Kone bhulun Ane Kone Samaru Re - 21 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલું ને કોને સમરું રે - 21

જગુભાઇ ઉચક જીવે મુંબઈથી ધંધો સંકેલીને અમરેલી પહોંચ્યા ,ત્યારે બાપા તો નાગનાથ ગયા હતા..!"અરે બાપાને તાવ આવે છે ,તબિયત સારી નથી રહેતી એવુ પોસ્ટકાર્ડ લખ્યુ હતુ ને ?એટલે તો માંડ મહેનત કરી કરીને મુંબઈમાં પારસી ડેરીનાં ભેંશના દૂધની સામે ઘરે ઘરે ફરીને ગાયનું દુધ લોકોને પીતા કર્યા હતા.બાજુની દુકાનમાં દેશના હર પ્રદેશની ખાદીનું વેચાણ ગોઠવ્યું હતું.રોજ ગીરગામ કાલબાદેવી પાઇધૂની મુંબાદેવી નાગદેવી મસ્જિદ બંદર મહમહઅલી રોડ લારીમાંખાદીનાતાકા લઇને ફરતો હતો”ખાદી લ્યો …ખાદીનાધોતિયાલેંધા જબ્બા પહેરો ગરીબ વણકરનેસહાય કરો મીલનાંકાપડથી ખાદીસસ્તી અને ટકાઉ છે એમલોકોને સમજાવતા સમજાવતા વેચાણ ઉભુ કર્યુ હતું હવે બધ્ધુ કડડભૂસ। થઈ ગયું .કમસેકમ બાપુજીનેતાવ ઉતરીગયાના સમાચારનું પોસ્ટકાર્ડ લખ્યું હોત તો હું ટકી જાત.

"હા પણ શાંતિલાલ વૈદ્યના સુદર્શનના ઉકાળા સાત દિવસ પીધા તે તાવ ઉતરી ગયો..."જયાબેને જવાબ આપ્યો...બાળકો ભાઇને (બાપુજીને બાળકો ભાઇ કહેતા )વળગી પડ્યા...જયાબેનને પણ હરખના આંસુ આવી ગયા...જગુભાઇ નાહીને તૈયાર થયા ત્યાં કાળીદાસબાપા આવી ગયા ...જગુભાઇ દોડીને પગે લાગ્યા...કાળીદાસભાઇએ જગુભાઇને બથમા લીધા...હવે મને હારુ છે ...પોસ્ટકાર્ડ પણ કાલે મોકલ્યુ કે ઉતાવળો થઇને ના આવતો પણ તને ઘડીયે ઘુંટ ભરાય જાય પણ જગુ તું બહુ ઉતાવળો..ખાટ ઉપર બેસીને બાપ દિકરો વાતો કરતા રહ્યા ..."હવે એકલા હાથે પહોંચાતુ નથી હાવો મુંબઇ ગયો ઇ ગયો પાછા આવવાનું નામ નથીલેતો.અમેય એનેધંધામા રસ જ ક્યાં હતો ?ગામનીપટલાઇકર્યા કરે સે એવું બધા કે સે . ને એના મનમાં કંઇક નવાકારખાના કરવાનું બખડજંતર હાલે છે રૂપીયાય માંગે છે .ભાગીયામા ભેરવાયો જાય તો હારું .આપણે લોઢામાં પૈસા નંખાયા જ નહી . ને આ પુરણીયો લહેરીલાલો એટલે હવે આ પેઢીનુ તારે જ ધ્યાન રાખવુ પડશે...ને ઘરના બધાનુ પણ ધ્યાન રાખવું પડશે હમજ્યો?"

"હા બાપા હવે પીઠે જવાનો ટાઇમ થઇ જશે એટલે હું નિકળુ ?શાક બકાલુ તમે લાવશો કે હું?"જગુભાઇએ આવતાવેત બાપાને હળવા કરી દીધા..."તમેઆખી જિંદગી બહુ દોડાદોડી કરી .હવે આરામ કરો...મન થાય તો પેઢીએ બેસજો એટલે તમને ય નિરાંતને આ બધાને નિરાંત ..મને ય સારી સલાહમળે તો મનમાં ધરપત થાય.

......

કાળીદાસબાપાની ઇચ્છા હતી કે લક્ષ્મીમાં પાછળ ભાગવત કથા કરવી ...હાવાભાઇને કાગળ લખી બોલાવી લીધા હતા...ત્રણે ભાઇઓ ને બાપા અંદરના રુમમા બેઠા બેઠા કોણે કોણે બાના અવસાનના શોક સંદેશ મોકલ્યા તેના પત્રો કાઢી વાંચ્યા...સરદાર વલ્લભભાઇ પટેલ મોરારજીભાઇ..રવિશંકર મહારાજ રતુભાઇ અદાણી અઠવાડીયુ રોકાઇ ગયા વજુભાઇ શાહને પોતાની જયા કરતા જગુભાઇની જયા ઉપર વિશેષ સ્નેહ હતોએટલે એ પણ ચારપાંચ દિવસ રોકાયા રાઘવજી લેઉવા તો કાલે ગયા...દર્શક મનુભાઇ પંચોળી પણ બે ત્રણ આંટા મારી ગયા હજી બા બધાને બહુ યાદ આવે છે ...એના હાકોટા કે છીકોટા કરતા ભારોભાર સ્નેહ કોઇ ભુલી શકે તેમ નથી ...

હવે સપ્તાહમા કદાચ કોઇ આવે પણ ખરા એટલે નાતનો આખો વંડો રાખી બધાના ઉતારા ત્યાંજ રાખવાના...એમ નક્કી થયુ..આગળ નાતના ડેલામા જટાગોરની કથા ને પાછળ રસોડુ ને ઉતારો રાખ્યો.રસોઇનો હવાલો મગન ગોર ને રમા ગોરાણી ઉપર હતો....ઉતારામા રસોડુ ઉપરાંત ઓંશરી બે રુમ નીચે પછી ઉપર જવાનો દાદરો ત્યા પણ ત્રણ રુમ હતા ...

કથા ધામધુમથી શરુ થઇ...ત્રણે ભાઇઓના બાળકો ત્રણે બેનોના બાળકોની ધમાચકડી ચાલતી હતી...પકડાપકડી અને છુપીદાવ નાના બાળકો રમતા હતા .ફરીથી મહામહીમ ચંદ્રકાતજી ત્રણ વરસના, જેને કોઇ નાનો સમજીને રમાડતુ નહોતુ તે બધાની વચ્ચે કારણ વગર દોડાદોડી કરતા હતા..

કોણ ક્યાં છુપાયુ છે તેની દાવ દેનારને માહિતી લીક કરતા હતા ...પણ ઔર બડા કામ ભી કર દિયા જાય એમ સમજીને રસોડાની બારીએ લટકાયા...એમના હાથ નજીક એક બોટલ ખુલ્લી પડી હતી એટલે એ ઉપાડીને જોયુ.....આહાહા શું અદભુત તીવ્ર સુગંધ હતી "બાપુ એક ઘુટ લીયા જાય .."પોતે જ દલાતરવાડી બની એ માદક સુગંધની બોટલ મોઢે માંડી...."છલકાયે જામ ....આપકે હોઠોકે નામ..."