Chakravyuh - 22 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 22

ચક્રવ્યુહ... - 22

પ્રકરણ-૨૨

“હાય ઇશાન, હાઉ’ઝ યુ બડી?”

“નથીંગ યાર મયંક, જસ્ટ બોરીંગ એટ હોમ.”   “હમ્મ્મ, મી અલ્સો. હેય, આઇ હેવ એન આઇડિયા, લેટ’સ ગો આઉટસાઇડ. મસ્ત હરીયાલીને જોઇને સારો ટાઇમપાસ થઇ જશે.”   “ગુડ આઇડિયા, એક કામ કરું હું હમણા આવુ છું તને પીક કરવા પછી નીકળીએ આપણે બહાર. તુ વિહાન અને અંકિતને પણ કોલ કરી લે, બધા સાથે નીકળીએ.”   “ઓ.કે. આઇ એમ વેઇટીંગ.” મયંકે ફોન કટ કર્યો અને તે તૈયાર થવા પોતાના રૂમમાં જતો રહ્યો, આ બાજુ અમીર બાપનો એક નો એક દિકરો ઇશાન પણ રેડ્ડી થવા લાગ્યો.   હમણા જ સતર વર્ષ પૂર્ણ કરી અઢારમાં વર્ષમાં પ્રવેશ કરતો ઇશાન તેની સાથે ભણતી છોકરીઓનો હોટ ફેવરીટ હતો. તે મયંક વિહાન અને અંકિત આ ચારની જોડી હતી. ચારેય જણાએ બારમાંની પરીક્ષા આપી હતી અને વેકેશન હતુ એટલે બસ દરરોજ મોજ મસ્તીમાં ડુબ્યા રહેતા.

ઇમ્પોર્ટેડ જીન્સ, ટી*શર્ટ, શુઝ અને હાથમાં મોંઘીદાટ ઘડિયાલ અને પરફ્યુમ કરી ઇશાન પોતાની હેર સ્ટાઇલને સંવારવા લાગ્યો. તેને અવનવી હેર સ્ટાઇલનો ખુબ શોખ હતો, અરિસામાં પોતાને જોઇ આંખ મારતો તે બહાર જવા નીચે ઊતર્યો.   “મમ્મી હું બહાર જાંઉ છું મારા ફ્રેંડસ સાથે, ઘરે લેઇટ આવીશ, જમવામાં મારી રાહ જોશો નહી.” કહેતો કારની ચાવીને આંગળીમાં રમાડતો તે બહાર નીકળ્યો. પોતાના લુકને સાઇડ ગ્લાસમાં જોતા તેણે ગોગલ્સ પહેર્યા. ઇશાન એટલો ગુડ લુકીંગ હતો કે તેને જોઇને કોઇપણ છોકરી તેના પર ફીદા થઇ જાય પણ ઇશાન જેનું નામ, આવડી ઉંમરે પણ ગર્લ્સ જોડે ફ્લર્ટીંગ કરવામાં તે બહુ માહેર હતો. મોડી મોડી રાત સુધી તે સોશીયલ વેબસાઇટ પર ચેટ કરવામાં વ્યસ્ત રહેતો. સુરેશ ખન્ના બીઝનેશમાં એટલા વ્યસ્ત હતા કે તેને પોતાનો પૂત્ર શું કરે છે તે જાણવાની તેને ફુરસત હતી નહી.   “મયંક જલ્દી આવી જા નીચે, આઇ એમ વેઇટીંગ.”

“હાય ઇશાન, લુકીંગ હેન્ડસમ યાર. આજે તો બે ચાર પડી જ જવાની.”   “ક્યાં???? પ્રેમમાં કે પછી???” ઇશાને મયંકને આંખ મારી.   “તુ સુધરવાનો નથી ઇશાન.” ચાલ વિહાન અને અંકિત રાહ જોતા હશે આપણી.   “ઓ.કે. લેટ’સ ગો બડી.જસ્ટ એંજોય અવર લાઇફ એઝ વી થીંક.” બોલતા ઇશાને કારને વાયુવેગે દિલ્લીના રસ્તે દોડાવી. બ્લેક સાઇડ ગ્લાસવાળી ડસ્ટર ગાડીમાં બહુ લાઉડલી મ્યુઝીક વાગી રહ્યુ હતુ અને ઇશાન અને મયંક બન્ને પોતાની મસ્તીમાં જ હતા ત્યાં પાંચ મિનીટમાં બન્ને અંકિતના ફ્લેટ પાસે આવી પહોંચ્યા જ્યાં અંકિત અને વિહાન બન્ને તેમની રાહ જોઇ રહ્યા હતા.   “હાય ઇશાન, મયંક.”   “હેલ્લો અંકિત, કેમ હમણા સુકાતો જાય છે? ખાવાનુ નથી મળતુ કે પછી કોઇની યાદમાં......?”   “અરે નહી યાર, તારા જેવી કિસ્મત નથી કે રોજ અલગ અલગ છોકરીઓ સાથે ફલર્ટ કરવા મળે. એ તો સુખ તને જ મળ્યુ છે ઇશાન અમે તો બસ તારા પરાક્ર્મ સાંભળીને ખુશ થઇએ છીએ.”   “એ જ તો ઇશાનની ખાસિયત છે અંકિત. રોજ એક જ પ્લેટ જમવી એ ઇશાનની આદત નથી અંકિત યુ ક્નો.”   “હા ભાઇ હા, અમે બધા જાણીએ છીએ કે તને રોજ અલગ અલગ જમવાની આદત છે.” વિહાન બોલ્યો.   “તો પછી આજે કઇ ડીશ લેવાનુ પસંદ કરશો જનાબ? પંજાબી, ગુજરાતી કે પછી ચાઇનીઝ?” અંકિતે ઇશાનને ટીખળ કરતા પુછ્યુ.

“હમ્મ્મ્મ આજે તો કાંઇક હટકે કરવાનો વિચાર છે.”

“હટકે??? મતલબ શું છે તારો ઇશાન?”   “આઇ હેવ અન આઇડિયા અંકિત, લેટ’સ ગો ટુ ધ કસીનો. આજે એકાદ બે હાથ અજમાવીએ તો?”   “કસીનો? આઇ ડોન્ટ લાઇક ગેમ્બલીંગ યાર.” મયંકે નારાજગીભર્યા સ્વરે કહ્યુ.   “મયંક નાઉ વી આર યંગ. આપણી આ જ ઉંમર છે જ્યારે આપણે આ બધુ કરી શકીએ, લેટ’સ એંજોય અવર ફ્રીડમ યાર.” વિહાને મયંકને સમજાવતા કહ્યુ.   “યસ મયંક, કસીનોમાં એકાદ બે ગેઇમ એન્જોય કરીશું સાથે સરાબ અને સબાબનો જાદુ તારી બધી નારાજગી દૂર કરી નાખશે.” ઇશાને કારને દિલ્લીના મશહુ કસીનો બાજુ ટર્ન મારતા કહ્યુ અને બધા ગોલ્ડી કસીનોમાં પહોંચી ગયા.   બધા મિત્રો અવારનવાર હરવા ફરવા અને લોંગ ડ્રાઇવ પર જતા અને મોજમસ્તી કરતા પણ આજે બધા પહેલીવાર કસીનોમાં આવ્યા હતા. અંદરનું વાતાવરણ ખરેખર રંગીન હતુ જેનાથી ટીનએઇજ બહુ આસાનીથી આકર્ષીત થઇ જતા. લાઉડ મ્યુઝીક, સ્ટેજ પર અમુક છોકરીઓ ડાન્સ કરતી હતી, અમૂક લોકો સરાબ એન્જોય કરી રહ્યા હતા જ્યારે કેટલાય લોકો કસીનોમાં કાર્ડસ અને બીજી એવી અલગ અલગ ગેઇમ રમવામાં વ્યસ્ત હતા. અમૂક ગૃપમાં આવેલા મિત્રો પોતાની આગવી શૈલીથી મોજમસ્તીથી ઝુમી રહ્યા હતા. રાત્રીના માહોલમાં આછી પ્રકાશિત લાઇટ્સથી એકબીજાના ચહેરા પણ આસાનીથી દેખાઇ શકતા ન હતા.

“વાઉ યાર, ઇટ્સ સો ઇન્ટ્રેસ્ટીંગ અટ્મોસ્ફીયર યાર. આઇ એમ ગોન્ના મેડ.” અંકિતે ઉછળતા કહ્યુ.   “અરે યાર, હજુ તો અંદર પ્રવેશ કર્યો છે ત્યાં તારી અંદરનો અંકિત ઉછળવા લાગ્યો કે શું? હજુ તો આગળ ઘણુ બાકી છે અંકિત, જસ્ટ કન્ટ્રોલ યોરસેલ્ફ.” ઇશાને અંકિતને ચુંટીયો ખણતા કહ્યુ.   “ઇશાન યાર, નાઉ આઇ કાન્ટ કન્ટ્રોલ માયસેલ્ફ, લેટ’સ ગો ઇનસાઇડ એન્ડ ફુલ્લી એંજોય ધીસ નાઇટ.”   “ઓ.કે. કોણ ના કહે છે? ચાલો.” બોલતા ઇશાન અને અંકિત સીધા ડાન્સ ફ્લોરની નજીક ચેર પર ગોઠવાઇ ગયા, મયંકને ઘરેથી કોલ આવતા તે બહાર નીકળી ગયો અને વિહાન તો હતો જ શોખીન, તે તો પેગ પીવા માટે તે બાજુ છાનામુનો સરકી ગયો.

“વાઉ યાર ઇશાન, આઇ કાન્ટ કન્ટ્રોલ માયસેલ્ફ, આઇ વોન્ના ડાન્સ એન્ડ રોક ધીસ નાઇટ વીથ ધોઝ બ્યુટીશ.”

“હા તો કોણ ના પાડે છે? જા અને તારી મરજી પડે એમ એન્જોય કર.”   “ઓ.કે. પણ તુ નહી આવે?”   “તુ ત્યાં જઇને એન્જોય કર, હું અહી બેઠા બેઠા એન્જોય કરું છું.” ઇશાનનું ધ્યાન ખુણામાં બેઠેલી એક યુવતી પર હતી તે અંકિતની ધ્યાન બહાર રહ્યુ નહી.   “માની ગયો યાર તને, હજુ અહી આવ્યાને દસ મિનીટ થઇ નથી અને તે દાણા નાખવાનું શરૂ કરી દીધુ. કેરી ઓન બોસ.” ઇશાનને સાબાષી આપતો અંકિત તો ડાંસ ફ્લોર પર જતો રહ્યો અને આ બાજુ ઇશાન એક નજરે પેલી યુવતીને નિહાળી રહ્યો હતો. **********   “એક્સક્યુઝ મી, મે આઇ જોઇન યુ?” થોડીવારની આંખોની સંતાકુકડી બાદ ઇશાન પેલી યુવતી પાસે જઇને પુછ્યુ.

“સોરી, વ્હુ આર યુ મિસ્ટર?”   “નામમાં શું રાખ્યુ છે મેડમ? હું ક્યારનો જોંઉ છું તમે અહી એકાંતમાં બેઠા છો તો થયુ કે તમને કંપની આપુ.” એક હાથમાં સરાબનો ગ્લાસ સાથે ઇશાને બાજુમાં બેસતા કહ્યુ.   “મને એકાંત ગમે છે સો હું અહી એકલી મારી રીતે એન્જોય કરી રહી છું.”   “સાચુ કહુ તો એકાંત તો મને પણ બહુ ગમે છે જો તમે સાથ આપો તો.”

“વ્હોટ???? વ્હોટ ઇઝ ધીસ નોનસેન્સ?”   “અરે અરે મેડમ, કેમ તમે નેગેટીવ વિચારો છો? મારો મતલબ છે કે મને પણ એકાંત બહુ પ્રિય છે અને તમને પણ તો આપણા વિચારો મળતા આવે છે તો એકબીજાની કંપની મળી રહેશે.”   “બાય ધ વે, માય સેલ્ફ ઇશાન, ઇશાન ખન્ના.” પરિચય આપતા ઇશાને શેકહેન્ડ કરવા પોતાનો હાથ આગળ લંબાવ્યો.   “માયસેલ્ફ અરાઇમા ઘોષ.” બોલતા અરાઇમાએ પોતાનો હાથ લંબાવ્યો અને બન્નેએ હાથ મિલાવ્યા.   “નાઇસ એન્ડ યુનિક નેઇમ અરાઇમા.” બોલતા ઇશાને હળવાશથી તેનો હાથ દબાવ્યો ત્યાં અરાઇમાએ ઇશાનનો હાથ છોડી દીધો.   “વેરી હોટ સેક્સી બ્યુટી અરાઇમા ઘોષ, આઇ લાઇક બેંગાલી ડીશ.” ખુલ્લા લહેરાતા વાળ, શોર્ટ સ્કર્ટ, સ્લીવલેશ ટૉપ, હાઇ હીલ સેન્ડલ, પાર્ટીને અનુરૂપ બહુ ડાર્ક મેકઅપમાં સજ્જ અરાઇમાને જોઇને ઇશાન મનોમન વિચારવા લાગ્યો. 

TO BE CONTINUED…………

કોણ છે આ અરાઇમા જેની પાછળ ઇશાન પાગલ થવા તૈયાર થયો છે? અજાણતા જ બન્ને મળી ગયા કે પછી આ બધુ પ્રીપ્લાન્ડ છે? શું કોઇ ઘાયલ સુરેશ ખન્ના પર બીજો વાર કરવાની તૈયારીમાં છે? જાણવા માટે આગળનો ભાગ વાંચવો રહ્યો............. 

Please post your review on comentbox OR gokanirupesh73@gmail.com

Rate & Review

Sheetal

Sheetal 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

Vaishali

Vaishali 1 month ago

Bhavna

Bhavna 1 month ago

Piyush Patel

Piyush Patel 1 month ago