Hey man? !!! (Slapping his forehead) ...... but it's OK books and stories free download online pdf in Gujarati

અરે યાર?!!! (કપાળ પર હથેળી પછાડીને)......બટ ઇટ્સ ઓકે

*રૂફ્ટોપ સોલાર ધોઈને સાફ કરી નાખ્યું હોય ને સાંજે જ વરસાદ પડે, અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને).....બટ ઇટ્સ ઓકે..
*ટીવી શો માં તમે ખૂબ ઇન્ટરેસ્ટ થી કોમેડી ડાયલોગ સાંભળતા હોય અને તમારી મિસિસ ને એજ વખતે ખૂબ જ છીંકો આવે અને જાહેરાત આવે ત્યારે એને કશું જ ના થાય, અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને).....બટ ઇટ્સ ઓકે..
*અગત્ય ની મીટીંગ ચાલતી હોય, તમારી સાથે ખૂબસૂરત સેક્રેટરી હોય, સામેની પાર્ટી એનાથી પણ વધારે ખૂબસૂરત સેક્રેટરી લઈને આવી હોય અને ચાલુ મિટિંગ માં તમને ગેસ થઈ ગયો હોય, અરે યાર?!!!.(કપાળ પર હથેળી પછાડીને)......બટ ઇટ્સ ઓકે..
* ઓકે, તમે ચાલુ મિટિંગ માં ઊભા થઈ બાથરૂમ માં જઈ ગેસ રીલિઝ કરી આવ્યા હોય ને પછી સામેની પાર્ટી તમને જણાવે કે,કે, કે તમારી પેન્ટ ની ચેઈન ખુલી રહી ગઈ છે, અરે યાર?!!!.(કપાળ પર હથેળી પછાડીને)....બટ ઇટ્સ ઓકે..
* ઓવેન્ માં નાનખટાઈ બનાવવા મૂકી હોય ને થવા જ આવી હોય ને તમે ખાલી બે મિનિટ 'બીજુ' કંઈ કામ કરવા ગયા ને ઓવેન્ માંથી ધુમાડા નીકળતા હોય ને બધી નાનખટાઈ કોલસી થઈ ગઈ હોય, અરે યાર?!!!.(કપાળ પર હથેળી પછાડીને)....બટ ઇટ્સ ઓકે..
*તમે તમારી પત્ની માટે પ્રેમ થી ચા બનાવતા હોય ને ચા ફાટી જાય ને ઘરવાળી કહે કે તમે દૂધ ને બદલે જાડી છાસ નાખી ને એટલે, અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને)......બટ ઇટ્સ ઓકે..
* તમારી ગાડી ના ટાયર ફાટી ગયા હોય અને પછી ખબર પડે કે સ્પેર વ્હીલ માં પણ હવા નથી,અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને).....બટ ઇટ્સ ઓકે..
* તમે ચા માં બિસ્કીટ ડુબાડી ને મોઢા માં લો છો અને તરત જ ભીનું બિસ્કીટ પાછું ચા ના કપ માં પડી જાય છે, અરે યાર?!!!.(કપાળ પર હથેળી પછાડીને)....બટ ઇટ્સ ઓકે..
* તમે અજાણી નટખટ નાની છોકરી નું નામ પૂછો અને એ તમને નામ કહીને દૂર રમવા જતી રહે છે, તમે જોરથી એના નામ ની બુમ પાડો અને અચાનક એક હટટોકટટો પુરુષ આવીને તમને મોંઢા પર મુક્કો મારી દે છે, કેમકે તમે જે નામ ની બુમ પાડો છો એ નામ પેલી છોકરી ની મમ્મી નુ છે, પાછી એ છોકરી દૂર થી તમારો તમાશો જોઈ જોર થી હસે છે, અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને).....બટ ઇટ્સ ઓકે..
*કોઈ સોલીડ ટીપ મળી હોય ને તમે એક લાખ ના શેર લઈ લીધા હોય ને સેશન પતતા લાખ ના બાર હજાર થઈ ગયા હોય,અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને).....બટ ઇટ્સ ઓકે..
*તમે મહેમાન બનીને કોઈને ત્યાં ગયા હોય અને આન્ટી ફ્રીઝ માંથી પાણી ની બોટલ માંથી ગ્લાસ ભરી ને આપે, તમે પીઓ ત્યારે ખબર પડે કે પાણી નઈ પણ વિનેગાર છે, અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને)......બટ ઇટ્સ ઓકે..
* તમે રાત્રે ઘસઘસાટ સૂઈ ગયા હોય અને તમારી પત્ની તમને ઊંઘવાની દવા લેવાની છે એવું યાદ કરાવે છે, અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને).....બટ ઇટ્સ ઓકે..
*તમે ફર્સ્ટ ટાઇમ ડેટ પર ગયા હોય (છોકરી સાથેજ સ્તો), તમે ફક્ત દશ જ મિનિટ માં પાછા આવી ગયા હોય, તમે છોકરી ને ફોન કરો છો કે શું થયું ત્યારે સામેથી જવાબ આવે છે કે મને લસણ ની વાસ બિલકુલ નથી ગમતી,અરે યાર?!!! (કપાળ પર હથેળી પછાડીને)...બટ ઇટ્સ ઓકે..

_હવે નીચેનું વાંચીને કોઈએ જીવ બાળવાનો નહીં...
.
.
.
.
.
.

*પત્ની(પોતાની જ ભાઈ) ને લગ્ન પહેલા જોવા ગયા હોય ને પછી ખબર પડે કે હોસ્ટેલ માં રહેતી સાળી મસ્ત લાગતી હતી , અરે યાર?!!!(અહીં પોતાના ગાલ પર તમાચો મારવાનો).....બટ ઇટ્સ ઓકે..
.
.
..
.
.
.

.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995