Vatoma tari yaad - 13 books and stories free download online pdf in Gujarati

વાતોમાં તારી યાદ... - ૧૩...

હવે આગળ,


લવ આજે કોલેજના પહેલા દિવસે જ જેમ પહેલા ખુશ રહેતો તેમ રહેવાની કોશિશ કરી રહ્યો છે.
પણ હજી જે ત્રણ-ચાર છોકરા-છોકરીનું ગ્રુપની લીડર તેના જીવનમાં એન્ટ્રી કરી વાવાઝોડું લાવવાની છે,તે તેને ખબર નથી.
લવ રવિ અને સ્નેહા ક્લાસરૂમમાં આવી નવા મિત્રો બનાવે છે.
કલાસરૂમમાં પ્રોફેસરે પણ એન્ટ્રી કરી લીધી હતી,તે આ ત્રણેયને જોઈ પોતાનો પરિચય આપવા કહે છે.
રવિ અને સ્નેહા પરિચય આપી દે છે. હવે લવ પોતાનો પરિચય દેવા ઊભો થાય છે ત્યાં કલાસરૂમમાં આવવા એક છોકરીની પ્રોફેસરની પરમિશન લેતી દેખાય છે.
કોઈ સ્વર્ગની અપ્સરા આવી હોય તેવી લાગતી હતી.
લવ તેને જોતો જ રહે છે,તે છોકરી કલાસરૂમમાં આવી સ્નેહાની બાજુમાં આવી બેસી જાય છે,પણ લવનું ધ્યાન તેની તરફ જ હોય છે.
લવને આ રીતે જોય રવિ કહે છે,
"ભાઈ તેને પછી જોજો પહેલા પ્રોફેસરને પોતાનો પરિચય આપી છે."
આ વાત સ્નેહા અને તે છોકરીને પણ સાંભળય જાય છે.
લવ પોતાનો પરિચય આપી બેસી જાય છે.
સ્નેહા તેની સાથે વાત કરવાનું ચાલુ કરે છે,
"હાય મારું નામ સ્નેહા શાહ છે."
ત્યાં તે જવાબ આપતા કહે છે,
"હાય મારુ નામ શિવાની કાકડીયા છે, આજથી તુ મારી ફ્રેન્ડ અને મારા ગ્રુપની મેમ્બર પણ છો.તુ આ બંનેને નમુનાથી બચીને રહેજે."
લવ અને રવિ તરફ જોઈને કહે છે.
પ્રોફેસરનું તો ભણાવવામાં ધ્યાન હતું અને આ ચારેયનું પોતાની બકબકમાં હતુ.
લેકચર પુરો થતા બધા કેન્ટીનમાં જાય છે.
લવ અને રવિ સ્નેહા પાસે જાય છે,ત્યાં શિવાની લવને જોઈ કહે છે,
"તમને બંનેને અહીં અમારી સાથે કોણે બેસવા કહ્યું?"
રવિ આવી વાતો સાંભળી સ્નેહાને કહે છે,
"આને સમજાવવાનું છે કે પછી?"
શિવાની ગુસ્સે થઈ કહે છે,
"શું કરી લઈશ બોલ?"
રવિ :- સાંભળ હું અને સ્નેહા એક વર્ષથી રિલેશન્સશીપમાં છીએ અને તુ કોણ છો અમારી વચ્ચે આવવાવાળી.
શિવાની :- સ્નેહા તને કોઈ બીજું નહીં મળ્યું કે આ વાંદરા સાથે
સ્નેહા :- શિવાની તુ શાંત થઈ જા અમે ત્રણેય સીકે-પીઠાવાલા સાથે જ આવ્યા છીએ,અમે પહેલા ધારૂકા કોલેજમાં હતા.
શિવાની :- ઓકે હું કન્ફયુઝ થઈ ગઈ હતી.
લવ :- જે હોય સ્નેહા તારે અહી બેસવાનું છે કે અમારી સાથે આવવાનું છે.
શિવાની :- ઓય અકડુ મને ખબર નહોતી અને સોરી.
ત્યા શિવાનીના ફ્રેન્ડસ તેને જોવા લાગે છે અને વિચારે આ તો કોઈ પોતાની ભુલ સ્વીકારતી નથી અને આજે તો.
રવિ :- લવ હવે આપણે કંઈ નથી જવું અહીં જ બેસીએ આમપણ આ ખિસકોલીને ખબર પડી ગઈ છે.
લવ :- તારે રહેવું હોય તો રહે હું જાવ છું
આટલું કહી લવ નીકળી જાય છે.
શિવાનીના ફ્રેન્ડસ કંઈક છે તેમ કહી તે બધા પણ કેન્ટીનમાંથી નીકળી જાય છે.
પછી સ્નેહા ધીમે ધીમે બધી વાતો કહે છે.
સ્નેહા :- શિવાની લવને હજીપણ ઘણા પ્રોબ્લેમ છે પણ તુ ધ્યાન રાખજે કે તે તારાથી વધારે પ્રોબ્લેમ માં ન આવી જાય.
રવિ :- અમે પણ અહીં તેના માટે જ આવ્યા છીએ.
શિવાની :- અરે યાર કોઈની એટલી સહનશક્તિ હોય મને ખબર જ નહોતી. મે આજ સુધી કોઈને સોરી નથી કીધું પણ પહેલીવાર લવને કહ્યું છે અને હું ધ્યાન પણ રાખીશ પણ મારે લવની લાઇફમાં એન્ટ્રી કરવાની છે.મને ખબર છે તેને શેની જરૂર છે.
રવિ :- શિવાની હમણાં તે રહેવા દે તો સારું રહેશે કેમ તે હજી જાનકીને નથી ભુલ્યો અને કલાસરૂમ તારામાં જ તેની નજર અટકી ગઈ હતી તે પણ ખબર છે.
સ્નેહા :- રવિ એક કામ કરને તુ લવના દિલની વાત જાણ પછી કંઈક કરીએ.
શિવાની :- અને સાંભળ હું આજ સુધી કોઈના પ્રેમમાં નથી પડી પણ લવની વાત જ અલગ છે.
રવિ :- તુ તો બોઉ ફાસ્ટ છે,પણ તારે થોડી રાહ જોવી પડશે.
શિવાની :- નો પ્રોબ્લેમ,ચાલો હવે લેકચર ચાલુ થઈ જશે.
શિવાની લવની લાઇફમાં એન્ટ્રી લેવામાં આતુર હતી પણ આ વાતની લવને ખબર પડશે ત્યારે લવના રિએક્શન જોવા જેવા હશે.
લવ તો પહેલા જ આવીને બેસી ગયો હતો, લવની બાજુમાં શિવાની બેસી જાય છે અને લેકચર ચાલુ થઈ જાય છે એટલે લવ કંઈ નથી કરી શકતો.
લવની આવી હાલત જોઈ રવિ અને સ્નેહા મરકમરક હસતા હતા.
પ્રોફેસરની નજર લવ પર જતા કહે છે,
"અરે તુ આ કોલેજમાં?"
લવ :- હા સર આજે મારો પહેલો દિવસ છે પણ તમે મને કંઈ રીતે ઓળખો છો?
પ્રોફેસર :- તે જે કોમ્પીટીશનમાં જીતીને આ કોલેજનો રેકોર્ડ બ્રેક કર્યો હતો એટલે અહીની બધી ફેકલ્ટી તને ભુલી નથી શકી અને આ કોલેજના એવા સારા ભાગ્ય કે તુ અહી ભણવા આવયો.આવતા મંથના સ્ટાટીગમાં જ નવા કોમ્પીટીશન ચાલુ થવાના છે તો પાર્ટીસિપેટ કરવાનું ભુલતો નહી અને આજે જ જેમમાં પાર્ટીસિપેટ કરવું હોય તેમાં નામ લખાવી લેજે.
લવ :- ધન્યવાદ સર તમારો હુ મારાથી થતા બધા પ્રયાસો કરીશ.
પ્રોફેસર :- ઓકે ડોન્ટ વરી અને કંઈપણ મદદ જોઈતી હોય તો કહજે.
પ્રોફેસર લેકચર પતાવી નીકળી જાય છે.
શિવાની :- શું વાત છે લવ તુ તો ફેમસ થઈ ગયો કોલેજમાં?
લવ :- તુ મારાથી દુર રહે તો સારું રહશે.
શિવાની :- ઓકે પણ હું કલાસરૂમમાં આવી ત્યારે મારામાં જ કેમ તારી નજર અટકી ગઈ હતી તે જણાવીશ.
લવ :- તુ મારી કંઈ નથી લાગતી એટલે તને જણાવવું મારે માટે મહત્વનું નથી સમજી.
રવિ :- લવ શું કરે છે? શાંત થઈ જા.
લવ :- આને કહેવાનું હોય તે કહી દે મારાથી દુર રહે અને મારી સાથે મગજમારી ન કરે.
રવિ :- ઓકે હું સમજાવી દઈશ તુ શાંત થઈ જા.
લવને કોમ્પીટીશનમાં પાર્ટીસિપેટ કરવાનું હતુ એટલે તે નામ એડ કરાવવા નીકળી જાય છે.
રવિ :- શિવાની તને પહેલા પણ કહ્યું હતુ તુ થોડીક રાહ નથી જોઇ શકતી અને તેના દિલમાં તારા પ્રત્યે લાગણી જન્મી ચુકી છે પણ તેનું દિલ જાનકીને ભુલી તને અપનાવવામાં રાજી નથી.
શિવાની :- પણ
આટલું બોલે છે ત્યાં સ્નેહા કહે છે,
"તુ કેમ લવ તરફ આટલી આકર્ષય ગઈ છો."
શિવાની :- સરે જે કોમ્પીટીશનની વાત કરી હતી ત્યારે જ જોયો હતો તે દિવસથી મારા દિલમાં વસાવી લીધો હતો.
રવિ :- તુ લવને થોડોક સમય આપીશ તો સારું રહેશે બાકી તારી મરજી તારે જે કરવું હોય તે તુ કર પણ લવ ડિસ્ટર્બ ન થવો જોઈએ.
કોલેજમાં આજના બધા લેકચર પતી ગયા હતા અને સૃષ્ટિ રવિના કલાસમાં આવે છે.
સૃષ્ટિને જોઈને રવિ કહે છે,
"અત્યારે તને અમે યાદ આવ્યા."
સૃષ્ટિ :- અરે ભાઈ એવું નથી હું પણ કોલેજમાં ભણવા આવી છું અને મારે આજે ઘણા કામો હતા.
સ્નેહા :- કંઈ પ્રોબ્લેમ નહીં.
સૃષ્ટિ :- લવ ક્યાં છે? દેખાતો નથી.
શિવાની :- તેને આપણી કોલેજની બકવાસ કોમ્પીટીશનમાં ભાગ લેવો છે એટલે નામ લખાવવા ગયો છે.
સૃષ્ટિ :- ઓકે પણ તુ આટલી ગુસ્સે થઈ કેમ વાત કરે છો?
રવિ :- લવએ રિજેક્ટ કરી દીધી એટલે(રવિ હસતા હસતા કહે છે.)
સૃષ્ટિ :- શુ તુ પણ રવિ, લવ રિજેક્ટ નહીં શિવાનીને એકસેપ્ટ કરે અને જાનકીને બને એટલું જલ્દી ભુલે એટલે જ મેં અને જીગરજીજુ એ તમને અહી આ કોલેજમાં લાવ્યા છીએ.
રવિ :- શું?
સૃષ્ટિ :- હા તે જે સાંભળ્યું તે સાચું જ છે અને અમે બંને બેસ્ટફ્રેન્ડ છીએ.મને જ્યારે લવની સાથે જે થયું તે પછી જીજુએ મને કોલ કરી કંઈ કોલેજમાં એડમીશન લેવું તે પુછ્યું અને મે તેને મારી કોલેજનું કહી દીધું અને બાયચાન્સ કોલેજના ડીન પણ જીજુના ફ્રેન્ડ નીકળ્યા એટલે મારું કામ વધારે સરળ થઈ ગયું.
સ્નેહા :- સૃષ્ટિ લવ હજી જાનકીની યાદમાં ખોવાયેલો છે, તેના માટે આ સરળ નહી રહે એટલે હમણા આ વાત અહીં પતાવવી સારું રહેશે.
રવિ :- સ્નેહા તુ ચિંતા કરતી નહી હુ આ શિવાની નામની ચુડેલને લવની લાઇફમાં એન્ટ્રી કરાવીને જ રહીશ અને રહી વાત જાનકીની તો તેને ભુલાવવામાં પણ આ ચુડેલ સાથ આપશે.કેમ આપીશને?
શિવાની :- વાંદરા કેમ મને ચુડેલ કહે છે?
રવિ :- બસ એમજ હવે તો તને ચુડેલ જ કહીશ.
શિવાની :- ઓકે કંઈ પ્રોબ્લેમ નહીં આમપણ હું મારા મમ્મી-પપ્પાનું એકનું એક સંતાન છું અને આજ સુધી મને કોઈ ખીજવવાવાળુ નથી મળ્યું.આજથી હું તને મારો ભાઈ માનું છે અને આ બહેનની ઈચ્છા પુરી કરવાના બંધનમાં બાંધુ છું.
રવિ :- આજે મને પણ આ બંધનમાં બંધાવવુ ગમશે કારણ કે મારી કૃતિદીદીના સાસરે ગયા પછી તેની ખોટ મને બહુ વરતાય છે અને આજથી તે અધુરાપણુ પણ તારા લીધે પુરુ થઈ ગયું પણ તુ જાનકીની જેમ દગો દેતી નહી તેને પણ મે બહેન માની હતી પણ તેણે સંજોગો જ એવા ઊભા કર્યા કે મને મારા પર જ શરમ આવે છે.
રવિ અને શિવાનીની આવી વાતો સાંભળી સૃષ્ટિ અને સ્નેહાને શું તે વિચારી નહોતા શકતા.
ત્યાં લવ આવે છે.
લવ :- ઓહ અહોભાગ્ય અમારા સૃષ્ટિમેડમ તમે દર્શન આપ્યા.
સૃષ્ટિ :- લવ તુ મને હૈરાન પછી કરી લેજે તુ પહેલા એ જણાવ આ અમારી કોલેજ કેવી લાગી?
લવ :- કોલેજ તો બહુ સારી છે પણ અહીં અમુક લોકો તો એવા પણ છે જેને લોકે હૈરાન કરતા જ આવડે.
(લવ શિવાની તરફ જોઈને બોલે છે.)
બધા સમજી ગયા હતા કે લવ શિવાનીને સંભાળાવી રહ્યો હતો.રવિ વાતાવરણ હળવું કરતા કહે છે,
"ચાલો હવે ઘરે જઈએ હવે આમપણ કોલેજનો ટાઈમ પુરો થઈ ગયો છે."
બધા કોલેજના પાર્કિંગ તરફ જાય છે અને શિવાનીને ગેટ તરફ જતી રવિ તેને બોલાવે છે.
રવિ :- શિવાની ક્યાં જાય છે? ગાડી નથી લઈને આવી.
શિવાની :- નહીં હુ સીટી-બસમાં જ આવું છું.
રવિ :- ક્યાં એરિયામાં રહે છે?
શિવાની તેને પોતાના ઘરનું એડ્રેસ જણાવે છે.
રવિ :- અરે ઓ તો લવ જે સોસાયટીમાં રહેતા છે તેની બાજુમાં જ આવેલી છે.તુ બે મિનિટ ઊભી રે હું લવને કહી દઉ છુ તે તને તારા ઘરે ડ્રોપ કરી જશે.
શિવાની :- તુ ચિંતા ન કર હું ચાલી જઈશ તે તારા પર ખોટો ગુસ્સે થશે.
સ્નેહા :- ગુસ્સે શુ થાય હું વાત કરુ છુ.
સ્નેહા લવ પાસે જાય છે.
સ્નેહા :- લવ મને ખબર છે કે તુ શિવાનીથી દુર કેમ રહે છો પણ તુ જેટલી જલ્દી જાનકીને ભુલીશ તેટલું સારું રહશે.અને હા તુ એક કામ કરીશ, શિવાની તુ જે સોસાયટી માં રહે છો તેની બાજુની સોસાયટીમાં જ રહે છો તો તેને ઘરે ડ્રોપ કરી દેજે.
લવ :- શું આ નાટક ચાલુ કર્યા છે.
સ્નેહા :- નાટક અમે નહીં તુ કરી રહ્યો છો, મને ખબર છે કે તારા દિલમાં શિવાની પ્રત્યે લાગણી જન્મી ચુકી છે પણ જાનકી એ જે કર્યુ તે ડરથી તુ તેનાથી દુર ભાગે છે અને તેને ઘરે ડ્રોપ કરી દેજે, આ તારી બહેનનો હુકમ છે.
લવ :- ઓકે મારી મા તુ જે કહે એ જ કરીશ.
સ્નેહા શિવાની પાસે જાય છે.
સ્નેહા :- ચાલ તારું કામ થઈ ગયું અને સંભાળી લેજે થોડુંક.
શિવાનીને સમજાયું નહીં કે સ્નેહા સંભાળી લેવાનું કેમ કહેતી હતી.
રવિ અને સ્નેહા સાથે નીકળી જાય છે અને આ બાજુ લવ અને શિવાની.
લવ બાઈક ચલાવતા ચલાવતા કહે છે,
"તારે શું જરૂર હતી સ્નેહાને કહેવાની કે હું તને તારા ઘરે ડ્રોપ કરી જાવ."
શિવાની :- સાંભળ મે નહોતું કહ્યું,હું તો સીટી-બસમાં જ જતી હતી પણ રવિ અને સ્નેહાએ મને ઊભી રાખી,રવિ તને પુછવા આવતો હતો પણ મે ના પાડી દીધી અને સ્નેહાને મે પણ ના પાડી હતી પણ તે પરાણે તને પુછવા આવી.આ બધુ મે જાણી જોઈને કર્યુ હોય એવું લાગતુ હોય તો બાઈક સાઈડ મારી રાખી દે હુ મારી રીતે મેનેજ કરી લઈશ પણ આ સંભાળાવવાનું બંધ કર તે હુ સહન નહીં કરી શકું.
(આટલું બોલી ત્યાં તો શિવાનીની આંખોમાંથી ઝરમર ઝરમર આંસુઓ વહેવા લાગયા.)
લવ સાઈડમિરરમાં શિવાનીના માસુમ ચહેરાને જોઈ વિચલિત થઈ ગયો.
લવ :- શિવાની મને પણ તને આ બધુ કહેવું નથી ગમતું, એક વખત મે પ્રેમ કરી જોઈ લીધું કે તેનાથી દુખ જ મળે છે અને મને ડર ક્યાંક હુ તને પ્રેમ ન કરવા લાગુ એટલે તારાથી દુર રહુ છુ અને આમપણ આપણે આજે જ મળ્યા છીએ.
શિવાની :- લવ મને તારા ભુતકાળની બધી જ વાતો ખબર છે તુ ચિંતા ન કર અને બધુ ભુલી તુ આગળ વધે તે જ હું ઈચ્છું છું.
લવ :- તને એ બધી વાત રવિ અને સ્નેહા કહી છે ને.
શિવાની :- તે બંનેએ કીધું પહેલાની ખબર છે.
લવ :- શું વાત કરે છો?
શિવાની :- જો તુ ગુસ્સે ન થાય તો જ કહું.
લવ :- તને મારી મમ્મીના સમ હું ગુસ્સે નય થાવ બસ તુ જણાવ કે તને ક્યાંથી ખબર છે.
શિવાની:- મને સૃષ્ટિએ બધી વાતો કરી હતી પણ લવ આવા આરોપ જાનકીએ તારા પર લગાવ્યા તો તુ કંઈ કર્યા વગર જ કેમ ત્યાંથી નીકળી ગયો તે મને સમજાય નહી.
લવ:- કેમ કે જાનકીના પપ્પા અને મારા પપ્પા બાળપણના મિત્રો છે,આમ કહો તો લંગોટીયા યાર છે.બસ તેના લીધે જ મને ત્યાંથી નીકળી જવું યોગ્ય લાગ્યું,પણ હમણા મને થોડો સમય આપજે અને આ બધું ભુલીને ભણવામાં ધ્યાન રાખવી તો સારું રહશે.
શિવાની:- તને જેમ ઠીક લાગે હુ તને ફોર્સ કરી આ સંબંધ આગળ વધારવા નહી કહુ.



આમ જ દિવસોને દિવસો વિતતા ગયા અને લવ પણ હવે ધીમેધીમે જાનકીના વિચારો માંથી બહાર આવતો ગયો.


પણ ભાગવતગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યુ છે,
"માણસને પોતે કરેલા કર્મોના ફળ મળે જ છે"

એટલે કે બાવળીયા વાવીએ તો કાંટા જ મળે કેરી નહીં.








આ મારા શબ્દોના જવાબ હવે તમને આગલા ભાગમાં મળી જશે.
આટલા સમય પછી હું મારી આ વાર્તાનો ભાગ રજુ કરી રહ્યો છુ તો હું જણાવી લઉં હું કયાંય પ્રોફેશનલ રાઈટર નથી,
હું તો એક સામાન્ય હીરાઘસુ છું.😂😂😂
ભુલ ચુક માફ કરજો કારણકે ભુલ તો કાળા માથાનો માનવી જ કરે.