Kshitij - 18 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 18

અચાનક વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ તેણે અનુરાગને હળવો ધક્કો મારી પોતાને છોડાવી અને પાછળ ફરી. તે સાથેજ બંને એકબીજાને પ્રત્યક્ષ જોતા એમની દુનિયા ત્યાજ થંભી ગઈ. તે જ્યોતિ નહિ પણ રાશિ હતી. બંને એકબીજાની સાવ નજદીક અને લગોલગ ઊભા હતા, ફક્ત શ્વાસ લઈ શકાય એટલા દૂર.

બંનેમાથી કોઈ કશુ બોલી શકયુ નહિ.કઈ કેટલાય સવાલ આંખોમાં ભરી બસ એકબીજાને અપલક જોઈ રહ્યા.

"રાશિ....તું.... કેમ આવી છે અહી.", અચાનક અનુરાગની આંખોમા ક્રોધ ઉમટી આવ્યો અને તેણે રાશિને પોતાનાથી દૂર હડસેલી દીધી.

"અનુરાગ...હું...તું...તને...", રાશિની જીભ થોઠવાઈ રહી.

"અન્નુ, તુ ક્યારે આવ્યો?" રાશિ આગળ કઈ બોલે તે પહેલાજ કેબીનનુ બારણું ધડામ કરતુ ખૂલ્યું અને જ્યોતિ આવીને સીધી અનુરાગને વળગી પડી.

રાશિની હાજરીને ગણકાર્યા વગર અનુરાગ અને જ્યોતિ વાતો કરતા પોતાના પ્રેમની દુનિયામા ખોવાઈ ગયા.

રાશિ જડની જેમ ત્યાં ઊભી રહી હતી. જ્યોતિએ પાછળ ફરી એક વેધક નજર જ્યોતિ સામે ફેરવી જાણે એને ત્યાંથી ચાલ્યા જવા માટે કહેતી હોય એમ ઈશારો કર્યો .

અનુરાગના જીવનમા હવે પોતાની કોઈજ હાજરી નહોતી રહી તે જાણી રાશિના દિલમાં રહેલ રહી સહી ઉમ્મીદ પણ બુઝાઈ ગઈ અને તે ત્યાંથી પોતાના રૂમમા જતી રહી.

"કેટલી આસાનીથી તે મને તારા જીવનમાથી નીકાળી દીધી અનુરાગ. તે મારા પિતાની વાતો અને ખોટા એડિટ કરેલ ફોટાઓ ઉપર વિશ્વાસ કરી એકવાર સચ્ચાઈ જાણવાની પણ જરૂર સમજી નહિ. શું આપણો પ્રેમ એટલો નબળો હતો?" રાશિ અનુરાગને ગુનેહગારના કઠહરામાં રાખી આખી રાત સવાલો પૂછતી ખુદ સાથે વાતો કરતી રહી, પણ એનો ગુનેહગાર તો જ્યોતિ નામની દુનિયામાં મગ્ન હતો.

રાશિ પૂરી ભાંગી પડી હતી. તેણે અનુરાગને મળી ઘણીવાર પોતાની વાત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો પણ અનુરાગ એની સાથે કોઈ વાત કરવા તૈયાર નહોતો. તે સામે મળે તોપણ પોતાનો રસ્તો બદલી તેને નજરઅંદાજ કરી દેતો. વળી અનુરાગના ભૂતકાળથી વાકેફ જ્યોતિને અનુરાગ જણાવી દે છેકે તે છોકરી બીજું કોઈ નહિ રાશિ જ છે માટે અનુરાગને દગો આપનાર રાશિને તે પરેશાન કરવામાં કોઈ કમી રાખતી નહિ.

માનસિક ચિંતાથી ઘેરાયેલ રાશિની તબિયત બગડી રહી હતી માટે તે થોડા દિવસ પિતા પાસે રહી આવવાનું વચારતા પોતાના ગામ રજા લઈ ને ચાલી જાય છે.

સુમેરસિંહ તેને ડોક્ટર પાસે લઈ જાય છે અને ખબર પડે છે કે અનુરાગના વલણના કારણે રાશિની તબિયત ઉપર વિપરીત અસર થઈ રહી હતી. એના દિમાગની સર્જરી કરવાથી તે સાજી તો થઈ ગઈ હતી પણ આવી માનસિક ખેંચ સહન કરી શકવા માટે તે સક્ષમ નહોતી. દિવસે ને દિવસે એની તબિયત વધારે ખરાબ થતી ગઈ.

સુમેરસિંહ અનુરાગને બોલાવી તેને એકવાર બધીજ હકીકત જણાવી દેવાનું નક્કી કરે છે. તે હોસ્પિટલ ફોન કરે છે પણ ત્યાં જ્યોતિ કે અનુરાગ હાજર નહોતા માટે તે રાશિની તબિયત વિષે મનોરથને જણાવી તે વાત અનુરાગને કહી તેને એકવાર રાશિને મળવા માટે મોકલવાનું કહે છે.

મનોરથ આ વાત જ્યારે અનુરાગ અને જ્યોતિને જણાવે છે ત્યારે અનુરાગ આ બધું રાશિ અને સુમેરસિંહનું નાટક છે એવુ સમજે છે પણ જ્યોતિ તે વાતની સચ્ચાઈ જાણવા માટે રાશિના ગામ જવાનું નક્કી કરે છે.

અનુરાગ એને ક્યારેય રાશિ પાસે આમ જવા દેશે નહીં એમ વિચારીને જ્યોતિ પોતાના મમ્મી પપ્પા પાસે થોડા દિવસ જાય છે એમ બહાનું કરી રાશિના ગામ જાય છે.


ત્યાં જઈને જુએ છે તો રાશિ ખરેખર ખૂબ બીમાર અને છેલ્લા બે દિવસથી બેભાન હતી એમ જાણે છે.


* ક્રમશ

- ધ્રુતિ મેહતા (અસમંજસ)