Day in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | ડે

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

ડે

જતીન ભટ્ટ ( નિજ) રચિત એક જબરજસ્ત હાસ્ય રચના

' ડે'
ફેબ્રઆરી મહિનો આવે એટલે અલગ અલગ ' ડે ' આવવા માંડે, જેમકે રોઝ ડે, હગ ડે, ચોકલેટ ડે વગેરે વગેરે..
હવે આપણા ગોટ્યા ની મિસિસ ને થોડી ખબર પડે, ને થોડી ના પડે એટલે ગોટ્યા ને બધુ પૂછ્યા કરે, ગોટ્યો પણ રાજી થાય કે મારી ઘરવાળી અપડેટ તો થાય છે, એટલે એને બધી સમજ પાડે અને એ પણ હસતા હસતા...
તો માણો બંને વચ્ચે ના રમુજી સંવાદો...

'અરે સાંભળો છો?
' બોલ'
' આ આજ થી કંઈ રોજ કોઈ ' ડે' આવે છે એ મને સમજાવોને?'
' ઓકે , જો આજે હેપ્પી રોઝ ડે છે એટલે એમાં તારે મને રોજ જ હેપ્પી રાખવાનો , ઓકેકે
' એવું?, એ જરા અઘરું છે હોં'
😄😄😄😄😄😄😄
' જો પછી આવે પ્રોપોઝ ડે '
'એમાં શું કરવાનું?'
' જો એમાં છે ને તે કોઈ જુવાનિયો હોય ને તે કોઈ જુવાન છોકરીને પ્રપોઝ કરે કે તું મારી ફ્રેન્ડ થઈશ?, પાછું ઉભા ઉભા નહીં, ઘૂંટણિયે બેસીને,
એવી જ રીતે છોકરી પણ પૂછી શકે, બરાબર સમજ પડી?'
' એવું તો ખ્યાલ આવી ગયો, પણ તમારે મને પ્રોપોઝ કરવું હોય તો કેવી રીતે કરો અને શું બોલો?'
' હા, જો હવે ઉમર થઈ એટલે ઘૂંટણિયે તો બેસાય નઈ, એટલે ઉભા ઊભા તને કહું કે ડાર્લિંગ આજે રાત્રે મારા ઘૂંટણ પર માલિશ કરી આપશે તો હું તને વધારે પ્રેમ કરીશ, બરાબર? ચલ હવે તુ મને પ્રોપોઝ કર '
' ઓકે, જુઓ પરાનપ્રિયે'
' અલી પ્રાણપ્રિયે આવે '
' ઓકે, જુઓ મારા પ્રાણપ્રિયે, આખો દિવસ કામ કરી કરીને મારા જ ટાંટિયા ની કઢી થઈ જાય છે, તો તમે મને માલિશ કરી આપશો?'
' અલી, તુ તો ખરી છે ને?
😄😄😄😄😄😄😄
' જો એના પછી આવે ચોકલેટ ડે '
' એમાં ચોકલેટ આપવાની, બરાબર ને'
' હા, હું પણ તને કેડબરી આપીશ ને ડાર્લિંગ, તું મને શું આપીશ '
' ચૂરણ ની ગોળી!!!!!!!'
😄😄😄😄😄😄😄😄😄
' જો હવે એના પછી આવશે ટેડી ડે'
' જો, હવે તમે મને એમ કહેશો કે મને ટેડી બિયર આપ, બરાબરને?
' અરે વાહ, તું તો હોશિયાર થઈ ગઈ ને, તો પછી મને આપશેને?'
' ના, કેમ કે તમે પોતે જ રીંછ જેવા છો!!!'
😄😄😄😄😄😄😄
' હવે આવે પ્રોમિસ ડે'
' સમજી ગઈ, એમાં એવું હશે કે હું તને જ પ્રેમ કરું છું અને તારી સાથેજ લગ્ન કરીશ, બરાબરને?'
' વાહ, એકદમ બરાબર, હવે તું મારી પાસેથી પ્રોમિસ માંગ'
' જુઓ પરાનપ્રિયે, સોરી પ્રાણપ્રિયે, તમે મને પ્રોમિસ કરો કે તમે મને શૉપિંગ કરવા લઈ જશો અને બે લાખ ના દાગીના અપાવશો, અરે, અરે,અરે, અરે શું થયું તમને?'
' કંઈ નઈ, આવા જોક નઈ માર, હું બેભાન થતા રહી ગયો'
😄😄😄😄😄😄😄😄
' હવે એના પછી કયો દિવસ આવે?'
' હગ ડે'
' છી, એવો પણ કોઈ ' ડે' આવે?
' અલી, ઊંધું ના સમજ, હગ એટલે આલિંગન ઓકેકે'
' અચ્છા, એવું છે? મને એમ કે......!!!!!..'
😄😄😄😄😄😄😄😄😄😄
' પછી?
' પછી એવો' ડે' આવે છે કે એને લીધે આપણા ભારત ની અને દુનિયા ની વસ્તી વધ્યા કરે છે!'
' કયો ડે'
' કિસ ડે'
😄😄😄😄😄😄😄😄
' હવે લાસ્ટ માં આવે વેલેન્ટાઈન ડે'
' એ તો ખબર પડી ગઈ'
' એટલે'
' એટલે એજ કે આ બધા' ડે 'નો સરવાળો કરવાનો અને તારીખ પર જવાનું, બરાબર?'
' અલી તારીખ નઈ એને ડેટ પર જવાનું એવું કહેવાય, બાકી કહેવું પડે હાં ,તને આવડી ગયું ને મારી રાણી ,'
😄😄😄😄😄😄😄😄😄
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995
રચના ગમી હોય તો WATSAPP અને FB પર જરૂર થી શેર કરશો
આભાર