Vandana - 20 books and stories free download online pdf in Gujarati

વંદના- 20


વંદના- 20
ગત અંકથી ચાલુ..

જેટલી ઝડપે કાર દોડી રહી હતી તેટલી જ ઝડપે અમનના મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા. "અચાનક મમ્મીને શું થયું હશે?" "ભગવાન કરે એને કોઈ ગંભીર બાબત નાહોય" " પપ્પાની હાલત શું હશે અત્યારે?" "અત્યારે સૈથી વધારે પપ્પાને મારી જરૂર છે અને હું જ એમની સાથે નથી." ના જાણે કેટકેટલા આવા સવાલો મનમાં ને મનમાં ઘુમરાયા કરતા હતા. હોસ્પિટલ સુધીની સફર કાપવી અમનને અંદરને અંદર મૂંઝવી રહી હતી. તેના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ રીતે વર્તાતી હતી. વંદના પણ એને આમ અકળાયેલો જોઈને પરેશાન થઈ રહી હતી. અમન વારે ઘડીએ કાર ચાલકને કાર ઝડપી ચલાવવા માટે વિનંતી કરી રહ્યો હતો." અંકલ પ્લીઝ તમે કાર થોડી ફાસ્ટ ચલવોને પ્લીઝ અત્યારે મારા મમ્મી પપ્પાને મારી ખૂબ જરૂર છે. તમે પ્લીઝ જલ્દી અમને હોસ્પિટલ સુધી પહોંચાડો પ્લીઝ. ...

" ઓહ યસ યંગ મેન હુ સમજું છું પણ આનાથી વધારે સ્પીડમાં કાર ચલાવી ખતરનાક સાબિત થઈ શકે છે. ક્યાંક આપણો પણ એકસીડન્ટ થઈ જશે તો હોસ્પિટલ એમ્બ્યુલન્સ માં જવું પડશે" કાર ચાલકે વળતા જવાબમાં કહ્યું...

" હા, અમન અંકલ સાચું કહે છે. બસ હવે દસ મિનિટમાં જ આપણે હોસ્પિટલ પહોંચી જશું. તું ચિંતા નહિ કર તારી મમ્મીને કાંઈજ નહી થાય. મને ભગવાન પર પૂરો ભરોસો છે" વંદનાએ અમનને સાંત્વના આપતા કહ્યું..

પરંતુ અમનની બેચેની તો જાણે વધતી જતી હતી. થોડી જ વારમાં કાર હોસ્પિટલના ગેટ સુધી પહોંચી ગઈ. કાર ગેટ પાસે ધીમી પડતા જ અમન ચાલતી કારમાંથી નીચે ઉતરી ગયો. અને દોડતા હોસ્પિટલમાં આમતેમ તેના પિતાને ગોતવા લાગ્યો. અમન દોડીને હોસ્પિટલમાં રિસેપ્શન કાઉન્ટર પર પૂછપરછ કરવા જાય છે ત્યાં જ તેની નજર રિસેપ્શન કાઉન્ટર ની બાજુમાં આવેલા આઇસીયુ વોર્ડ તરફ પડી. જ્યાં બહાર બેન્ચ પર તેના પિતા બેચેન હાલતમાં બેઠા હતા. અમન દોડતો તેના પિતા પાસે ગયો. અને બોલ્યો" પપ્પા આમ અચાનક મમ્મીને શું થઈ ગયું?"

અમનના પિતાએ અમન સામે જોયું. અને તેને ભેટી જ પડ્યા. અમનની પિતાની આંખોમાં અંત્યંત પીડા હતી. જાણે વરસો પછી પોતાના દીકરાને જોયો હોય તેમ તેને વળગીને બોલ્યા. " આવી ગયો દીકરા જોને તારી મમ્મી આવી બેહોશીની હલતમાં પણ તારા જ નામનું રટણ કર્યા કરે છે."
"પણ પપ્પા અચાનક મ્મમીને શું થઈ ગયું છે." અમને તેના પિતાને ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું..

"બેટા ખબર નહિ અચાનક તારી મમ્મીને ચક્કર આવવા લાગ્યા. એકદમ તેનો શ્વાસ રુંધાવા લાગ્યો અને સીડી ઉપરથી પડીને બેભાન થઈ ગઈ. અચાનક આમ સીડી પરથી પડી જવાના કારણે તેના માથામાં પણ ખૂબ ઇજા પહોંચી છે. ડોકટર એ તેને આઈસીયુમાં ચોવીસ કલાક માટે દેખરેખ હેઠળ રાખી છે." અમનના પપ્પાએ ખૂબ જ પીડાતા સ્વરે કહ્યું..

" પરંતુ મમ્મીને અચાનક આવું થવાનું કોઈ કારણ કહ્યું ડોકટરે એ?"અમન એ તેના પપ્પા સામે પ્રશ્નાર્થ નજરે જોતા કહ્યું...

" અચાનક બીપી લો થવાને લીધે અચાનક ચક્કર આવી ગયા. દીકરા વાંક કદાચ મારો જ છે એ ઘણા દિવસ થી મને કહેતી હતી કે મને શરીરમાં ખૂબ થાક લાગે છે અશક્તિ લાગે છે. પરંતુ મે વિચાર્યું કે હવે એમ પણ વધતી ઉંમરે આવી બધી તકલીફો તો સામન્ય ગણાય જાય એટલે મે એને ડોકટર પાસે લઈ જવાનું જરૂરી ના સમજ્યું અને થોડા ઘરગથ્થું જ ઈલાજ કરવાના કહ્યા. પણ ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર નહોતો કર્યો કે આ રીતનું પરિણામ આવશે. કહેવાય છે ને કે ક્યારેક આપણી લાપરવાહી આપણને જ નડી જાય છે.બેટા ભગવાન કરે જલ્દી તારી મમ્મી હોશમાં આવી જાય મારે એની માફી માંગવી છે. જ્યાં સુધી એ મને માફ નહિ કરે ત્યાં સુધી હું અન્નનો એક દાણો પણ મોઢામાં નહી મૂકું." એટલું કહેતાં અમનનાં પિતા દિલીપભાઈના આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી એમની આંખો માંથી જાણે કંઇક અફસોસ વ્યક્ત કરતા હોવાનો વસવસો હતો..

વંદના પણ હોસ્પિટલમાં ત્યાં પહોંચી બંને બાપ દીકરાની વાતો સાંભળી રહી હતી. અમનના પિતાનું આવું કઠોર વચન સાંભળીને એ પણ આશ્ચર્યથી બોલી ઉઠી" ના અંકલ પ્લીઝ આવું ના કરશો. આંટી સાથે જે થયું એ કદાચ એમના નસીબમાં એ લખાયું જ હશે. એમાં તમારો કોઈ વાંક નથી. માણસ ક્યારેક નસીબ આગળ મજબૂર થઈ જતો હોય છે. આ જ તો જિંદગી છે અહીંયા ક્યારે શું થાય? ક્યારે કઈ અણધારી મુસીબત આવી જાય એ કોને ખબર છે. એમાં આપણું કાઈ જ ચાલતું નથી અંકલ. અને જો તમને આવી ખબર હોત કે આન્ટી સાથે આવું થશે તો શું તમે આવું બનવા દેત ખરા! અને તમારો આવો નિર્ણય લેવાથી જે થઈ ગયું એમાં કોઈ સુધાર નહી આવે પરંતુ આમ ભૂખ્યા રેહવાથી તમારી તબિયત ચોક્કસ બગડી જશે. તમે આવો કઠોર નિર્ણય લઈ ને અન્ન જળ બંધ કરી દેશો અને ન કરે નારાયણ જો તમને કાઈ થયું તો અમે આન્ટીને શું જવાબ આપશું."..


" હા પપ્પા વંદના સાચું કહે છે. તમારે આવો કઠોર નિર્ણય ના લેવો જોઈએ. પ્લીઝ પપ્પા જો તમને કે મમ્મીને કાંઈ થઈ ગયું તો મારું શું થશે. હું તમારા બંને માંથી એક પણ વગર નહીં જીવી શકું. પ્લીઝ જે થઈ ગયું એ આપણે બદલી નથી શકવાના પરંતુ આપણે મમ્મીની સારવારમાં કોઈ કમી નહી આવવા દઈએ પરંતુ તમે આમ અન્ન ત્યાગ કરવાની વાત ના કરો. મમ્મી સાથે જે થયું એમાં તમારો વાંક નથી. અને હું છું ને પપ્પા તમે શા માટે ચિંતા કરો છો. હું મમ્મીને કાંઈ જ નહીં થવા દઉં . મારા માટે તમે અને મમ્મી બને અણમોલ છો. હું હમણાં જ ડોકટર પાસે જઈને તેમની સાથે વાત કરી લવ છું. તમે ચિંતા નહિ કરો પ્લીઝ મમ્મીને કંઈ જ નહીં થાય." એટલું કહેતાં અમન ડોકટરને મળવા એમની કેબિન તરફ ગયો. અને જતા જતા વંદનાને તેના પિતાનું ધ્યાન રાખવા માટે કહેતો ગયો...

અમન એ ડોક્ટર મોદી જે ગુરુકુળ હોસ્પિટલના ખૂબ જ નામાંકિત ડોકટર હતા. એમની કેબિન પાસે પહોંચીને કેબિનનો દરવાજો ખખડાવીને અંદર આવવાની પરવાનગી માંગતા કહ્યું" સર કેન આઈ કમીન?"

" ડોકટર સાહેબ એ પણ તેમને અંદર આવવાનો આદેશ આપતા કહ્યું કે" પ્લીઝ બેસો હું એક જ મિનિટ આ એક એકસરે જોઈ લવ પછી હું તમારી સાથે વાત કરું ત્યાં સુધી પ્લીઝ તમે અહીંયા જ બેસી શકો છો"...

" ઓકે સર નો પ્રોબ્લેમ" અમને ખૂબ વિનમ્રતાપૂર્વક કહ્યું .

ડોક્ટરે એકસરેનો સારી રીતે અભ્યાસ કરીને તેની સાથે કામ કરતા કલીક ડોકટર નેહા મેડમ ને દર્દીના સગાને કેબિનમાં લઈ આવવાનો આદેશ આપ્યો. જેવા નેહા મેડમ બહાર ગયા ત્યાં જ તેમને અમનને સંબોધતા કહ્યું." હા બોલો મિસ્ટર હું તારી શું મદદ કરી શકું?"

" ડોકટર સાહેબ અત્યારે તમારી હોસ્પિટલમાં એક ઇમરજન્સી કેસ આવ્યો છે. જેને અત્યારે તમે આઇસીયુમાં ચોવીસ કલાક માટે દેખરેખ હેઠળ રાખ્યા છે" અમન ખૂબ દબાતા સ્વરે બોલ્યો..

" ઓહ યેસ હમણાં હું એમનો જ એક્સરે જોઈ રહ્યો હતો. પ્રીતિબહેન શાહ ને? મારા કલીક ડોકટર નેહા મેડમ અત્યારે તેમના જ સગાંને બોલવા ગયા છે." ડોકટરે અમનને કહ્યું..

" હા બોલોને ડોકટર હું એમનો દીકરો છું. મારું નામ અમન છે. અમન શાહ. પ્રીતિબહેન શાહ મારી માતા છે." એમને પોતાનો પરિચય આપતા કહ્યું..

" ઓહ ઓકે ને તમારા પિતા મિસ્ટર દિલીપભાઈ શાહ એ ક્યાં છે?" ડોકટર મોદીએ અમનને પૂછ્યું...

" હા એ મારા પિતા છે. એ અત્યારે મારી માતાની આવી હાલતથી ખૂબ દુખી છે. એ તો મારી માતા ની આવી હાલતને પોતાની લહપરવાહી સમજે છે. કેમ ડોકટર બધું બરાબર તો છે ને કોઈ ચિંતા કરવા જેવી બાબત તો નથી ને? અમન એ ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું...

ક્રમશ...