Love kite books and stories free download online pdf in Gujarati

પ્રેમ પતંગ

"પ્રેમ પતંગ"


પવિત્ર પ્રસંગે પરિણય પ્રક્રિયાનો પ્રાથમિક પીળો પરવાનો પરસ્પર પંજામાં પહેરાવ્યા પછી પ્રફુલ્લીત પરેશે પાંપણ પાડતાં, પૂર્વેની પરિસ્થિતિઓનું પરિદૃશ્ય પોપચાના પડદા પર પડવું પ્રારંભાયું. :


******


પરિવારના પોષણ પરત્વે પૈસાની પુરાંત પામી પ્રારબ્ધ પ્રકાશવા પખવાડિયા પહેલાં પ્રકાશભાઈનો પરિવાર પાકા પાયે પાલનપુરમાં પધરામણી પામેલો. પ્રકાશભાઈના પાંપણથી પ્રભાવી પુત્ર પરેશે પતંગ પામવા પપ્પાને પૂછ્યું. પ્રકાશભાઇએ પુત્રને પાંચ પતંગના પૈસા પૂરા પાડ્યા.

પરેશ પાંચ પતંગ પંજામાં પકડીને પચ્ચીસેક પગથિયા પળમાં પંખી પેઠે પાછળ પાડીને પવનમાં પહોંચ્યો. પાળી પર પ્રથમ પતંગ પોઢાડીને પાંગરાના પ્રયોજનની પ્રક્રિયા પ્રારંભતી પળે પુષ્કળ પવન પલટાયો. પતંગ પાડોશીના પ્રાંગણમાં પહોંચ્યો. પાડોશીની પુત્રી પિન્કી પાસેથી પતંગ પરત પામતી પળે પરેશના પંડમાં પ્રેમાંકુર પ્રગટ્યું.

પ્રેમાંકુરે પરેશમાં પ્રેમ પરાક્રમના પ્રચંડ પ્રદર્શન પ્રારંભવા પ્રોત્સાહન પ્રગટાવ્યું. પરેશે પિન્કીના પ્રાંગણની પછીતે પહોંચીને પ્રત્યક્ષ પણે પરિસ્થિતિ પારખ્યા પછી પિન્કીના પ્રાંગણમાં પથ્થરમાં પરોવેલો પ્રેમપત્ર પહોંચાડ્યો. પિન્કીએ પરેશને પ્રાંગણમાં પ્રવેશવા પ્રેર્યો. પરેશ પળમાં પિન્કી પાસે પહોંચ્યો. પિન્કીએ પાંપણ પટપટાવીને પોતાનામાં પણ પ્રેમનો પમરાટ પ્રગટ્યાનો પ્રાથમિક પુરાવો પ્રદર્શયો. પ્રત્યક્ષ પળે પરેશના પગરવનો પડઘો પામીને પિન્કીના પપ્પા પ્રાંગણમાં પહોંચ્યા. પ્રેમપત્ર પિન્કીના પપ્પાના પંજામાં પહોંચ્યો. પિન્કીના પપ્પાએ પરેશને પગથી પકડીને પૃથ્વી પર પટકીને પટ્ટાથી પોંખ્યો. પિન્કીની પ્રાર્થનાથી પપ્પાનો પરેશ પ્રત્યેનો પ્રકોપ પરાણે પાર પડ્યો. પરેશના પગે પંખીની પાંખ પેઠે પ્રતીભાનો પરચો પૂર્યો. પ્રેમપત્ર પસ્તીમાં પરિવર્તન પામ્યો. પ્રેક્ષકોને પ્રહસન પૂરું પડ્યું. પરેશ પાડોશીઓમાં પંકાયો. પરેશના પપ્પાએ પણ પુત્ર પ્રાયોજિત પરાક્રમ પામીને પરેશને પાદુકાથી પણઝાર્યો.

પિતાશ્રીઓનો પ્રસાદ પામીને પરેશ પથારીમાં પડ્યો પડ્યો પસ્તાયો. પરંતુ પિન્કીએ પોતે પોકાર પ્રારંભતા પરેશે પદવી પ્રાપ્તિની પાઠશાળાના પટાંગણની પાળી પાસે પહોંચીને પુનઃ પવિત્ર પ્રેમ પ્રસ્તાવનો પ્રત્યુત્તર પૂછ્યો. પિન્કીએ પ્રસ્તાવ પરત્વે પુનઃ પ્રમદપૂર્વક પાંપણ પટપટાવી. પિન્કીનો પ્રત્યુત્તર પારખવામાં પામર પરેશે પચાસેક પ્રશ્નો પૂછયા. પરેશના પિષ્ટપેષણથી પ્રકોપિત પિન્કીએ પરેશને પંજો પરખાવ્યો. પંજાનો પરચો પામીને પરેશનો પ્રેમાલાપ પૂર્ણવિરામ પામ્યો.

પટાંગણની પાળી પાછળ પાંપણોથી પ્રવૃત્ત પિન્કીના પાડોશી પ્રણવે પરિવારોને પટાંગણ પ્રકરણ પહોંચાડ્યું. પાડોશીઓની પંચાત પરિષદો પણ પ્રારંભાઈ. પરેશના પપ્પાએ પુત્રને પરોણાથી પુનઃ પણઝાર્યો. પરેશ પુષ્કળ પ્રસ્વેદ પ્રસ્ફુટન પામ્યો. પિન્કીના પપ્પાએ પણ પિન્કીને પ્રાંગણની પરિમિતિનો પ્રતિબંધ પૂરો પાડ્યો. પ્રેમી પંખીડા પિંજરે પૂરાણા.

પિન્કીના પાડોશી પ્રણવે પિન્કીને પામવા પોતાના પપ્પા પાસે પ્રયત્ન પ્રારંભાવ્યો. પૈસાથી પૂર્ણ પ્રણવના પરિવારે પિન્કીના પરિવારને પદ્ધતિસરનો પરિણય પ્રસ્તાવ પહોંચાડ્યો. પિન્કીના પપ્પા પૈસાના પરિદૃશ્યના પ્રભાવમાં પૂરેપૂરા પલળ્યા. પ્રણવના પાસા પોબારા પડયા.

પરેશે પિન્કીના પપ્પાને પ્રતિદિન પુષ્કળ પ્રાર્થનાઓ પોકારી. પરિણામે પિન્કીના પપ્પાએ પરેશના પગમાં પાવડાથી પોપટ પાડયો. પ્રાર્થનાઓના પોકળ પ્રયત્નમાં પરેશ પ્રખર પસ્તાયો.

પ્રતિશોધની પ્રબળ પ્રતિજ્ઞાથી પ્રેરિત પરેશે પિન્કીના પ્રારબ્ધમાં પ્રણવના પેંધા પડ્યા પહેલા પ્રણવ પાછળ પરસેવો પાડ્યો.પરેશે પાલનપુરમાં પ્રણવ પ્રાયોજિત પાંચેક પ્રપંચ પ્રકરણોના પુરાવા પિન્કીના પપ્પાને પૂરા પાડ્યા. પરેશની પ્રયુક્તિ પાર પડી. પિન્કીએ પણ પપ્પાને પ્રણવના પરિવારના પૈસાની પામરતાના પ્રમાણમાં પરેશનું પ્રેમ પરાકાષ્ઠાનું પવિત્ર પલડું પારખવા પલળેલી પાંપણે પ્રાર્થના પેઠે પંક્તિઓ પોકારી.


" પેલાનો પૈસો પાણીદાર,
પિયુનો પ્રેમ પાણીદાર "

" પૈસા પેઠે પરપોટા, પલકમાં પામે પૂર્ણે પૂર્ણ,
પ્રેમ પેઠે પરમાત્મા, પ્રતિપળ પોષે પૂર્ણે પૂર્ણ"


પટ્ટો, પાદુકા, પંજો, પરોણા પછી પાવડાથી પણ પોપટ પડાવ્યા પછી પણ પિન્કી પ્રત્યેના પરેશના પ્રચંડ પ્રમાણિક પ્રેમની પવિત્રતાએ પોત પ્રકાશ્યું. પાંચ પતંગના પૈસા પણ પપ્પા પાસેથી પ્રાર્થનાથી પ્રાપ્તતા પરેશના પ્રેમ પ્રભાવે પિત્તો પલટાતા પિન્કીના પપ્પા પળવારમાં પલળ્યા. પ્રેમ પાસે પૈસો પરાજયો. પરેશના પપ્પાને પણ પુત્રના પ્રેમ પ્રકરણ પ્રવાહનો પડઘો પહોંચતા પિન્કીના પરિવારને પદ્ધતિસરનો પ્રસ્તાવ પહોંચાડ્યો.

પરાજિત પ્રણવે પાછું પ્રપંચ પ્રારંભ્યું. પિન્કીના પર પુરુષે પ્રીતના પોકળ પ્રતિબિંબો પંચાયત પરિષદોમાં પ્રસરાવ્યા. પિન્કીની પવિત્રતા પ્રત્યે પાડોશીઓમાં પ્રશ્નો પહોંચાડ્યા. પરેશના પરિવાર પાસે પણ પ્રશ્ર્નનો પડઘો પહોંચ્યો. પરેશે પ્રણવને પકડવા પ્રયત્નો પ્રારંભ્યા. પકડાપકડી પછી પરેશે પ્રણવને પડકારતા પડછંદ પ્રણવે પિત્તળનો પંજો પંજામાં પહેરીને પરેશના પેટમાં પછાડ્યો. પ્રચંડ પ્રહાર પામેલા પરેશે પોતાનો પનો પારખીને પારોઠના પગલાં પ્રારંભ્યા.

પાગલ પરેશની પ્રજ્ઞા પણ પોઢી. પરેશે પિન્કીને પરમેશ્ર્વરની પ્રાણ પ્રતિષ્ઠિત પ્રતિમાવાળા પરિસરમાં પોકારી. પરિસરની પરસાળમાં પિન્કીને પ્રત્યક્ષ પળે પરણવા પ્રાર્થી. પિન્કીએ પાગલ પરેશને પુચકારીને પરિસ્થિતિ પલટી. પરંતુ પછી પરેશે પિન્કીને પરાણે પાલનપુરમાંથી પલાયન પ્રવૃત્તિના પ્રબંધ પ્રત્યે પ્રોત્સાહનનો પ્રયત્ન પ્રારંભ્યો. પ્રકોપિત પિન્કીએ પરેશની પીઠમાં પેન્સિલ પરોવી. પણ પછી પિન્કીએ પરેશને પ્રેમથી પુચકારીને પોલીસ પ્રકરણ પ્રારંભવાની પ્રયુકિત પૂરી પાડી. પરંતુ પછી પરેશના પપ્પાને પરેશના પેટની પીડા પરત્વે પરેશના પલંગની પહેરેદારી પૂરી પાડવા પ્રેરીને પોતે પોલીસ પાસે પહોંચીને પ્રણવ પ્રાયોજિત પોકળ પ્રતિબિંબોની પ્રમાણિતતાની પિછાણ પ્રારંભવા પ્રચંડ પોકાર પાડી. પોલીસે પ્રણવને પકડ્યો. પોલીસે પોતાની પદ્ધતિથી પ્રશ્નો પૂછતા પ્રણવે પોપટ પ્રકારે પટોપટ પોકળ પ્રતિબિંબોની પારાયણ પ્રારંભીને પસ્તાવો પ્રદર્શયો.

પોલીસ પ્રકરણથી પ્રપંચના પરાજયનું પ્રભાવી પરિણામ પામીને પિન્કીની પ્રજ્ઞા પ્રતિભાના પ્રકાશપુંજથી પ્રભાવિત પરેશે પાડોશી પરિવારોની પરિષદમાં પદ્ય પોકાર્યું.


" પ્રેમ પ્રપંચો પ્રગટે પુરપાટ,
પ્રેમ પ્રવાહો પ્રસરે પુરપાટ "

" પ્રીત પિશાચોની પછડાટ પારાવાર,
પ્રીત પુષ્પોની પમરાટ પારાવાર "


પખવાડિયા પછીના પ્રસંગમાં પ્રેમ પથના પથિકોએ પરિણય પ્રક્રિયાનો પ્રાથમિક પિળો પરવાનો પરસ્પર પંજામાં પહેરાવ્યો.

પટ્ટો, પાદુકા, પંજો, પરોણો, પાવડો, પિત્તળનો પંજો પછી પેન્સિલથી પણ પોપટ પડાવ્યા પછી પરિણામે પરેશ પિન્કીના પ્રારબ્ધ પરિઘમાં પધરામણી પામ્યો. પરેશની પસંદગીનો પતંગ પૂર્ણ પવિત્ર પવન પામ્યો.

*********

પ્રસંગમાં પિન્કીએ પણ પાંપણ પાડતા પોતાના પક્ષેનું પૂર્ણ પરિદૃશ્ય પોપચા પર પડવું પ્રારંભાયું.

પુનાના પોશ પરિવારો, પૈસાદાર પ્રજા પછી પાપી પનોતીઓને પણ પ્રતિબંધિત પાવડર પૂરો પાડતાં પેટ્રીકે પાકિસ્તાનના પરવેઝ પાસે પાવડરના પચાસ પડીકાનું પાર્સલ પામવા પુષ્કળ પૈસો પિન્ટો પરદેશીના પોર્ટલ પરથી પ્રતિબંધિત પૈસાના પ્રકારે પહોંચાડ્યો.

પરવેઝે પાવડરના પડીકાઓનું પાર્સલ પાણી પથે પોરબંદર પહોંચાડ્યું. પાર્સલ પોરબંદરથી પુના પહોંચાડવાની પ્રયુકિત પાવડરની પરિવહન પ્રક્રિયામાં પારંગત પાલનપુરના પન્ટર પ્રણવે પ્રયોજેલી. પ્રથમ પ્રણવે પોરબંદર પહોંચીને પરવેઝ પાસેથી પાવડરના પચાસ પડીકાઓનું પાર્સલ પ્રાપ્તેલ. પાલનપુર પહોંચીને પાર્સલના પડીકાઓ પાલનપુરના પ્રખ્યાત પેંડાના પેકિંગ પૂંઠામાં પોઢાડીને પોતાની પ્રિયતમા પિન્કીને પકડાવ્યું.

પપ્પાના પૈસે પાણીપુરી પણ પરાણે પામતી પિન્કીએ પોતાના પ્રારબ્ધને પ્રકાશવાની પ્રબળ પ્રેરણામાં પિસાવાની પીડા પાક્યા પછી પાડોશી પ્રણવના પાણીદાર પૈસાના પરમ પ્રભાવમાં પલળીને પ્રણવ પ્રત્યે પોતાની પહેલથી પ્રીત પ્રગટાવેલી. પ્રણવના પૈસે પાપી પ્રમદ પામીને પોતે પણ પાપની પ્રવૃત્તિઓ પ્રારંભેલી.

પિન્કીએ પ્રણવનું પાપનું પાર્સલ પહોળા પાકીટમાં પૂરીને પાલનપુરની પશ્ચિમે પ્રવૃત્ત "પવનમાં પેરાશુટથી પૃથ્વી પર પતન પામવાના પ્રયોગના પાઠ પઢાવતી પાઠશાળા" પર પહોંચીને પુનાથી પધારેલા પ્લેનના પાઇલટને પાર્સલ પહોંચાડ્યું. પ્રત્યક્ષ પાઠશાળામાં પાંચેક પખવાડિયા પૂર્વે પુનાના પાઈલટની પીટાઈ પ્રકરણના પ્રતાપે પ્રણવ પર પાઈલટે પાઠશાળામાં પ્રવેશ પ્રતિબંધ પ્રારંભેલ. પ્રણવના પ્રવેશ પ્રતિબંધથી પિન્કીને પાર્સલનું પરિવહન પ્રારંભવું પડેલ.

પાઈલટે પાવડર પારખ્યા પછી પાર્સલ પરિવહનના પરિશ્રમ પ્રત્યેના પૈસા પુરા પાડવાની પ્રક્રિયાના પાસવર્ડ પેઠેના પરવાનાની પેટર્નની પ્રિન્ટ પામેલા પાનમસાલાનું પચરંગી પેકિંગ પ્લાસ્ટિક પહેરેલો પતંગ પિન્કીને પૂરો પાડ્યો.

પતંગ પામીને પરસેવે પલળેલી પિન્કીએ પોતાના પ્રાંગણમાં પહોંચીને પ્રાંગણમાં પાથરેલા પલંગની પાંગત પર પતંગ પછાડીને પળભર પોરો પામવો પ્રારંભતી પળે પુષ્કળ પવન પલટાયો. પતંગ પલંગ પરથી પ્રાંગણના પગથિયે પહોંચ્યો. પાડોશી પરેશનો પતંગ પણ પાંગરા પામવાની પ્રક્રિયાની પ્રારંભની પ્રત્યક્ષ પળે પિન્કીના પ્રાંગણમાં પતન પામીને પગથિયે પહોંચ્યો. પુષ્કળ પલટાયેલા પવનથી પરસ્પર પરિચીત પ્લાસ્ટિક પરિવારના પતંગો પલટીઓ પામ્યા. પરેશની પાંપણના પ્રભાવમાં પલળેલી પિન્કીએ પૈસાના પરવાનાનો પોતાનો પતંગ પરેશને પકડાવેલ. પછી પરેશનો પતંગ પ્રણવને પહોંચાડેલ.

પૈસા પામવાના પરવાનાનો પતંગ પાન્ડુને પકડાવીને પચ્ચીસ પેટીના પ્રમાણમાં પૈસા પામવા પ્રણવ પાન્ડુ પાસે પહોંચેલ. પ્રણવ પવનથી પરિવર્તન પામેલી પરિસ્થિતિનો પાન્ડુ પાસેથી પરચો પામેલ. પુષ્કળ પ્રકોપિત પ્રણવે પિન્કીને પછીતે પોકારી પણ પ્રશ્ન પૂછ્યા પહેલાં પ્રણવે પિન્કીને પટોપટ પંજા પરખાવીને પાસવર્ડ પતંગ પૂરો પાડવા પૂછેલ. પ્રણવના પંજા પામેલી પિન્કી પળવારમાં પ્રાંગણમાં પાથરેલા પલંગે પહોંચેલ. પગ પાસે પથ્થરમાં પરોવેલ પ્રેમપત્ર પામીને પિન્કીની પાંપણ પરેશ પર પડતા પ્રત્યક્ષ પળે પટોપટ પિન્કીની પ્રજ્ઞાએ પવન પલટાતા પલટાયેલી પરિસ્થિતિના પ્રતાપે પ્રાપ્તેલ પંજાની પરિભાષા પામેલ. પળવારમાં પરિસ્થિતિ પામીને પાસવર્ડ પતંગ પરત પામવાની પ્રયુકિત પ્રારંભીને પિન્કીએ પાંપણો પટપટાવેલ. પછી પરેશના પગ પંખીની પાંખ પેઠે પ્રવેગ પામેલી પળે પ્રણવની પ્રજ્ઞા પરિસ્થિતિની પોકળ પરિભાષા પામેલ. પ્રણવની પ્રજ્ઞાએ "પિન્કીએ પૈસા પડાવીને પ્રીત પણ પલટાવીને પરેશમાં પરોવી" પ્રમાણેની પોકળ પરિકલ્પનાનું પ્રત્યારોપણ પૂરું પાડેલ.

પાન્ડુ પૈસા પ્રવાહનો પારંગત પણ પ્રખર પ્રકોપી પુરજો. પુના, પટિયાલા, પટના પછી પુડુચેરી પ્રમાણેના પુરા પટમાં પૈસાના પરિવહનના પ્રવાહમાં પોતાના પ્રાંત પ્રદેશનો પ્રમુખ. પેટ્રિક પેઠેના પાપીઓની પાસેથી પૈસા પ્રાપ્તિને પોતાની પ્રક્રિયાથી પોતાના પ્રાંત પ્રદેશ પરિઘમાં પ્રગટતા પરિશ્રમના પૈસા પૂરા પાડવાના પ્રકરણોમાં પૈસા પૂરા પાડતો. પોતાની પ્રક્રિયામાં પ્રથમ પેટર્ન પાસવર્ડ પેટ્રિક ને પૂરા પાડેલા. પેટ્રિકે પાસવર્ડ પેટર્નની પાનમસાલાના પેકિંગ પ્લાસ્ટિક પર પ્રિન્ટ પાડીને પ્લાસ્ટિક પતાકડું પાઇલટને પૂરું પાડેલું. પાઇલટે પ્લાસ્ટિકનું પતંગમાં પરિવર્તન પૂરું પાડેલ.

પાપી પ્રણવ પોતાના પરિશ્રમ પરત્વે પચ્ચીસ પેટીના પ્રમાણમાં પૈસા પાન્ડુ પાસેથી પામવા પહોંચતા પતંગે પોકળતા પોકારેલી. પ્રણવના પતંગની પ્રમાણિતતા પતન પામતા પાન્ડુએ પિસ્તોલથી પ્રકોપ પ્રદર્શેલો. પાન્ડુએ "પ્રણવ પોલીસનું પગી પદ પામ્યો" પ્રમાણેની પરિકલ્પના પણ પ્રદર્શેલી. પાન્ડુના પ્રકોપના પ્રભાવમાં પ્રણવે પિન્કીના પૈસા પામવાના પરાક્રમની પરિકલ્પના પરત્વે પાન્ડુને પૂછપરછનો પ્રયત્ન પણ પોઢાડેલો. પૂછપરછ પરાક્રમ પાર પડવાની પરિસ્થિતિમાં પિન્કીનું પરેશ પ્રકરણ પૂર્ણતા પામત. પરંતુ પાન્ડુની પિસ્તોલના પ્રભાવમાં પિન્કીનું પરેશ પ્રકરણ પ્રવેગ પામેલ.

પરેશ પ્રત્યે પાંપણ પટપટાવ્યા પછી પિન્કીની પ્રજ્ઞામાં પ્રણવના પંજા પ્રકોપ પ્રભાવનો પડઘો પડતા પતંગ પરત પામવાની પ્રક્રિયામાં પ્રથમ પરેશને પુચકારવાનો પ્રયોગ પ્રારંભેલ. પરેશને પેલા પટાંગણમાં પોકારેલ. પાળી પાછળથી પાંપણોથી પ્રવૃત્ત પ્રણવે પુનઃ પરિસ્થિતિની પોકળ પરિકલ્પના પામીને પંખીડાઓને પિંજરે પુરાવેલ.

પિંજરે પુરાતા પિન્કીનો પતંગ પરત પામવાની પ્રયુક્તિ પ્રલંબાતા પ્રણવની પ્રજ્ઞાએ પિન્કીના પરાક્રમની પોકળ પરિકલ્પનાને પુખ્તતા પૂરી પાડેલ. પરંતુ પરેશને પિન્કીના પરિઘમાંથી પછાડીને પોતે પ્રવેશવા પરિણય પ્રસ્તાવ પહોંચાડેલ. પૈસાના પ્રભાવમાં પિન્કીના પપ્પા પલળેલ. પિન્કીના પપ્પાએ પ્રસ્તાવ પોંખતા પિન્કીએ પોતાના પ્રારબ્ધમાં પ્રણવને પ્રવેશતો પરિકલ્પ્યો. પરંતુ "પ્રણવના પાવડર પ્રકરણમાં પરિવહન પરાક્રમ પ્રમાણેના પોતાના પાપ પર પ્રણવના પ્રકાશ પાડતાં પોતાના પરિવારને પણ પોલીસ પ્રતાડશે" પ્રમાણેની પરિકલ્પનાના પ્રભાવમાં પીડાઈને પોતે પણ પ્રણવનાં પરિવારના પ્રસ્તાવને પરાણે પોંખેલ. પરંતુ પરેશે પ્રતિશોધમાં પ્રણવના પાંચેક પ્રકરણોના પુરાવા પૂરા પાડેલ. પિન્કીમાં પણ પરેશને પુચકાર્યા પછી પરેશનો પુરાવા પ્રબંધ પામીને પરેશ પ્રત્યે પાછો પ્રચંડ પ્રેમ પ્રગટતા પેલી પંક્તિઓ પોકારીને પપ્પાને પરેશનો પ્રેમ પિછાણવા પ્રાર્થના પોકારેલ. પ્રાર્થનાથી પિન્કીના પપ્પા પલળેલ.પરેશના પપ્પાએ પણ પિન્કીના પપ્પાને પ્રસ્તાવ પહોંચાડતા પ્રણવનો પ્રસ્તાવ પતન પામેલ. પછી પ્રણવે પ્રતિબિંબ પ્રપંચ પ્રારંભેલ.

પછી પાગલ પરેશે પ્રણવને પડકારતા પોતે પિત્તળનો પંજો પેટમાં પામતા પિન્કીને પલાયન પ્રયોગ પ્રત્યે પ્રેરતા પિન્કીએ પરેશને પોલીસ પ્રકરણ પ્રારંભવા પ્રેર્યો પણ પછી પ્રત્યક્ષ પળે પિન્કીની પ્રજ્ઞાએ પ્રયુક્તિ પૂરી પાડતા પિન્કીએ પરેશના પ્રાંગણે પહોંચીને પરેશના પપ્પાને પ્રણામ પૂરા પાડી પરેશને પલંગે પોઢાડી પેલો પ્રથમ પરિચય પેઠેનો પાસવર્ડ પતંગ પ્રેમ પ્રતીક પેઠે પામવા પ્રમદપૂર્વક પૂછ્યું. પણ પરેશ પાસે પેલા પ્લાસ્ટિકના પાંચેપાંચ પતંગ પડેલા. પિન્કીએ પાંચ પતંગનો પંજો પરેશને પુચકારીને પ્રેમપ્રતીક પેઠે પ્રાપ્તેલ. પરેશે પિન્કીની પ્રયુક્તિને પ્રમદમાં પાગલ પ્રેમલીલા પરિકલ્પેલ.

પછી પિન્કીએ પરેશની પેટની પીડાના પ્રકરણને પરેશના પરિવારમાં પ્રકાશિને પરેશના પપ્પાની પલંગ પાસે પહેરેદારી પ્રારંભાવેલ. પછી પિન્કીએ પોતે પોલીસ પાસે પહોંચીને પ્રણવને પકડાવેલ. પોલીસ પોતાની પદ્ધતિથી પ્રણવનું પ્રપંચ પામ્યા પછીની પ્રક્રિયા પ્રારંભતા પહેલા પિન્કીની પ્રજ્ઞાએ પુરપાટ પ્રવેગે પળ પારખીને પ્રખર પ્રયુક્તિ પ્રારંભેલ. પિન્કીએ પોલીસને "પ્રણવ પચ્ચીસ પેટી પ્રમાણેના પૈસા પિન્કીને પૂરા પાડે પછી પિન્કી પાંચ પેટી પોલીસને પૂરી પાડે" પ્રમાણે પઢાવ્યું. પોલીસે પૈસાના પ્રભાવમાં પ્રણવ પ્રકરણને પળમાં પૂર્ણાહુતિમાં પલટાવેલ. પ્રણવ પણ પોતે પિન્કીના પરિવાર પછી પાડોશીઓમાં પણ પોતાના પ્રપંચ પ્રત્યે પસ્તાવો પ્રદર્શીને પિન્કીના પ્રારબ્ધ પરિઘમાંથી પાછો પડેલ.

પિન્કીએ પોલીસને પ્રતિબિંબ પ્રપંચ પ્રત્યે પ્રણવની પોકાર પાડેલ. પણ પાવડર પ્રકરણ પર પડદો પાડેલ. પરંતુ પ્રણવને પ્રતિપળ "પોતાનું પાવડર પ્રકરણ પણ પિન્કી પોલીસને પહોંચાડશે" પેઠે પરસેવો પડતા પિન્કીને પટોપટ પછીતે પોકારીને પોતાના પાસવર્ડ પતંગના પિન્કી પાસેથી પ્રાપ્તવાના પૈસાના પ્રમાણમાં પરસ્પર પૈસા પ્રકરણના પૂંછડે પાવડર પ્રકરણની પણ પૂર્ણાહુતિ પૂરી પાડવા પૂછેલ. પરેશને પાકા પાયે પોતાના પ્રારબ્ધમાં પામવાની પરિકલ્પનાથી પ્રેરાઈને પિન્કીએ પણ પ્રમદ પ્રદર્શેલ.

પછી પિન્કીએ પાન્ડુ પાસેથી પચ્ચીસ પેટી પ્રાપ્તિને પાંચ પેટી પોલીસને પહોંચાડેલ. પિન્કીના પરાક્રમોથી પૂર્ણ પણે પડદામાં પૂરાયેલા પરેશને પ્રણવ પ્રકરણ પળમાં પૂર્ણાહુતિ પામતા પોતે પિન્કીના પ્રકાશપુંજના પ્રભાવમાં પેલું પદ્ય પોકારેલ.

*********

પ્રસંગ પૂરો પાડ્યા પછી પિન્કીએ પ્રણવના પરિવારને પણ પાલનપુરના પેલા પ્રખ્યાત પેંડાનું પેકેટ પહોંચાડ્યું.

*********

પછી પિન્કીએ પ્રાંગણમાં પાથરેલા પેલા પલંગમાં પડ્યા પડ્યા પૂર્ણાહુતિ પામેલી પરિસ્થિતિઓના પરિદૃશ્ય પરત્વે પળમાં પરિભાષા પરિકલ્પી.

પરેશ પક્ષે: પ્રેમ પાસે પૈસો પરાજયો.

પોતાના પક્ષે: પાપ પોઢયું, પૈસો પાક્યો, પવિત્ર પ્રેમ પણ પામીને પ્રારબ્ધ પ્રકાશ્યું.

પ્રણવ પક્ષે: પૈસાના પૂંછડે પ્રેમ પણ પટકાયો પણ પાવડર પાપ પર પડદો પડ્યો.

***********

પછી પિન્કીએ પાલનપુરના પેલા પ્રખ્યાત પેંડાના પેકેટની પણ પ્રભાવ પરિભાષા પ્રકલ્પી.

પ્રણવ પક્ષે પેંડાનું પેકેટ:
-પ્રથમ પૈસાનું પોટલું
-પછી પરાજયનું પોટલું

પોતાના પક્ષે પેંડાનું પેકેટ:
-પ્રથમ પાપ પરિઘમાં પ્રવેશતા પ્રારબ્ધનું પોટલું.
-પછી પવિત્ર પ્રેમના પરવાનાના પુરાવાથી પ્રણવને પરાજયનું પ્રતીક પૂરું પાડવાનું પોટલું.


***** "પ્રેમ પતંગ પ્રકરણ પૂર્ણ" *****