એ જ ઘડીએ ડ્રાઇવરને દેશમુખની ઓફિસે નીકળવા આદેશ કર્યો અને અડધી કલાકમાં તે દેશમુખની ઓફિસમાં પહોંચી ગયા.   “આ મારી મુંબઇ બ્રાન્ચની ફાઇલ. ક્લેઇમમાં મૂકવાની છે.” કોઇપણ જાતની આડીઅવળી વાત કર્યા વિના તે સીધા પોઇન્ટ પર આવતા વાતને રજૂ કરી.   “આ ફાઇલ મે સ્ટડી કરી લીધી છે બસ લાસ્ટ પ્રિમીયમની રિસીપ્ટ મળી જાય એટલે તમારો ક્લેઇમ પાક્કો.”   “અને જો લાસ્ટ પ્રિમીયમ હજુ ભરાયુ ન હોય તો?”   “તમે મારા કરતા અનુભવી છો મિસ્ટર ખન્ના, મારે તમને સમજાવવાની જરૂર નથી.” દેશમુખે હસતા હસતા કહ્યુ.   “મતલબ, ક્લેઇમ પાસ ન થાય?”   “હા એવુ જ કાંઇક સમજી લો.”   “અને છતા પણ મારે કલેઇમ પાસ કરાવવો હોય તો?”   “તમે મને ખરીદવા માંગો છો?”   “તમે પણ આ ઇન્સ્યોરન્સ જગતમાં અનુભવી છો, મારે  તમને સમજાવવાની જરૂર નથી મિસ્ટર દેશમુખ. એવરીથીંગ ઇઝ પોસીબલ યુ ક્નો.” સુરેશ ખન્નાએ તેમના જ શબ્દોમાં પ્રત્યુતર વાળતા બોલ્યા અને એક બ્રીફકેશ ખોલી તેમની સામે રાખી દીધી.   “ખન્ના સાહેબ, તમે બહુ ભારે કરી પણ મારા ઇમાનની કોઇ કિંમત નથી, તમે ખોટી દિશામાં પગલુ ભરી રહ્યા છો, અને આ પગલુ તમારી રેપ્યુટેશન પર બહુ ખરાબ અસર કરી શકે છે.” બોલતા દેશમુખ સાહેબે બ્રીફકેશ બંધ કરી દીધી ત્યાં સુરેશ ખન્નાએ બીજી એક બ્રીફકેશ ખોલીને તેમની સામે ધરી દીધી.   “બોલો હજુ આવી કેટલી બ્રીફકેશ મોકલાવુ તમને? તમે કહો એ રકમ મને મંજુર છે પણ આ ક્લેઇમ પાસ થવો જ જોઇએ. આ ક્લેઇમ પાસ કરાવવો એ તમારા માટે શક્ય છે એ મને ખબર છે.”   “તમે પણ ખરા છો ખન્ના સાહેબ, તમે બધી આગોતરી તૈયારી સાથે આવ્યા છો એવુ દેખાય છે. ઠીક છે તમારો ક્લેઇમ પાસ કરાવવાની જવાબદારી મારી, એક કામ કરો લાસ્ટ પ્રિમીયમ આજની તારીખમાં પેઇડ કરાવી દ્યો અને રિસીપ્ટ મને મોકલી આપજો.” દેશમુખ સાહેબે બન્ને બ્રીફકેશ પોતાની તરફ સરકાવી લીધી અને હસતા હસતા જવાબ આપ્યો.   “ઓ.કે. ડન મિસ્ટર દેશમુખ. ગુડ ડે.” હાથ મીલાવી ખન્ના સાહેબ ત્યાંથી નીકળી ગયા.

**********

“ખન્ના સાહેબ આવ્યા હતા અને જેમ વિચાર્યુ હતુ એવુ જ પગલુ ભરીને ગયા છે અહીથી.” દેશમુખે ફોન પર વાત કરતા કહ્યુ.   “મિસ્ટર દેશમુખ, ખન્નાએ તમને જેટલી રકમ આપી છે તેના કરતા ડબલ રકમ તમને મારો માણસ આપી જશે પણ આ ક્લેઇમ કોઇપણ ભોગે પાસ ન થવો જોઇએ.” સામા છેડેથી આદેશાત્મક અવાજ આવ્યો.   “અરે શ્રીમાન, તમે મને શરમાવો નહી. તમે કહ્યુ છે એમ જ થશે, એ મને ખરીદવા આવ્યો હતો પણ તેને ખબર નથી કે આ દસ મિનીટની મુલાકાતમાં તે અહીથી વેચાઇને ગયો છે.”   “ઓ.કે. અને મે કહ્યુ હતુ તે મુજબ જ ગોઠવણ થઇ હતી ને?”   “હા બીલકુલ એ મુજબ જ ગોઠવ્યુ હતુ. તમને તમારી અમાનત નિયત સમયે અને નિયત જગ્યાએ મળી જશે.”   “વેરી ગુડ દેશમુખ સાહેબ. તમારો અંદાજ મને ગમ્યો.” બોલતા બન્ને જણા હસી પડ્યા અને સામા છેડેથી ફોન કટ થઇ ગયો. 

TO BE CONTINUED…………