Intezar - 19 books and stories free download online pdf in Gujarati

ઇન્તજાર - 19

(આગળના ભાગમાં આપણે જોયું કે મિતેશ ને જાણ થાય છે કે રીના કુણાલ ની પત્ની છે એ સાંભળતાં એને ખૂબ જ દુઃખ થાય છે એને થાય છે કે મારામાં એવું કયો અવિશ્વાસ આવ્યો કેરીના એ મને વાત નો કરી રીના સાથે ચર્ચા કરે છે રીના પણ કહે છે કે હું તને વાત કરવાની હતી પણ મોડું થઈ ગયું છે પછી એના અને મિતેશ બંને મળે છે અને પીકનીક નું પ્લાનિંગ કરે છે મિતેશ પિકનિક પર થી પાછો આવે છે ત્યારે ઘરે જોઈએ છે તો કોઈ પુરુષ એન્જલિના ને મળવા આવેલો હોય છે એનો પીછો કરે છે પરંતુ ત્યાં એની ગાડી અથડાતાં તે પીછો કરી શકતો નથી હવે વધુ આગળ...)

મિતેશ અને એન્જલિના પાછા ફરી મળે છે ત્યારે મિતેશ કહે છે કે રીના નો પીછો કરતો જ હતો પરંતુ મારી ગાડી અથડાતા એ કોણ હતું એ હું જાણી શક્યો નહીં રીના કહે કંઈ વાંધો નહીં આપણને થોડી ઘણી તો શંકા મળી છે એને આધારે આપણે આગળ વધીશું હાલ આ બાબતે આપણે કોઈ ચર્ચા કરવી નથી.

સમય વીતતો જાય છે અને અહીં રીના એકદમ હોશિયાર બનતી જાય છે એન્જલિના ને પણ લાગે છે કે રીના માં ઘણો બધો ચેન્જઆવતો ગયો છે કુણાલ ને પણ જાણે એના પ્રત્યે આકર્ષણ હોય એ રીતનું વર્તન કુણાલનું થઈ જાય છે એ વધુ ને વધુ રસોડામાં રીના ને મદદ કરવાને બહાને જતો હોય છે

રીના પણ હવે સમજે છે કે કુણાલ એની નજીક આવી રહ્યો છે પરંતુ રીના એનાથી દૂર જવાનો પ્રયાસ કરતી હોય છે કારણકે એન્જલિના અને કુણાલ વચ્ચે એક વધારાની સ્ત્રી બનવા માગતી ન હતી એ પોતે પોતાના ઇન્તજાર પ્રમાણે પોતાના પતિ તરીકે કુણાલને સંપૂર્ણ ઈચ્છતી હતી અને એન્જેલિનાના ખોટા ઇરદામાંથી છોડાવવા પણ માગતી હતી.

મિતેશ એના વચન પ્રમાણે એન્જલિનાનો પીછો કરવાનું છોડતો ન હતો ધીમે ધીમે એને થોડી ઘણી સાબિતી ભેગી કરી હતી એને એટલું જાણવા મળ્યું હતું કે એન્જલિના નો પતિ કુણાલ નહીં પરંતુ જ્યોર્જ હતો એ ઓફિસમાં કામ કરતી હતી ત્યાં એના મિત્રે એને આ બધી માહિતી આપી હતી પરંતુ એન્જલિના કેમ કુણાલ ની પત્ની તરીકે રહે છે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવા નો બાકી હતું

એક દિવસ કુણાલ ના સર કુણાલ ને મળી ને કહેવા લાગ્યા કે કુણાલ હવે હું વધારે સમય આ કંપની સંભાળી શકું એમ નથી હું આરામ વાળી જિંદગી છું અને મારા વસિયત પ્રમાણે બધું તારે સંભાળવાનું છે એટલે તો હવે બધું સંભાળી લે તો સારું અને હું આજે તારા ઘરે તારા મમ્મી ,પપ્પાને પણ મળવા માગું છું ખૂણાને કહ્યું વાંધો ને સર તમે ઘરે આવી શકો છો

કુણાલે ઓફિસથી ઘરે આવીને તેના મમ્મી પપ્પાને કહ્યું કે આજે મારા કંપનીના માલિક જેને હું પિતાતુલ્ય માનું છું તે આપણા ઘરે આવવાના છે પરંતુ એન્જલિના મારી પત્ની છે એવું તમારે કહેવાનું છે એના વિશે તમારે કંઇ પણ બોલવાનું નથી કારણ કે સર કંઈ પણ જાણતા નથી કોના ની કંપની અને નોકરીનો સવાલ હતો એટલે બધાએ તેની શરત માન્ય રાખી

સાંજ પડી અને કુણાલ ની કંપનીના માલિક સાંજે જમવા માટે આવ્યા અચાનક જ બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા અને બહારથી એક સરસ મજાનું ભજન તેમને સાંભળવા મળ્યું મીરા હો ગઈ દીવાની પ્રભુ તેરે કીર્તનમે....... આટલો અમારા સાંભળતા સાંભળતા સર બહાર નીકળ્યા અને આજુબાજુ જોવા લાગ્યા અને કહ્યું કે આ તો મારો જાણીતો અવાજ છે કુણાલ ગમે તે કરીને તું શોધ કર આ કોણ હલગાઈ રહ્યું છે.

કુણાલે કહ્યું; અહીંયા કોઈ જ ગાતું હોય એવું દેખાતું નથી સંધ્યા સમય હતો એટલે દરેકના ઘરમાં દરવાજા બંધ હતા ફરીથી બધા ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા કુણાલે એની પત્ની તરીકે એન્જલિના ને ઓળખાવી અને કહ્યું કે આ મારા માતા-પિતા છે ખૂબ જ ચર્ચા અને વાતો કરી

શેઠે કહ્યું કે મેં મારી તમામ કંપનીની જવાબદારી અને કંપની બધું જ અને કુણાલ અને તેની પત્નીના નામે કર્યું છે

રીના આ બધું સાંભળતી હતી પરંતુ એ ચૂપ હતી કારણ કે ચૂપ રહેવામાં જ મજા છે એવું માનતી હતી શેઠ જમીને હવે નીકળવાની તૈયારી કરતા જ હતા પરંતુ તેમને જે ભજન નો અવાજ સાંભળ્યો હતો એમાં એમનું મન પરોવાયેલું હતું પરંતુ હવે દિલમાં એ અવાજને કંડારીને એ નીકળી ગયા

કુણાલ ના મમ્મી પપ્પા કહે તું નસીબદાર છે કે ન્યુયોર્કમાં પણ કોઈ તારી પર વિશ્વાસ મૂકીને તેની કંપની તારે અને તારી પત્નીને હવાલે કરી છે પરંતુ કુણાલ તારી ખરી પત્ની રીના છે ને જ બધી મિલકત મળે

એન્જલિના મોં મચકોડ્યું અને કહ્યું કે નહીં હું કુણાલ ની પત્ની છું હવે રીનાથી રહેવાયું નહીં એને કહ્યું કે કંઈ વાંધો નહીં એન્જલિના તુજ વારસદાર છે મને કોઈ વાંધો નથી તું કુણાલ ની પત્ની છે

કુણાલ ના મમ્મી-પપ્પાને થયું કે રીના કેમ આટલી મોટી ભૂલ કરી રહી છે પરંતુ રીના એના ચાલ પ્રમાણે ચાલતી હતી હવે એને સમજાઈ ગયું હતું કે એન્જલિના કુણાલને પ્રેમ કરતી નથી પરંતુ તેની પત્નીના નામે વસિયતનામું છે એના કારણે કદાચ તેની પત્ની તરીકે રહી હોય પરંતુ આ તો એક શંકા હતી

સમય વીતતો ગયો એક દિવસ કુણાલ અને એન્જલિના બંને જણા ઓફિસેથી ઘરે આવતા હતા ત્યારે એન્જલિના રસ્તામાં કામ ને બહાને ઉતરી ગઈ અને ત્યાં જ મિતેશ એ એનો પીછો કરવાનું શરૂ કર્યું જોયું તો એન્જલિના એક મકાનમાં પ્રવેશ કર્યો કુણાલ પણ ત્યાં પીછો કરતો પહોંચી ગયો અને જોયું તો એન્જલિના એક પુરુષને આલિંગનમાં લઈ રહી હતી પરંતુ મિતેશ હજુ ચુપ રહેવામાં માનતો હતો હવે તો રીનાને સાબિતી વગર કંઇ કહેવા માંગતો નહોતો .

બીજા દિવસે મિતેશ એ ઘરે પહોંચી ગયો એક સેલ્સમેનને બહાને ત્યાં ગયો અને જોયું તો ત્યાં જ્યોર્જ અને એન્જલિના નો ભેગો ફોટો હતો અને એમની એક નાની છોકરી પણ હતી એને પૂછ્યું કે આ કોણ છે ત્યારે જ્યોર્જ એ કહ્યું આ મારી પત્ની એન્જલિના અને મારી મારી ઢીંગલી ડોલી છે તેને પૂછ્યું કે તમારી પત્ની ક્યાં છે! ત્યારે જ્યોર્જે કહ્યું કે તારે મારી પત્ની નું નામ શું છે તું કામ પતાવીને જઈ શકે છે .
હવે તો મિતેશ ને પૂરે પૂરી શંકાથઈ ગઈ એને થયું કે હવે મારે પુરી સાબિતી કેવી રીતે ભેગી કરવી એ વિચારોમાં ને વિચારોમાં મિતેશ પ્લાનિંગ બનાવી રહ્યો હતો

અહીં કુણાલના સર એ ફરીથી એમના ઘરે આગમન કર્યું અને સંધ્યા ટાણે જ આવ્યા અચાનક આવેલા જોઈને કહ્યું પધારો સાહેબજી એવું રીનાએ કહ્યું
સર એ કહ્યું કે, મારે થોડી વાર તમારા ઘરે બેસવું છે અને ફરી એ અવાજ સાંભળવો છે .આજે તો ભજન કોઈ ગાતું હશે તો હું જોઈ લઈશ .

રીના જાણતી હતી કે મંગળા બા ભજન ગાય છે પરંતુ એ પાક્કા પાયે જોવા માગતી હતી અને એટલામાં ફરી ભજન શરૂ થયું મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ..... શેઠ અવાજ શોધતા-શોધતા ત્યાં પહોંચી ગયા અને રીના પણ એમની પાછળ ગઈ .

હવે વધુ આગળ ભાગ/ 20.....