Different colors of love in Gujarati Love Stories by SHAMIM MERCHANT books and stories PDF | પ્રેમના વિભિન્ન રંગો

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

પ્રેમના વિભિન્ન રંગો

વેલેન્ટાઈન સ્પેશ્યલ

ખાસ મારા વાચકો માટે મારા તરફથી સહ પ્રેમ ભેટ. ત્રણ અધભુત ટૂંકી પ્રેમ કથાઓ!

શમીમ મર્ચન્ટ

1. મિલનનો અણસાર

તૈયાર થતા થતા, ઓચિંતાની મારી નજર અરીસામાંથી, ટેબલ પર રિષભના ફોટા પર પડી. એનો હંસતો ચહેરો જોઈને મારા મોઢે પણ એક હલકી સ્મિત ફૂટી આવી. ફોટા સામે જોઇને મેં ટિપ્પણી કરી,
"ફોટામાંથી મને નિહાળવાનો શું ફાયદો? પાસે આવો તો માંનુ."
આટલું બોલતા મારી હંસી નીકળી ગઈ અને મેં ઊંડો શ્વાસ લેતા તૈયાર થવાનું પૂરું કર્યું.

રિષભના આ ફોટામાં કાંઈક ખાસ જાદુઈ વાત હતી.
જ્યારે પણ હું એની તરફ નજર કરતી, ત્યારે મને લાગતું કે તેની આંખ મારા પર કેન્દ્રિત છે, અને તે મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ખબર નહીં કેમ, પણ આજકાલ મને એક વિચિત્ર આભાસ થવા લાગ્યો છે. મને ફરી એની સાથે વાત કરવાની ઈચ્છા થઈ, અને મેં રિષભના ફોટા સામે જોયું.
"પતિ દેવ મહારાજ! પાંચ વર્ષથી સાત સમુદ્ર પાર અમેરિકામાં બેઠા છો. અને હજી બીજા બે વર્ષ સુધી તમારા ઇન્ડિયા આવવાના કોઈ અણસાર નથી. પરંતુ કેમ મને વારેઘડીએ એવો આભાસ થાય છે, કે હવે જો બેલ વાગશે, અને હું દરવાજો ખોલિશ, તો તમે સામે ઊભા હશો?"

"રાગીની, તું મારા નિર્ણયથી નારાજ તો નથી ને? આ બધું હું આપણા સોનેરી ભવિષ્ય માટે કરી રહ્યો છું. ઓછામાં ઓછા આઠ વર્ષ લાગશે. એટલો સમય રહી શકીશ ને મારા વગર?"
તે વખતે હું આંસુ પી ગઈ હતી, અને રિષભના ગળે લાગીને એમને જવાની મંજૂરી આપી દીધી.

એના વગર ઘર, હૃદય અને મારી આત્મા સુદ્ધામાં શૂન્યાવકાશ આવી ગયું. હમેશા સુખની સાથે રહેવા માટે આ અલ્પકાલિક સમયની જુદાઈનું બલિદાન મારે આપવું પડ્યું. પરંતુ પાંચ વર્ષ પણ ખાસો લાંબો સમય હોય છે. અને રિષભ વગર હવે મને કાંઈ ગમતું નથી. બની શકે તેટલું કામમાં જીવ પરોવી રાખું છું.

"બસ હવે! મને નિહાળવાનું બંધ કરો. ઓફિસે જવાનું મોડું થાય છે. સાંજે મળીશું."
રિષભના ફોટાને નીચે કરતા, હું પર્સ અને ટિફિન લેવા ગઈ. જેવી બેગ ખભા પર નાખી કે તરત બેલ વાગી.
"ઓ હો! ઘરની બહાર નીકળતી વખતે કોણ આવી ધમકયું. મને મોડું થાય છે."

ચાવી લીધી, ચપ્પલ પહેર્યા અને ઉતાવળા જીવે દરવાજો ખોલ્યો.
"હાઈ સ્વીટહાર્ટ! હમ આ રહે હૈ ઓર આપ જા રહે હૈ, સો અનફેર!"
"હ........રિષભ!!!!"

પછી જે થયું, એ કહેવાની જરૂરત છે??

___________________________________________

2. અનપેક્ષિત પ્રપોઝલ

"મોહીની પ્લીઝ, હમણાં લગ્ન કરવાની ઉતાવળ ન કર. પહેલા મારુ કેરિયર સેટ થઈ જવા દે. તું અને હું ક્યાંય ભાગી નથી જવાના. બે વર્ષમાં પરણી જઈશું. ઓકે?"

મોહીતની વાત સાચી અને પ્રેક્ટિકલ હતી. પણ પાંચ વર્ષ એની સાથે સંબંધમાં રહ્યા પછી, હવે મારો જીવ વિચલિત થઈ રહ્યો હતો. એમ નહોતું કે મને કોઈ જાતની શંકા હતી. મને એના પર સંપૂર્ણ વિશ્વાસ હતો, પણ હજી બીજા બે વર્ષ....?
મન વગરની એક હલકી સ્મિત આપતા, મેં એને મારી મંજૂરી આપી દીધી.

સમય વીતી રહ્યો હતો, અને અમે બન્ને પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. લગભગ રોજ મળતા, પરંતુ તે દિવસ પછી મેં લગ્નની વાત ક્યારેય ન કાઢી.

ચાર મહિના પછી, એક રવિવારની વહેલી સવારે, ઓચિંતાનો મોહિત મારા ઘરે આવ્યો અને અધૂરા જીવે બોલ્યો,
"મોહીની, જલ્દીથી એક બે જોડી કપડાં પેક કર અને ચાલ મારી સાથે."
મારુ હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું.
"શું થયું?"
"પ્રશ્ન નહીં પૂછ. બસ, ચાલ જલ્દી. સૂર્યાસ્ત પહેલા પહોંચવાનું છે."

મને કાંઈ સમજણ નહોતી પડી રહી. પણ આગળ દલીલ કર્યા વગર હું એની સાથે ગઈ. અમે ટ્રેનમાં ગોવા ગયા. આખા રસ્તે એણે મને કંઈ જાણકારી ન આપી. મને સસ્પેન્સમાં મૂકીને સૂઈ ગયો. હું એની સાથે કેવી રીતે વાત કરતે?

સ્ટેશનથી કાર કરીને મોહિત મને દરિયા કિનારે લઈ ગયો. બધો સામાન ગાડીમાં રહેવા દીધો, અને અમે બીચ પર પાણી પાસે ગયા. દરિયાની ઠંડી લહેરોમાં નારંગી ઢળતો સૂર્ય અદ્ભુત દેખાઈ રહ્યો હતો.

પરંતુ હું તેને નિહાળવાના મૂડમાં બિલકુલ નહોતી.
આખરે મારાથી ન રહેવાયું.
"વ્હોટ્સ રોંગ વિથ યુ? કંઈક તો બોલ. આ બધું શું થઈ રહ્યું છે?"
તે હાંફી રહ્યો હતો. મને ખમવાનો ઈશારો કર્યો, અને પોતાના શ્વાસને નિયંત્રણમાં લાવતા, ધીમેથી બોલ્યો.
"મારી તરક્કી થઈ ગઈ છે. હું જનરલ મેનેજર બની ગયો છું."

આ સાંભળીને મને ખુશી થઈ અને સાથે સાથે ગુસ્સો પણ આવ્યો.
"ગુડ. કોન્ગ્રેચ્યુલેશનઝ! પણ આ જણાવા માટે મને ગોવા સુધી ખેંચવાની શું જરૂર હતી? ડેમ ફૂલ!"

મેં મોઢું ફેરવી લીધું. તે હંસ્યો અને પછી ક્યાંય નહોતો દેખાઈ રહ્યો. જોયું તો તે, એક ઘૂંટણીએ મારી સામે રેત પર બેઠો હતો. અને હાથમાં મખમલની નાનકડી ડબ્બી ખુલ્લી હતી.
"મોહીની, માઈ ડાર્લિંગ, આજથી એક અઠવાડિયા પછી મારી સાથે લગ્ન કરીશ?"

હું જીવનમાં ક્યારે પણ એક સાથે હંસી અને રડી નહોતી. પણ તે દિવસે મોહિતના અનપેક્ષિત પ્રપોઝલે મારા હોશ ઉડાડી નાખ્યા.

ઊંડો શ્વાસ લીધો અને ખુશીથી ફફડતા હૃદયની દોડતી ગતિની વચ્ચે, તેને મારો જવાબ આપ્યો. પહેલા તેનું નાક ખેંચ્યું અને ટિપ્પણી કરી.
"મારો જવાબ તો તને ખબર જ છે. પણ આ સુંદર અનપેક્ષિત પ્રપોઝલ મને જીવનભર યાદ રહેશે."
______________________________________________

3. પ્રેમનું પ્રતીક

આછું નીલુ આકાશ, અને એમાં ફરતા સફેદ વાદળોનું પ્રતિબિંબ સ્વચ્છ નદીમાં પડી, પાણીને વધુ મોહક બનાવી રહ્યું હતું. આજુબાજુની લીલીછમ હરિયાળી, ઠંડી પવનની સુરીલી ધૂન પર નાચી રહી હતી. નાના પતંગિયા પીળા ફૂલો ઉપર મંડરાતા હતા, અને નદીમાં હંસની જોડી ખૂબ રોમાંચક લાગતી હતી. સમગ્ર મનોહર દૃશ્ય અત્યંત સુંદર હતું.

સતત ત્રણ વાર સપનામાં જોએલી જગ્યાને, વાસ્તવમાં નિહાળીને, હું સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગઈ. જિજ્ઞાસા મારા વિચારશક્તિ પર હાવી થઈ, અને ખૂબ ગૂગલ કર્યા પછી હું અહીંયા પહોંચી.

મને ખાતરી હતી કે આ બધું કારણ વગર નહોતું થઈ રહ્યું. નક્કી કુદરત મને કાંઈક સંકેત આપી રહ્યું હતું. પણ શું? હું આ જ મનોમંથનમાં મૂંઝાયેલી હતી, જ્યારે એક મધુર અવાજે મને તેની તરફ આકર્ષક કર્યું.
"એક્સ્ક્યુઝ મી."
નદી તરફથી દૃષ્ટિ હટાવીને હું ફરી. એ મીઠા અવાજના માલિકનો ચહેરો પણ મનમોહક હતો.
"જી?"
એમણે હાથ આગળ કરતા, પોતાનો પરિચય આપ્યો.
"હેલો. હું લોકેશ કુમાર."
કેવળ શિષ્ટાચારની ખાતર, મેં એમની સાથે હાથ મિલાવ્યો.
"હેલો, હું લાજવંતી."
એણે આગળ વાત કરી.
"મારી સાથે બોટિંગ કરવાવાળું કોઈ નથી. તમે પણ એકલા ઉભા છો. તમારી ઈચ્છા હોય, તો શું આપણે સાથે એક પેડલ બોટ લઈ શકીએ? પૈસા વહેંચી લઈશું."

* * * * * *

આજે બે વર્ષ પછી, હું અમારા લિવિંગ રૂમમાં ઉભી, તે સાંજે સૂર્યાસ્ત વખતે ક્લીક કરેલા ફોટાને નિહાળી રહી છું. સોનેરી ફ્રેમ કરેલા ફોટોમાં, નદીની સામે, અમે બન્ને હાથ પકડીને, એકબીજામાં ખોવાએલા દેખાઈ રહ્યા છીએ.

"હેપી એનિવર્સરી સ્વીટહાર્ટ!"
લોકેશે પાછળથી આવીને મને બાથમાં લેતા વિષ કર્યું. હું એમની બાહોમાં ફરી અને એમના ગળામાં હાથ નાખતા પ્રેમથી કહ્યું,
"હેપી એનિવર્સરી ડિયર. લોકેશ, મેં ક્યારેય નહોતું વિચાર્યું, કે મારા સપનાનું સંકેત આટલું સુંદર અને સુખદ નિકળશે."
એમણે મારા કપાળે ચુંબન કરતા મીઠી ટિપ્પણી કરી,
"લાજો, તારા સપના પર તો હું ફીદા છું. એના હસ્તક આપણે મળ્યા અને એક થયા."
"હાં લોકેશ, અને હવે આ ફોટો આપણા પ્રેમનું પ્રતીક બની ગયું છે."

શમીમ મર્ચન્ટ, મુંબઈ
________________________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/