Chakravyuh - 35 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ... - 35

ભાગ-૩૫

“રોહન, તુ અત્યારે ઘરે આવી શકીશ? એક અર્જન્ટ કામ છે. પાપા ખુબ બકવાટ કરી રહ્યા છે. સરાબ મગજમાં ચડી ગઇ લાગે છે. તુ સવારે ગયો ત્યારથી તો સુતા જ હતા પણ અત્યારે જાગ્યા ત્યારથી બકવાસ કરી રહ્યા છે. ઘરે આજે કોઇ નોકર-ચાકર પણ નથી. મમ્મીની તબિયત પણ નાદુરસ્ત છે અને ઘરે બીજુ કોઇ નથી.” રાત્રે અગિયારેક વાગ્યે કાશ્મીરાએ રોહનને કોલ કરતા કહ્યુ.   “અરે મેડમ, આટલી ચોખવટ કરવાની જરૂર નથી, હું હમણા જ પહોંચુ છું.” આટલુ કહી રોહને ફોન કટ કરી નાખ્યો અને ચેન્જ કરી કાશ્મીરાના ઘરે જવા બાઇકને દોડાવી દીધી.   “શું થયુ મેડમ? ક્યાં છે ખન્ના સર?” રોહને દોડતા આવી કાશ્મીરાને પુછ્યુ.   “હા ચલ, એ ઉપર છે, મે સુવડાવવાની કોશિષ કરી છે. છેલ્લી પાંચ મિનિટથી સુતા હોય તેવુ લાગે છે. અવાજ આવતો બંધ થઇ ગયો છે.”   “ઓ.કે. ચલો હું જોઇ આવુ છું. તમે બેસો અહી.” કહેતો રોહન ઉપર ગયો અને તેણે જોયુ કે ખન્ના સાહેબને ઊંઘ આવી ગઇ હતી એટલે તે પાછો નીચે આવ્યો.   “મેડમ, સર તો આરામથી સુતા છે.”   “હા, મે પાપાને દૂધમાં મમ્મીની ઊંઘની ટેબ્લેટ આપી દીધી હતી એટલે તેને ઊંઘ આવી ગઇ હશે.”

“ઓ.કે. તો હવે હું નીકળું? હવે તમે પણ આરામ કરો. કાલે મીટીંગ છે તો તેનુ પ્રેઝન્ટેશન ચેક કરી લઉ ફરી એક વખત.”

“આરામ? હવે આરામ જેવો શબ્દ મારી લાઇફમાં રહ્યો જ ન હોય તેવુ લાગે છે. મમ્મી પપ્પા બન્ને બસ રૂટીન લાઇફ જીવવા લાગે અને આ ટેન્શનમાંથી અને ઇશાનના દુઃખમાંથી બહાર આવી જાય તો સારૂ પણ કુદરતને સાયદ એ મંજુર નથી લાગતુ. “   “થઇ જશે બધુ સારૂ. બસ આત્મવિશ્વાસ ગુમાવજો નહી.”   “થેન્ક્સ રોહન. બેસ થોડી વાર, હું ચા બનાવી આવુ. આપણે સાથે એક એક કપ ચા લઇએ.”   “અરે નહી મેડમ, અત્યારે કોઇ નોકર ચાકર નથી તો ચા ની ફોર્માલીટી ન કરો પ્લીઝ. આમ પણ મારે ઘરે જઇને સુવાનુ જ છે.”   “એમા ફોર્માલીટી શાની? મને સારૂ લાગશે કે જો તુ મને ચા પીવામાં કંપની આપે.”   “ઓ.કે. મેડમ.”

**********  

"એક વાત પુછુ રોહન?” ચાની ચુસકી ભરતા કાશ્મીરાએ રોહનને પુછ્યુ.

“જી મેડ્મ?”   “તારા મતે મે જે કર્યુ તે ખોટુ કર્યુ કે સાચુ?”

“મતલબ? હું કાંઇ સમજ્યો નહી મેડમ.”   “આઇ મીન સગાઇ ન કરી તે પુછુ છું.”   “મેડમ, કેમ વારેવારે એક ની એક વાત કરી જુના જખ્મોને તાજા કરો છો?”

“સોરી રોહન, મારો એવો કોઇ ઇરાદો ન હતો.”   “ઇટ’સ ઓ.કે. મેડ્મ, અમારા જેવા નાના માણસોને તમે સોરી કહો એ સારૂ ન લાગે.”   “અત્યારે હું એક માલીક-એમ્પ્લોઇ ના નાતે નહી પણ ફ્રેન્ક્લી વાત કરું છું રોહન.”   “થેન્ક્સ મેડમ કે તમે મને ફ્રેન્ડ તો માન્યો બાકી જ્યારથી આ સગાઇનું કેન્સલ થયુ ત્યારથી મને તો લાગ્યુ હતુ કે હવે હું તમારી નજરમાં ક્યારેય ઊંચો નહી ઊઠી શકુ.” કહેતા રોહન હસી પડ્યો એ જોઇ કાશ્મીરા પણ હસી પડી.

“એવુ કાંઇ નથી રોહન. ભલે તો દેખાવથી હું ખડુશ લાગતી હોઉ પણ......”

“પણ ભગવાને ભૂલથી તમને નાનુ હ્રદય આપી દીધુ છે, રાઇટ?” રોહન બોલતા બોલી તો ગયો પણ પછી તેને સમજાયુ કે તેણે ભાંગરો વાટી નાખ્યો છે અને તેણે જોયુ કે કાશ્મીરાના ભંવા ચડી ગયા છે.   “સોરી સોરી મેડમ, ઇટસ જસ્ટ અ સ્લીપ ઓફ ટંગ.” રોહન ગળગળા જેવો બની ગયો કારણ કે તેને ખબર હતી કે કાશ્મીરા મેડમને ગુસ્સો આવતા પળભરની પણ વાર લાગતી નથી પણ થોડી જ વારમાં કાશ્મીરા ખડખડાટ હસી પડી.

“તે મને સાચુ કહેવાની હિમ્મત કરી બાકી આજ સુધી ફેસ ટુ ફેસ મને કોઇ આવી વાત કહી શક્યુ નથી.” બોલતા તે મુક્ત મને હસતી રહી અને રોહન બસ કાશ્મીરાને જોતી રહી.   “છતા પણ સોરી મેડમ. મારે એવુ ન કહેવુ જોઇએ.”   “અરે ઇટ’સ ઓ.કે. રોહન. મે હમણા જ કહ્યુ ને કે અત્યારે હું એક એમ્પ્લોઇ તરીકે ટ્રીટ કરતી નથી. બી ફ્રેન્ક.”   “હવે હું એક પ્રશ્ન પુછુ મેડમ?”   “યા આસ્ક મી.”

“એવી તે મારામાં શું ખરાબી તમે જોઇ કે તમે મને ડીચ કર્યો? એકાએક રોહન ગંભીર બની ગયો.   “માન્યુ કે મારી પાસે પૈસો કે સોહરત નથી પણ સાચુ કહુ મેડમ આજની દુનિયામાં પૈસો જ સર્વેસર્વા નથી, માણસમાં અમૂક નૈતીક મૂલ્યો પણ જરૂરી છે. જે લોકો બે નંબરી ધંધો કરે છે તેની પાસે અઢળક ધન હોય જ છે પણ સમાજમાં તેનો માન-મોભો કે પ્રતિષ્ઠા કોઇ જાળવતુ નથી જ્યારે એક વાતનો મને ભારોભાર ગર્વ છે કે સમાજમાં મને કોઇ ખરાબ નજરથી જોવાની આજની તારીખે હિમ્મત કરતુ નથી.” રોહને વાતને આગળ વધારતા કહ્યુ.   “એવુ કાંઇ નથી રોહન. તુ મારા વિષે ખોટી ધારણા બાંધે છે.”   “એટલે જ મેડમ, તમને આટલા ફ્રેન્ક જોઇને જ મે આજે આ પ્રશ્ન કર્યો, બાકી ધાર્યુ હોત તો આ જ પ્રશ્ન હું પહેલા પણ પૂછી શકતો હતો પણ મે સંયમ જાળવી રાખ્યો. સાચુ કહું તો તે દિવસે મને એટલો ગુસ્સો આવ્યો હતો કે તેની કોઇ સીમા ન હતી, એટલા માટે નહી કે તમે સગાઇની ના કહી દીધી હતી પણ એટલા માટે કે તમારી પાર્ટીમાં બધાની વચ્ચે મારા માતા-પિતાને નીચુ જોવુ પડ્યુ હતુ. એ બન્ને તો ખન્ના સરની વાત માની એમ જ સમજી ગયા હતા કે તમને ખન્ના સાહેબે સગાઇ માટે મનાવી લીધા છે અને સાચુ કહુ તો મને પણ એમ જ હતુ કે ખન્ના સાહેબે તમને આ વાત કરી જ હશે, ખેર....... જવા દ્યો મેડમ શું કામ જુની વાતો ને લઇને સમયની સાથે સાથે મુડ પણ ખરાબ કરવો. લેટ’સ ફરગેટ ધીસ મેટર.”   “તે દિવસે એકાએક પપ્પાએ આપણી એન્ગેજમેન્ટનું અનાઉન્સ કર્યુ તેનાથી હું યોગ્ય નિર્ણય લઇ ન શકી કારણ કે મારી લગ્નની કોઇ ઇચ્છા હતી જ નહી અને એ વાત પપ્પાને ખબર હતી અને એક દિવસ અચાનક તેણે મને તારુ નામ સજેસ્ટ કર્યુ ત્યારે મે પાપાની વાતને ટાળવા કહી દીધુ કે જો રોહન હા કહે તો મને કાંઇ વાંધો નથી. ત્યારે મને એમ લાગ્યુ કે તુ આ વાત માટે ક્યારેય હા નહી જ કહે.”   “અને મને સરે એમ કહ્યુ હતુ કે મારે કાશ્મીરાને સરપ્રાઇઝ આપવી છે ત્યારે મે અને મમ્મી પપ્પાએ એમ પુછ્યુ પણ હતુ કે તમે માની ગયા છો કે નહી તો સરે એમ કહ્યુ કે તેને હું મનાવી લઇશ પણ સગાઇના દિવસ સુધી ખન્ના સાહેબ તમારી સાથે આ બાબતે વાત કરી જ ન શક્યા અને આ બધો ગોટાળો થયો.”   “હા યુ આર રાઇટ.”   “હાશ.. ચલો આજે આ બધી વાતની ચોખવટ તો થઇ ગઇ. હવે તમને કે મને એક બીજા પ્રત્યે કાંઇ મનમાં તકલિફ તો નહી રહે.”   “યા રોહન.”   “ઓ.કે. નાઇસ ટુ ટોલ્ક વીથ યુ મેડ્મ. હું હવે નીકળું બહુ મોડુ થઇ ગયુ છે. તમારે પણ હવે આરામ કરવો જોઇએ. ગુડ નાઇટ.” કહેતો રોહન ચાલી નીકળ્યો.   “હજુ એક પ્રશ્ન બાકી છે રોહન, તુ મારી સાથે સગાઇ કરશે કે નહી? આ પ્રશ્નનો જવાબ તારે આપવો બાકી રહેશે.” મનોમન કાશ્મીરા વિચારતી રહી. 

To  be continued………….