Raman Maharshi-The Great indian saint books and stories free download online pdf in Gujarati

વિરલ વિભૂતિ રમણ મહર્ષિ

આપણો ભારત એટલે વિશ્વની વિભૂતીઓનો ભંડાર. એક કરતા એક ચડિયાત અને મહાન ઋષિ-મૂનિઓની સાથે સંતો અને ભકતોનો પણ દાતાર એવો આપણો આ ભારત દેશ સમગ્ર વિશ્વ માટે શાતિની ચાહ રાખનાર અને સતત વિશ્વને જીવન જીવવાની નવી રાહ બતાવવા માટે અગ્રેસર રહે છે. આવા અનેક પવિત્ર સંતોે-મહંતો અને વિરલ વીરલાઓ આ ભારતની પવિત્ર ભોમકા પર આવી ગયા છે. એવું જ એક જાણીતું નામ છે રમણ મહર્ષિનું. દક્ષિણ ભારતમાં જેમણે ભક્તિ અને આસ્થાની જયોત જલાવી.

રમણ મહર્ષિનું બાળપણનું નામ વેંકટરામન હતું. એમના પિતા પ્રતિષ્ઠાવાન વકીલ હતા. રમણ નાનપણથી જ રમતિયાળ અને ભણવામાં નબળા હોવાથી કોઇ ખાસ મહત્તા દર્શાવતું લક્ષણ એમનામાં જણાતું નહોતું. સતત પોતાની જ મસ્તીમાં ખોવાયેલા રહેતા રમણ મહર્ષિ વર્ગમાં ઊંચો નંબર લાવવા કરતા રમત અને રખડપટ્ટીને વધારે મહ_વ આપતા હતા. એક વખત એમને મોતનો ભયાનક ભય લાગ્યો અને એમણે પોતાના વ્યકિત_વનો અને અહંકારનો નાશ થતો હોય તેવો અનુભવ પ્રત્યક્ષ અનુભવ્યો. ત્યારબાદ એમના મનમાંથી મોતની બીક હંમેશા માટે જતી રહી. આ પછી સગામાં, મિત્રોમાં ને અભ્યાસમાં રસ રહ્યો નથી.

એકવાર રમણ મહર્ષિ પોતે ધ્યાનમાં બેઠા હતા ત્યારે એમના ભાઇએ જણાવ્યું કે યોગી થવું હોય તો નિશાળના ભણતરનો અને નકામો ખર્ચ અમારા ઉપર શા માટે નાખે છે? તે જ ક્ષણે મહિનાઓ પહેલા સાંભળેલું અરુણાચલનું નામ યાદ આવી ગયું. તરત જ બોલી ઉઠયા કે ભાઇ એક ખાસ વર્ગમાં જવાનું છે તો હું જાવ છું, એમ કહીને નીકળી ગયા અને હંમેશા માટે ઘર છોડીને ચાલી નીકળ્યા. એમના વિદાયમાં નીકળ્યા ત્યારે કાગળમાં લખ્યું હતું. હું મારા પિતાની ખોજમાં અહીંથી પ્રયાણ કરું છું. સત્યકાર્યમાં પ્રવેશી રહ્યો છું, એટલે કોઇએ ચિંતા કરવી નહીં. શોધવા માટે નાણાનો વ્યર્થ ખર્ચ કરવો નહીં. યુવાન વયે અરુણાચલ પહોંચેલા રમણને ત્યાંના આજુબાજુના લોકાએ પણ જંપવા દીધા નહીં, ગામના છોકરાવે એમને તોફાનોના શિકાર બનાવ્યા હતા.

લોકોની પીડામાંથી બચવા માટે પાતાળલિંગમ નામના ભોંયરામાં જઇ રહ્યા. મહર્ષિએ ત્યાં કેટલા દિવસો વિતાવ્યા તે કોઇ જાણતું નથી. લોકોએ એમને પહેલીવાર જોયા ત્યારે એમની સ્થિતી હ્ર્દયદ્રાવક હતી. પરંતુ આ સ્થિતી એમના માટે ઘણી શુભ હતી. તીવ્ર તપશ્રર્યાની લોકો પર અસર થઇ. ત્યાર પછી સાધુઓએ ને લોકોએ તેમની સંભાળ લેવા માંડી. વારંવાર સ્થાન બદલાવતા બદલાવતા તેઓ કોઇ એક આશ્રમમાં સ્થિર થઇ ગયા અને દેશભરમાંથી લોકો એમની મુલાકાત લેવા આવવા લાગ્યા.

એકવારની વાત છે. આશ્રમમાં આવેલા લોકોની સાથે મહર્ષિ જ્ઞાનચર્ચા કરી રહ્યા હતા. પોતે ખાટલા પર બેઠા હતા અને લોકો નીચે બેઠા હતા. બારીનો તડકો એમના શરીર પર પડી રહ્યો હતો. કોઇ એક ભાઇએ ઉઠીને તે બારી બંધ કરી અને પડદો નીચે પાડયો. આ જોઇને તેઓ બોલી ઉઠયા ભાઇ પડદો પાડીને તમે અહીં પક્ષપાત કર્યો છે. શું હું જ એક માણસ છું અને આ બધા લોકો માણસ નથી? એમના પર પણ તડકો આવે છે. બધાથી હું જુદો એમ બતાવીને તમે મારું સ્વામીપણું બતાવવા માંગો છો ખરું ને ?

વાતમાંથી વાત નીકળતા એક શિષ્યએ પ્રશ્ર કર્યો કે ભગવન્! આપ સ્થળે સ્થળે ફરી ઉપદેશ કેમ નથી આપતા? મહર્ષિએ જવાબ આપ્યો ભાઇ સભામંચ પર ચડીને આડંબરની શૈલીમાં ઉપદેશ આપવાનું મને પસંદ નથી. આવા મહાન સંતોના પાવન પગલાં થકી જ ભારતીય અધ્યાત્મનો ડંકો દુનિયામાં અખંડ વાગતો રહેશે. આવા જ મહાન સંતોના સદાચારી અને ચારિત્ર્યવાન જીવનધોરણ થકી જ આદર્શોના સંસ્કારોની ગંગા આપણા દેશમાં વહે છે. જય જય ધન્ય ભારતની ભૂમિ!...