Tari Dhunma - 15 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 15 - પહેલી અનબન....

અઠવાડિયા પછી

કુશલ ઘરે આવે છે.
હજી ક્રિષ્ના ઘરે નથી આવી હોતી.
તે થાકીને સોફા પર બેસી પડે છે.

ક્રિષ્ના ઘરે આવે છે.
તે કુશલ ને સોફા પર સૂતેલો જુએ છે.
તેની પાસે આવી તે તેના માથે હાથ ફેરવતા તેને ઉઠાડે છે.
કુશલ : તું આવી ગઈ.
તે આંખ ચોળતા બોલે છે.
ક્રિષ્ના તેની બાજુમાં આવી બેસે છે.
ક્રિષ્ના : રૂમમાં જઈને સૂઈ જતે.
કુશલ : ખબર નહી પડી ક્યારે સૂઈ ગયો.
ક્રિષ્ના : આજે આવતા વાર લાગી ગઈ.
9:15 થઈ ગયા.
તે સોફા પર માથું ઢાળતા કહે છે.
કુશલ : ચાલ, બહાર ખાઈ આવીએ.
ક્રિષ્ના : હજી હમણાં તો આવી.
કુશલ : નથી તારો રસોડામાં જવાનો મૂડ ને નથી મારો.
તે ક્રિષ્ના તરફ જોતા કહે છે.
ક્રિષ્ના : હું ખીચડી નું કુકર મૂકી દઉં છું.
તે ટટ્ટાર થતા કહે છે.
ક્રિષ્ના : અથાણાં અને ફ્રીઝમાં દહીં સાથે ખાઈ લઈશું.
તે ઉભી થવા જાય છે પણ તેના ખોળામાં માથું મૂકી કુશલ તેને રોકી લે છે.
ક્રિષ્ના તેના માથે હાથ ફેરવે છે.
કુશલ : આજે....
ત્યારે જ ક્રિષ્ના ના મોબાઈલ રીંગ વાગે છે.
ક્રિષ્ના : 1 સેન્કડ....
તે કોલ રિસીવ કરે છે.
ક્રિષ્ના : હા, મેમ....
કુશલ : આ તારા બોસ મેમ....
ક્રિષ્ના કુશલ ને ચૂપ રહેવાનો ઈશારો કરે છે.
કુશલ : 9:40!!
તે સમય જોતા ઉભો થઈ પોતાના રૂમમાં જાય છે.

10:00

કુશલ કપડા બદલીને બહાર આવે છે.
ક્રિષ્ના લેપટોપ પર મેમ એ કહેલું કામ કરી રહી હોય છે.
કુશલ : ઓનલાઈન ઓર્ડર કરી દઈએ??
મારે ખીચડી નથી ખાવી.
ક્રિષ્ના : સારું.
કુશલ : ક્યાંથી મંગાવું??
ક્રિષ્ના : કશેથી પણ.
તે કામ કરતા કરતા જવાબ આપે છે.
કુશલ : ચાઈનીઝ??
ક્રિષ્ના : અહંમ.
કુશલ : મેક્સિકન??
ક્રિષ્ના : હા.
કુશલ : ઓકે.
કુશલ બંને નું જમવાનું ઓર્ડર કરી દે છે.

કુશલ : જા કપડા બદલી આવ.
ક્રિષ્ના : હા.
કુશલ રસોડામાં કંઈક ખાવા માટે લેવા જાય છે અને....
કુશલ : આ....આ....
તે દોડતો દોડતો બહાર આવી સોફા પર બેસતા પોતાના બંને પગ પણ ઉપર લઈ લે છે.
ક્રિષ્ના તેની તરફ જુએ છે.
ક્રિષ્ના : તારી સૌથી પહેલી ગર્લફ્રેન્ડ ને જોઈ લીધી કે શું??
કહેતા તે હલકું હસે છે.
કુશલ : એય....
ક્રિષ્ના તેનું લેપટોપ બંધ કરે છે.
કુશલ : ભગાવ એને.
ક્રિષ્ના ને હસવું આવી જાય છે.
કુશલ : અરે યાર....!!
ક્રિષ્ના : એ ગરોળી તને શું કરવાની??
કુશલ : તું બસ ભગાવ ને.
ક્રિષ્ના : ભાગીને એ ફ્રીઝ ની નીચે જ જશે.
તે રસોડામાં જતા કહે છે.
ક્રિષ્ના : ક્યાં છે એ??
અહીંયા નથી એ.
જતી રહી ફ્રીઝ ની નીચે.
હું કપડા બદલી ને આવું.
કહી તે રૂમમાં જતી રહે છે.

* * * *

સારંગ : હેપ્પી બર્થ ડે ટુ યુ.
હેપ્પી બર્થ ડે ટુ યુ.
વિધિ ના દરવાજો ખોલતા જ સારંગ તેને વીશ કરવા લાગે છે અને પોતાની સાથે લાવેલા લીલી ના ફૂલ વિધિ ને આપે છે.
વિધિ : થેન્કયુ.
તે ખુશ થતા દરવાજો બંધ કરે છે.
તેના દરવાજો બંધ કરતા જ સારંગ તેને ભેટી પડે છે.
સારંગ : જન્મદિવસ ની લાખો - કરોડો શુભકામનાઓ.
તે હસતાં હસતાં કહે છે.
વિધિ : ખૂબ ખૂબ આભાર.
તે પણ હસતાં હસતાં કહે છે.
સારંગ તેનું માથું ચૂમી લે છે.
સારંગ : તૈયાર થઈ જા.
વિધિ : મે તારી ચા બનાવેલી જ હતી.
તે રસોડામાં જતા કહે છે.
વિધિ : લે.
તે સારંગ ને ચા નો કપ આપે છે.
સારંગ : તારી??
વિધિ : હમણાં જ પીધી મે તારી રાહ જોઈને.
સારંગ : હા, મને મોડું થઈ ગયુ.
વિધિ : તું ચા પી.
હું તૈયાર થઈ ને આવી.
કહી વિધિ તેના રૂમમાં તૈયાર થવા જતી રહે છે.

ગાડીમાં

વિધિ : ક્યાં લઈ જઈ રહ્યા છો મને??
સારંગ : તારી ક્યાં જવાની ઈચ્છા છે??
વિધિ : મને ખબર છે, તે કઈ ને કઈ વિચાર્યું જ હશે.
એટલે મે કોઈ વિચાર નથી કર્યા.
સારંગ : ઓકે.
તો ચાલો લોન્ગ ડ્રાઈવ પર.
તે વિધિનો હાથ પોતાના હાથમાં લેતા કહે છે.
બંને ના ચહેરા પર મોટી મુસ્કાન હોય છે.

* * * *

સાંજે 4 વાગ્યે બંને સારંગ ના ઘરે આવે છે.
સારંગ ખિસ્સામાંથી ઘરની ચાવી કાઢે છે.
વિધિ : હું આંખો બંધ કરી દઉં??
તે હસતાં હસતાં પૂછે છે.
સારંગ : કરી દે.
વિધિ આંખ બંધ કરે છે અને સારંગ દરવાજો ખોલે છે....
આખું ઘર શણગારવામાં આવ્યું હોય છે અને બધા સ્ટુડન્ટ્સ તેમના વાજિંત્રો સાથે વિધિ મેમ ને વીશ કરવા તૈયાર બેઠા હોય છે.
વિધિ આંખો ખોલે છે અને બધા ગાવાનું શરૂ કરે છે.
બધાને એકસાથે જોઈ વિધિનો ચહેરો ખીલી ઉઠે છે.
અને તેને જોઈને સારંગ નો પણ.

ગીત પત્યા પછી

નીતિ : હેપ્પી બર્થ ડે.
વિધિ : થેન્કયુ થેન્કયુ સો મચ બધાનું!!
તે હસીને કહે છે.

આ બાજુ રસોડામાં જતા કુશલ ક્રિષ્ના ને ફોન કરે છે.
કુશલ : ક્યાં પહોંચી??
ક્રિષ્ના : હજી ઓફિસ પર છું.
વાર લાગશે.
કુશલ : હજી????
ક્રિષ્ના : કામ આવી ગયુ યાર.
કુશલ : મે તને કહ્યુ હતુ....
ક્રિષ્ના : હા, કુશલ પણ....
કુશલ : તું યાર....
કુશલ ને નથી ગમતું.
ક્રિષ્ના : આટલી વાતમાં નારાજ કેમ થાય છે??
આવું છું ને થોડી વારમાં.
કુશલ કઈ પણ કહ્યા વિના ફોન મૂકી દે છે.

* * * *


~ By Writer Shuchi



.