Chakravyuh - 26 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 26

ચક્રવ્યુહ... - 26

પ્રકરણ-૨૬

“પાપા, કાંઇ ક્લ્યુ મળ્યો કે પેલી સી.ડી. કોણે મોકલી હતી?” કાશ્મીરાએ ચેમ્બરમાં આવતા પુછ્યુ.   “નહી બેટા, મારા અંગત સુત્રો દ્વારા મે આ વાતની જડ સુધી પહોંચવાની ટ્રાય કરી પણ કાંઇ કળી મળતી નથી. દેશમુખ બહુ ચાલાક છે, મને તો લાગે છે તેણે જ આ બધુ ઉપજાવેલુ છે અને મને બ્લેકમેઇલ કરવા માંગતો હતો.”   “આઇ ડોન્ટ થીંક કે દેશમુખ આ બધી બાબતનું મૂળ હોય. આ બધી ટ્રીક પાછળ માસ્ટર માઇન્ડ બીજુ કોઇક જ છે જે આપણે કોઇપણ ભોગે તોડવા ઇચ્છે છે. મુંબઇ બ્રાંચનું નુકશાન હજુ મારા મગજમાંથી જતુ જ નથી ત્યાં તમારી આ સી.ડી. આવી અને હમણા ઇશાન.....” કાશ્મીરા બોલતા બોલતા ચુપ થઇ ગઇ.   “ઇશાન??? ઇશાનને શું થયુ? ઇઝ હી ઓલરાઇટ?” સુરેશ ખન્ના પોતાના પૂત્રનું નામ પડતા ખુરશી પરથી ઊભા થઇ ગયા.   “કાલ્મ ડાઉન પાપા, ઇશાન ઇઝ ફાઇન પણ હમણા બે ચાર દિવસથી મે માર્ક કર્યુ છે કે તે આખો આખો દિવસ ઘરની બહાર રહે છે, ઘરે તો બસ જમવા જ આવે છે અરે ક્યારેક તો લંચ પણ બહાર જ લઇ લે છે.”   “બેટા વેકેશન છે એટલે મિત્રો સાથે મોજ મસ્તીમાં સમયનું ભાન નહી રહેતુ હોય, એટલી ચિંતા ન કર. એક સી.ડી. થી આટલુ ડરવાની જરૂર નથી. એમ કાંઇ સુરેશ ખન્નાને કોઇ પછાડી ન શકે.” સુરેશ ખન્નાના શબ્દોમાં ભારોભાર અભિમાન છલકતુ કાશ્મીરા જોઇ રહી.   “બટ પાપા, વી હેવ ટુ બી મોર કેરફુલ. આપણી નાનામાં નાની ગફલત આપણને ક્યાંક ભારે ન પડી જાય.”

“ચીલ કાશ્મીરા, કાંઇ ન થાય. ઇશાનને એન્જોય કરવા દે, હવે એ નાનો નથી કે આપણે તેને ઘરની ચાર દિવાલ વચ્ચે કેદ કરીને રાખી શકીએ.” સુરેશ ખન્ના વાત કરતા હતા ત્યાં તેનો ફોન રણકી ઉઠ્યો.   “એક્સક્યુઝ મી કાશ્મીરા, હું હમણા આવું છું. મલ્હોત્રાનો ફોન હતો તેને મળવાનું છે મારે.” કહેતા સુરેશ ખન્ના ત્યાંથી નીકળી ગયા.   “પાપા તમે ભલે આ વાતને ગંભીરતાથી ન લો પણ ઇશાન પર દેખરેખ તો રાખવી પડશે. તે ભલે મિત્રો સાથે મોજમસ્તી કરે પણ તેની મોજમસ્તી આપણે ભારે ન પડે એ જોવુ એ આપણી ફરજ છે. આઇ વીલ ડુ ધેટ.” કાશ્મીરા મનોમન સંકલ્પ કરતા ઇશાનને ફોન જોડ્યો પણ ફોન ઓફ આવી રહ્યો હતો એટલે તેણે તરત જ અંકિતને ફોન જોડ્યો.

“અંકિત કાશ્મીરા સ્પીકીંગ, ઇશાન તારી સાથે છે?”   “ના દીદી, ઇશાન સવારે અમારી સાથે હતો પણ સાંજે તે મળ્યો નથી. કેમ કાંઇ પ્રોબ્લેમ છે?”

“ના, તેનો ફોન ઓફ આવે છે અને મારે થોડુ તેની સાથે બહાર જવાનુ હતુ એટલે તને ફોન કર્યો.” કહેતા કાશ્મીરાએ ફોન કાપી નાખ્યો.   “આ ઇશાન કોક દિવસ માર ખાશે તેની બહેનના હાથે.”

“શું થયુ અંકિત? કેમ હાંફવા લાગ્યો?”

“વિહાન, આ ઇશાન ઘરેથી આપણી સાથે હોવાનુ કહીને નીકળે છે અને પછી આખો દિવસ પેલી અરાઇમા સાથે તેના ઘરે પડ્યો રહે છે. તેના ઘરે આ બધી વાતની ખબર પડશે તો ઇશાન તો માર ખાશે જ તેની સાથે આપણી આઝાદી પર પણ પાબંદી આવી જશે.”   “ચીલ યાર, એ અમીર બાપાના એકના એક નબીરાનું જે થાય તે પણ અત્યારે સામે જો, શું હરીયાળી છે સામે, આહ યાર, બી કોન્સન્ટ્રેટ ધેર યાર.” વિહાને અંકિતની વાતને હવામાં ઉડાવતા કહ્યુ.

**********  

“ઇશુ, પ્લીઝ સ્ટોપ ધીસ યાર. આઇ ડોન્ટ લાઇક ધીસ. પ્લીઝ લીવ મી, કોઇ આવી જશે તો.”   “અરે યાર આ ઘરમાં કોણ આવવાનું છે? ડોન્ટ વરી બેબી. હવે તારા પર મારો પૂરેપૂરો હક છે અને એ હક મારી પાસેથી કોઇ છીનવી નહી શકે.” આટલુ કહી ઇશાને રૂમની લાઇટ ઓફ કરી દીધી.

**********  

“સર, તમને એક વાત કહેવી હતી. ઘણા સમયથી કહેવુ કહેવુ થતુ હતુ પણ મારી જીભ ઉપડતી જ નથી.”   “યા રોહન ટેલ મી. વ્હોટ હેપ્પન્ડ?”   “સર, તે દિવસે ઇશાન સરની બર્થ ડે પાર્ટીમાં જે થયુ તે પછી મારુ તમને કહેવુ છે કે મને તમારી ઓફિસમાં એમ્પ્લોઇ જ રહેવા દો એ જ સારૂ છે. મારી તમારા જમાઇ બનવાની હેસીયત નથી.”   “લુક રોહન, જે થયુ તે મારી ભૂલ હતી અને પાછુ તે જ દિવસે મુંબઇ બ્રાન્ચના ન્યુઝ આવ્યા અને તે બધુ થયુ એટલે પારિવારીક ફરજો પ્રત્યે હું લક્ષ ન આપી શક્યો પણ ડોન્ટ વરી, સારૂ થયુ તે આજે મને યાદ કરાવ્યુ, મુંબઇ બ્રાંચનો ક્લેઇમ તો હું પાસ ન કરાવી શક્યો પણ કાશ્મીરા અને તારી બાબતમાં હું પાછળ નહી હટુ. મારી પૂત્રીને હું મારી રીતે મનાવી લઇશ.

“સર મારા કારણે તમે પ્લીઝ કાશ્મીરા મેડમ પર કોઇ દબાણ ન કરજો. આઇ એમ હેપ્પી વીથ એઝ આઇ એમ. લગ્નજીવન એ કોઇ જોર જબરદસ્તીથી ચાલી શકે નહી, અરસપરસની સમજણ અને સમજૂતીથી જ લગ્નજીવન ટકી શકે છે બાકી કોઇના કહેવા કે મનાવવાથી જે સબંધ બંધાય છે તે બહુ લાંબો સમય ટકતા નથી.” બહુ ગંભીર સ્વરે વાત કહી રોહન બહાર જતો રહ્યો.

**********  

“રોહન સર, પ્લીઝ તમે આ બીલ પેમેન્ટનું અપડેટ જોઇ લેશો પ્લીઝ, એડવર્ટાઇઝરનો ફોન હતો કે તેને હજુ સુધી પેમેન્ટ મળ્યુ નથી.” રોશનીએ રોહનની કેબીનમાં આવતા કહ્યુ.   “ઓ.કે. આઇ વીલ ચેક ઇટ લેટર.” લમણે હાથ દઇને બેઠેલા રોહને રોશની સામુ જોયા વિના કહી દીધુ.   “આર યુ ઓલ રાઇટ સર? ઇઝ ધેર એની પ્રોબ્લેમ?” રોશનીએ આટલુ કહ્યુ ત્યાં રોહને માંથુ ઊંચક્યુ.

“અરે રોશની તુ છે? સોરી મારુ ધ્યાન ન હતુ. પ્લીઝ હેવ અ શીટ એન્ડ હવે ક્યારેય રોશની મને સર કહીને ન બોલાવજે. ઇટ્સ ઇરીટેટીંગ મી.”   “જે પ્રમાણ પોસ્ટ છે તેને અનુરૂપ તો સંબોધન આપવુ જોઇએ ને?”

“ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના હેડની પહેલા હું તારો મિત્ર છું, જ્યારે હું નવો નવો આ કંપનીમાં જોઇન થયો ત્યારે તે મને મેડમ કહેવાની મનાઇ કરી હતી, યાદ છે કે???”   “હા બટ હવે થોડા જ સમયમાં તમે કાશ્મીરા મેડમના હસબન્ડ બની જશો પછી હું નામથી બોલાવું એ તો ના તમને ગમશે કે ના તો મેડમને એટલે અત્યારથી જ ટેવ પાડી દઉ તો સારૂ ને?”   “જસ્ટ લીવ ધેટ ટોપીક પ્લીઝ.”   “કેમ? શું થયુ? મે હમણા આવી ત્યારે પણ જોયુ કે તમે માથા પર હાથ દઇને બેઠા હતા.”   “પ્લીઝ હવે આ તમે અને સર જેવા શબ્દો અહી યુઝ ન કરજે નહી તો મને નહી ગમે. આપણે મિત્ર હતા અને હંમેશા બેસ્ટ ફ્રેન્ડ રહેશું જ, ભલે ને હું આ દુનિયાનો સૌથી ધનવાન માણસ કેમ ન થઇ જાંઉ.”   “ઓ.કે. સર.. આઇ મીન રોહન. હવે શાંતિથી બેસી જા અને મને કહે કે શું ચિંતામાં મૂકાયેલા છે ફાઇનાન્સ હેડ?”   “તે દિવસે બર્થ ડે પાર્ટીમાં જે થયુ તે તો તને ખબર જ છે. આ તો મમ્મી પપ્પા ધીર ગંભીર અને શાંત પ્રકૃત્તિના છે એટલે તેણે કાંઇ બખેડો ઊભો ન કર્યો પણ હું સમજું છું કે તેને કેટલો આઘાત લાગ્યો હશે એ વિચાર મનમાંથી જતો જ ન હતો ઉપરથી મુંબઇ બ્રાન્ચનું પ્રિમીયમ ન ભરાયાનો આરોપ પણ મારા ઉપર આવ્યો જે મારી કારકીર્દીમાં એક દાગ સમાન છે, આ બધુ એકસાથે બન્યુ તો મગજ કામ નથી કરતો મારો.”   “લુક રોહન, જે થાય છે તે આપણા સારા માટે જ થાય છે બસ આ સિધ્ધાંતને ધ્યાનમાં રાખજે બસ પછી જોઇ લેજે જીવનમાં કોઇ પ્રોબ્લેમ જ નહી લાગે તને. રહી વાત અંકલ આન્ટીની તો તે બહુ અન્ડરસ્ટેન્ડીંગ કહેવાય કે તેમણે વાતનું વતેસર થવા ન દીધુ.”

“આઇ હોપ એવરીથીંગ વીલ બી ફાઇન બટ મને તો કોઇ હોપ દેખાતી નથી.”

“ડોન્ટ વરી, એવરીથીંગ વીલ બી ફાઇન.” કહેતા રોશનીએ રોહન સામે સ્વીટ સ્માઇલ કરી અને આ બાજુ બસ રોહન રોશનીને તાકી જ રહ્યો.

TO BE CONTINUED…………

શું રોહન અને કાશ્મીરાની સગાઇ ન થઇ તેના દુઃખ અને ટેન્શનમાં રોહન તેની બેસ્ટ ફ્રેન્ડ રોશનીની નજીક આવી જશે કે હજુ અહી પણ કાંઇ અલગ વણાંક લેશે ચક્રવ્યુહ વાર્તા? જાણવા માટે જરૂરથી વાંચજો આગળનો પાર્ટ......   આદરણીય વાંચક મિત્રો,   આપ જરૂર મારી નોવેલ “ચક્રવ્યુહ” વાંચો જ છો પણ આપના પ્રતિભાવ મને બહુ ઓછા પ્રમાણમાં મળે છે. હું એમ નથી કહેતો કે તમે લોકો મને સારા પ્રતિભાવ જ આપો પણ આપને જે કાંઇ પણૅ ભૂલ કે ખામી મારી નોવેલમાં જણાય તે આપ મને બીન્દાસ કહી શકો છો જેથી હું મારી નોવેલને વધુ ચોટદાર બનાવી શકુ.   આપના પ્રતિભાવની રાહમાં........................ 

રૂપેશ ગોકાણી........

Rate & Review

N.L.Prajapati

N.L.Prajapati 2 weeks ago

Sheetal

Sheetal 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

bhavna

bhavna 3 weeks ago

Naresh Bhai

Naresh Bhai 4 weeks ago