Chakravyuh - 31 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 31

ચક્રવ્યુહ... - 31

પ્રકરણ-31

“હેલ્લો મિસ્ટર ખન્ના, માયસેલ્ફ ઇન્સ્પેક્ટર ચેતન પટેલ. અહી ફરજ પર તૈનાત ડોક્ટરે મને કોલ કરેલો ત્યારે હું અહી આવ્યો હતો પણ તમારો કોઇ અત્તોપત્તો ન હતો.” યુવાનીના જોશથી તરબતોળ ચેતન પટેલ કટાક્ષમાં ઘણુ કહી ગયો.   “જી સર, આઇ એમ કાશ્મીરા, અમને જેવી તે ખબર પડી ઇશાનના અકસ્માતની કે અમે તરત જ અહી પહોંચી આવ્યા.”   “યુવાનીના દરવાજે પગલા પાડતો તમારો ભાઇ રાતના એક વાગ્યા સુધી ઘરે ન આવે છતા પણ તમારુ કોઇનું પેટનું પાણી પણ ન હલે એ બહુ કહેવાય.”   “લુક પટેલ, એ અમારો અંગત મામલો છે, તમે જે અહી ફોર્માલીટી માટે આવ્યા છો તે પૂરી કરો ફટાફટ.” સુરેશ ખન્નાનો મગજ સાતમાં આસમાને પહોંચી ગયો આ બધુ સાંભળીને એટલે તેણે ચેતન પટેલને રોકડુ જ પરખાવી દીધુ.   “ઇન્સ્પેકટર મારા ફાધર વતિ હું માંફી માંગુ છું પણ મને એ સમજાતુ નથી કે મારો ભાઇ જ્યાં અકસ્માત થયો તે બાજુ શું કરવા ગયો અને ગયો એ સમજાયુ પણ દોડતો દોડતો શું કરતો હતો એ મારા વિચારથી પરે છે.”

મેડમ, એ બધુ તમારો ભાઇ હોંશમાં આવે ત્યારે જ ખબર પડે. શ્રીવાસ્તવ ભાઇએ મને જે કાંઇ કહ્યુ તેના આધારે અકસ્માતના સ્થળની તપાસ શરૂ કરી દીધી છે. તમે મને ઇશાન જે કાર લઇને ઘરેથી નીકળ્યો હતો તેના નંબર આપી દ્યો જેથી કારનો પત્તો મળ્યે હું આપને ઇન્ફોર્મ કરી શકુ.અને તેના ફોન નંબર પણ આપો જેથી ખબર પડે કે અકસ્માતના સમયે તેણે છેલ્લે કોની સાથે વાત કરી હતી અને સાયદ તેના પરથી એ પણ ખબર પડે કે ઇશાન કોની પાછળ દોડી રહ્યો હતો.”   “જી સર.” કહેતા કાશ્મીરાએ કારના નંબર લખાવ્યા.   “એક વાત પૂછવાની રહી જ ગઇ મેડમ, શું તમારા ભાઇ પાસે કાર ચલાવવામું લાઇસન્સ હતુ?”   “જી નહી, તેની પાસે લાઇસન્સ નથી તે અવારનવાર કાર યુઝ કરતો પણ નથી,”   “ઓ.કે. કાંઇ વધુ માહિતીની જરૂર પડશે તો હું આપનો સંપર્ક કરીશ.”   “જી સર, થેન્ક્સ.” કાશ્મીરાએ મન અને મગજને સ્થિર કરી રાખ્યુ હતુ બાકી સુરેશ ખન્નાની હાલત કાંઇ સમજી વિચારી શકે તેવી ન હતી, બસ તેનુ ધ્યાન ઓપરેશન થીએટર તરફ જ હતુ.   “શું થયુ ડો. મહેરા? ઇશાન ઠીક તો થઇ જશે ને? કેટલા દિવસમાં તે ફરી હાલતો ચાલતો થશે?” ત્રણ કલાક બાદ ઓપરેશન થીએટરમાંથી ડો. મહેરા અને સીટી હોસ્પિટલના ડોક્ટર બહાર નીકળ્યા કે સુરેશ ખન્ના તેને પકડી પ્રશ્નોનો મારો ચલાવી દીધો. તેને જોઇને કાશ્મીરા પણ દોડી આવી. બન્નેની નજરો બસ ઇશાનને જોવા તત્પર હતી.   “મહેરા યાર, તુ કાંઇ બોલ ને, કેમ કાંઇ બોલતો નથી? બસ એક નજરે જોઇ રહ્યો છે, શું થયુ એ કહે મને? કોઇ બીજા ડોક્ટરની જરૂર હોય તો મને કે હું માંગે એટલા પૈસા આપી તેને અહી બોલાવવા તૈયાર છું પણ મારો ઇશાન મને કોઇ પણ સંજોગમાં સાજો જોઇએ.” પૈસાનો અહમ બતાવતા સુરેશ ખન્ના બોલવા લાગ્યા.   “ખન્ના, આઇ એમ સોરી. ઇશાન ઇઝ નો મોર.” મહેરાએ ઇશાનના મોતના ન્યુઝ આપ્યા કે કાશ્મીરા અને સુરેશ ખન્ના બન્ને અવાચક રહી ગયા.   “મહેરા અંકલ, શું કહ્યુ તમે? ઇશાન ઇઝ નો મોર? આઇ કાન્ટ બીલીવ ધેટ. પ્લીઝ ડુ સમથીંગ અંકલ પ્લીઝ.” અત્યાર સુધી ધીરજ રાખેલી કાશ્મીરાની ધીરજ હવે તૂટી પડી અને તે ધૃસકે ધૃસકે રડી પડી.   “કાશ્મીરા, મહેરા મજાક કરે છે, મારી સાથે મજાક કરવાની તેને બહુ ખરાબ ટેવ છે, પણ યાર આવા સમયે મજાક તો ન કર. પ્લીઝ મને કહી દે કે ઇશાન ઇઝ ઓલરાઇટ બસ એક વાર કહી દે એટલે મારા દિલને શાંતિ થઇ જાય.”   “ખન્ના, કન્ટ્રોલ યોરસેલ્ફ. અકસ્માતમાં કારની સ્પીડ બહુ વધુ હશે અને તેનો જોરદાર ધક્કો ઇશાનને વાગતા તે માથાભેર પછડાયો હતો અને શરિરનું લગભગ બધુ લોહી વહી ગયુ હતુ. ઇશાન એ પછડાટ સહન કરી શક્યો નહી અને બ્રેઇન હેમરેજથી તેનું મોત થયુ.”   “આઇ કાન્ટૅ બીલીવ ધેટ. આ શક્ય જ નથી. હું દુનિયાના સર્વશ્રેષ્ઠ ડોક્ટરને બોલાવીશ અને તેનો ઇલાજ કરાવીશ. ઇશાન સુરેશ ખન્નાનો પૂત્ર છે, તેને કોઇ કાંઇ કરી ન શકે. તેને કાંઇ નહી થાય.” સુરેશ ખન્ના તેનુ માનસિક સંતુલન ખોઇ બેઠા હોય તેવુ જણાતા કાશ્મીરા તેને બાજુના રૂમમાં લઇ જવા લાગી.

“પ્લીઝ કાલ્મ ડાઉન પાપા. પાણી પી લો તમે.”   “અરે નથી પીવુ પાણી મારે અને નથી થવુ શાંત. આ બે કોડીના ડોક્ટર્સ શું સમજે છે? એમ કાંઇ જરાક ધક્કો લાગવાથી શું માણસ દુનિયા છોડી દે? હું હમણા જ અમેરિકા ફોન કરુ છું મારા મિત્રને, ત્યાંના બેસ્ટ સર્જનને અહી લઇને એ આવી જશે પછી જોજે આપણો ઇશાન પંદર દિવસમાં જ કૂદતો દોડતો થઇ જશે.” કહેતાઅ સુરેશ ખન્નાએ તેનો ફોન બહાર કાઢી ફોન લગાડવા ગયા ત્યાં કાશ્મીરાએ ફોન ઝુંટવી લીધો.

“પાપા ઇશાન સાચે જ આપણી વચ્ચે નથી, ડોક્ટર ચાહે ભારતના હોય કે અમેરીકાના, સરકારી હોસ્પિટલના હોય કે પ્રાઇવેટ હોસ્પિટલના, કોઇપણ ડોક્ટર માણસ મૃત છે કે જીવીત એ નિદાન કરવામાં ખોટો ન હોય, ચાલો એક છેલ્લી વખત ઇશાનને જોઇ તો લો, મળી લો ઇશાનને તમે.” કાશ્મીરાનું રૂદન વેઇટીંગ રૂમમાં ગુંજી ઉઠ્યુ.   “ચાલો પાપા, એકવાર તેને નિહાળી લો, પછી હવે ક્યારેય આપણે ઇશાનને જોઇ નહી શકીએ.” કહેતા કાશ્મીરા સુરેશ ખન્નાને બહાર લઇ ગઇ.

“ડોક્ટર, એક વખત અમે ઇશાનને જોઇ શકીએ?”   “જી હા, પ્લીઝ કમ.” કહેતા ડૉક્ટર કાશ્મીરા અને સુરેશ ખન્નાને મુર્દાઘર તરફ લઇ ગયા.   અઢળક સંપતિનો માલિક આજે ઉપરવાળા સૌના માલિક સામે લાચાર હતો. આજે તેનુ અઢળક ધન પણ તેના પૂત્રને એક ક્ષણ માટે પણ ફરી જીવીત કરી શકે તેમ ન હતુ. બસ સુરેશ ખન્ના જેવો પાષાણહ્રદયી માણસ બે આંખે આંસુઓ પાડતો મુર્દાઘરમાં ઊભો હતો.

To be continued…………

Rate & Review

Sheetal

Sheetal 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 3 weeks ago

bhavna

bhavna 3 weeks ago

Naresh Bhai

Naresh Bhai 4 weeks ago

Vaishali

Vaishali 4 weeks ago